અપડેટ્સ – ૨૧૩

* વેકેશનમાં સ્ટાર વોર્સ જોવામાં આવ્યું. એકંદરે સારું મુવી. કોઇ રીવ્યુ લખતો નથી, કારણ કે અત્યાર સુધી તો લોકોએ તે જોઇ કાઢ્યું જ હશે. સ્ટાર વોર્સની સાથે-સાથે શોપિંગ પણ થઇ ગઇ અને એ ત્રણ-ચાર દિવસમાં ભેગી કરેલી કેલરી સાયકલિંગ કરીને બાળી પણ કાઢી.

* આજ-કાલ મુંબઈમાં પણ ઠંડી લાગે છે. નવાઈની વાત છે. બે-ત્રણ દિવસથી સાયકલિંગ કરતી વખતે થોડો અનુભવ થાય છે. હવે આવતા સા.ફા. પ્રવાસમાં આવું કંઇ ન અનુભવાય તો સારી વાત છે. ગઇસાલ તો ઠંડીને કારણે દોડવાની બહુ મઝા નહોતી આવી. આ વખતે સાયકલિંગનો પણ પ્લાન છે, પણ એ તો દરવખતે હોય છે 😉

* ઉત્તરાયણની પણ રાહ જોવાય છે. રે નિર્દોષ પક્ષીઓ. સોરી, કબૂતરો!

* હવે પછીની રેસ પણ સાયકલિંગની છે. ના, આ વખતે પણ મુંબઈ મેરેથોન (હવે ટાટા મુંબઈ મેરેથોન) નહી થાય. નવી મુંબઈ હાફ-મેરેથોન કે થાણેની હિરાનંદાની પણ નહી કરવામાં આવે. હા, આપણી ફેવરિટ ૬૦૦ – મહાબળેશ્વર બી.આર.એમ. તો કરીશું જ.

વચ્ચે આવતા પ્રવાસ વત્તા રેસના પ્રવાસોના પાછલાં અનુભવો પરથી હું બોધપાઠ નહી લઉં તો, રેસની પેસ પર અસર પડશે!!

* આજનું ક્રોમ એક્ટેન્શન: હેલ્ધી બ્રાઉઝિંગ

અપડેટ્સ – ૧૦૧

* છેલ્લી અપડેટ્સ પછી, મુંબઇમાં નાળાઓમાં ઘણું પાણી વહી ગયું છે. એટલે, થયું કે થોડી અપડેટ્સ આપી દઇએ.

* હોંગ કોંગની છેલ્લી પાર્ટી સરસ રહી. ખાસ કરીને, મારા ડેબિયન મિત્ર બેન્જામીન મેકૉ હિલ જોડે અચાનક ઓળખાણ થઇ. પ્લેનેટ ડેબિયન માટે મેકૉને બહુ હેરાન કરેલો તે વાત ઉપર અમે બહુ હસ્યા અને છેવટે, રુનાએ અમારો એક સરસ ફોટો પણ પાડ્યો. ૨૦૦૫થી એક-બીજાને ઓળખતા હોવા છતાં અને દુનિયાના તદ્ન વિરુધ્ધ છેડા પર રહેતા અમે દુનિયાનાં બીજાં જ ભાગમાં મળ્યા એનાથી વધુ શું આનંદની વાત હોય?

મકૉ અને હું
મેકૉ અને હું. ફોટો: (c) રુના ભટ્ટાચાર્જી

પાર્ટીના બીજા ફોટા વિવિધ ફેસબુક એકાઉન્ટ ઉપર કે મારી ટાઇમ-લાઇનમાં મળશે. પાર્ટીમાં કેટલું નાચ્યો કે ન નાચ્યો એ વિશે પૃચ્છા ન કરવી. વધુ માહિતી અર્નવના બ્લોગ પર મળી શકે છે!

* રીટર્ન મુસાફરી આરામ-દાયક રહી વત્તા કંઇ હેરાનગતિ ન થઇ એટલું સારું થયું. કવિન માટે વિવિધ પ્રકારના Lego રમકડાં લાવવામાં આવ્યાં.

* ગઇકાલે ૧પમી ઓગસ્ટ નિમિત્તે સરસ સાયકલિંગ રાઇડ (ઘર-જુહુ-વર્લી સીફેસ-બાંદ્રા-ઘર) કરવામાં આવી. ટોટલ ૬૫ કિમી. ઘણાં નવાં અને જૂનાં સાયકલિસ્ટ્સને મળ્યો. એક આખી સાયકલ કુંટુંબ પણ મળ્યું અને ખાસ કરીને આશુતોષ બીજુરને મળ્યો અને સરસ વાતો થઇ. અમારાં નિયમિત રનર્સ – વિનય અને હર્ષિલ પણ મળ્યાં. વર્ષો પછી ધ્વજ-વંદન કરવામાં આવ્યું એ વાત ઉલ્લેખનીય ગણી શકાય. હવે પછી, રવિવારે બીજી મોટી દોડનો પ્લાન છે. ૧લી સપ્ટેમ્બરે અમારી નિયમિત બાંદ્રા-NCPA હાફ-મેરેથોન છે. બધાંને આમંત્રણ છે!

* કવિન-કોકી જોડે સ્ટારવોર્સ સીરીઝ જોવાની શરુ કરી છે અને કવિનને R2D2 બહુ ગમી ગયો છે! જોકે સ્ટારવોર્સના કી-ચેઇન લીધાં છે, અને Lego પણ સ્ટારવોર્સ સીરીઝનો ભાગ જ છે. આખી સીરીઝ જોતાં મહિનો નીકળશે એવો અંદાજ છે, પણ મજા આવશે!

* અને હા, હેપ્પી બર્થ ડે – ડેબિયન!!

અપડેટ્સ – ૭૨

* શરુઆત કરીએ બે મહત્વના સમાચારો થી:

૧. ફોનને આઇસક્રિમ સેન્ડવિચ 4.0.4 પર અપડેટ કરી દેવામાં આવ્યો છે. એમ તો સેમસંગ વાળાએ Galaxy R ફોનને અંગૂઠો જ બતાવેલો પણ કોઇક સ્વિડનમાંથી આ ફર્મવેર અપડેટ થયું છે એ પરથી લીક કરી દીધું અને લોકોએ તેના પરથી અપડેટ કરવાનો રસ્તો શોધી કાઢ્યો. xda કોમ્યુનિટીનો ખૂબ-ખૂબ આભાર!

એટલે હવે એકાદ વર્ષ સુધી ફોન વાપરવામાં વાંધો નહી આવે. જોકે આ ફોનને જેલી બિન ખાવા નહી મળે એવું લાગે છે.

અપડેટ એમ તો સારું રહ્યું. બેકઅપ સારી રીતે લેવામાં આવ્યો હતો, છતાંય કોલ લૉગનો બેકઅપ રહી ગયો. બાકી બધું બરાબર લાગે છે.

એક જ મોટી તકલીફ થઇ છે: ગુજરાતી ફોન્ટ નથી દેખાતા. જરાય નહી, એટલે હવે તેના પર મન દઇને રીસર્ચ કરવામાં આવશે 🙂

૨. અને, નવાઇભર્યા સમાચાર: મારું વજન વધ્યું. એટલે કે, વજનકાંટાને એમ લાગ્યું છે. બે વખત ચેક કરીને જોયું તો સરખું જ. હવે બીજી કોઇ જગ્યાએ ખાતરી કરવી પડશે.

* દોડવાનું નિયમિત ચાલ્યું (એટલે કે દોડ્યું) એટલે મજા આવી ગઇ! આ મહિને ૨૦૦ કિમીનો રેકોર્ડ થઇ જશે એવું લાગી રહ્યું છે! બીજા એક રનર સેંથિલ કુમારનો પરિચય થયો, જે બેરફૂટ રનિંગ કરે છે.

* અને, આજ-કાલ એંગ્રી બર્ડ્સ સ્ટારવોર્સ અને Quora પર (દિવસ)-રાતનો સારો એવો સમય પસાર થાય છે. જોકે હમણાંથી મોબાઇલ પર ગેમ્સ રમવાનું પ્રમાણમાં ઓછું છે, બાકી પેલી ફ્રોઝન બબલ્સના ૯૯ લેવલ્સ તો પૂરા થઇ ગયા હતા (અને પછી ફોન અપડેટ થયો એટલે, બૂમ!).

આ (બે) અઠવાડિયાની ફિલમો – ૧૨

* તો, ફરી પાછાં લઇને આવ્યા છીએ, આ (આ વખતે – બે) અઠવાડિયાની ફિલમો વાળી બોરિંગ પોસ્ટ!

૧. સ્ટારવોર્સ (એટલે કે, આખી સ્ટારવોર્સ સીરીઝ).

સ્ટારવોર્સ વિશે કંઇ લખવાનું હોય? આનંદની વાત છે કે, ૨૦૧૫માં હવે ડિઝની સ્ટારવોર્સ સીરીઝની નવી ફિલ્મ લઇને આવશે. જોકે ડિઝનીએ જ્યારે લ્યુકાસ ફિલ્મ ખરીદી ત્યારે લોકોએ બહુ મજાક ઉડાવી છે. જોઇએ હવે ડિઝની વાર્તાની અંદર પોતાના ઉંદર-બિલાડીને ના ઉમેરે તો સારી વાત છે.

૨. સેક્રિફાઇસ (૨૦૧૨)

સ્ટાન્ડર્ડ ચાઇનીઝ ફિલ્મ. ઓછી એક્શન, વધારે ડ્રામા. એકંદરે ઠીક-ઠીક કહી શકાય.

૩. ધ વિચીસ ઓફ ઇસ્ટવિક (૧૯૮૭)

કોમેડી વત્તા ડ્રામા પ્રકારનું મુવી. ડિફરન્ટ સ્ટોરી, જેક નિકોલ્સન વત્તા ત્રણ-ત્રણ હિરોઈનો (જેકે એમાંથી એક પેલી  Cher છે) 😀

૪. બેટલશીપ (૨૦૧૨)

સ્ટાન્ડર્ડ અમેરિકન હીરો દુનિયાને બચાવે છે, એવી સ્ટોરી. ખાલી એક વાત ખટકી એ કે પેલી ડેકર પર વધારે ફોકસ ન કરાયું 😦 વેલ, બીજી વાત એ ખટકી કે દર વખતે આ એલિયન્સમાં કોઇ ખામી કેમ હોય છે. આ બાપડા એલિયન્સ સૂર્યપ્રકાશ સહન નહોતા કરી શકતા. પરફેક્ટ એલિયન તો મેં એલિયન સીરીઝમાં જ જોયા છે. વેલ, નિરવભાઇએ કહ્યું તેમ સ્પેશિયલ ઇફેક્ટ્સ સરસ. બાકી, રિહાન્ના વેડફાઇ ગઇ. જોકે આમે એના ગીતો સાંભળવા એટલે સમય વેડફવા જેવો જ છે.

અને, કોઇએ બરાબર આ મુવીને રીવ્યુમાં Battleshi* કહ્યું છે 😉

૫. ડેજા વુ (૨૦૦૬)

બે-ત્રણ દિવસ પહેલાં બહુ ડેજા વુ ફિલિંગ્સ થતી હતી એટલે ટ્વિટ્ટર પર પોસ્ટ કર્યું તો એક ફોલોવરે (હર્ષદભાઇ) કહ્યું કે આ નામની એક ફિલ્મ છે. જોયું તો આ તો આપણાં ફેવરિટ કોમ્બો – ડેનઝેલ વોશિંગ્ટન-ટોની સ્કોટ – ની ફિલ્મ છે. જોઇ લીધી. સરસ મુવી. થોડું મગજ સાઇડમાં મૂકવું પડે (ટાઇમ ટ્રાવેલ માટે), પણ ટાઇમ ટ્રાવેલ હંમેશા મારો ફેવરિટ વિષય છે, એટલે હું તેને ગંભીરતાથી લઉં છું. બેસ્ટ ડાયરેક્શન અને કેમેરા મૂવમેન્ટ.