અપડેટ્સ – ૧૮૬

* શનિવારે બેંગ્લુરુથી (ie બેંગ્લોર) સવારે ૮.૩૦ જેવો ઘરે આવ્યો. ઘરમાં બધું વ્યવસ્થિત કરીને તૈયાર થઇને કવિનનું વાર્ષિક પરિણામ લેવા ગયો. પછી ખબર પડીકે પરિણામ તો ૨૯મી એ આવશે. આ તો આપણને આપણા સંતાનોએ કેવું ધોળ્યું છે તે બતાવવા માટેનો દિવસ (ie ઓપન હાઉસ) હતો 😀 જે હોય તે. ધાર્યા મુજબ કવિને હિંદીમાં ધોળ્યું નથી (જુઓ, આ પોસ્ટ) એટલે મને શાંતિ થઇ.

બપોરે સાયકલને તૈયાર કરી અને પછી ૪ વાગ્યા જેવો ચેમ્બુર જવા માટે નીકળ્યો. ભાઇ, ભારે ટ્રાફિક આ તો. લોકો દરરોજ કેવી રીતે મુસાફરી કરતા હશે? જે હોય તે. સમયસર ચેમ્બુર પહોંચ્યો. ત્યાં રાઇડ માટે લગભગ ૧૦૦ જણાં હતા. ૭ વાગે રાઇડ શરુ થઇ. ભોરઘાટ સુધી વાંધો ન આવ્યો અને આ વખતે ભોરઘાટ સંપૂર્ણ પણે સાયકલ પર પાર કર્યો. લોનાવાલા પછી આરામથી સાયકલ ચલાવી, કામશેત (રીટર્ન પોઇન્ટ) પર પહોંચી આરામ કરી લોનાવાલા ફરી નાસ્તો કર્યો. ત્યાં યુવાન રાઇડર અચિંક્ય જોડે બીજાં ૬૦ કિમી સાયકલ ચલાવવાની મજા આવી. છેલ્લાં ૨૦ કિમી ફરી આરામથી અને છેલ્લે ચેમ્બુર પહોંચી નાસ્તો કર્યો. ઘરે પાછાં ફરી સાયકલ પર જવાનું નક્કી કર્યું પણ અંધેરી પછી એટલો કંટાળો આવ્યો કે સાયકલને રીક્ષામાં મૂકી ઘરે આવ્યો. ત્યાંથી ફરી દહિંસર અને ફરી પાછાં. ૪ કલાકની ઉંઘ પછી પણ ઉંઘ મને જાગવા નહોતી દેતી. એમ થયું કે થોડી સાયકલ ચલાવીએ, પણ પછી થયું કે હવે બહુ થયું.

આરામ. પીઝા. અને ૯ કલાકની લાંબી ઉંઘ.

આજથી ફરી કવિનનો અવાજ આવી જશે. એની પાસેથી એકાદ સ્ટોરી પરથી બ્લોગની પોસ્ટ પાક્કી!

અપડેટ્સ – ૧૮૫ – બેંગ્લુરૂ

* આ વખતના અપડેટ્સ બેંગ્લુરૂથી છે. ઘણાં વખત પછી અહીં પાછો આવ્યો એટલે મજા આવી રહી છે. ટ્રાફિક સરસ છે, એટલે કે મુંબઈના ટ્રાફિક કરતાં પણ વધુ છે.

અત્્યાર સુધીતો કબન પાર્કમાં દોડવા અને ટીમ અહીં હોવાથી કામ કરવા (અને હા સરસ બ્રેકફાસ્ટ!) સિવાય બીજું કંઇ કર્યું નથી. ક્યાંય જવાનો કે કંઇ જોવાનો સમય પણ મળ્યો નથી કે મળશે નહી. મુંબઈ પાછા જઇને પણ બાકી રહેલાં કામ પતાવવા સિવાય બીજું કંઇ કામ જ નથી (એટલે કે નવરો છું) 🙂

અને હા, ખાસ કામ તો કવિનનું વાર્ષિક પરિણામ લેવા જવાનું છે!

* અહીં ગરમી પણ વધતી જાય છે. ૨૦૦૪ થી ૨૦૦૮ દર વર્ષે એક અઠવાડિયું જેવું અને ૨૦૦૮નો થોડો સમય અને પછી ૨૦૧૨નો અંત અને ૨૦૧૩નો પ્રથમ ચતુર્થ ભાગ અહીં વીતાવ્યા પછી આ વાત પાક્કી છે.

અપડેટ્સ – ૧૬૯

* છેલ્લી પોસ્ટમાં લખ્યું તેમ અહીં બહુ દોડા-દોડી રહે છે. એકાદ વખત સારું એવું દોડાયા પછી બહાર દોડવાનું બંધ છે. બે વખત જિમનો આંટો માર્યો પણ મજા ન આવી. હવે દોડવાનું થશે, લાંબી દોડમાં. ચોક્કસ, એ રીપોર્ટ લાંબો અને મજાનો હશે.

* વિકિમેનિઆ પછી એક દિવસનો બ્રેક લઇને અહીંના પિરામીડ જોઇ આવ્યા. સરસ જગ્યા. પિરામીડ ચડવાની મજા આવી અને સાથે-સાથ ટકિલાનો ટેસ્ટ પણ કર્યો.

* સાથે-સાથ લોકલ માર્કેટમાં પણ જઇ આવ્યા. અહીં બધાંને ખોપડીઓનો બહુ ક્રેઝ લાગે છે 🙂

* એકંદરે મુલાકાત સારી રહી છે. હવે જોઇએ શું થાય છે. વેજિટેરિયન્સને દરરોજ શું ખાવું એ પ્રશ્ન તો હોય જ!

પાછાં!

* તુર્કીની સરસ સફર પૂરી કરી અમે સરખી રીતે પાછાં આવી ગયા છીએ, પણ આ દેશ વિશે લખવા માટે બીજી બે-ત્રણ પોસ્ટ્સ જરુરી છે, જે વીક-એન્ડમાં પૂરી કરવામાં આવશે. આછો પાતળો ચિતાર આપીએ તો,

** પહેલાં અંતાલ્યા અને પછી ઇસ્તંબુલની મુલાકાતો લેવામાં આવી.

** અંતાલ્યામાં ત્રણ દિવસ તો હોટેલની બહાર જવામાં જ ન આવ્યું કારણ કે, કોન્ફરન્સ આખો દિવસ ત્યાં જ હતી. હોટેલ એકદમ ચકાચક. ફૂડ મસ્ત! આ હોટેલ ઇસ્તંબુલના ટોપકાપી પેલેસની ડિટ્ટો કોપી હતી – ટૂંકમાં, રોયલ.

** અંતાલ્યામાં છેલ્લાં દિવસે પેડગે નામની જગ્યાની મુલાકાત લીધી, પણ મુખ્ય વસ્તુઓ મ્યુઝિયમમાં ચાલી ગઇ છે, એટલે ઉદાસ પ્રકારના ખંડરોનું નિરિક્ષણ કર્યું અને પાછાં આવ્યાં.

** તુર્કી સેક્યુલર દેશ છે. અને, ઇસ્તંબુલ તો લગભગ યુરોપ જ લાગે. સિવાય કે એશિયામાં હોવ અને રસ્તા પર ફેરિયા બૂમો પાડતાં હોય 🙂

** એકંદરે સરસ લોકો. ઘણાં લોકોને મળ્યો અને દેશ-વિદેશની વાતો કરી. રાજકારણ, ધર્મ, કોમ્પ્યુટર વિજ્ઞાન, ભારત, સમાજ, લોકો – વગેરે વિષયો પર તુર્કીના લોકોના ખ્યાલો વિશેની વાતો ફરી ક્યારેક પછીની પોસ્ટ્સમાં.

અપડેટ્સ – ૧૬૬

* ઓહ, માય બ્લોગ! આ શું થવા બેઠું છે. બ્લોગ હવે અણમાનીતી રાણી (ie વાર્તામાં આવતી) જેવો બની ગયો છે :/

* તેમ છતાંય, અપડેટ્સમાં જોઇએ તો ઘણું બધું છે. છેલ્લે લખેલ ૧૨૦૦ વાળી પોસ્ટ એટલે કે રીક્ષા, ટ્રેન, રીક્ષા, બસ, રીક્ષા, રીક્ષા, બસ, રીક્ષા વડે કરેલી લગભગ ૧૨૦૦ કિમીની મુસાફરી. થાકી ગયો. કદાચ આનાં કરતાં તો ૧૨૦૦ કિમી સાયકલ ઓછો થાક લગાડે. પણ, કવિનને વડની ડાળીએ લટકતો અને માટીમાં રમતો જોવો – એટલે પૈસા વસૂલ. ૧૦ દિવસ પછી તે આવશે ત્યારે અલગ લાગશે એ પણ જોવાની મજા આવશે (મોટાભાગે તડકામાં રમીને રંગ બદલશે :)).

* હાલમાં પાસ્તા પર તૂટી પડ્યો છું, પણ ખાખરા સાથ આપે છે.

* યુટ્યુબ પર સસ્પેન્સભર્યા મુવીઝ જોવામાં આવે છે. મુવીઓ વિશેની પોસ્ટો આવે છે. સ્ટે ટ્યુન્ડ.

* ત્રણ દિવસથી સાયકલિગ થાય છે, પણ લેટ નાઇટ મિટિંગ્સ. ઉપ્સ!

અપડેટ્સ – ૧૫૮

* ૨૬ જાન્યુઆરીએ રાજ વડગામાએ ૧૦,૦૦૦ કિમી પૂરા કર્યા. અભિનંદન!! સાથે દોડવાનો મોકો પણ મળ્યો (મેરા તેરા રનની સાથે) અને ગર્વ સાથે કહી શકું કે, મારા નાનકડી દોડ યાત્રામાં રાજનો મોટો ફાળો છે. હવે, વધુ મહેનત સાથે દોડવાની પ્રેક્ટિસ ફેબ્રુઆરીમાં શરુ કરવામાં આવશે.

* અમેરિકન ફૂડ – સૌથી ભંગાર વસ્તુ છે (એકાદ-બે અપવાદને બાદ કરતાં). હવે ખબર પડીકે અહીં આવીને લોકો જાતે ખાવાનું કેમ બનાવે છે (દા.ત. આપણો આર્નવ) 😉

* રવિવારે પેલી ટેક્સાસ હાફ મેરેથોન છે, પણ દોડવાનો સમય આ અઠવાડિયામાં મળશે નહી. ગયા અઠવાડિયે સામાન આવ્યા પછી બે વખત ૧૦ કિલોમીટરની દોડ કરવામાં આવી જેમાં મજા આવી.

* કોન્ફરન્સ-મિટિંગ(ો) વગેરે સરસ રહ્યા છે. પ્લસ પોઇન્ટ.

* આ સિવાય બીજો કોઇ સમય (સિવાય કે, ફ્લાવર ગાર્ડન જોવાનો) મળ્યો નથી. બે દિવસમાં એકાદ જગ્યાએ જવાનો પ્લાન બની રહ્યો છે.

અમેરિકન ડાયરી – ૧

* વેલ વેલ વેલ. અમે પાછાં સહી સલામત આવી ગયા છીએ એટલે તમને અમારી આ નાનકડી ડાયરીની નોંધો વાંચવા મળી રહી છે. અમેરિકામાં અઠવાડિયું – એવું કંઇક શીર્ષક રાખીએ?

* ગયા મંગળવારે અહીંથી ન્યૂયોર્કની ફ્લાઇટ હતી. જેનો ડર લગાડવામાં આવતો હતો તે ઇમિગ્રેશનમાં જરાય લાઇન નહોતી (કદાચ વહેલી સવારની અસર?) અને આરામથી ત્યાંથી સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયો. ત્યાં જઇને પછી બાર્ટ ટ્રેન અને ત્યાંથી પેલી લોકપ્રિય મ્યુનિ ટ્રામ પકડવાની હતી. અમને નહોતી ખબર કે અમેરિકામાં પણ છુટ્ટા પૈસા (અહીં પૈસા એટલે ડોલર એમ વાંચવું)ની મુશ્કેલી છે. લો. બસ ડ્રાઇવરે કહ્યું ૨.૨૫ ડોલર છુટ્ટા લાવો તો જ બેસવા મળશે. છેવટે, એક ચાની લારી પરથી (હા. ચા કાર્ટ કે એવું કંઇ મોર્ડન નામ હતું) છુટ્ટા ડોલર્સ મળ્યા અને હું મારી હોસ્ટેલ પહોંચ્યો. પ્રિમાના સુચન મુજબ આ વખતે ૪ બેડ વાળો રૂમ પસંદ કર્યો હતો. હોસ્ટેલની જગ્યા અફલાતુન હતી. ગોલ્ડન ગેટ જવાના રસ્તા પર જ આવેલી આ જગ્યા એકદમ હરિયાળી. ત્યાં પહોંચી તૈયાર થઇને વિકિમીડિઆની ઓફિસની ઉડતી મુલાકાત લેવાની હતી. અને અમે પાછું ચાલતા જવાનું પસંદ કર્યું. ૫ કિલોમીટર. સરસ. સાન ફ્રાન્સિસ્કોના રસ્તાઓ પાછાં ઊંચા-નીચા એટલે ધાર્યા કરતાં વધુ વાર લાગી પણ ત્યાં પહોંચીને બધાંને મળીને થાક નીકળી ગયો 🙂 વળતી મુસાફરી પીત્ઝાના ભારે ડોઝને કારણે મુશ્કેલ બની 😀

* બીજો અડધો દિવસ પણ લોકોને મળવામાં ગયો (ખોટી ટ્રામમાં બેઠો, પણ તેથી સાન ફ્રાન્સિસ્કો દર્શનનો લાભ મળ્યો!) પણ, એ પહેલાં સાન ફ્રાન્સિસ્કોમાં દોડવાનું કેમ ભૂલાય? હોસ્ટેલથી ગોલ્ડન ગેટ અને પાછાં. ૧૦ કિલોમીટરના રસ્તામાં ઢાળ, સીધો રસ્તો અને ટ્રેઇલ – ત્રણેનો સમન્વય. અને દરિયાકિનારો પણ ખરો.

ત્યાંથી સાન હોસે જવાનું હતું અને એ અને પછીની વાતો કાલે અથવા મોડી રાતની પોસ્ટમાં.

કમર દર્દ અને કેક

* નવી વસ્તુ આવી છે – કમર દર્દ.

છેલ્લાં બે દિવસથી પેટમાં દુખાવો, કમર દર્દ અને થોડો તાવ. પેટમાં દુખાવો વત્તા તાવ પેલી કેક શોપને જાય છે જ્યાં,

લાલ લાલ કેક

પછી શું થાય? જીભના કર્યા પેટે વાગ્યા!!

કમર દર્દ માટે મુવ નથી ટ્રાય કર્યો. કાલે સવારે થોડી કસરત વત્તા યોગ (યોગા નહી)નો ટ્રાય કરવામાં આવશે.

અપડેટ્સ-૧૩૯

* એમ તો અમે ક્યારનાય પાછાં આવી ગયા પણ કામ-કાજ અને પછી આપણા આ મહાન ઇન્ટરનેટ રીલાયન્સે બધું બગાડ્યું. આજે સવારે ધમકી આપી કે અનિલ મારી જોડે દોડવા આવે છે, તેને વાત કરું? ચમત્કાર. ઇન્ટરનેટ ચાલુ!

* ચાર દિવસનું વેકેશન ક્યાં આવ્યું ને ક્યાં ગયું તે ખબર ન પડી.

* વેકેશન અહેવાલ:

રાત્રે અરાવલી એક્સપ્રેસમાં જવા નીકળ્યા. કવિનને એક સીટ ઉપરથી બીજી સીટ પર કૂદકાંઓ મારવાની મજા આવી અને અમને તેને જોઇને મજા આવી.

ડોકિયાં અને જીભડાં કરતો કવિન IMG_20140517_063407

બીજાં દિવસે આરામ હી રામ. પણ, સાંજે બાજુમાં આવેલા ગામે ચાલતાં ગયા. મજા આવી.

આરામ

ત્રીજા દિવસે ગબ્બર-અંબાજી જવાનું ગોઠવવામાં આવ્યું. પ્લાન હતો કે ગબ્બર ચડીને જવું અને રોપ-વેમાં ઉતરવું પણ, કવિનને પગથિયાંની મજા લેવી હતી એટલે એની જોડે નીચે મજાથી ઉતરવામાં આવ્યું. રોપ-વેમાંથી મારો અને કવિનનો ફોટો સરસ આવ્યો છે, જે થોડા દિવસ પછી મને મળશે (કેમેરા અત્યારે કોકી-કવિન પાસે છે).

પગથિયાં ઉતરતો કવિન.. પહાડી કાચિંડો

અંબાજી પછી નજીકમાં આવેલાં મોકેશ્વર ડેમ પર ગયા. બપોર થઇ ગઇ હોવાથી કંઇ ખાસ મજા ન આવી. ચોમાસાંમાં મજા આવી જાય એવી જગ્યા છે (એવું અનુમાન કરું છું).

મોકેશ્વર ડેમ મોકેશ્વર તળાવ

રસ્તામાં મારા ફેવરિટ (એક સમયે?) ગુંદા ખાધાં.

ગુંદા

PS: અમારી યાત્રા અધુરી રહી!!

PS: અમારી યાત્રા અધુરી રહી.

ચોથો દિવસ અમદાવાદ ખાતે. સૌથી પહેલા ફાલસાનો જ્યુશ પીધો.

ફાલસાનો જ્યુશ

નયનામાસીને મળવા માટે ચંદ્રપુરી ગયો (અમદાવાદમાં જ છે :)), અને ત્યાંથી ઇશિતા જોડે “ડીકાથલોન” (સાચો ઉચ્ચાર)માં જવાનો પ્લાન બનાવેલો. પણ, મારી પાસે હજી સમય હતો એટલે નક્કી કર્યું કે ટાઇમપાસ કરવા (અને ગરમીથી બચવા) માટે કોઇ મુવી જોવા જઇ શકાય એટલે પછી મિલિયન ડોલર આર્મ જોવામાં આવ્યું. જે સરસ મુવી છે. ત્યારબાદ પેલાં ડીકાથલોનમાં ગયા. દુર્ભાગ્યે, ત્યાં દરેક વસ્તુઓ પર ભયંકર ધૂળ લાગેલી હતી. કવિન માટે સાયકલ લાઇટ, એક ધૂળ વાળી ટી-શર્ટ લીધી. બિલ્ડિંગ બનાવવું હોય તો જે તે પ્રદેશનું વાતાવરણ જોઇને બનાવાય એ વાત ડીકાથલોન વાળાને સમજાઇ લાગતી નથી! (અને અમદાવાદમાં બિલ્ડિંગ ઉપર કાચ લગાવવાવાળાઓને પણ) ત્યાંથી મારે કોનારકને મળવાનું હતું. GSoC વિશે થોડી ચર્ચા કરી. લાઇમ સોડા પીધો અને ત્યાંથી આપણા ફેવરિટ દર્શિતભાઇની મુલાકાત કરવાની હતી (મારોબગીચો.કોમ વાળા!). તેમને HL આગળ મળ્યો. નક્કી થયું કે ટોમેટોસ્ માં જઇને બેસીએ પણ, અલાસ, એ તો બંધ હતી એટલે પછી પાછાં આવી કોલ્ડ કોકો પીધો અને ત્યાંથી મારે મણીનગર જવાનું હતું એટલે વાત-ચીતનો દોર ગાડીની ૪૫ મિનિટમાં જમાવ્યો. તેમનાં વિશે વધુ જાણ્યું. મારા વિશે તો કંઇ ખાસ વાત કરવાની હતી જ નહી.

કોલ્ડ કોકો

મણિનગર પહોંચીને ખબર પડીકે મોદી ત્યાં આવવાના છે. થોડીવાર ટીવી પર મોદીને સાંભળ્યા અને પછી ધવલ જોડે ડિનર પતાવી ત્યાંથી કાલુપુર સ્ટેશન. સરસ વેકેશનનો અંત! 🙂

અપડેટ્સ-૧૩૫

* શનિવાર રહ્યો ખરીદીનો અને રવિવાર રહ્યો આરામનો. ઓહ, રવિવારે જુહુ બીચ-થી-બેન્ડ સ્ટેન્ડ-થી-જુહુ બીચ સુધીનું સરસ રનિંગ થયું અને ઇસ્ટરની કેક પણ ખાધી. રનિંગ કરતી વખતે કરાતી વાત-ચીત એ મને રનિંગનો સૌથી મોટો બીજો ફાયદો લાગે છે. પહેલો ફાયદો છે કે નવી-નવી જગ્યાએ ફરવા જવા મળે (ખાસ કરીને મારા જેવા આળસુ માણસોને!).

* અને, આ રવિવારે લિનક્સ યુઝર ગ્રુપની મિટિંગ ભૂલી જ ગયો!

* કવિનનું સ્વિમિગ ગયા મંગળવારે શરુ થયું છે, જે અત્યાર સુધી તો સરસ ચાલે છે. પંદર દિવસના આ કાર્યક્રમમાં મને બીજો ફાયદો એ છે કે મારે બીજું ત્રણેક કિલોમીટર ચાલવાનું થાય છે.

* નજીકની દુકાનની મેંગો-લસ્સી ટેસ્ટ કરવામાં આવી છે, પરંતુ ખાંડ (ઉર્ફે સુગર) પર નિયંત્રણ રાખવાનાં આ વર્ષના નવાં ધ્યેય મુજબ વધુ મેંગો-લસ્સીનો કાર્યક્રમ પડતો મુકાયો છે. કેરીનો રસ ઘરે બનાવીએ તો પણ થોડીક ખાંડ ઉમેરવી પડે જ. એટલે હવે, બે દિવસ કેરી કાપીને ખાવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુગર પરથી યાદ આવ્યું કે પેલા કાફે ક્યુબામાં પણ સારી એવી સુગર છે! (દર સો ગ્રામે દસ ગ્રામ!)

* આ પોસ્ટ ફરી પાછી કાળના કળણમાં જતી રહી હતી. નવી પોસ્ટ લખતી વખતે યાદ આવ્યું કે આવી જ કોઇક પોસ્ટ પડી છે, એટલે સોમવારની જગ્યાએ પોસ્ટ આજે પ્રકાશિત કરી છે.