આજની કડીઓ

* ધ સેટઅપ. આ સેટઅપ સાઇટમાં જાણીતા (વેલ, ટૅકનોલોજી કે એવાં બીજા અનેક ક્ષેત્રોમાં) લોકોનાં હાર્ડવેર સેટઅપ અંગે ઇન્ટરવ્યુ લે છે. ચાર જ પ્રશ્નો. એમાંથી ડેબિયન ડેવલોપર Joey Hess અને હાર્ડવેર હેકર Andrew Huangનું સેટઅપ વાંચવા જેવું છે. કોઇક દિવસ અમે પણ આ સાઇટમાં આવીશું નહિતર પછી આવી એક બ્લોગ પોસ્ટ તો અહીં મૂકી તો શકાશે 😉

હવે, નીચેની કડીઓ, ટ્વિટરમાંથી:

* ડકડકગોનું ટર્મિનલ ઇમ્યુલેટર. મસ્ત છે!

* હા, હા. માઇક્રોસોફ્ટને આ અભિયાન ભારે પડ્યું!

* બે સરસ PDFs,

૧. 10 PRINT BASIC પ્રોગ્રામિંગ યાદ છે? તો આ પુસ્તક તમારા માટે છે.

૨. જીમ્પ મેગેઝિન બે ભાગ પ્રકાશિત થયા છે અને બંને સરસ છે. મને જોકે વિસ્તૃત રીતે જોવાનો સમય મળ્યો નથી, પણ જીમ્પ શીખવા માટે બેસ્ટ રીસોર્સ.

ACMA IT Expo

.. એટલે કે ACMA હાર્ડવેર એક્સપો.

આ વખતે આ એક્સપો હતો ગુજરાત યુનિવર્સિટીના પેલા ફેમસ એક્ઝિબિશન સેન્ટરમાં. હજી પહેલો દિવસ હતો એટલે કાગડા પણ ન દેખાયા, પણ ગઈ વખતની જેમ મારે નવું માઉસ પેડ લેવાનું હતું એટલે એક ઝડપી મુલાકાત લેવામાં આવી. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું અને ત્યાં ગયો ત્યારે મારું નામ સિસ્ટમમાં આવ્યું નહોતુ. તરત આઈ-કાર્ડ મળ્યું અને અંદર ગયો તો, ઓહ, હાર્ડવેરનાં ઢગલાબંધ સ્ટોલ્સ. એકાદ-બે સારાં સ્ટોલ્સ છે. મોનિટર વગેરેની વધુ તપાસ કરી. એકાદ ટેબ્લેટ મચડ્યાં અને પછી માઉસ પેડ લીધું. યુ ટેલિકોમનો ઈન્ટરનેટ પ્લાન સારો લાગ્યો. આ વખતે કોઈ ખાસ સ્કિમ હોય એમ લાગ્યું નહી અને હમણાં જ લેપટોપ કુલર લીધું એટલે બીજી કંઈ ખરીદી કરવાની હતી નહી. સિક્યોરીટી સિસ્ટમ કે કેમેરા વેચતા સ્ટોલ્સની સંખ્યા વધુ હોય એમ લાગ્યું. લોકો હજીયે VB.Net વાપરે છે એ જોઈને ય નવાઈ લાગી 😀

કેમેરો સાથે લીધો નહોતો, નહિતર બુથ બેબીસ ના ફોટા જોવા મળત. નેક્સ્ટ ટાઈમ!

તારીખ: ૧૬-૧૭-૧૮ ડિસેમ્બર.
સ્થળ: ગુ.યુ. એક્ઝિબિશન સેન્ટર.

ધ રેમ સ્ટોરી

રેમ

* હાજર છે – ધ રેમ સ્ટોરી.

વાત એમ બની કે ઓફિસમાં નક્કી થયું કે આપણે ત્રણ મેકની (૨ મેકબુક અને વિપુલભાઇનું મેકબુક પ્રો) રેમ વધારવી. સ્થિતિ કંઇક નીચે પ્રમાણેની હતી અને નવી સ્થિતિ પ્રમાણે કરવાની હતી:

  • મેકબુક પ્રો – ૫૧૨ એમબી રેમ –> ૨ જીબી રેમ (મેકબુક ધોળાની)
  • મેકબુક ધોળું – ૨ જીબી રેમ –> ૪ જીબી રેમ (નવી)
  • મેકબુક કાળું – ૨ જીબી રેમ –> ૨.૫ જીબી રેમ (૫૧૨, મેકબુક પ્રો માંથી)

અને અમે વિવિધ જગ્યાએ પૂછ્યું અને વિવિધ ભાવો મેળવ્યા પછી ગુલમહોર પાર્ક મોલમાં આવેલ iStore માં રેમ માટે જવાનું નક્કી કર્યું. રાત્રે ૭ વાગે પહોંચીને ત્રણેય લેપટોપ આપી દીધા અને આમતેમ આંટા માર્યા. કાચમાંથી દેખ્યું તો અંદર સર્વિસ કરવા વાળો ફાંફા મારતો જણાયો. હું અને પ્રવિણ (અમારો હાર્ડવેર એક્ઝયુકેટિવ માણસ) અંદર ગયા અને સ્થિતિ એવી હતી કે ૪ જીબી રેમ નાખ્યા પછી મારું મેકબુક (ધોળું) ચાલુ નહોતું થતું! મેં તેને લિનક્સમાં ચાલુ કરી દેખ્યું – તો બરોબર હતું. પછી, મેકમાં ચાલુ કર્યું. થઇ ગયું. ઓકે. પછી વિપુલભાઇનું મેક પ્રો ખોલ્યું તો અંદરથી એક વધારાની રેમ મળી (બન્ને રેમ્સ ઉપર દર્શાવેલી છે!).

તો અમે તેમાં મારાં મેકબુકની રેમ નાંખી. ચાલુ ન થયું. મારી રેમ કાળા મેકબુકમાં નાખી. ચાલુ ન થયું. વિપુલભાઇની રેમ કાળા મેકબુકમાં નાખી. ન ચાલુ થયું! બધા પ્રકારનાં પર્મયુટેશન-કોમ્બિનેશન પ્રયત્નો કર્યા. કંઇ ન થયું.

૯.૩૦ વાગી ગયા અને મને તો ઘરેથી ફોન પર ફોન આવવા લાગ્યા. મને થયું કે જો હું અત્યારે જ ઘરે નહિ જાઉં તો મારા તો ૧૨ વાગી જ જશે! મને એક શંકા હતી તેમ મેકબુક પ્રોની રેમ બરોબર ફીટ નહોતી થઇ. કારણકે તેમાં બે રેમ હતી અને એક જ દર્શાવાતી હતી.

તો, છેલ્લા પ્રયત્નો તરીકે મેં ફરી હાથ અજમાવ્યો અને જાદુ-મંતર – મેકબુક પ્રો ચાલુ!

તો. હવે ઝડપી મશીન મારી પાસે 😛

મેકબુક હાર્ડવેર વિગતો

સાર: મોટી દુકાન જોઇને અંજાઇ જવાની જરૂર નથી 😛 એ લોકો તો આપણા કરતા વધુ અજ્ઞાની હોઇ શકે છે!