મારા લોકડાઉન અપડેટ્સ – ૬

એમ તો ટેકનિકલી લોકડાઉન નથી, પણ અમે લોક્ડ છીએ. એટલે કે અર્થહીન રખડપટ્ટી નથી કરી રહ્યા અને હજુ પણ ઘરમાં જ વર્ચ્યુઅલ રાઇડિંગ કરીએ છીએ.

ગુગલ ફોટોસ, ફેસબૂક, જીમેલ, વર્ડપ્રેસ – આ બધાંએ ચૂપચાપ પોતાની ડિઝાઇન અને વર્કફ્લો બદલ્યો અને અમે હજુ તેમાં ફાંફા મારીએ છીએ. ખાસ કરીને ગુગલ ફોટોસ વાળાએ ફોટા ક્યાં ગયા તે શોધવું અઘરું કર્યું છે.

નવાં નોઇઝ કેન્સલેશન હેડફોન (સોની WH-CH700N) લેવામાં આવ્યા છે, જે હજુ લિનક્સ જોડે કામ કરતાં નથી. થોડો પ્રયત્ન કર્યો છે, પણ સફળતા મળી નથી. આ ગાઢ પ્રયત્નમાં સફળ થયા પછી તેના પર વ્યવસ્થિત રીતે હાઉ-ટુ લખવામાં આવશે.

પુસ્તકોમાં જોઇએ તો વાત-વાતમાં પ્રિમા અને કુનાલ જોડે વાત નીકળી અને પેલું ભેદી ટાપુ પુસ્તક મંગાવ્યું અને પછી ખબર પડી કે આ પણ જે જોઇતું હતું તે ભાષાંતર તો (મૂળશંકર મો. ભટ્ટનું) નથી. લો. વેલ, વધુ માહિતી માટે મારી પેલી સાહસિકોની સૃષ્ટિ પોસ્ટ અને તેની કોમેન્ટ્સ વાંચશો તો મજા પડી જશે. (જો મને આ યાદ હોત તો આ એકસ્ટ્રા શોપિંગ ન થાત ;)) પણ, આ ભેદી ટાપુઓ (દા.ત. હાલમાં વાટોપિયા) જીવનમાં ફરી-ફરીને આવતો જ રહે છે!

અપડેટ્સ – ૧૫૫

* નવેમ્બર મહિનામાં ૩૦૦ કિમી સાયકલિંગનો પ્લાન પડતો મૂકવામાં આવ્યો હતો, પણ ડિસેમ્બરમાં સતત રનિંગ-રનિંગ-સાયકલિંગની ઘટનાઓ બનવાની છે. ક્યાંક “હું પડિંગ”ની ઘટના બને તો નવાઇ નહી. મુંબઇ-ગોઆ સાયકલિંગ જાન્યુઆરીમાં છે, પણ “અપકમિંગ પ્રવાસ”ની ઘટના સાથે તેને “અકસ્માત” થતો હોવાથી ગોઆનો પ્લાન પણ પડતો મૂકવામાં આવશે (હકીકતમાં આ સિવાય મારી પાસે આપવા જેવા કોઇ અપડેટ્સ નથી ;)).

* ગયા રવિવારે ઘણાં સમય પછી લોંગ રનિંગ કરવામાં આવ્યું (૩૦.૫૦ વત્તા ૨.૫ કિમી વોકિંગ).

* ખોવાયેલા હેડફોન હજી નડે છે. નવાં ઓર્ડર કરવામાં આવ્યા છે, પણ એ “સ્કલ” માટેની “કેન્ડી” આવી નથી.

* લેપટોપ હવે લથડવા માંડ્યું છે, એટલે બીજો મોટો ખર્ચો આવી રહ્યો છે (જોકે ૩૩ ક્રોમ ટેબ્સ ખૂલ્લી હોય, વત્તા બીજી પ્રોફાઇલમાં બીજી દસેક ટેબ્સ ખૂલ્લી હોય તો શું થાય?)

* ઓ ઠંડી, તું ક્યાં છે?