આજની કડી

આજની કડી છે: 5 tricks to make the internet less distracting, so you can get stuff done

ટૂંકમાં કહીએ તો આપણે યુટ્યુબ કે ફેસબૂક પર એક વિડિયો જોઇએ કે પોસ્ટ લાઇક કરીએ પછી તે વિષય સંબંધિત વધુ વિડિયો કે પોસ્ટ આપણી ટાઇમલાઇનમાં આવ્યા કરે છે, જે થોડા સમય પછી આપણને વધુ વિડિયો જોવા કે એ પ્રકારની વધુ પોસ્ટ લાઇક કરવા પ્રેરે છે અને છેવટે અનંતકાળ સુધી આ ચાલતું રહે છે. દા.ત. અમે બિલાડી, ગ્રામર-અંગ્રેજી સ્પેલિંગના meme, સાયકલિંગ-રનિંગ કે પછી માઇનક્રાફ્ટના વિડિયો જોઇ-જોઇને બેન્ડવિડ્થ બગાડીએ છીએ.

વધુ ટૂંકમાં: ટેક બેક યોર ટાઇમલાઇન!

આજના વિડિઓ(સ)

* ફિક્સ યુ – કોલ્ડપ્લે. મારા પ્રિય ગીતોમાંનું એક.

* આ એક સરસ વિડિયો મળ્યો છે (ફેસબુકનાં મુંબઇ રોડ રનર્સ ગ્રુપ પરથી).

https://www.facebook.com/photo.php?v=3357580914179

ઇન્ડિઆના જોન્સ અને ક્રોસિંગ ઓફ ધ મણિનગર…

* હવે ઇન્ડિઆના જોન્સ અને ક્રિસ્ટલ સ્કલ તો બકવાસ મુવી હતું (અરર, મારા ૭૦૦ રૂપિયા..) પણ તમે ઉર્વિશભાઇ કોઠારીનાં બ્લોગ પર સ્થાન પામેલ આ મુવી જોયું?

ના, તો મજા કરો..

૧ મે: ગુજરાત સ્થાપના દિવસ

* યુટ્યુબ પરથી મળેલ આ વિડીઓ સરસ છે. નિરાંત જોજો.