ખારા દરિયાનું મીઠું પાણી

* મને નવાઇ લાગે છે કે આપણે કઇ સદીમાં જીવીએ છીએ? માહિમમાં જે મુર્ખદત્તોએ પાણી પીધું તેમને શું કહેવું તે ખબર નથી પડતી. વિચારવા જેવી વાત છે કે ગુજરાતીલેક્સિકોન કે બીજી કોઇ સારી વાત લોકો સુધી પહોંચાડવા તનતોડ મહેનત કરવી પડે છે જ્યારે, આવી વાતો ૧ કલાકમાં તો પુરા દેશમાં પહોંચી જાય છે.

ઘણા દિવસે…

* ઘણા દિવસે કંઇ લખવાની તક મળી છે. આજે મને માઇક્રોસોફ્ટનાં ઇન્સ્ક્રિપ્ટ કી-બોર્ડમાં ‘ya’ મળતો નથી. કદાચ મારી ભૂલ થઇ શકે છે, પણ આ કી-બોર્ડ લેઆઉટ થોડું જુદું છે!

* ઘણાં બનાવો અને ઘટનાઓ બની ગઇ છે. સુરતનું પુર જોઇ ખાતરી થઇ કે હજી આપણે ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં પહેલાં સોપાનમાં છીએ.

વીકીમેપીઆ: તમારું ઘર શોધો!

દા.ત. મારૂ ઘર અહીં છે.

home2.jpg

જુઓ: વીકીમેપીઆ.ઓર્ગ

ઉત્કર્ષ સેમિનાર રીપોર્ટ

* ઉત્કર્ષનો સેમિનાર સરસ રહ્યો. પ્રબોધન ઠાકરે હોલનું મીની-થિયેટર શનિવારે ગુજરાતીમાં કમ્પ્યુટર શીખવા માંગતા ઉત્સાહીઓથી ભરાઇ ગયું હતું. ખુશ્બુએ સરસ રીતે સ્વાગત કરી, કાર્યક્રમની શરૂઆત કરી. અંકુર અને મેં ઉત્કર્ષનો ઉપયોગ કરી કમ્પ્યુટર કેવી આસાનીથી શીખી શકાય તેના ઉદાહરણો સ્ક્રિન પર આપ્યા. પ્રથમ ભાગમાં ગુજરાતીમાં કઇ રીતે લખવું, ઇન્ટરનેટ કઇ રીતે વાપરવું તેમજ બીજા ભાગમાં ઇમેલ અને ગણતરી કરવા સ્પ્રેડશીટનો ઉપયોગ કઇ રીતે કરવું તે સમજાવવામાં આવ્યું. ઉત્કર્ષ અને ગુજરાતીલેક્સિકોનની સીડી પણ રસ ધરાવતાં વ્યક્તિઓમાટે ત્યાં ઉપલબ્ધ હતી. નિરવે પણ સેમિનાર વિશે વિગતે લખ્યું છે. સેમિનાર પછી બધાં નંદુનાં ઢોસાં ખાવા ગયાં!

utk-sem-me-koki1.jpg