વેસા, મગરવાડા અને દિવાળી…

* કંઇ લખવું તેના કરતાં ચિત્રો શું ખોટાં?

મગરવાડા જતાં રસ્તામાં...
મગરવાડા જતાં રસ્તામાં...
ગામની ેંસો અને દૂર ઉેલા અમે..
ગામની ભેંસો અને દૂર ઉભેલા અમે..
કવિન ક્લોઝઅપ
કવિન ક્લોઝઅપ
હું, કવિન, દીયા અને બેકગ્રાઉન્ડમાં કોકી
સ્કૂલબોર્ડ - જાતિવાર વિદ્યાર્થીઓની સંખ્યા -- હજી પણ આ કેમ છે?
સ્કૂલબોર્ડ - જાતિવાર વિદ્યાર્થીઓની સંખ્યા -- હજી પણ આ કેમ છે?
ારતનો નકશો - સાવ ખોટ્ટો - પછી ક્યાંથી શીખે ૂગોળ, છોકરાંઓ...
ભારતનો નકશો - સાવ ખોટ્ટો - પછી ક્યાંથી શીખે ભૂગોળ, છોકરાંઓ...

૪ દિવસનો પ્લાન

* ચાર દિવસ વેસા અને પાલનપુર ખાતે.

* દુર્ભાગ્યે મારો કેમેરો ખરા સમયે કામ કરતો બંધ થઇ ગયો. બિચારો. ગઇ કાલે ઓફિસમાંથી અનાથાશ્રમમાં ગયા હતા ત્યાં સુધી ચાલતો હતો – અને પછી તે પોતે જ અનાથ થઇ ગયો! 😉

આવજો. અને બધાને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. જો કદાચ મારું ટાટા ઇન્ડિકોમ યુએસબી ગામમાં ચાલી જાય તો, વેસાનાં કૂતરાંઓ, તળાવ અને ખેતરો વિશે વિગતે લખીશ..

ભાડૂઆતને માથે શીંગડા?

* એકાદ મહિના પહેલાં નવાં મકાનમાં રહેવા ગયા પછી અમને અત્યાર સુધી તો સારાં જ અનુભવો થયા (હા, નવું ઘર અને હજી બધી વસ્તુઓ વસાવવાની એટલે થોડી-ઘણી તકલીફો તો થાય જ. એ તો સામાન્ય છે).

પણ:

૧. હવે, સોસાયટીમાં નવરાત્રીનાં ગરબાં રાખ્યા. સરસ. અમે ફાળો પણ આપ્યો. પણ, તકલીફ એ કે કોઇ નાચતું ન હોવા છતાં ૨ વાગ્યા સુધી ગરબા ચલાયે રાખવામાં આવ્યા. ધ્વનિ પ્રદૂષણની સાથે કવિનની ઉંઘની વાટ લાગી (બીજા નાનાં બચ્ચાઓનું શું થતું હશે). ફરિયાદ કોને કરવી? વોચમેને અને ચેરમેને – બન્ને જણાંએ હાથ ઉપર કરી દીધા.

૨. એરટેલનું ઇન્ટરનેટ જોડાણ લીધું. બાજુનાં બ્લોકમાંથી જોડાણ લેવાનું હતું ત્યાં લોકોએ નાનું મંદિર નવરાત્રી પૂરતું બનાવી દીધું. મેં કહ્યું કે જરા ખસેડી લો. અડધો કલાકનું કામ છે – પણ ના, આપણે તો બહુ ભક્તિભાવ વાળા અને શ્રધ્ધા ધરાવતાં જડ લોકો – ના ખસેડ્યું અને મારું ઇન્ટરનેટ જોડાણ ૧૦ દિવસ સુધી અટકી ગયું.

૩. સોસાયટીમાં નવચંડી યજ્ઞ રાખ્યો. સરસ. ૨૦ રૂપિયાનો પાસ. સંમત. પણ, જ્યારે અમારે સામેવાળા (એ પણ બહારથી આવેલ – ભાડૂઆત છે) એ પાસ માંગ્યો, ત્યારે ચેરમેને કહ્યું કે ભાડાં પર રહેતાં હોય તેમને ૭૦ રૂપિયા! સવાલ રૂપિયાનો નથી, પણ અમારે કંઇ શીંગડા છે?

૪. મારા ઇન્ટરનેટ જોડાણનો વાયર ખૂલ્લો કરી દેવામાં આવ્યો. ભલું થજો – એરટેલનું. એ તો તરત સરખો થઇ ગયો છે.

જીમેલ ગુજરાતી

* ઓહ, મને આજે જ ખબર પડી. જીમેલ ગુજરાતીમાં કરવા માટે, Settings–>Language માં ગુજરાતી પસંદ કરો.

હા. હજી ઘણું સુધારવાની જરૂર છે

અપડેટ:
ઉપરનાં સ્ક્રિનશોટમાં ગુજરાતી બરોબર દેખાતું નથી તે – મેકનાં ફાયરફોક્સનો બગ છે. લિનક્સ (ડેબિયન)માં જુઓ, નીચેનો સ્ક્રિનશોટ:

હે રાજ!

* અલ્યા, તને પ્રોબ્લેમ શું છે? બહુ થયુ, હવે.

ભાખરી પિઝા

* અગાશેમાં ઘણાં સમય પહેલાં ભાખરી પિઝા ખાધા પછી મને તે ઘરે ખાવાનું મન થયું અને મારી કોકીએ તે બનાવ્યા! તો હાજર છે ભાખરી પિઝાની રેસિપી (થેન્ક્સ કોકી! બાકી તો મને ગેસ ચાલુ કરવામાં પણ ડર લાગે છે!)

૧. સૌપ્રથમ થોડી જાડી, નાની અને કડક ભાખરી બનાવો.

૨. પછી, ટામેટાં, કાંદા (ડુંગળી) અને કેપ્સિકમને ૨ મિનિટ સુધી બટર (માખણ) માં ફ્રાય કરો.

૩. ભાખરી પર બટર લગાવો.

૪. ટામેટાં-કાંદા-કેપ્સિકમનું શાક તેનાં પર પાથરો.

૫. તેનાં પર છીણેલું ચીઝ, મરચું, મરી વગેરે તમારી જરૂરિયાત મુજબ પાથરો.

૬. તેનાં પર ટામેટાંનો સોસ લગાવો.

બનાવીને મને જણાવશો!

ફેનેક

* ફેનેક એ મોઝિલાનું મોબાઇલ માટેનું બ્રાઉઝર છે. પણ, તેમાં ગુજરાતી બરોબર લખી શકાતું નથી. એટલે તેનાં મેક માટેનાં બ્રાઉઝર માં. ઇમેજ અપલોડ પણ ચાલતું નથી! ઓકે, તો હવે તેનાં સ્ક્રિનશોટ કઇ રીતે અપલોડ કરવા?

તો પાછો આવ્યો ફાયરફોક્સમાં! ફેનેકને તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. યાદ રાખજો કે એ તો ખરેખર નોકિયા N810 માટેનું બ્રાઉઝર છે.

ઇન્ટરનેટ પર ક.. ખ.. ગ..

* હિમાંશુભાઇનો સરસ અન-એડિટેડ આર્ટિકલ વાંચો: ઇન્ટરનેટ પર ક.. ખ.. ગ.. અહીંથી જ વાંચવો સારો, કારણ કે દિવ્ય-ભાસ્કરનું એડિટીંગ જાણીતું છે 😉

વર્ડપ્રેસ.કોમમાં નવું પીંછું: પૉલ

* અહીંથી સમાચાર મળ્યા કે હવે, તમે વર્ડપ્રેસમાં પૉલ (Poll) એટલે કે મતની સુવિધા મેળવી શકો છો. તો આપો તમારો મત નીચે!

* ગઇકાલે ઓફિસમાં બધા ચર્ચા કરતાં હતાં કે, શુધ્ધ ગુજરાતીમાં બોલવું જોઇએ વગેરે વગેરે. મસ્તી ખાતર મેં સૂચન આપ્યું કે તેનાં કરતાં એક પણ અનુસ્વારનો ઉપયોગ કર્યા વગર બોલવાનું એક દિવસ રાખવાનું.

હા, અંગ્રેજીમાં એક પણ e કે E વગરની નોવેલ તમે વાંચી છે?