રેઇન બો!

* વરસાદ જેવો અહીં બંધ થયો અને રેઇન બો દેખાયું અમેરિકા અને ફેસબુક અને વર્ડપ્રેસમાં. ફાઇનલી.

હવે, અમેરિકા બીજાં લોકો જેવાં કે, એશિયન અને ચાઇનિઝ, અશ્વેત, અન્ય ધર્મોના લોકો.. વગેરેને જસ્ટિસ કરે તો સારું. ત્યારે હું ફટાકડા ફોડીને ઉજવણી કરીશ!

બે ફિલમો

૧. જ્હોન વિક

ફાઇનલી. કેનુ રિવ્સની એક સારી ફિલમ. આ ભાઈનું નામ વિક, પણ બહુ મજબૂત. ફૂલ મારા-મ-મારી અને સરસ પ્રવાહી વાર્તા. આમેય, રશિયનોની પિટાઈ થતી હોય એવી ફિલમો આપણને ગમે 🙂

૨. જ્યુરાસિક વર્લ્ડ

જ્યુરાસિક વર્લ્ડએ પેલાં જ્યુરાસિક પાર્કોનો ચોથો ભાગ જ છે. એક્સ્ટ્રામાં જિનેટિકલી મોડિફાઇડ ડાયનોસોર્સ છે. થોડી આધુનિક ટેકનિક્સ છે. છેલ્લી ફાઇટિંગ સારી છે. પણ જ્યુરાસિક પાર્ક અને ધ લોસ્ટ વર્લ્ડ જેવી મજા મને ન આવી. કવિનને મજા આવી કારણ કે ડાયનોસોર્સનું તેનું પહેલું મુવી હતું (થિએટરમાં).

બન્ને જોવાલાયક. પહેલી ફેમિલી વગર, બીજી ફેમિલી સાથે.

અપડેટ્સ – ૧૬૮

* વેલકમ ટુ વેનિસ. જોકે ત્રણ-ચાર દિવસથી ઘરની બહાર નીકળ્યા નથી (સિવાય કે જરુરી શોપિંગ કરવા) એટલે અમને વેનિસ વાતાવરણનો લ્હાવો મળ્યો નથી. વરસાદ હોવાં છતાંય ડોમિનોઝ સમય પર પીઝાની ડિલિવરી કરે છે, તે વાત જાણી આનંદ થયો પણ દર વખતની જેમ મિડિયમ પીઝા અમને ભારે પડ્યો (થેન્ક્સ ટુ, કેળાં, જેથી બીજા દિવસે રાહત થઇ).

કવિનને પણ બે દિવસ સ્કૂલમાં રજા રહી. હવે આજે રવિવાર એટલે પણ રજા એટલે અમે પેલાં ડાયનોસોર્સની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે.

દોડવાનું-સાયકલિંગ સદંતર બંધ છે. છેલ્લે ગયાં બુધવારે ‘નાગલે’ ટ્રેલ પર ગયેલાં. મસ્ત અજાણી જગ્યા. સાયકલિંગ માટે રિસ્કી (વિથઆઉટ વ્હિસ્કી). એના માટે MTB ટાયર્સ જોઇએ. સાયકલ પર માથેરાનનો પ્રવાસ પણ વરસાદને કારણે પડતો મૂકાયો અને ૨૦૦ કિમી BRM પણ પડતી મૂકાઇ (જોકે લોકો ગયા અને ૧૨૦૦ કિમી આ લખાય છે ત્યારે પણ સાયકલિંગ કરતાં હશે. મારી હજી એટલી હિંમત અને સાયકલની તાકાત પણ નથી).

અને હા, હેપ્પી ફાધર્સ ડે. અને રવિવાર એટલે દાઢી કરવાનો દિવસ પણ ખરો 😀

વેલકમ

* વેલકમ વરસાદ. વેલકમ નવાં શૂઝ. વેલકમ કીચડ. વેલકમ ભીનાં મોજાં. વેલકમ બી.એમ.સી.ના ખાડાંઓ. વેલકમ નવી સ્કૂલ. વેલકમ ફી ભરવાની લાંબી કતાર. વેલકમ ભીનું સાયકલિંગ. વેલકમ ભીનું રનિંગ. વેલકમ આજુ-બાજુમાં તળાતાં ભજિયાંઓ. વેલકમ આલુબુખારા અને ગુડબાય કેરીઓ.

ટૂંકમાં, વેલકમ વ્હાલું ચોમાસું.

RIP: પિનાકિનભાઈ જાની

* આજે ફેસબુક પર સમાચાર મળ્યાં કે મારી શાળાના શિક્ષક પિનાકિનભાઈ જાની હવે રહ્યાં નથી. RIP, સર!

* તેમની પાસે હું એક જ વર્ષ (પાંચમાં) ધોરણમાં ભણ્યો. તેઓ સમાજશાસ્ત્ર (કે સમાજ વિદ્યા કે ટૂંકમાં સ.શા.) નો વિષય ભણાવતા હતા. સાથે-સાથે બોય સ્કાઉટ પણ. અને સાથે-સાથ એકદમ કડક પણ. તેમની ભણાવવાની રીત પણ સામાન્ય શિક્ષકો કરતાં અનોખી હતી. એકદમ મજા આવે. મોટાભાગે તેમનાં કડક સ્વભાવને કારણે તોફાની વિદ્યાર્થીઓમાં અને ચાંપલા વિદ્યાર્થીઓમાં તેઓ અળખામણાં બનેલા.

* ક્યારેક એવું થાય કે આપણે કોઇ વસ્તુ કે વ્યક્તિ ગુમાવીએ ત્યારે તેની મહત્તા સમજાય. આઠમાં-નવમાં અને પછી કોલેજમાં આવ્યો ત્યારે ખબર પડીકે પિનાકિનભાઇ તેમનાં સમય કરતાં આગળ હતા.

અલવિદા, સર!

આજનો પ્રશ્ન

* દુનિયામાં માત્ર ત્રણ દેશો (અમેરિકા, બર્મા અને લાઇબેરિયા) અને એક મેગેઝિન (સફારી) જ મેટ્રિક સિસ્ટમ નથી વાપરતાં. તેમ છતાંય, તાવ આપણે ત્યાં ફેરનહીટમાં જ કેમ મપાય છે? 🙂

PS: આ તો કવિનને જરા તાવ આવ્યો હતો એટલે પ્રશ્ન થયો હતો!

અપડેટ્સ – ૧૬૭

* લોંગ ટાઇમ, નો અપડેટ્સ!

* હવે ફરી પાછું રનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કારણ? સિસ્કિયુ!

* એટલે કે, આવતા મહિને ફરી પાછી લાંબી સફર. બોરિંગ. પણ, અંતે નવી જગ્યાઓ જોવા મળે અને નવાં લોકોને મળવાનું થાય એ વાતનો આનંદ.

* વેકેશન હવે ખતમ થવાં આવ્યું છે (એટલે કે કવિનનું) એટલે ફરી પાછી થોડાં દિવસ દોડા-દોડી રહેશે.

* આજનો પીજે:

એક ભાઇ: બીજું શું નવિનમાં?

હું: આ નવિન કોણ છે? 🙂