ક્યાંક જો થયું ખોટું…

કોકી: કાર્તિક, ચાલ હવે. બહાર જવામાં મોડું થાય છે.

કાર્તિક: એક મિનિટ. કોઇક અનામી સભ્યે એક પાનાં પર ફેરફાર કર્યો છે.

વિકિપીડિયામાં ક્યાંક…

પાલનપુર‎; ૧૬:૩૪ . . (+૧૮). .KartikMistry (ચર્ચા | યોગદાન)(abc.xx.yy.zz (talk)એ કરેલો ફેરફાર 420976 પાછો વાળ્યો)

🙂

* આ પોસ્ટ xkcd પરથી અને આજે બનેલ સત્ય ઘટના પર આધારિત!

અપડેટ્સ – ૧૭૫

* ઓકે. છેવટે હવે અપડેટ્સની પોસ્ટ બને એવા અપડેટ્સ ભેગાં થયા ખરાં.

* પહેલાં તો અમારી સોસાયટીમાં એક માણસ આવ્યો, કવિનની અનલોક્ડ સાયકલ ચલાવીને લઇ ગયો. રસ્તામાં કવિનના મિત્રે તેને દેખ્યો અને તે અમને કહેવા આવ્યો. અમે દોડીને ત્યાં પહોંચ્યા, પણ તે ત્યાં હોય? સોબ સોબ. સાયકલની હાલત કંઇ સારી નહોતી પણ હજુ બે વર્ષ પણ નહોતાં થયા :/

* અને, કવિનની પરીક્ષા ચાલુ છે!

* એઝ યુઝયલ, વેકેશનનું પ્લાનિંગ થયું છે – એટલે કે આ વખતે હું એકલો દિવાળી મનાવીશ 😀

* વેકેશનમાં સાયકલિંગનું પ્લાનિંગ છે. જોઇએ છીએ, કેવું થાય છે.

* હા, આજકાલ ફેસબુકમાં શેરિંગ-બેરિંગ થાય છે એટલે અહીં આજની કડીઓ વિભાગ માખીઓ મારે છે. ફરીથી શરુ કરવામાં આવશે. તો આજે હાજર છે: આજની કડી

આજની કહેવત

આજની નવી કહેવત:

મોગલો તગારે, મરાઠા નગારે, અંગ્રેજો પગારે અને આ સરકાર ઉચારે.

રીટર્ન ઓફ ધ એવોર્ડ

  • જે કોઇએ એવોર્ડ પાછા આપવા હોય તે આપી શકે છે, પરંતુ એ વખતે મળેલા પૈસા-રુપિયા ફુગાવા સાથે ગણતરી કરીને મને મોકલાવવા વિનંતી 😉

અપડેટ્સ – ૧૭૪

* રવિવારે ધ માર્શિયન જોયું. આપણને આમેય સાયન્સ ફિક્શન ગમે એટલે મજા આવી. જોડે ડેવિડ બોવીનું સ્ટારમેન જેવું ગીત વચ્ચે આવે ત્યારે કોને ન ગમે?

* સાયકલિંગ: આ વખતે ત્રીજો M ઘાટ (મહાબળેશ્વર, માથેરાન, માલ્સેજ) – માલ્સેજ. સરસ રોડ (એમ થાય કે બીજા રાજ્યમાં આવી ગયા!) (સ્વાભાવિક રીતે કલ્યાણ પછીનો). સરસ ચઢાણ અને સરસ વાતાવરણ. વળતી વખતે કાંકરીઓના ઢગલાંમાં પટકાયો પણ વાંધો ન આવ્યો. પછી વરસાદે થોડો હેરાન કર્યો પણ વચ્ચે એક હોટલમાં સરસ લંચ કર્યું એટલે બધુ દુ:ખ દૂર થઇ ગયું. કલ્યાણથી થાણે રીક્ષા કરી અને ફરી સરસ સાયકલ ભગાવી ત્યારે રાત્રે ૧૦ વાગી ગયા હતા. કુલ મુસાફરી: ૨૨૦.૧ + ૩૦.૯ – ૨૫૧ કિમી.

માલ્સેજ ત્રીજી વખત જવાનું થયું (૧૦ વર્ષમાં!) અને કદાચ બીજી એક BRM વખતે ફરી જઇશું. અને હા, એકલાં સાયકલિંગમાં ૧૦-૧૨ કલાક થાય એ બોરિંગ છે અને જોખમી પણ.

* રનિંગ: વડોદરા અલ્ટ્રાની તૈયારી માટે હવે દોડવું જ પડશે. દોડ્યો પણ, હજી પૂરતું નથી.

વધુમાં વજનમાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયો છે. સારી વાત છે, પણ ફરીથી ઘટાડો નોંધાય એવું સાયકલિંગ-રનિંગ આવી રહ્યું છે (વત્તા નવરાત્રીના એક સમયનાં ઉપવાસ) એટલે વજન વધારવા માટે કંઇક કરવું પડશે.

* બ્લોગની આવૃત્તિ સાથે વાચકોની સંખ્યા પણ જબરજસ્ત ઘટી છે. આજે અચાનક સ્ટેટ્સ પાનું નજરે ચડ્યું ત્યારે ખબર પડી. બ્લોગ તારા વળતાં પાણી.. આવું કોઇ યુટ્યુબ પર મુવી બનાવીને ટ્વિટર-ફેસબુક પર શેર કરે અને પછી વોટ્સએપમાં પોતાનું ગ્રુપ મહાન છે એવાં સંદેશાઓ ફરતા થાય તો કંઇક થાય 😉