મોબાઈલ મન્ડે: મોબાઈલ આજે અને આવતી કાલે

* એમ તો ટોપિક હતો, Mobile: Today and Tomorrow. પણ, ગુજરાતી શિર્ષક સારું લાગે. મારી સાંજ એકદમ પેક હતી. દોડવા જવાનું ચાર દિવસથી બંધ હતું અને આજે જવાનું જ હતું. સાડા પાંચે ટીમ મીટિંગ અને રાત્રે પાછી એક મીટિંગ. વચ્ચે બે કલાક કેવી રીતે ફાળવવા, પણ છેવટેCIIE પહોંચી ગયો ત્યારે પ્રેઝન્ટેશન શરુ થઈ ગયું હતું.

પરાગ શાહ - મોબાઈલ મન્ડેમાં..

પરાગ શાહે સારી એવી માહિતી આપી. બે-ત્રણ સરસ વિડીઓ પણ હતા. AR, NFC, Mobile Commerce વિશેની થોડીક રસપ્રદ વાતો જાણવા મળી. મોમોમાં જવાનો ખાસ હેતુ પાછો એ હતો કે રજનીકાંતભાઈની મુલાકાત ઈ-મેલ/બ્લોગ પર થઈ હતી અને રુબરુ મળવાનું ત્યાં શક્ય બને તેમ હતું. એન્ડ્રોઈડ વત્તા ગુજરાતીની મુશ્કેલી અને તેના શક્ય ઉકેલો પર સારી એવી ચર્ચા તેમની જોડે થઈ. મજા આવી ગઈ.

અને હા, જો તમને લાગતું હોય કે તમે મોબાઈલ ટેકનોલોજી વિશે કંઈક નવું જાણો છો અને તમારું જ્ઞાન વહેંચવા માંગો છો તો મોબાઈલ મન્ડે તમને આવકારે છે. વર્કશોપ, ટ્યુટોરિઅલ કે પછી પ્રેઝન્ટેશન તમે લઈ શકો છો. જગ્યા જાણીતી જ છે – CIIE, IIM કેમ્પસ. વધુ માહિતી માટે: http://www.momo-ahmedabad.in અથવા અહીં કોમેન્ટ કરવી 🙂

પાલનપુર મુલાકાત

* આ મહિનામાં બીજી વાર પાલનપુર જવાનું થયું (અને મજા આવી ગઈ). એક લગ્ન પ્રસંગે જવાનું હતું અને આગલીવારની જેમ ફટાફટ નક્કી કરેલું એટલે બીજા કોઈ મિત્રો વગેરેને મળાયું નહી. આ મુલાકાતની હાઈલાઈટ ખાસ તો કવિનને પડેલી મજા અને અચાનક મારા બાયોલોજીના શિક્ષક જે.બી. પ્રજાપતિ જોડે રસ્તામાં થયેલી મુલાકાત કહી શકાય. લગ્ન સ્થળે ચાલતાં જતાં રસ્તામાં જ તેઓ મળી ગયા અને મારી પાલનપુર મુલાકાત સાર્થક થઈ ગઈ. કવિનને તેના દાદા (ie નાના) અને મામા(ઓ) જોડે મજા આવી. તેણે ખૂબ મસ્તી કાઢી અને નિયમ મુજબ કપાળમાં નિશાન લગાવ્યું.

ફોનથી પાડેલા ચુનિંદા ત્રણ-ચાર ફોટાઓ ગુગલ પ્લસ/પિકાસા પર અપલોડ કરવામાં આવ્યા છે.

૨૬ જાન્યુઆરી, 5K અને બીજું

* ગઈકાલે રાત્રે મોડા ખબર પડી કે આજે સવારે ૫ કિ.મી.નો દોડ છે. ઉતાવળમાં મેં જોયું કે પરિમલ ગાર્ડન પહોંચવાનું છે, સવારે ૫.૪૫ જેવો ઉઠ્યો, ફટાફટ તૈયાર થઈ ગયો. પગમાં જોશ ભરીને પરિમલ ગાર્ડન પહોંચ્યો, બેનર જોયું તો ખબર પડી કે ભાઈ દોડ તો સ્ટેડિયમથી શરુ થાય છે.  પોપટ. પરિપૂર્ણ પોપટ. હતાશ મને વસ્ત્રાપુર તળાવ આવ્યો. પાંચ તો ના દોડાયું પણ ૧.૫ કિ.મી. ચક્કર મારી ઘરે પાછાં. બેડ કિટ્ટી.

પછી સંપૂર્ણ આરામ અને ખરીદી અને મેક્સિકન અને ચાઈનીઝ ખાવાનું ઝાપટ્યું. ખાસ, ૨૬મી જાન્યુઆરી નિમિત્તે. કમર ૩૨ થી ૩૪ની વચ્ચે આવી ગઈ છે. ૩૨ ના ફોર્મલ ટ્રાઉઝર્સ થાય નહીને ૩૪ના કોથળાં લાગે. હરિ, હરિ. હવે કરવું શું? દોડીએ, બીજુ શું?

હા, સવારે એક કામ સારું થયું – ૭૨/૩ની મુલાકાત લીધી 🙂

મુલાકાત: વિકીપિડીઅન અર્નવ સોનારા

* અર્નવ જોડે પહેલીવાર ઓળખાણ છેક ૨૦૧૦ની મીનીડેબકોન્ફ, પુનેમાં થઈ હતી. એ પછી એ વિકીપિડીઆમાં જાણીતો બન્યો અને વિકીપિડીઆ કેમ્પસ એમ્બેસેડર તરીકે સારું એવું કામ કરે છે. અર્નવનું યોગદાન ખરેખર ઉદાહરણ આપવા લાયક છે. (કંઈક શીખો, કાર્તિક!) વેલ, અર્નવ ગઈકાલે અમદાવાદમાં ટૂંક સમય માટે હતો એટલે ટૂંકી નોટિસ પર અમે LDCE પર મળવાનું નક્કી કર્યું. EC ડિપાર્ટમેન્ટની જગ્યા બદલાઈ ગઈ છે, પણ તે તરત મળી ગયું એ સારી વાત છે, બાકી MCAમાં એડમિશન લીધું હતું ત્યારે એ હિડન ડિપાર્ટમેન્ટ શોધતા મને ૨૦ મિનિટ લાગી હતી. (મારો જ વાંક હતો, હું સમયસર પહોંચી ગયો હતો ;)).

અર્નવે વિકીપિડીઆ પર સરસ પ્રેઝન્ટેશન આપ્યું અને તેનો અનુભવ કહ્યો. અમે ૬-૭ જણાં જ હતાં, પણ સારી એવી ચર્ચા થઈ. આશા રાખીએ છીએ કે આવી રીતે નિયમિત મળતા રહીએ અને વિકીપિડીઆની અમદાવાદ કોમ્યુનિટીમાં બહાર આવી જાય. અર્નવે ગુજરાતી વિકીપિડીઆ વિશે પણ સારી એવી સમજ આપી અને અનુભવ વહેંચ્યો.

ફોટો વગેરે: ગુગલ પ્લસ પર. આમાં અમુક ફોટોસ્ ધ્યાનથી જોજો. એક સ્લાઈડ અમદાવાદના સ્થળોની છે, જેને માટે કોઈ લેખ નથી. તો ત્યાંથી શરુઆત કરીશું?

સાયબરસફર: હવે મેગેઝિન સ્વરુપે!

* હિમાંશુભાઈના જાણીતા અને માનીતા આર્ટિકલ્સ સાયબર સફર કોલમમાં તમે દિવ્ય ભાસ્કરમાં વાંચતા જ હશો. હવે, સાયબર સફર મેગેઝિન રુપે તમે મેળવી શકશો. વધુ માહિતી માટે જુઓ: http://cybersafar.com/index.php?option=com_content&view=category&id=127:2011-12-12-16-51-20&Itemid=436&layout=default

ટૂંકમાં – go for it!

ભૂતકાળ

* ભૂતકાળ એ ભૂત જેવો હોય છે. ગમે ત્યારે પજવે, હેરાન કરી નાખે અને છેવટે કાળ તરફ લઈ જાય. કોઈ ઉપાય ખરો? ગઈ કાલે જૂની ડાયરી વાંચવા બેઠો પછી થયું કે ન વાંચી હોત તો સારું હતું 🙂

અપડેટ્સ

* એક દુ:ખદ સમાચાર: નવો ફોન લીધો. એટલે કે લેવો પડ્યો. Samsung Galaxy R (ફ્લિપકાર્ટ પરથી). પેલો જૂનો ફોન પડ્યો બંધ. નવો ફોન સરસ છે 😀 પ્રસંગોનુસાર ફોન-બેબીનો ફોટો:

Samsung Galaxy R

ગુજરાતી દેખાય છે, પણ ફોન્ટ રેન્ડરિંગ બરોબર નથી. લાગે છે કે એન્ડ્રોઈડ શીખવું પડશે.

* ઠંડી જબરી લાગે છે. થર્મલ વેર વગેરેની ખરીદી કરવી પડી છે.

* એક બોધપાઠ: સેલ આવે ત્યાં સુધી રાહ જોવી 😦

વિચારપુરી

* કૃણાલભાઈની જેમ વિચારોની ભેળપુરી ખાધી (પછી વિચારવાયુ થાય જ ને? ;)). પણ, ઓછી ફિલોસોફિકલ અને વધુ સેટારિકલ અને ટેકનિકલ અને કદાચ પર્સનલ.

૧. Flexibility અને છટકબારી વચ્ચે ટૂંકો ભેદ જ હોય છે. જે ક્ષણે લાગે છે આપેલી flexibility નો ગેરલાભ ઉઠાવાય છે, તે ક્ષણે ચેતી જવું. કે ચેતવવું.

૨. ચીનમાં ૩૦ દિવસમાં ૩૦ માળનું બિલ્ડિંગ ઉભું થાય છે, કહેવાય છે કે આટલા દિવસ આપણે ત્યાં બાથરુમ બનતા થાય છે 🙂

૩. પ્રોગ્રામર છો? તો યશનો આ આર્ટિકલ વાંચજો: http://www.yash.info/blog/index.php/india/fundamental-problem-with-indian-it-industry

૪. અનુરાગભાઈને લાગે છે કે સરખી રીત ન ભણ્યા હોવ તો લિપસ્ટિકનો પ્રોબ્લેમ થાય. સરખું ભણ્યા હોય તોય લાઈફ પાર્ટનર કેવી મળે એના પર આધારિત છે. લિપસ્ટિક તો ઠીક મશ્કરા અને બીજાય પ્રોબ્લેમ્સ થઈ શકે!

૫. અમુક માણસો ક્યારેય સુધરતા નથી. ખરેખર. માની ગયો.

૬. લોકો એમ સમજે છે કે ટ્વિટર પર વસેલી સેલિબ્રિટી તેમનાં ટ્વિટનો જવાબ આપશે, એ આશામાં ટ્વિટ કરે જ જાય છે. આપણી ટ્વિટ એ ટ્વિટ નહી ને સેલિબ્રિટીને પંપાળ.

૭. દરેક શહેરનું બસ-સ્ટેન્ડ એ શહેરની ટોપ-ટેન ગંદામાં ગંદી જગ્યા ગણી શકાય.

Update: ૪. ની લિંક સુધારી..

I protest SOPA!

See: http://wikimediafoundation.org/wiki/English_Wikipedia_anti-SOPA_blackout

જુઓ: http://wikimediafoundation.org/wiki/English_Wikipedia_anti-SOPA_blackout

તમારા વર્ડપ્રેસમાં anti-SOPA રીબન દર્શાવવા માટે જુઓ: http://en.blog.wordpress.com/2012/01/18/join-our-censorship-protest/

ઇન્ટરનેટ: યે બાન બાન ક્યા હૈ?

* ઇન્ટરનેટ અને ભારતની સરકાર આજકાલ બહુ ચર્ચામાં છે. સામાન્ય માણસને ખ્યાલ છે કે સરકાર હવે ગુગલ, ફેસબુક (અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ) પર નિયંત્રણ લાદી રહી છે. ટૂંકમાં, ભારત ચાઈના જેવી પ્રગતિ તો ન કરી શક્યું, પણ ચાઈનાની સસ્તી નકલ કરી સ્વતંત્રતા પર તરાપો મારવાની શરુઆત કરી દીધી છે. પહેલી નજરે આ ઘટના સોનિયા(જી)-મનમોહનસિંહ વિશેની ફેસબુકમાં ફરતી મજાકને સંબંધિત લાગે છે, પણ ખરેખર તેની પાછળનું કારણ શું છે?

તમે જોઈ રહ્યા છો કે આજકાલ મિડીઆ અને મિડીઆ જગત એ મોટાભાગે Paid Media તરીકે કામ કરે છે. તેને ખરીદી શકાય છે, અને ખરીદાઈ રહ્યું છે, એમાં નવાઈ નથી. ગુજરાતનાં કેટલાંય સમાચાર પત્રો, લેખકો અને કોલમબાજો સત્યને એવી રીતે તરોડે-મરોડે-જોડે છે કે આપણને થાય સાલું આપણે ગુજરાતમાં છીએ કે ચેચેન્યામાં. પણ, પણ – ઇન્ટરનેટ-બ્લોગ-ફેસબુક-ટ્વિટર-ગુગલ પર કોઈનો ઈજારો નથી. યુઝર જનરેટેડ કન્ટેન્ટની મજા જ એ છે કે કોઈ તેના પર નિયંત્રણ રાખી શકતું નથી. ઇજિપ્ત કે ટ્યુનિશિઆની તાજેતરની ઘટનાઓમાં બ્લોગ-ટ્વિટરે મોટો ભાગ ભજવ્યો. અન્ના હજારેની ચળવળને મોટો આધાર ઇન્ટરનેટ પર મળ્યો. આ ચળવળના નકારાત્મક પાસાં પણ ઇન્ટરનેટ પર ચર્ચાયા. પણ, છેવટે ઇન્ટરનેટ એ મુખ્ય ભાગ ભજવ્યો. આપણી સરકારને આ વાત ખબર છે અને સારી રીતે જાણે છે કે જો આમ જ ચાલશે તો આપણું કામ નહી ચાલે.

પાડાને વાંકી પખાલીને ડામ આપવામાં સરકાર એક્સપર્ટ છે. વચ્ચે એક બ્લોગના સબડોમેઈનની જગ્યાએ આખું ડોમેઈન બ્લોક કરી દેવામાં આવ્યું હતું. મેં ક્યાંક આગળ લખ્યું હતું તેમ આશા રાખજો કે આવો કોઈ વિચિત્ર કાયદો-નિયમ આવશે અને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપની ઘટનાઓ બનશે.

PS: Thank God the Government does not find any objectionable content in porn sites. (@Hardism દ્વારા ટ્વિટર પરથી)