લાઇક

જ્યારે તમે તમારું બહુ ઉત્સાહથી બનાવેલું ફેસબુકનું પેજ (પાનું) મને ‘લાઇક’ કરવા મોકલો ત્યારે ધ્યાનમાં રાખવું કે,

મને જો તે ગમશે તો જ ‘લાઇક’ કરીશ, તમને ગમાડવા માટે નહી 🙂

ઓકે. ૧૦ વર્ષ. ઓકે.

હોર્ન ઓકે પ્લીઝ!

બ્લોગની શરુઆત આ દિવસે બક્ષીબાબુના અવસાનના સમાચાર સાંભળીને કરી હતી. પહેલાં એવું હતું કે અમે ક્યારેક મળીશું. પણ, હવે તો ઉપર જ મળીશું. સાથે ખાઇશું અને પીશું.

શરુઆત પછી સાબરમતી, મીઠી નદી અને બેંગ્લુરુના રેન્ડમ તળાવોમાં ઘણાં પાણી વહી (કે ઉડી) ગયા છે. સમય મળતો નથી અને સમય ક્યાં પસાર કરવો એ પ્રશ્ન પણ થાય છે. મને પહેલાં એમ હતું કે મસ્ત-મસ્ત જગ્યાએ સાયકલિંગ-રનિંગ કરીશ અને બ્લોગમાં અપડેટ કરીશ પણ હજી તેવું (સિવાય કે દોડવાનું કેવી રીતે શરું કરવું – એ શ્રેણી) થયું નથી.

દસ વર્ષ સુધી મારા આ બે બાઇટ્સના બ્લોગને સહન કરવા બદલ થેન્ક્સ!!

સેવ

PS: આ સેવ પૂરીની વાત નથી.

વાત એમ છે કે હોળી નિમિત્તે સેવ વોટરની વાત ચાલી. એટલે, અમે નક્કી કર્યું કે આપણે પણ કંઇક સેવ કરીએ. શરુઆત ૭ વાગ્યાથી કરી. પહેલાં તો સવારે સાયકલિંગમાં ન ગયો અને એનર્જી બચાવી. મોડો ઉઠ્યો, ન્હાવાનું પડતું મૂક્યું, પાણી બચાવ્યું. દાઢી ન કરી, વધુ પાણી બચાવ્યું. કપડાં ધોવાનું પણ પડતું મૂક્યું. ધુળેટી પણ ન રમી. વધુ પાણીનો બચાવ. બપોરે સૂઇ ગયો અને સાંજે ડેકાથલોન જવાનું નક્કી કર્યું. સાઇકલ પર ગયો, પૈસાનો બચાવ. રસ્તામાં ખાલી સસ્તી ચા પીધી, નાસ્તાનો બચાવ. હા, ડેકાથલોનમાંથી કંઇ ન લીધું. વધુ પૈસા બચાવ્યા.

સેવ, સેવ, સેવ. હવે તો સેવ પૂરી ખાવી જ પડશે.

સ્વચ્છતા

બે-ત્રણ દિવસ પહેલાં ક્યાંક થી ઘરે આવતો હતો ત્યારે મારી આગળ એક આંટી જતા હતા. તેમનાં હાથમાં કચરો ભરેલી એક થેલી હતી. અચાનક જ તેમણે તે થેલી રસ્તાની વચ્ચોવચ (હા, લગભગ ભર માર્કેટમાં) નાખી અને ચાલતા થયા. હું થોડું દોડીને આગળ ગયો ત્યાં સુધી તો તે થેલી પરથી વાહનો પસાર થવાના શરૂ થઇ ગયા હતા એટલે વધુ આગળ જઇને તે આંટીને “રસ્તા પર કચરો નાખવા માટે તમને અભિનંદન” કહ્યું અને ઉદાસ મને ઘરે પાછો આવ્યો.

મેરા ભારત મહાન. મેરા ભારત સ્વચ્છ.

 

જીવનનું સત્ય

… કવિને શોધી કાઢ્યું છે 😀

હાર જ જીવન છે!

૧૩૩૩૩

* લો ત્યારે ૧૩,૩૩૩ અથવા અમેરિકામાં હોવ તો ૧૩૩,૩૩.[૧]

[૧] બ્લોગ સ્વતંત્રતા મુજબ અમને ગમે તે પોસ્ટ કરવાનો હક્ક છે 😀

PS: આ પોસ્ટ કાલ માટે હતી, પણ ભૂલથી આજે પોસ્ટ થઇ ગઇ!! એટલે હજી તમે મને આવતીકાલે પણ વિશ કરી શકો છો.

નવી સાઇકલ

કે સાયકલ.

ફેસબુક વગેરેમાં તો મોટા ઉપાડે જાહેરાત કરી લીધેલી જ છે, એટલે કંઇ નવીનતા નથી. હજુ સુધી એક જ ટેસ્ટ રાઇડ કરી છે. આવતી રજાઓમાં લાંબી સફર કરવામાં આવશે. સાયકલ આ વખતે હાઇબ્રિડ (રોડ બાઇક અને એમ.ટી.બી. વચ્ચેની) લેવામાં આવી છે, જે અગાઉની સાયકલ કરતાં વજનમાં હલ્કી છે, તેમજ ટાયર પતળા અને મોટા (૨૬”ની જગ્યાએ ૨૮”) હોવાથી ઘર્ષણ (ના લાભાલાભ – યાદ છે, કોઇને??) ઓછું થાય અને આરામથી ચલાવી શકાય. સ્કોટ કંપની સ્વિત્ઝરલેન્ડની છે, સારી કંપની છે અને સરસ સાયકલ બનાવવા માટે જાણીતી છે.

હવે, સાયકલિંગની દોડવા પર અસર ન પડે તો સારું.

વિકિમીડિયા કોમન્સમાં કેવી રીતે ફાળો આપશો?

* વિકિપીડિયા પર ફોટાઓ (અને અન્ય મિડિઆ) અપલોડ કરવા માટે ‘કોમન્સ‘ નામની વેબસાઇટનો ઉપયોગ થાય છે. કોઇપણ વિકિપીડિયા આ કોમન્સમાંથી ચિત્રો, વિડિઓ વગેરે વાપરી શકે છે એટલે એને કોમન્સ કહે છે. બાકી, આ સરસ વસ્તુ છે. ૨૦૧૧માં જ્યારે અમે વિકિપીડિયા ટેક્સ અમદાવાદમાં ભાગ લીધો ત્યારે અમદાવાદ શહેરના ઘણાં ફોટાઓ પાડેલા, અપલોડ કરેલા અને તે અસંખ્ય લેખોમાં વપરાયા છે.

આ ઉપરાંત, એક ઉદાહરણ મારું પોતાનું. ૨૦૦૬માં એટલે કે ૧૦ વર્ષ પહેલાં અમારા બજેટ મુજબ અમે હનીમૂન માટે માઉન્ટ આબુ ગયેલા ત્યારે ત્યાંથી વળતા અંબાજી અને ત્યાંથી કોટેશ્વર ગયેલા. ગઇકાલે જૂનાં ફોટાઓ ફંફોસતો હતો ત્યારે કોટેશ્વરનો ફોટો જોવા મળ્યો અને વિકિપીડિયામાં તેના લેખ અને અન્ય જગ્યાઓ પર જોયું તો કોટેશ્વરનો કોઇ ફોટો નહોતો. તરત જ અપલોડ કરવામાં આવ્યો.

તે ફોટો તે . તો તમે હનીમૂન પર ગયા હોવ અથવા જાવ તો.. 🙂

અપડેટ્સ – ૧૮૨

* પેલા નવાં મળેલાં મેકબૂક માટે સ્લિવ શોધતો હતો તો ખબર પડીકે તેની સ્લિવ તો આપણાં શર્ટ કરતાંય મોંઘી આવે. એટલિસ્ટ, પ્રોજેક્ટરનું કન્વર્ટર તો ઓફિસમાંથી લઇ આવ્યો છું એટલે એટલો ખર્ચો ઓછો છે. હવે, ક્યાંકથી ૧૦૦ રુપિયાની અંદર વાળું માપોમાપ અને ચપોચપ કવર શોધી રહ્યો છું. હાલમાં તો ક્યાંય જવાનું નથી એટલે ચાલશે. મેકબૂકનો આમેય હાલમાં ઉપયોગ ચાનો કપ મુકવા જ થાય છે 😀

* જર્મન શીખવાનું ધીમું પણ બરોબર ચાલે છે. એક જર્મન-અંગ્રેજી-જર્મન શબ્દકોશ મંગાવેલો છે, પણ હાલમાં તો નવાં શીખેલા ૨૦૦ શબ્દો પૂરતાં છે. થોડા આત્મવિશ્વાસ પછી વિકિપીડિયા વાંચવાનું શરુ કરીશ. પેલા સિમ્પલ અંગ્રેજી વિકિપીડિયાની જેમ સિમ્પલ જર્મન વિકિપીડિયા પણ હોવું જોઇએ.

* કવિનની પરીક્ષાઓ આવી રહી છે, પણ એ પહેલાં હોળી-ધુળેટી આવી રહી છે. વિચિત્ર રીતે કવિનને હોળીમાં રજા છે, પણ ધુળેટીમાં નથી. PS: મારે પણ રજાઓ નથી.

* દોડવાનું ઓકે-ઓકે ચાલી રહ્યું છે, આટલા વર્ષો પછીયે સવારે વહેલા ઉઠવાનો કંટાળો આવે છે. (નવી) સાયકલ કદાચ આજ-કાલમાં આવે પણ ખરી.

* સત્યમેવ જયતે માત્ર ફેસબુક-વોટ્સએપમાં પોસ્ટ કરવા કે ફોર્વડ કરવા માટે જ હોય છે, જીવનમાં (ie રીઅલ લાઇફ) સત્યનો સાથ આપવો અઘરો છે.

અપડેટ્સ – ૧૮૧

* લગભગ ૧ મહિના પછી અપડેટ્સ વાળી પોસ્ટ આવી રહી છે, પરંતુ બહુ કંઇ ખાસ અપડેટ્સ નથી તો પણ..

૧. ઓસ્કાર. અત્યારે ધ હેટફુલ એઇટનું સંગીત સાંભળી રહ્યો છું. થ્રિલિંગ!
૨. ગુજરાતી વિકિપીડિયામાં આજ-કાલ બહુ “ફેરફારો” કર્યા. ખબર નહી મને કોણ મોટિવેશન આપી રહ્યું છે. જે હોય તે, મજાની અને નશાની વસ્તુ છે.
૩. આ વખતે વિકિમેનિયા (ઇટલી)માં જવાનું નથી :/
૪. સપ્ટેમ્બર ૨૦૧૪ પછી પહેલી વખત ગયા મહિને બ્લોગ પોસ્ટની સંખ્યા બે આંકડા પર પહોંચી.
૫. << આ લીટી ખાલી ૧૦ વસ્તુઓ માટે ઉમેરવામાં આવી છે 🙂 >>
૬. રનિંગ સારુ ચાલી રહ્યું છે, પણ હવે દરરોજ એક જ રસ્તા પર દોડવાનો કંટાળો વધતો જાય છે. આરે અથવા નેશનલ પાર્કમાં જવાનો કંટાળો આવે છે. પણ, આ વીક-એન્ડમાં ફરી બાંદ્રા-એનસીપીએ રનિંગનો કાર્યક્રમ છે, એટલે મજા આવશે.
૭. રનિંગ પરથી યાદ આવ્યું. સસ્તી રનિંગ ડ્રાય ફીટ ટી-શર્ટ પેન્ટાલૂનમાં મળે છે. હવે ત્યાંથી જ ટી-શર્ટ લેવાની. પેલા નાઇકી વાળા કરતાં ત્રીજા ભાગનો ભાવ.
૮. અને હા, માર્ચ-એપ્રિલ-મે-જૂનમાં કોઇ રનિંગ રેસ નથી (એટલે તમને ફાલતુ રેસ રિપોર્ટ પોસ્ટમાંથી મુક્તિ!). હા, એપ્રિલમાં એક ૧૦ કિમી છે (ઓટિઝમ રન), પણ એ મોટાભાગે રનર્સને મળવા અને આરામથી દોડવામાં આવશે (અને ફ્રી).
૯. નવી સાયકલ હજી આવી નથી. આવશે. આવશે!
૧૦. સાયકલ પરથી યાદ આવ્યું કે શા માટે હીરો જેવી ભારતીય કંપનીઓ સારી સાયકલ નથી બનાવતી? મોટાભાગના તેના એમટીબી મોડેલ નોન-સેન્સ હોય છે. અમે એક મોડેલની તપાસ કરવા ગયા તો ડિલરે કહ્યું આ મોડેલ પતળાં ટાયર (કમર નહી) હોવાથી ચાલતું નથી. બોલો. સરસ સાયકલ છે (હીરો ગ્લેમ) પણ ક્યાંય સ્ટોકમાં મળે નહી :/