શશશ..

* મારો નાનકડો કવિન..

કવિન

અપડેટ: આ ફોટો ક્યાંયથી મળ્યો નહી (ફ્લિકર એકાઉન્ટ બંધ થવાથી..) એટલે ટેમ્પરરી, ઓલ્ડ બ્લોગ પોસ્ટમાંથી ઉઠાવ્યો છે..

હવે, પોસ્ટર બોય..

* થોડા દિવસ પહેલાં, ફોસ.ઇન કોન્ફરન્સ માટેનાં પોસ્ટર પ્રકાશિત કરવામાં આવ્યા. મને ખબર નહોતી કે મારો ફોટો પણ આ રીતે મૂકાશે 😛

713px-kart.jpg

નાનકડો હું..

* કવિનનાં ઘણાં બધાં ફોટા અપલોડ કર્યા. હવે મને થયું કે મારા બાળપણનો એકાદ ફોટો પણ થઇ જાય ને..

Me@8th Month

છે ને જોરદાર? લગભગ આઠ (૮) મહિનાનો હતો ત્યારે એક સ્ટુડિઓમાં લીધેલ હતો આ ફોટોગ્રાફ. સ્કેન કરી ફોટો મને મોકલવા માટે સંગીતા નો આભાર!

ગુજરાતી મેટ્રિક્સ સ્ક્રિનસેવર

* તમે મેટ્રિક્સ મુવી જોયું હશે. તેને સ્ક્રિનસેવર પણ જોયું હશે. હવે તેને ગુજરાતીમાં જુઓ. જો તમે લિનક્સ સિસ્ટમ વાપરતા હોવ તો, તેને મેળવવા અને ફીડબેક આપવા માટે કોમેન્ટ કે ઇમેલ કરો.

ગુજરાતી મેટ્રિક્સ સ્ક્રિનસેવર

આઇસક્રીમ

* રવિવારે, ગ્રીન ચીલી અને ઓરેન્જ જીંજર (પીઝા, જ્યુસ, પેપ્સી વગેરે અલગથી)

* મંગળવારે, સવારે, ચોકલેટ કોન, સાંજે વેનિલા

* બુધવારે, અમેરિકન ડ્રાયફ્રુટ અને ખંડાલા

તો પછી તબિયત બગડે નહી તો શું થાય? 😉

અમદાવાદની મુલાકાત અને નાનકડો આંચકો..

* ગઇકાલે રાત્રે કર્ણાવતી એક્સપ્રેસમાં અમદાવાદ આવ્યો. સ્વેટર કે ટોપી ન લીધી હોવાથી ઠરી ગયો! રાત્રે આવીને આનંદ થયો કે રીક્ષાવાળાએ માત્ર જેટલા થતા હતા એટલા જ રૂપિયા લીધા.

* બીજા દિવસે સવારે જરૂરી મીટીંગ વગેરે પૂરી કરી ઓફિસ ગયો અને સરસ મજાનો નાનકડો ભૂકંપનો આંચકો આવી ગયો. કઝાકીસ્તાન પાસે એપિસેન્ટર હતું. (સુધારો, કઝાકીસ્તાન નહીં પણ આપણા જુનાગઢમાં ભૂકંપ બધાને હચમચાવી દીધા) તમને અનુભવ થયો? મને ૨૦૦૧ની દુખદ યાદ આવી ગઇ, અને થોડો ઉદાસ પણ થઇ ગયો.

* બન્ને ઓફિસમાં આજે રંગોળી દિવસ હતો.

* બધાને હેપ્પી ધનતેરસ, ખૂબ કમાઓ, બચાઓ અને મન ભરીને સારી જગ્યા એ વાપરો.

OLPC

* મુંબઇ નજીક ખૈરાત નામનાં નાનકડાં ગામની શાળામાં શું ચાલી રહ્યું છે? તમે અહીં જોઇ શકો છો.

અથવા તો,

છે ને સરસ?

સ્કૂલ ચલે હમ..

આ સઘળા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહી તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું ?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારે ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

– કૃષ્ણ દવે

(ઓરકુટ.કોમ પરની ‘ચંદ્રકાંત બક્ષી’ કોમ્યુનિટીનાં ફોરમમાંથી સાભાર..)