કવિન

* હવે, કવિન (Kavin, कविन, એટલે કે સુંદર સોહામણો), નામ નક્કી જ છે. ઘણી ચર્ચા અને વિચારણા પછી કુણાલે સૂચન કર્યા મુજબ, કવિન નામ રાખ્યું છે. તો, તમને કેવું લાગ્યું? 😉 થોડો પ્રોબ્લેમ ત્યાં છે કે, ગુજરાતી વાંચી શકતા સિવાયનાં લોકો તેને કવિનની જગ્યાએ કેવિન (જે બહુ જ લોકપ્રિય અંગ્રેજી નામ છે) બોલાવશે!

* મુંબઇમાં મસ્ત વરસાદ શરુ થઇ ગયો છે, અત્યારનો મોટાભાગનો સમય, કવિન પાછળ અને ઉંધવામાં અને પીસી પર આડાઅવળું મચડવામાં જાય છે..

આજનો સ્ક્રિનશોટ..

* કંઇક નવું કરવાના આશયથી બન્ને કે નાં ફોટાઓ મિક્સ કરી ડેસ્કટોપ વોલ પર મુકેલ છે.. 😉

તારી આંખમાં..

ફાધર્સ ડે..

* હા, આજે મારા માટે ફાધર્સ ડે છે. ફોટા જુઓ.. 😉

૧૬-૦૬-૦૭, રાત્રે ૯ વાગે. રાશિ જોઇ નથી, પણ કદાચ મિથુન (ક, છ, ઘ) છે. તો, સારા નામ સજેસ્ટ કરશો 🙂 મમ્મી અને બાબા (ઓહ, એટલે કે બેબી બોય) બન્નેની તબિયત સારી છે..

વધુ ફોટા મારા ફ્લિકર આલ્બમ પર થોડા સમય પછી જોવા મળશે..

૧૫ દિવસ મુંબઇમાં..

* હવે ૧૫ દિવસ (કે તેથી વધુ) હવે મુંબઇ (એટલે કે ઘરે) છું. વરસાદ અને બીજી ઘણી ચીજોનો લ્હાવો લેવાનો છે. થોડું ઘણું ફોન્ટ અને ડિક્શનેરીનું બાકી કામ પણ કરવાનું છે, પણ ઓફિસિયલી હું વેકેશન પર છું 😉 તેમ છતાં સવારે ૭ વાગે આવીને મારા ડેબિયન પેકેજનો એક પ્રોબ્લેમ સોલ્વ કર્યો પછી બ્રશ કર્યો..

તમારો બ્લોગ કેટલા રુપિયે કિલો?

* અમદાવાદી ભાષામાં કહીએ તો, શું પૈસા છે? તમે તમારા બ્લોગની કિંમત (આ ટેકનોરાતી, તમારા બ્લોગને કેટલી લિંક, હિટ્સ મળેલ છે વગેરે ઉપરથી નક્કી થાય છે) અહીં આ લિંક પરથી જાણી શકો છો

http://www.business-opportunities.biz/projects/how-much-is-your-blog-worth/

મારો બ્લોગ:

મારો બ્લોગ કેટલાનો?

નવાં આકાર અને રેખા યુનિકોડ ફોન્ટસ

* લોકો બૂમો પાડે છે કે યુનિકોડ ગુજરાતી ફોન્ટ નથી મળતાં.. વગેરે.

પણ, હવે એમને થોડા શાંત કરવા માટે નવાં આકાર અને રેખા ગુજરાતી યુનિકોડ ફોન્ટસ (આવૃતિ ૦.૨) તમે હવે ઉત્કર્ષનાં ડાઉનલોડ પાનાં પરથી મેળવી શકશો. આ ફોન્ટ વાપરવામાં તમને કંઇ પ્રોબ્લેમ, પરેશાની કે મુશ્કેલીઓ પડે તો, તમારાં સૂચનો અહીં અથવા ગુજરાતીલેક્સિકોન – ઉત્કર્ષનાં બ્લોગ પર કોમેન્ટ તરીકે કરો અથવા ઉત્કર્ષની સાઇટ ઉપરથી સંપર્ક કરો.

* રેખા ફોન્ટનું ઉદાહરણ:

રેખા ફોન્ટનું ઉદાહરણ

* આકાર ફોન્ટનું ઉદાહરણ:

આકાર ફોન્ટનું ઉદાહરણ

* ઉપરનું વાક્ય લખવાની પ્રેરણા મને આ વીકીપીડિઆનાં આર્ટિકલ પરથી મળી. તમે મને એવું ગુજરાતી વાક્ય આપી શકો જેમાં ગુજરાતી કક્કાનાં બધા જ અક્ષરોનો સમાવેશ થઇ જાય? એડવાન્સમાં આભાર!

ગુજરાતી વેબસાઇટ: એક પરિક્ષણ

* કદાચ અહીં આવતા બધાને ખબર છે કે હું ડેબિયન લિનક્સ ઉપયોગ કરુ છું. તો, મને જરા નવાઇ લાગી કે અમુક લોકપ્રિય સાઇટ મારા પીસી પર બરાબર કેમ દેખાતી નથી. તો, ચાલો જરા જોઇએ..

૧. યાહુ ગુજરાતી: આ યાહુ નો નવો પ્રયોગ છે, પણ આ સાઇટ મારા મશીન/બ્રાઉઝરમાં ન ચાલી. તમે તેનો સ્ક્રિનશોટ જુઓ. લખાણની જગ્યાએ ખાલી જગ્યા દેખાય છે, માઉસને તેના પર લઇ જતાં ક્લિક થાય છે, એટલે આપણને ખબર પડે કે આ ફોન્ટનો પ્રોબ્લેમ છે..

યાહુ ગુજરાતી વેબસાઇટની વિચિત્રતા..

તો હવે કરવું શું? એટલે મેં તેના પેજ સોર્સમાં જોયું.. ત્યારે ખબર પડીકે યુનિકોડમાં બનાવાઇ હોવા છતાં, આ વેબસાઇટ જોવા માટે માઇક્રોસોફ્ટનાં Shruti ફોન્ટ હોવા જરુરી છે 😦 તમે તેનો સોર્સ જુઓ..

યાહુ ગુજરાતી વેબસાઇટની વિચિત્રતા.. રહસ્યનો પડદો હટી ગયો.. :)

૨. રીડગુજરાતી.કોમ: આપણી આ સાઇટ પણ મને બરાબર દેખાતી નથી. કારણ, ખબર નહી, પણ તે કદાચ વધારે પડતી જાવાસ્ક્રિપ્ટ વાપરે છે. પેજ સોર્સ જોતાં તે એવી ટેકનિક વાપરે છે – જે ગુગલનાં સ્માર્ટ સ્પાઇડર અને વેબ ક્રાઉલરને હવે હજમ થતી નથી. જુઓ સ્ક્રિનશોટ અને તેનો પેજ સોર્સ!!

રીડગુજરાતી.કોમ — ક્યાં છે ગુજરાતી?

અને પાનાંનો સોર્સ.. ખાસ કરીને કી-વર્ડની ટેકનિક..

કીવર્ડની ટેકનિક..

ધ્યાનમાં રાખો કે તમે તમારી ગુજરાતી યુનિકોડ વેબસાઇટ બનાવો ત્યારે આવી ભૂલો ન કરતાં!!

આખરી અલવિદા

* ના, મારી નહી. હજી વાર છે 😉 પણ હું વાત કરુ છું સ્ટ્રીંગ્સ નામના બેન્ડનાં નવાં ગીતની. સરસ ગીત છે અને હું વારંવાર તેને સાંભળતો રહુ છું..

धडकने रवामोश है, कुछ कहेती नही
ये आखरी अळविदा ना हो
चाहते आंखो से बेहती नही
ये आखरी अळविदा ना हो

इस दर्द दिळ मे, दिळ मे रहने दो
जो खौफ है आंखो से, आंखो से कहने दो
दुख की नदी चुप चाप बहने दो
जो कहना है तुम धीरे से कह दो

ये आखरी अळविदा ना हो
धडकने रवामोश है, कुछ कहेती नही
ये आखरी अळविदा ना हो

सब यादें, जो बांघे थे बंधन
काजल, बिंदिया, हाथो कंगन
महेकी रहेती थी महेंदी
गाता था सावन
ईन यादोंको सपनों मे रहने दो

ये आखरी अळविदा ना हो
आखरी अळविदा ना हो
धडकने रवामोश है, कुछ कहेती नही

ये आखरी अळविदा ना हो
चाहते आंखो से बेहती नही
ये आखरी अळविदा ना हो (२)

તમારો પાસવર્ડ કેટલો મજબૂત?

* મેં પહેલાં કહ્યું તેમ, વર્ડપ્રેસ વાળા નવી-નવી સુવિધાઓ આપવામાં ઉસ્તાદ છે. હવે, તમે તમારાં પાસવર્ડની મજબૂતાઇ ચકાસી શકો છો. સામાન્ય રીતે લોકો, એક જ પાસવર્ડ ધણી જગ્યાએ ઉપયોગ કરતાં હોય છે અને તે પણ સાદો-સીધો શબ્દકોષનો કોઇ વર્ડ, ઘરમાંથી કોઇની જન્મતારીખ, મનગમતી વ્યક્તિ, પુસ્તકનું નામ, ગાડીનો નંબર વગેરે હોય છે (છે ને?). પાસવર્ડનાં ચાર પ્રકાર છે.

૧. એકદમ ટૂંકો (દા.ત. cham, juli, magi, kart)

એકદમ ટૂંકો પાસવર્ડ
૨. ખરાબ (દા.ત. kart9, kartikm, kmistry)

ખરાબ પાસવર્ડ
૩. સરસ (દા.ત. cham89an)

સરસ પાસવર્ડ

૪. મજબૂત (દા.ત. i89fi11g0fL&%^#!#$) 😉

મજબૂત અને ચકાસ પાસવર્ડ!!

હવે, તમને કેવી રીતે ખબર પડે કે મારો પાસવર્ડ મજબૂત છે કે નહિ? જો તમે પ્રથમ બે પ્રકારનાં પાસવર્ડ વાપરતા હોવ તો તમારા બ્લોગ, ઇમેલ, બેંક એકાઉન્ટ વગેરેની સલામતી જોખમમાં છે. હવે, તમે એટલીસ્ટ વર્ડપ્રેસનાં બ્લોગ માટે તમારા પાસવર્ડની મજબૂતાઇ ચકાસી શકશો.

આ માટે તમારે વર્ડપ્રેસમાં લોગીન કરી, ડેસબોર્ડમાં જઇ, યુઝરમાં માય પ્રોફાઇલમાં જવાનું અને પાસવર્ડ બદલતી વખતે તમને ઉપર બતાવ્યા પ્રમાણે દેખાશે. જો તમે વેબ સોફ્ટવેર ડેવલોપર હોવ તો, આ સોફ્ટવેર અહીંથી ડાઉનલોડ કરી શકો છો.

આ પોસ્ટ વર્ડપ્રેસનાં આ લેખ પર આધારિત છે.

ગુજરાતીલેક્સિકોન – વર્ડ ઓફ ધ ડે – ફીડ તરીકે..

* ગુજરાતીલેક્સિકોન/ઉત્કર્ષ નાં બ્લોગ પર લખ્યું તેમ હવે તમે વર્ડ ઓફ ધ ડે, RSS ફીડ તરીકે મેળવી શકશો! તમારે માત્ર ફાયરફોક્સ બ્રાઉઝરમાં, http://gujaratilexicon.com/wotd/wordofday.php લિંક ખોલવાની અથવા જો તમે iGoogle નો ઉપયોગ કરતાં હોવ તો આ લિંક પર ક્લિક કરો.

તો શેની વાર છે? IE વાપરતા હોવ તો મને ન પૂછતાં 😉

નોંધ: તમે જો તમારા બ્લોગમાં ‘વર્ડ ઓફ ધ ડે’ ઉમેરવા માંગતા હોવ તો, ડેસબોર્ડ–>પ્રેઝન્ટેશન–>વિજેટ્સ–>નંબર ઓફ RSS ફીડ, એક વધુ પસંદ કરો, સેવ કરો–> RSS 2 ને ડ્રેગ કરી (ખેંચીને) સાઇડબારમાં ઉમેરો. તેના પર ક્લિક કરો, અને ઉપરની લિંક ઉમેરો. આ ગોઠવણી સેવ કરતાં તમને નીચે પ્રમાણે સરસ રીત તમારી વેબસાઇટ પર દેખાશે.

વર્ડ ઓફ ધ ડે — તમારી સાઇટ પર …