વિશ્વકોષ?

* થોડા સમય પહેલાં ખાંખા-ખોળા કરતો હતો ત્યારે વિશ્વકોષની વેબસાઇટ પર જઇ ચડ્યો. અદ્ભૂત વેબસાઇટ. જેના પર ખબર જ ન પડે કે વિશ્વકોષ કેવી રીતે ખરીદવો 😉 વધુ સંશોધન કર્યા પછી તે ખરીદવાનું માંડી વાળ્યું. કારણ? એક હજાર.

૧. પહેલો ગ્રંથ ૧૯૮૯માં, છેલ્લો, ૨૦૦૯માં. એટલે કે ૨૦૦૯ પછી કંઇ અપડેટ થયું જ નથી!

૨. વિશ્વકોષનું મકાન મસ્ત છે.

૩. ડિજીટલ આવૃત્તિ એટલે શું?

૪. વેબસાઇટ પર વિમોચન સિવાય બીજી કોઇ માહિતી લાગતી નથી.

વેલ, ટાઇમપાસ તરીકે વિશ્વકોષે સેમ્પલ તરીકે આપેલાં વિષયોમાંથી વિકિપીડિયા (ગુજરાતી)માં રહેલ લેખોની યાદી બનાવવાની શરુ કરી છે. ખૂટતાં લેખો તમે ઉમેરશો? 🙂

અપડેટ્સ – ૧૬૬

* ઓહ, માય બ્લોગ! આ શું થવા બેઠું છે. બ્લોગ હવે અણમાનીતી રાણી (ie વાર્તામાં આવતી) જેવો બની ગયો છે :/

* તેમ છતાંય, અપડેટ્સમાં જોઇએ તો ઘણું બધું છે. છેલ્લે લખેલ ૧૨૦૦ વાળી પોસ્ટ એટલે કે રીક્ષા, ટ્રેન, રીક્ષા, બસ, રીક્ષા, રીક્ષા, બસ, રીક્ષા વડે કરેલી લગભગ ૧૨૦૦ કિમીની મુસાફરી. થાકી ગયો. કદાચ આનાં કરતાં તો ૧૨૦૦ કિમી સાયકલ ઓછો થાક લગાડે. પણ, કવિનને વડની ડાળીએ લટકતો અને માટીમાં રમતો જોવો – એટલે પૈસા વસૂલ. ૧૦ દિવસ પછી તે આવશે ત્યારે અલગ લાગશે એ પણ જોવાની મજા આવશે (મોટાભાગે તડકામાં રમીને રંગ બદલશે :)).

* હાલમાં પાસ્તા પર તૂટી પડ્યો છું, પણ ખાખરા સાથ આપે છે.

* યુટ્યુબ પર સસ્પેન્સભર્યા મુવીઝ જોવામાં આવે છે. મુવીઓ વિશેની પોસ્ટો આવે છે. સ્ટે ટ્યુન્ડ.

* ત્રણ દિવસથી સાયકલિગ થાય છે, પણ લેટ નાઇટ મિટિંગ્સ. ઉપ્સ!

૧૨૦૦

* ના. ૬૦૦ કિમી સાયકલિંગ પડતુ મૂકાયા પછી, ૧૨૦૦ કિમી સાયકલિંગ? ના. ના. ના. આ તો આંકડો છે નજીકના ભવિષ્યમાં ટ્રેન અને બસ દ્વારા થનારા પ્રવાસનો.

વધુ વિગતો આવતા વીકે!!

વિકિપીડિયા: કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન

* હવે ગુજરાતી વિકિપીડિયામાં કન્ટેન્ટ ટ્રાન્સલેશન અથવા ગુજરાતીમાં કહીએ તો ભાષાંતર સાધન પ્રાપ્ત છે. આ સાધનનું ડેવલોપમેન્ટ વિકિપીડિયાની લેંગ્વેજ એન્જનિયરીંગ ટીમે કર્યો છે (જેમાં મારો પણ સમાવેશ થાય છે :)). ગુજરાતી માટે આપમેળે ભાષાંતર કે ડિક્શનરીની સગવડો હજુ પ્રાપ્ત નથી (નવો પ્રોજેક્ટ – કોઇને જોડાવાની ઇચ્છા છે? મારો સંપર્ક કરવો) પરંતુ આ સાધન વડે તમે સહેલાઇથી એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર કરી શકો છો. દાત. અંગ્રેજી (en) અને સિમ્પલ અંગ્રેજી (simple) ગુજરાતી માટે અત્યંત મદદરુપ છે. સિમ્પલ એ અંગ્રેજી વિકિપીડિયાની સરળ આવૃત્તિ છે, જેમાં લેખો એકદમ સરળ રીતે લખાયેલ છે.

કન્ટેન્ટ ટ્રાન્સલેશનની વધુ વિગતો નીચેની કડીઓ પરથી મળશે.

૧. નવું કન્ટેન્ટ ટ્રાન્સલેશન સાધન
૨. કન્ટેન્ટ ટ્રાન્સલેશન કેવી રીતે મદદરુપ થયું
૩. કન્ટેન્ટ ટ્રાન્સલેશન અંગેનાં આંકડાઓ

કોઇ સમસ્યા? મારો સંપર્ક કરવો!!

અપડેટ્સ – ૧૬૫

* ગઇકાલે ડિકાથલોનમાં BRM મેડલ વિતરણ કાર્યક્રમ હતો. ત્યાં પણ સાયકલ લઇને ગયો અને બે મેડલ (નવેમ્બર-ડિસેમ્બર) અને ખરીદીમાં એક ફ્રિસ્બી લઇને આવ્યો. બીજાં સાયકલિસ્ટ્સને સાયકલ રાઇડ સિવાય મળવાની મજા આવી.

* સાયકલિંગમાં જોઇએ તો હવે પછીની રાઇડ ૬૦૦ કિમી છે. સાહસ છે, પણ થઇ જશે! (આ વખતે વધુ સાવધાની સાથે ચલાવવામાં આવશે. રેડ બુલ નહી પીવાનું, અને જ્યુશ પીવાનો. મજાની રાઇડ.)

* કવિનને અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે; પરીક્ષા પછી અમારી પરીક્ષા(ઓ) છે 🙂

* ગુજરાતી વિકિપીડિયામાં કન્ટેન્ટ ટ્રાન્સલેશન આજે સક્રિય કરવામાં આવશે!

* વેકેશનનું પ્લાનિંગ થઇ ગયું છે. PS: અમે હવે ક્લિઅરટ્રીપનાં લોયલ કસ્ટમર રહ્યા નથી! પેલી IRCTC ઝિંદાબાદ.

અ એપ્રિલનો અ

* વખતે નો પ્રિલ ફૂલ. પણ, લિયા ભટ્ટના જોક્સની મજા આવી ગઇ 🙂

* પ્રિલમાં ગરમી વધવાની સાથે અમારી સાયકલિંગ ક્ટિવિટીસ વધી ગઇ છે.

* પ્રિલમાં મનો બર્થ ડે પણ છે.

* પ્રિલમાં બ્રોડ જવાનું નથી :/

* મ તો મે વી પોસ્ટ ન લખીએ, પણ મને આ ખતે વું કરવાની મજા આવી ગઇ.