વર્ડપ્રેસમાં ‘ટેગ’ નો ઉપયોગ કઇ રીતે કરવો?

* આજે સવારે વર્ડપ્રેસ ગુજરાતી પાનાં પર જઇને જોયું કે વર્ડપ્રેસની ટેગની સુવિધાનો ઉપયોગ ખોટો થાય છે. ટેગ એટલે તમારા પોસ્ટનો સાર કે જે મુખ્ય શબ્દો વડે વર્ણવી શકાય. તમારું નામ ટેગ તરીકે મુકવાનો ફાયદો નથી (કારણકે બ્લોગનાં વાંચકો, ‘કાર્તિક’ ટેગથી શોધ કરવાનાં નથી..)

ધ્યાન રાખો કે ટેગ અને વર્ગ (કેટેગરી) અલગ છે, આ વિશે ટેગ બોક્સની નીચે વધુ મદદ આપેલ છે. અને ટેગ વિશે વધુ ટેકનિકલ માહિતી વિકિપીડીઆ પર પણ છે.

આનંદિત

* કવિન અને અમે પણ…

કવિન પ્રથમ વખત જાતે ઉ�ો થાય છે…

¿noʎ ǝɹɐ ʍoɥ

* આ શું લખેલ છે? ઉંધા થઇને વાંચવા કરતાં જાતે જ આવું લખો ને! તો જુઓ ફ્લિપ વેબપેજ. પણ, ગુજરાતીમાં લખી શકાતું નથી, એ ધ્યાન રાખજો.

અપડેટ: વધુ સારી સમજણ અા પાનાં પરથી.

બેંગ્લુરૂ બસ અજાયબીઓ ભાગ – ૨

* તમે ક્યારેય જોયું છે કે એક બસની ઉપર બે રૂટ નંબર લખેલા હોય? અને દરરોજ આવતી ૩૧૫ નંબરની બસ અચાનક ન આવે અને તેને બદલે ૩૧૩ નંબરની બસ તે રૂટ પર જાય? ન જોયું હોય તો, પધારો સીટી-ઓફ-પબ્સ અને સીટી-ઓફ-ગાર્ડન, બેંગ્લુરૂમાં!

એક ઓડીએફ તેઓ બધાને હરાવવા…

* One Ring to Rule Them All

… અને એક ઓડીએફ સ્ટાન્ડર્ડ તેઓ બધાને હરાવવા માટે. થેન્કસ વેન્કી, ડો.નાગાર્જુન અને બીજા બધાનો. માઇક્રોસોફ્ટ પોતાનું ‘બંધ’ રચના ધરાવતું પ્રમાણ સરકારી કામકાજ અને સમગ્ર વિશ્વમાં સ્ટાન્ડર્ડ તરીકે દાખલ કરવા મથી રહ્યું છે. ISO એ આ માટે કમિટિ રચીને વોટિંગ કર્યું હતું. પણ, તેમાં કાવાદાવા કરવા છતાં (સ્વિડન, પાકિસ્તાન જેવા દેશોને ખરીદી લેવા છતાં..) વોટિંગ નેગેટિવ આવ્યું. હવે, માઇક્રોસોફ્ટ ભારત જેવા વજનદાર સભ્યો માટે પ્રયત્નો કરે છે.

જો તમારે તમે બનાવેલા ડોક્યુમેન્ટ્સ ભવિષ્યની પેઢી જોઇ શકે તેવી પરિસ્થિતિમાં રાખવા હોય તો, ઓપનઓફિસ ડોક્યુમેન્ટ ફોરમેટ અને ઓપનઓફિસ વાપરો. તેને લગતાં કોઇપણ પ્રશ્નનો જવાબ હું તમને આપીશ (હા, ઇમેલથી કે ચેટ પર કે પછી જો રાત્રે ૯ વાગ્યા પછી ફોન કરો તો ત્યારે પણ..).

વધુ માહિતી માટે noooxml.org જુઓ.

બેંગ્લુરૂ બસ અજાયબીઓ

* મારે ઘરેથી ઓફિસ આવતાં-જતાં કુલ લગભગ ૧.પ કલાક જેટલો સમય થાય છે. મોટાભાગે તો બસમાં જગ્યા મળતી નથી. એટલે આજુ-બાજુ નિરિક્ષણ ચાલુ હોય છે. મજાની વાત છે કે એકપણ બસમાં એ.એમ.ટી.એસ કે બેસ્ટ બસમાં હોય છે તેવી ઘંટડી હોતી નથી, પણ કન્ડક્ટર સીટી મારીને ડ્રાઇવરને બસ ચલાવવાનું કહે છે 😛 ઘણી વખત કન્ડક્ટર જ ટીકીટ આપે છે! અને હા, આ ગણિતનું સૂત્ર અત્યારે કામમાં આવે છે.

એક બસ માટે લાગતો સમય = બસને રૂટ પર લાગતો સમય / બસની કુલ સંખ્યા

બેંગ્લુરૂ બસ શોધવાની સાઇટ. નોંધી લેજો.

* અત્યારે રઘુ દિક્ષિત આલ્બમ સાંભળુ છુ.

પાઇ સમજાવવાનું સૌથી સરળ ઉદાહરણ

* અત્યાર સુધીમાં પાઇ (π) પર ઘણાં બધાં સંશોધનો ચાલ્યા છે. મજાની વાત છે કે મને ગણિત ખાસ ગમતું નહોતું (પણ, હવે બહુ ગમે છે, એટલે વિકિપીડીઆ પર બહુ વાંચુ છું!). તો, આ ઉદાહરણ પાઇ ને સમજવાનું સૌથી સરળ બનાવે છે.

છોડી દેવું…

ga080315.gif

* પણ, માણસ માટે કંઇ છોડવું સરળ નથી 😛

ફરક

* પહેલાનાં રાજકારણીઓ (ક્યારનાં?) અને અત્યારનાં રાજકારણીઓ વચ્ચે ફરક શું છે?

જવાબ: પહેલા તેઓ દેશ માટે જાત ઘસી નાખતાં હતા, હવે જાત માટે દેશ ઘસી નાખે છે!!

દેશી અમેરિકન્સ

* નાસામાં ૩૬ % ભારતીય લોકો.

* માઇક્રોસોફ્ટમાં ૨૦ % ભારતીય લોકો.

*  કુલ અમેરિકન ડોક્ટરોનાં ૩૫ % ભારતીય લોકો.

વગેરે માહિતી તમે ઇ-મેલ કે sms દ્વારા ઘણી વાર સાંભળી હશે. રાજ્યસભામાં અને આપણાં પ્રધાનો દ્વારા અને સમાચારપત્રોમાં પણ આવી માહિતી ઘણી વાર ઉછળે છે. પણ, નીતાનાં આ લેખ અને આ સત્ય શોધ લેખ વાંચ્યા પછી આ વિશે કોઇ શંકા રહેતી નથી.

સાર: ઇ-મેલ કે નેટ પર આવે તે બધું સાચું ના હોય!!

નોંધ: એકંદરે જોઇએ તો આપણા દેશીઓની સ્થિતિ બીજાં લોકો કરતાં ઘણી સારી છે, પણ આંકડાની માયાજાળ બધો ખેલ બગાડે છે.