અપડેટ્સ – ૨૧૯

* કેરાલામાં વરસાદ પડ્યો અને તેનો કાળો કેર સોશિયલ મિડિયામાં વધુ વાપ્યો. એમાય ફેસબૂકે તો પત્તર ફાડી દીધી અને લોકો આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને મોદીજીને નીચું દેખાડવામાંથી ઊંચા ન આવ્યા. હે રામ!

* ૧૫ ઓગસ્ટે અગાઉ લખ્યું હતું તેમ ૧૨ કલાકની મુંબઈ અલ્ટ્રા પૂરી કરી. લગભગ ૭૫ કિમી પૂરા કર્યા. કદાચ ૮૦ થઇ જાત પણ પછી થયું, જવા દો! પુષ્પક જોડે આરામથી આખા ગામના ગપાટા મારતા દોડ્યો અને બીજા અલ્ટ્રા રનનું પ્લાનિંગ પણ કરી દીધું.

હા, પગની બધી આંગળીઓના નખની હાલત વધુ ખરાબ છે. બાય બાય ઓલ નખ્સ.

* થોડા દિવસ પહેલાં સહકુટુંબ માલ્સેજ જઇ આવ્યા. સરસ જગ્યા. સપ્ટેમ્બર ૨૦૦૪માં ઓફિસમાંથી ત્યાં ગયેલા એવું યાદ છે. એ સમયના ફોટાઓ મળતા નથી, એ દુ:ખની વાત છે. પણ, ક્યાંક પડ્યા હોઇ શકે છે.

* “જીપ્સીની ડાયરી” પુસ્તક કિંડલમાં પ્રાપ્ત છે. આજ-કાલમાં શરૂ કરવામાં આવશે.

હેપ્પી બર્થડે, ડેબિયન!

p6

(સ્ત્રોત: https://salsa.debian.org/valessio-guest/DebianArt/tree/master/posters/25th)

હેપ્પી બર્થડે, ડેબિયન!

અને હા, ડેબિયન ડેવલોપર બન્યાને પણ ૧૦ વર્ષ થઇ ગયા એ તો ધ્યાન બહાર જતું રહ્યું 🙂

અપકમિંગ ઘટનાઓ

ડેબકોન્ફમાંથી પાછા આવીને હવે ઓગસ્ટ-સપ્ટેમ્બર હર્યો ભર્યો રહેશે. અહીંનું તાપમાન વિચિત્ર છે એટલે દોડવાનું કંઇ ખાસ થયું નહી. હા, ચાલવાનું બહુ થયું. કારણ કે, એક જ કેમ્પસમાં હોવા છતાં કોન્ફરન્સ, જમવાનું (બ્રેકફાસ્ટ-લંચ-ડિનર) માટે અલગ જવાનું અને ઊંઘવા માટે રુમ પણ અલગ. એટલે લગભગ ૯-૧૦ કિમી દરરોજ એમાં જ થઇ જતા!

ઓગસ્ટ

* મુંબઈ અલ્ટ્રા – જ્યાંથી મને લાંબુ દોડવાનો ચેપ લાગ્યો હતો. ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬માં ૧૨ કલાક દોડ્યો હતો, તેમાં પણ ૨૦૧૬ વખતે થોડું સાહસ કરેલું.

* ૪૦૦ બીઆરએમ – વાર્મ અપ રાઇડ!

સપ્ટેમ્બર

* ૧૦૦૦ બીઆરએમ – સરળ રસ્તો પણ ઊંઘ અને લાંબું અંતર – મુશ્કેલ છે, પણ થઇ જશે!

* ૨૦૦ બીઆરએમ – રીકવરી રાઇડ!

* ૧૦ કિમી – રનિંગ રેસ

ઓક્ટોબર

* આરામ અથવા પછી કંઇ નવું શોધી કાઢવામાં આવશે!!

PS: મુંબઈ મેરેથોન – ફુલ મેરેથોન આ વખતે તૈયારી સાથે કરવામાં આવશે \0/

કાલે

img_20180722_183732_502
આજ કરે સો કલ, કલ કરે સો પરસો!

અહીં ડેબકોન્ફમાં ઉપરોક્ત ટી-શર્ટ પહેરી હતી ત્યારે ડેનમાર્કના એક મિત્રે તેનો અર્થ પૂછ્યો એટલે કે Kal નો અર્થ પૂછ્યો ત્યારે સમજાવ્યું કે આ મારા આળસપણાની નિશાની છે. ત્યારે તેણે ડેનમાર્કની એક વાર્તા કહી.

એક ભરવાડને પોતાનાં ઘેટાંના ઊનમાંથી વસ્ત્ર બનાવવું હતું. તે દરજી પાસે ગયો અને ઊન આપીને કહ્યું કે આમાંથી મને એક સરસ વસ્ત્ર બનાવી આપો. દરજીએ કહ્યું, ઓકે – કાલે આવીને લઇ જજે. ભરવાડ બીજા દિવસે ગયો અને પૂછ્યું તૈયાર છે? દરજીએ કહ્યું એક કામ કર, આજે ફરીથી માપ લઉં કાલે આવજે. ભરવાડ ફરી ગયો અને દરજીએ ફરીથી કાલે આવવાનું કહ્યું.

ઉપરોક્ત વાર્તા ભારતની લોકકથાઓમાં પણ છે. અને, હું તો હજુ પણ એવું કરું છું 🙂

PS: આળસ બુરી બલા છે, પણ આ આળસ હું કાલે ચોક્કસ છોડી દઇશ!