બબલ્સ

* બબલ્સ એટલે કે સાબુ પાણીના બબલ્સ બધાંને બહુ ગમે. કવિનની આ ફેવરિટ આઈટમ. બજારમાંથી અત્યાર સુધી જાત-જાતનાં બબલ્સ કરવાના ઉપકરણો લીધાં એમાં આ દાદાએ અપાવેલી બબલ્સ ગન એકદમ સરસ નીકળી. એમાં જોડે લાઈટ્સ પ્લસ મ્યુઝિક ઈફેક્ટસ વત્તા બેટ્રી ઓપરેટેડ બબલ્સ સિસ્ટમ પણ ખરી 😀

એમ કંઈ છે નહી પણ, બબલ્સની બોટલમાંથી સાબુનું પાણી પાઈપ વડે ખેંચાય અને પછી મોટર વડે હવા ફૂંકાય એટલે મસ્ત બબલ્સ ઉદ્ભવે. કવિને એક બોટલ તો અડધા કલાકમાં જ પૂરી કરી પછી, સાબુનું પાણી બનાવી તેમાં નાખવાનો પ્રયત્ન પણ કરી ચૂક્યો છે. ગન હતી ન હતી થાય એ પહેલાં તેનો સચિત્ર અહેવાલ લખી દેવો એમાં જ ભલાઈ છે.

અને કવિન ઈન એક્શન!

અપડેટ્સ – ૪૨

* લોંગ પેન્ડિંગ કામ પૂરા કરવાનું અઠવાડિયું – નવા ચશ્મા (આનંદની વાત, નંબર ઓછાં થયાં!!), પાન સિંગ તોમર, બેટર હાફ (સીડી), અને સ્ટિવ જોબ્સની ઓફિશિઅલ બાયોગ્રાફી. જોકે એક-બે ચેપ્ટર પરથી મને ભાષાંતરમાં મજા ના આવી. પૂરી વાંચ્યા પછી, એક રીવ્યુ પોસ્ટ પાક્કી.

* જ્યારે પણ વેકેશનનો મૂડ હોય ત્યારે જ ભયંકર કામ આવી પડે છે – આવું કેમ? 😉

* હવે દરરોજ અડધો કલાક, ફરજિયાત વાંચન અને, અડધો કલાક કંઈક નવું શીખવામાં ગાળવો એમ નક્કી કર્યું છે, જોઈએ છીએ ક્યાં સુધી ચાલે છે, આ વસ્તુઓ. એમાંથી પહેલો અડધો કલાક કોમ્પ્યુટર બંધ રાખવાનું પણ નક્કી કર્યું છે, જે મુશ્કેલી ભર્યું છે. બાકી અત્યારે coursera.org ના cs101 ક્લાસ પણ ચાલુ કર્યા છે. જો તમને રસ હોય તો સ્ટેનફોર્ડ અને બીજી યુનિવર્સિટીઓ ઓનલાઈન કોર્સ ચલાવે છે. (સર્ટિફિકેટ વગેરે મળશે નહી, એટલે શીખવાની ઈચ્છા હોય તો જ જોડાવું. બાકી એસાઈન્મેન્ટ, ક્લાસવર્ક બધું નિયમિત કોલેજ જેવું જ!).

* વિકિએકેડમી સફળતાપૂર્વક સંપન્ન થઈ. વધુ વિગતો માટે, દિવ્ય ભાસ્કરનો આ લેખ જોવો. જોકે લેખ લખનારે લોચા તો માર્યા જ છે.

* કવિનની સાયકલના સાઈડ ટાયર્સ કાઢી નાખવામાં આવ્યા છે, કારણ કે એને હવે ટુ-વ્હીલર્સની સાયકલની જીદ પકડી છે. હવે દરરોજ મારે તેની પાછળ દોડવાનું પાક્કું (પેલું દોડવાનું તો એકસ્ટ્રા ગણાશે ;))

ADR એપ્રિલ રેસ

* છેવટે, આજે પહેલી વાર એક કલાક કરતાં વધુ સમયની દોડ પૂરી કરવામાં આવી. થિઅરી પ્રમાણે ૧૫ કિમીની રેસ હતી, પણ રુટ નક્કી કરવામાં થોડી ભૂલ થયેલી અને ગુગલ મેપ પ્રમાણે તે ૧૨.૪૭ કિમી નીકળ્યું. આ માટે, મને ૧ કલાક અને ૧૮ મિનિટ લાગી.

રેસ પહેલા અને પછીના ફોટાઓ ફેસબુક પર મૂકેલા જ છે.

થોડી સાઈડ નોટ્સ:

૧. એકલા દોડવાનું રાખો એનાં કરતાં ગ્રુપ્સમાં દોડો તો વધુ સારી રીતે દોડાય છે. ચિઅર્સના પોકારો તમારા મનને ઉત્તેજીત કરે છે, એ તો જાણીતું જ છે 😉

૨. દોડવા અંગેનું જ્ઞાન અનુભવી દોડવીરો તરફથી મળે છે, જે અગત્યનું છે.

૩. સમયસર ઉઠવાની આદત કદાચ આવી ઈવેન્ટ્સના કારણે જ મળે છે.

૪. જો તમે અમદાવાદમાં હોવ તો, ADR એટલે કે – અમદાવાદ ડિસટન્ટ્સ રનર્સ – ગ્રુપમાં જોડાઈ શકો છો. વધુ વિગતો માટે ફેસબુકના પાનાંને લાઈક કરો અથવા મને ઓફલાઈન ઈમેલ મોકલાવો.

૫. રેસ પૂરી થયા પછી જે આનંદ આવે છે, જે મોક્ષ મળ્યા બરાબર છે. એક વખત ટ્રાય કરવા જેવો છે 🙂

અપડેટ્સ – ૪૦.૧

* એક ઝડપી સુધારો એ હતો કે, શનિવાર રાતની જગ્યાએ રેસ હવે, રવિવારે સવારે ૬ વાગે (૫.૪૫ એ હાજર રહેવું. લખવું મારા માટે સહેલું છે, પણ હું જ કેટલા વાગે પહોંચીશ એ તો..) વસ્ત્રાપુર લેકથી શરુ થશે. ૮ અને ૧૫ કિ.મી. ના બે માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. વધુ વિગતો માટે ADR નું ફેસબુક પાનું જોઈ લેવું…

અપડેટ્સ – ૪૦

* આવતા શનિવારે ૧૦ કિ.મી. ની ADR દ્વારા આયોજીત મિડનાઈટ રેસ છે. વધુ વિગતો ડેઈલીમાઈલ.કોમ અને ફેસબુક ઈવેન્ટ પાનાંઓ પર. બધાંને આમંત્રણ છે. એટલે, હવે આ અઠવાડિયું ભારે મહેનત કરવામાં આવશે. રાત્રે મોડા દોડવાનો નવો અનુભવ થશે.

* કેરીની મજા લેવામાં આવી. ઓકે સુધારીને આ રીતે વાંચવું: અત્યંત મોંઘી કેરીની મજા લેવામાં આવી 🙂

* કવિનની આજે છેલ્લી ‘પરીક્ષા’ હતી. જનરલ અવેરનેસ. અમારી વખતમાં પાંચમાં કે છઠ્ઠામાં એક એકસ્ટ્રા વિષય તરીકે જી.કે એટલે કે જનરલ નોલેજ નામનો વિષય રાખવામાં આવતો, જેમાં મોટાભાગે સામાન્ય જ્ઞાનનાં કોઈ પુસ્તકમાંથી બેઠું ઉઠાવવામાં આવતું. છેક નવમાં સુધી આ ચાલ્યું. પણ, જી.કે.માં આપણે હોંશિયાર  એટલે મજા પડતી. દુર્ભાગ્યે આ વિષયને કુલ ગુણમાં ગણવામાં ન આવતાં. એવું જ કોમ્પ્યુટરનું હતું. ત્રણ વર્ષ અમે BASIC પ્રોગ્રામિંગ શીખી-શીખીને કંટાળી ગયા હતા. ૩૨ કેબી અને ૬૪૦ કેબી મેમરી ધરાવતા હાર્ડ ડિસ્ક વગરનાં એ કોમ્પ્યુટર્સ શું ભવ્ય લાગતા હતા 🙂

* ચશ્માંના નંબર ચેક કરાવવાનો સમય થઈ ગયો લાગે છે. આ વસ્તુ એવી છે કે કેટલાય સમયથી રહી જાય છે.

એક વધુ કાંકરિયા મુલાકાત

* શનિવારે ઓફિસનું ઈમરજન્સી કામ આવી પડેલું એટલે ઘરે બેસી રહ્યા (અને, છતાંય ૫ કિ.મી. દોડ્યો એ વાત અલગ છે!). રવિવારે નક્કી કરેલું કે સાંજે સિનેપોલીસમાં હેરી પોટર ૭.૨ જોવા જઈશું. જેમ-તેમ કરીને કોકીને મનાવી પણ, ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે હેરી પોટરની જગ્યાએ ટ્રાન્સફોર્મર મુવી છે. સિનેપોલીસ વાળા ભૂતકાળના અનુભવોમાંથી કંઈ ખાસ શીખ્યા લાગતા નથી. કોઈ ફેરફારની સુચના નહી. ટિકિટબારી આગળ અને છેલ્લા અઠવાડિયાથી ન્યૂઝ-પેપર્સમાં પણ હેરી પોટરની જ જાહેરાત આવતી હતી. વેલ, અમારા તો રુપિયા બચ્યા. પણ, પછી હાઈપરસીટીમાં કવિનને લઈને ગયો એટલે.. કુલ સરવાળો લગભગ સરખો જ આવવાનો હતો 😉

બપોરે ઘોર્યા પછી અચાનક વિચાર આવ્યો કે ચાલો કાંકરિયા જઈએ. છેક પોણા છએ નીકળ્યા. તો કેવું રહ્યું, કાંકરિયા?

૧. રવિવારે ના જવાય. પુષ્કળ વસ્તી.

૨. બલૂન આગળ ડેઝર્ટ સફારી અને સ્પિડ બોટ્સ નવું આકર્ષણ. બન્નેમાં કવિનના લીધે બેસવા ન મળ્યું. નેકસ્ટ ટાઈમ! બલૂનમાં બે કલાકનું વેઈટિંગ હતું, એટલે પ્લાન પડતો મૂક્યો. ટ્રેનમાં બેઠા. મજા આવી.

૩. લોકો એક ડિશ અનલિમિટેડ મંગાવી પૂછે કે એક ડિશમાંથી બે જણાં ખાઈ શકે. પાછાં, હાથ વડે સલાડ લે, ટેસ્ટ કરવા માટે 😉

૪. પાછા આવતાં, રીક્ષા વાળાએ મીટર કરતાં ૨૦ રુપિયા વધારે માંગ્યા. કારણ? અહીંથી પાછા ખાલી જવું પડે. હરી ઓમ. મેં કહ્યું, મારે શું? અહીંયા જ સૂઈ જા. સવારી મળે એટલે જજે. અથવા, રીક્ષા ઉપર બોર્ડ મારી રાખ કે સવારી નહી મળે તો ૨૦ રુપિયા વધુ લઈશ.

મજા આવી. પણ, થોડા વહેલા ગયા હોત તો વધુ મજા આવત. ફોટા વગેરે આજ-કાલમાં અપલોડ કરવામાં આવશે.

આજનો બ્લોગ – સા વિદ્યા યા વિમુક્તયે

* આજનો બ્લોગ એટલે, સેજલબેનનો બ્લોગ – સા વિદ્યા યા વિમુક્તયે – તેમનાં હોમસ્કૂલિંગ વિશેના અનુભવો અને એકદમ સરસ પ્રયોગો અને અવનવું શીખવાનો બ્લોગ. તેમનો બ્લોગ થોડા સમય પહેલાં જોયેલો, પછી કાળક્રમે તેના વિશે લખવાનું કે નોંધ લેવાનું ભૂલી ગયેલો અને આજે ફેસબુક પર રજનીભાઈના એક ફોટાની કોમેન્ટ્સ-ચર્ચા પરથી તેમના દ્વારા ફરી મળ્યો. હોમસ્કૂલિંગ એટલે કદાચ મા-બાપ માટે સૌથી અઘરી વસ્તુ છે (હેલ્લો, જયભાઈ!) એ માત્ર મા-બાપને તેમના સંતાનોને હોમવર્ક કરાવતા કેટલી તકલીફ પડે છે એના પરથી ખ્યાલ આવે. સેજલબેનની શીખવવાની પધ્ધતિ જોતા હોમસ્કૂલિંગ તેમનાં સંતાનો માટે સો ટકા ફન બનતું હશે.

કવિનને હોમસ્કૂલિંગ તો શક્ય નથી, પણ બને ત્યાં સુધી તેને કંઈક નવી રીતે શીખવવાનું હવે નક્કી કર્યું છે. આમ પણ, અમે થોડી ટેકનિક તો અપનાવીએ છીએ, પણ કદાચ હજી થોડો મોટો (૧લા ધોરણ પછી) થાય તો અમારું કંઈક સાંભળે પણ ખરો. અત્યારે તેની મસ્તી અને અમારા બૂમ-બરાડા સિવાય અમારુ કોમ્યુનિકેશન નબળું છે 🙂 (હા, કોઈક વાર સાંભળે છે, પ્રશ્નો પૂછે છે, અમને કન્ફયુઝ કરે છે અને કોઈક વાર અમને પણ ચક્કર આવે એવા સંવાદોની આપ-લે થાય છે – એ એક્સ્ટ્રા).

હા, સેજલબેનનો બ્લોગ – બ્લોગરોલ, ગુગલ રીડર કે ફીડ રીડરમાં ઉમેરી લેજો!

આજની કડી: જય વસાવડા @ અસ્મિતા પર્વ ૨૦૧૨

* જય વસાવડાનું અસ્મિતાપર્વ ૨૦૧૨નું આ વક્તવ્ય સાંભળ્યા પહેલા હું તેમનો ચાહક હતો અને હવે? મોટ્ટો ચાહક બન્યો છું. હજી રુબરુ મળવાનું બન્યું નથી (બે વખત તેઓ અમદાવાદમાં હોવા છતાં મારા જ કારણે આ શક્ય ન બન્યું! :()

તો, એકાદ કલાક ફાળવો અને આ વક્તવ્ય અત્યારે જ સાંભળો.

શિક્ષણ: એડમિશન

* શિક્ષણ સીરીઝનો બીજો હપ્તો. એડમિશન.

હ્રદયના ધબકારા વધારી દે, રાત્રે ઊંઘ ન આવે, વારંવાર દુ:સ્વપ્નો આવે – કારણ? બાળકનું સ્કૂલમાં એડમિશન. અમદાવાદમાં (કે પછી બીજા કોઈ પણ શહેરમાં) અત્યારે એવી પરિસ્થિતિ છે કે કહેવાતી સારી સ્કૂલમાં એડમિશન એટલે મા-બાપની હાલત ખરાબ. બધાં બહુ બૂમો પાડતા હતા કે કવિનને હજી એડમિશન નથી લીધું? શરુઆતમાં મેં મારી ટેવ પ્રમાણે આ પ્રશ્નને અવગણ્યો પણ પછી ખબર પડી કે આ એડમિશન એટલે નવા જમાનાંની નવી બિમારી છે (માનસિક). છેવટે, એડમિશન લીધું એટલે બધાં પૂછે – CBSE માં લીધું કે ગુજરાત બોર્ડમાં? વાઉ. બીજી એક બિમારી આવી છે – લોકો એમ સમજે છે કે ICSE એ ઈન્ટરનેશનલ બોર્ડ છે અને આવી માનસિકતાનો મસ્ત લાભ ફૂટી નીકળેલી ઈન્ટરનેશનલ સ્કૂલ્સ ઉઠાવે છે. મેં જોયું છે કે જોશમાં ને જોશમાં લોકો એડમિશન લે છે, પછી ભણતરના ભારથી નમી પડેલા બાળકને જોઈ છેલ્લી ઘડીએ બોર્ડ બદલવું પડે છે.

કવિન જ્યારે કોલેજમાં આવશે ત્યારે ખબર નહી કેવી હાલત હશે. પણ, એક વાત નક્કી છે કે એને જે કરવું હોય તે કરે, અમારી એક જ ઈચ્છા રહેશે, જે કરે તે મનથી કરે, દિલથી કરે અને ભલે સફળતા ન મળે, આપણે કંઈક નવું કરીએ, પડીએ અને શીખીએ અને બે-ચાર લોકોને મદદરુપ કોઈ પણ રીતે થઈએ – જીવનનો આનંદ એમાં જ છે.

અસ્તુ.

PS: કવિનને કાલથી પરીક્ષાઓ છે. કવિનને સ્કૂલમાં કેવું ભણાવવામાં આવે છે? કવિનની નોટબૂકમાં ટીચરે નોંધ લખી, ‘Don’t write’. કારણ? કવિનને ડિક્ટેશનમાં શબ્દો લખ્યા નહોતા. હવે, અમારે આને શું સમજવાનું? ટીચર, M.A. (English) છે. મુઆઆઆઆઆ…

અપડેટ્સ – ૩૯

* દર્દ-એ-દાંત. કારણ? કીટાણું? ના, તદ્ન બેદરકારી. એક જરા સી સાવધાની રાખી હોત તો.. ખેર, જે થવાનું હતું તે થઈ ગયું. છેવટે દાંત કઢાવવા પડ્યા અને સ્ક્રૂ વડે નવા દાંત ફીટ કરવામાં આવશે. એકંદરે પ્રક્રિયા શાંતિથી પતી ગઈ પણ હજી દુખાવો છે, જીંદગીમાં ક્યારેય ન લીધી હોય એટલી પેઈનકિલર લઈ રહ્યો છું. એટલે દોડવાનું હાલ પૂરતું બંધ છે. સાંજે એક પ્રયત્ન કરવામાં આવશે.

અત્યારે તો જ્યુશ, ફ્રુટ અને ખીચડી. બીજુ શું? 🙂

* ગરમી મસ્ત પડે છે. લેપટોપ ગરમ થઈને એકાદ વખત તો બંધ થઈ ગયું છે. છતાંય, લેપટોપ કૂલર પોતાની ફરજ સારી રીતે બજાવે છે. અને, કદાચ લેપટોપ બેટરીને આ વખતે બચાવી લેશે.

* વેકેશનનું પ્લાનિંગ ચાલી રહ્યું છે! કંઈ ખાસ કે મોટું કે ભવ્ય પ્લાનિંગ નથી છતાંય, વેકેશન એટલે વેકેશન. એક બ્રેક જોઈએ જ.