નો વોટ!

* ઘણી શાણી વાતો કરી, પણ વોટ ન આપ્યો! શરમ આવવી જોઇએ મને!!

એહ, આ, ના, ના, ના!

ફેસબુક ગુજરાતી ભાષાંતર!

* ફેસબુક હવે ગુજરાતી ભાષાંતરની સેવા પૂરી પાડે છે. લોકો ભાષાંતર કરે તો કેવું કરે તેનું એક ઉદાહરણ નીચેના સ્ક્રિનમાં..

ફેસબુકમાં મોબાઇલનું ગુજરાતી!

હા હા હા. ટેલિફોનનું ડબલું 😉 સારી વાત એ છે કે અહીં વોટિંગની સરસ સિસ્ટમ છે.

પણ, હા. તમારો સમય બગાડવાની જરૂર નથી. ફેસબુક તમને એક રૂપિયો આપવાની નથી અને તમારું ભાષાંતર તમારું ન રહેતા ફેસબુકનું બની જશે..

પિન સ્ટોરી

* આજે સવારે મારા લેપટોપના ચાર્જરની યુનિવર્સલ પિન ઘરે ભૂલી ગયો. ઓફિસ આવીને જોયું તો લેપટોપમાં ૧.૫ કલાક ચાલે એટલી બેટ્રી બાકી હતી. મને એમ કે કોઇની પાસે મળી જશે – પણ થયું એવું કે અમારા CEO પણ તે ઘરે ભૂલી ગયેલા. સપોર્ટ સ્ટાફ પાસે નીચેની દુકાનમાંથી પિન મંગાવી. ન ચાલી. બીજી વખત બદલાવા માટે મોકલ્યો – પણ તે પણ ન ચાલ્યું. પછી, હું નજીકના રીલાયન્સ ફ્રેશમાં ગયો. કિંમત દેખી ૨૫ રૂપિયા. સરસ. કાઉન્ટર પર જઇ બિલ કરાવ્યું તો આવ્યું ૩૬ રૂપિયા! ઓહ. મેં જોયું તો એ જ પિન પણ તારીખ અલગ અને કિંમત પણ અલગ! ભારે કરી મુકેશ ભાઇ તમે તો!

આ પેલી પિન...

છેવટે એક અમુલ મસ્તી છાશ અને પિન લઇ ઓફિસે આવ્યો અને લેપટોપ ચાલુ કર્યું..

વોટ આપો

* આજકાલ બધા સમાચારપત્રો-છાપાઓએ વોટ આપો, મત માપો (મત એટલે ના!) જેવા અભિયાનો ચલાવ્યા છે. આ જોઇને કવિને પણ વોટ આપી દીધો.

તમારો કિમતી મત મને જ આપો...

(નવો) ફોન

* મારા ભાઇએ નવો iફોન લીધો એટલે આપણને તેનો ફોન મળી ગયો. નોકિઆ ૫૩૧૦. તેમાં પહેલી વસ્તુ મારી એડ્રેસ બુકની સિન્ક (sync) કરવાની હતી – પણ મેક જોડે તે ફોનને કંઇ બન્યું નહી અને મારો ફોન તેને પરાયા ધન જેવો લાગ્યો!

છેવટે, બહુ મહેનત પછી અહીંથી iSync ની પ્લગ-ઇન મળી અને આપણું કામ થઇ ગયું! મેક માટે નોકિઆએ બનાવેલ સોફ્ટવેર પણ મળ્યું જે માત્ર સંગીત-ચિત્રો જ મોકલી-લઇ શકે છે.

સરનામાં જાય છે...

મેક, લિનક્સ, વિન્ડોઝ – એક જ ડેસ્કટોપ પર

* કઇ રીતે?

મેકબુક, નો મશીન ક્લાયન્ટ, મેકનું રીમોટ ડેસ્કટોપ

મેક, લિનક્સ અને વિન્ડોઝ - એક સાથે!

આ અઠવાડિયાની ફિલમો

* આ અઠવાડિયામાં કંઇ ખાસ ફિલમ ન જોવાઇ. પણ, મિહિરે મને સારું એવું કલેક્શન આપેલું છે 🙂

૧. ધ ડેવિલ્સ એડવોકેટ

૨. ધ નાઇન્થ ગેટ

૩. ધ બટરફ્લાય ઇફેક્ટ

૪. એક્સ-મેન ઓરિજિન: વુલ્વેરીન આ મુવી હજી થિએટરમાં નથી આવ્યું પણ ઇન્ટરનેટ પર ફરતું થઇ ગયેલ!

૫. સેવન (Se7en)

હા, ૧, ૨ એવા દ્રશ્યો ધરાવે છે જે તમારા સુંદર મગજને હાનિ પહોંચાડી શકે છે. પછી કહેતા નહી – કીધું નહોતું!

Undo: હવે ઇમેલમાં પણ!

* તમે કોઇને ઇમેલ કર્યો ને પછી થયું, અરર – આ ઇમેલ તો આને નહીં બીજાને કરવાનો હતો કે પછી ગરમ મિજાજમાં બોસને કંઇક આડાઅવળું લખી નાખ્યું હોય તેવા સંજોગોમાં આપણને થાય કે અહીં Undo જેવું બટન હોત તો મજા આવત!

તો હાજર છે, Undo તમારા ઇમેલમાં! વાંચો: જીમેલ બ્લોગનો આ પોસ્ટ

કેવી રીતે?

૧. તમારું જીમેલ એકાઉન્ટ ખોલો (સ્વાભાવિક રીતે યુઝરનેમ, પાસવર્ડ નાખીને..)

૨. ઉપર જમણી બાજુ જીમેલ લેબ્સ આવું ચિત્ર દેખાશે – રસાયણની બાટલી જેવા ચિહ્ન પર ક્લિક (આ જીમેલ લેબ્સનું ચિહ્ન છે) કરો.

૩. પછી, સ્ક્રોલ કરીને નીચે, Undo Send શોધી કાઢો. Enable રેડિઓ બટન પર ક્લિક કરો.

જીમેલ લેબ્સમાં અનડુ!

૪. નીચે Save Changes બટન દબાવીને જાઓ, ઇમેલ લખવા.

૫. જ્યારે પણ ઇમેલ મોકલશો ત્યારે તમને થોડીક સેકંડ્સ માટે (હા, માત્ર થોડીક સેકંડ્સ માટે જ) Undo માટેનો વિકલ્પ અપાશે.

Undo!

૬. મજા કરો!

યાદ રાખો કે સામેવાળાના ઇનબોક્સમાં ઇમેલ પહોંચ્યા પછી કોઇના બાપાની તાકાત નથી કે ઇમેલને પાછો લાવી શકે!!

😉

૫૦૦ પોસ્ટ્સ !!!

* આ સાથે આ મારા બ્લોગનાં ૫૦૦ પોસ્ટ પૂરા થાય છે!

મુસાફરી ઘણી લાંબી ચાલી છે. ૨૬ માર્ચ, ૨૦૦૬માં પ્રથમ પોસ્ટ સાથે ચાલુ કરેલ બ્લોગ થોડા સમય પહેલાં આંગણવાડી ઉર્ફે પ્લે-ગ્રુપ પૂરુ કરીને બાલમંદિર ઉર્ફે નર્સરીમાં પ્રવેશ્યો છે!

૧૦૦ પોસ્ટ થયાં:  એપ્રિલ ૭, ૨૦૦૭ ના રોજ. સમયગાળો: ૧ વર્ષ, ૧૧ દિવસ.

૨૦૦ પોસ્ટ થયાં: માર્ચ ૯, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૧૧ મહિના, ૨ દિવસ.

૩૦૦ પોસ્ટ થયાં: ઓગસ્ટ ૧૧, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: પ મહિના, ૨ દિવસ.

૪૦૦ પોસ્ટ થયાં: ડિસેમ્બર ૧૮, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૪ મહિના, ૭ દિવસ.

૫૦૦ પોસ્ટ થયાં: એપ્રિલ ૨૧, ૨૦૦૯ ના રોજ. એટલે કે આજે! સમયગાળો: ૪ મહિના, ૦ દિવસ.

આ દરમિયાન ૧,૬૯૯ ટીપ્પણીઓ અને ૧૦,૧૨૨ સ્પામ ટીપ્પણીઓ મને મળી છે.

મેં ૫૧૯ ટેગ્સ અને ૨૪ વર્ગો (કેટેગરી) નો ઉપયોગ કર્યો છે.

… અને હા, ૫૫,૯૮૨ જેટલી વખત લોકોએ મુલાકાત પણ લીધેલ છે.

સૂર્યાસ્ત

(ચિત્ર: વિકિપીડિયામાંથી)

* ઓરેકલે સન માઇક્રોસિસ્ટમને ખરીદી લીધા પછી સનનો સૂર્યાસ્ત સિવાય બીજુ શું નામ આપી શકાય? સોલારિસ, જાવા, ઓપનઓફિસ, MySQL – હવે જોવાનું રહેશે કે આ બધાનું શું થાય છે! જો કે એકંદરે LWN ના જોનાથન કોરબેટના આ લેખ પ્રમાણે લિનક્સ અને ઓપનસોર્સ માટે આ સારી વાત છે!