છેલ્લી અપડેટ એટલે કે અપડેટ્સ – ૧૧૮

* લ્યો ત્યારે, છેલ્લી અપડેટ્સનો લ્હાવો લો.

* છેલ્લાં થોડાં દિવસોથી અત્યંત વ્યસ્ત છું. પ્લાન કે અપ્લાનમાં લખ્યા મુજબ કોઇ ધાર્યુ કાર્ય થયું નથી એટલે એકાદ બંગાળી તાંત્રિકબાબાની પાસે નવાં વર્ષમાં મુલાકાત લેવામાં આવશે તેવો પ્લાન છે.

* કવિન અત્યારે તેનું વેકેશન ભરપૂર માણી રહ્યો છે. ક્રિસમસનું વેકેશન અહીં સામાન્ય છે, અને સરવાળે મને તો સમયનો બગાડ લાગે છે, કારણ કે એટલી રજાઓ દિવાળીમાં ઓછી થઇ જાય છે વત્તા ઉત્તરાયણ યોગ્ય રીતે માણવા મળતી નથી (પછીનાં અને આગલાં દિવસોમાં પરીક્ષાઓ છે એવું જાણવા મળ્યું છે!)

* ચિરાગભાઇની ચાણક્ય મંત્ર મંગાવવામાં આવી છે અને તેની રાહ જોવાઇ રહી છે.

તો, ૨૦૧૪નાં નિર્ણયોથી આ પોસ્ટનો અંત લાવીએ?

૧. કોઇ પ્લાન ન કરવો. પ્લાનનો પણ પ્લાન ન કરવો.

૨. બોલીવૂડ મુવીઓ ન જોવાં.

૩. બ્લોગ પર વધુ ધ્યાન આપવું.

૪. કેટલાંક પ્રોજેક્ટ્સ પડતાં મૂકવાં. ફોકસ.

૫. ફોક્સ જેવાં લોકોથી દૂર રહેવું કે પછી કંટાળીને જાતે જ ફોક્સ બનવું.

૬. કંઇક નવું શીખવાને બદલે, જે છે તેના પર વધુ ધ્યાન આપવું.

૭. દોડવાનું-સાયકલિંગ ચાલુ રાખવું. તેનાં અલગ ધ્યેયો છે, જે પછી ક્યારેક.

૮. વિશલિસ્ટ અપડેટ કરવું!!

તો, હેપ્પી નવું વર્ષ. આવતાં વર્ષે મળીશું.

પ્લાન કે અપ્લાન?

* છેલ્લાં એક અઠવાડિયાંથી જેટલાં પણ પ્લાન બનાવી રહ્યો છું તેટલા ચોપટ થાય છે (ચોપાટ નહી, કારણ કે આપણે લાસ વેગાસમાં નથી!). આજે વળી, ૩૫ કિલોમીટર દોડવા માટે એસ્સેલ વર્લ્ડ જવાનો કાર્યક્રમ સાઇડમાં મૂક્યો. સવારે ઉઠ્યો ત્યારે કમરમાં થતો દુ:ખાવો બોલ્યો અને દોડવાનું કેન્સલ કર્યું. પછી, મોડા-મોડા થયું કે ચાલો થોડું દોડીએ એટલે માંડ-માંડ ૨૨ કિલોમીટર દોડ્યો. ઘરે આવ્યો ત્યારે ૧૦.૩૦ થઇ ગયા હતા. આ સિવાય અઠવાડિયામાં બીજા કેટલાં પ્લાન કેન્સલ થયા એની ગણતરી કરીએ તો કંટાળી જવાય તેમ છે. માથેરાન જવાનું નક્કી કર્યું, ટિકિટ બુક કરાવી (ટ્રેન). ક્લિઅરટ્રીપે થોડી વાર પછી ના પાડી કે તમારી ટિકિટ કેન્સલ થઇ છે. રામ, રામ.

એટલે હવે, ૨૦૧૪માં કોઇ પ્લાન કરવામાં આવશે નહી. પ્રભુને ગમે તે ખરું 😉

PS: અમદાવાદ હાફ-મેરેથોન અને મુંબઇ મેરેથોનનો પ્લાન સાબૂત છે!

અપડેટ્સ – ૧૧૭

* અને, પછી અમે બધાં નેશનલ પાર્કમાં જઇ આવ્યા. કવિનને મજા આવી ગઇ. ત્યાં જઇને, કાચી કેરી, સ્ટાર ફ્રુટ અને બોર ખાવાની મજા આવી. કાન્હેરી કેવ્સ કે બીજે ક્યાંય જવાયું નહી, પણ કવિને બહુ મસ્તી કાઢી. ફોટાઓ અહીં છે.

* એજ દિવસે સાંજે કોમિકકોનની મુલાકાત લેવામાં આવી. વોલેટ લીધું અને વોલેટ હળવું કર્યું 🙂

* રવિવારે, પાછી લોંગ-લોંગ રન. માનનીય મુખ્યમંત્રીને કારણે NCPA<–>શિવાજી પાર્કનો કાર્યક્રમ પડતો મૂકીને આરે કોલોનીમાં દોડવામાં આવ્યું. ખરેખર, શિયાળો ત્યાં જ છે. દોડ્યા પછીનો બ્રેકફાસ્ટ અત્યંત મજાનો રહ્યો, પણ થોડો થાક લાગ્યો એટલે લિનક્સ યુઝર ગ્રુપનો કાર્યક્રમ પડતો મૂકવો પડ્યો, જે અત્યંત દુ:ખદ વાત ગણાવી શકાય કારણ કે હું ત્યાં ડેબિયન ઉપર ટોક આપવાનો હતો.

* અમદાવાદ ખાતે, મેકરફેસ્ટમાં જવાનું છે.

વૉક ફોર બ્લોગબાબા!

* બ્લોગબાબા સીરીઝ ઇઝ બેક!

મને ક્યાંક કહેવામાં આવ્યું કે ‘ટેક અ વૉક’ તો, પછી અમે કેમ ન ચાલીએ? કેમ ન દોડીએ? કેમ ન ઉડીએ? તો હવે, અમદાવાદ-સાબરમતી મેરેથોન સુધી દરરોજ એક કિલોમીટર હું ચાલીશ (રનિંગ અને સાયકલિંગની સાથે-સાથે) અને જેટલા કિલોમીટર થાય એટલા પૈસા (હા, રુપિયા નહી) બ્લોગબાબાના ખાતામાં જમા કરાવીશ. તમે પણ આ નેક-ઉમદા કાર્યમાં મદદ કરીને તમારો યથાશક્તિ ફાળો શકો છો. કેવી રીતે? તમે ચાલેલા કિલોમીટરના પૈસા પણ હું આપીશ તેવી ખાતરી આપું છું.

તમે આ ફોર્મમાં તમારી વિગતો ભરી અપડેટ કરતાં રહેજો. યાદ રાખજો, છેલ્લી તારીખ છે – ૦૫ જાન્યુઆરી, ૨૦૧૪!

આભાર.

PS: બાબાજી કી જય હો!

અપડેટ્સ – ૧૧૬

* વર્ષો પછી નેશનલ પાર્કમાં સાયકલ લઇને ગયો અને મજા આવી ગઇ (હવે કવિન અને હું જોડે જઇશું!). સાયકલિંગમાં બીજી અગત્યની ઘટના જોઇએ તો કવિને તેની સાયકલનું આગલું ટાયર નીકાળી નાખ્યું. સદ્ભાગ્યે, કંઇ થયું નહી પણ, મને વિચાર આવે છે કે વર્ષોથી સાયકલ ચલાવવા છતાં (ઉંમર વર્ષ આશરે: ૬ થી ૧૮) મારે ક્યારેય આવી ઘટના બની નથી. ઘટનાનો ફોટો પાડવાનો રહી ગયો. હવે તો, સર્વિસ મસ્ટ જ છે.

* મુંબઇ મેરેથોન નજીક (૧૯ જાન્યુઆરી એટલે કે એક મહિનો બાકી!) છે, અને તૈયારી સારી છે, તેમ છતાંય જોઇએ તેવી નથી. પણ, ગઇ સાલ કરતાં તો ઘનું-ઘનું સારું દોડવામાં આવશે 🙂

* વેકેશન પણ નજીક છે, પણ હજી કોઇ પ્લાન બનાવ્યો નથી અને બનશે તેવું પણ લાગતું નથી, કારણ કે મારે રજાઓ નથી.

* આજની વેબ કડી: ફેસબુક યુગનો અંત?

આ અઠવાડિયાનાં પુસ્તકો – ૬

* સૌ પ્રથમ તો જાગ્રત શાહનો આભાર. તેમણે મારાં વિશલિસ્ટમાંથી જોઇને (કદાચ?) સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ મોકલ્યા.

* બાકીનાં એમેઝોન.ઇનમાંથી,

૧. શૈલજા સાગર – અશ્વિની ભટ્ટ
૨. કરામત – અશ્વિની ભટ્ટ. આમાં થયું એવું કે કમઠાણ એ કોકીને બહુ ગમી એટલે તેના માટે ખાસ મંગાવવામાં આવી (હેલ્લો: ચિરાગભાઇ!!)
૩. Remote – Jason Fried & David Heinemeier Hansson (37 Signals વાળા લોકો)
૪. Classic Satyajit Ray
૫. Hogwards Library (૩ પુસ્તકો: The Tales of Beedle The Bard, Quiddich Through The Ages અને Fantastic Beasts & Where To Find Them નો સમૂહ.)

હવે આમાંથી ૧ અને ૨ તો વાંચેલી જ છે. ૩ અને ૫ ની Beedle The Bard શરુ કરી છે.

અપડેટ્સ – ૧૧૫

* થોડા સમય પહેલાં લખેલું કે Nexus 5 લેવો છે. તો લઇ લીધો 😉 ૫મી એ ઓર્ડર આપ્યો, ૭મી બપોરે તો આવી ગયો. કિટકેટ સરસ છે, પણ ફોનમાં મોટી ખામીઓ કે મારા મતે,

મર્યાદાઓ?

૧. બેટરી કે મેમરી કાર્ડ બદલી ન શકાય. ૩૨ જીબી જ મળે.
૨. માઇક્રો સીમ કાર્ડ
૩. ગુજરાતી ફોન્ટ હજી ડિફોલ્ટ નથી. ખરાબ, અતિશય ખરાબ.
૪. કેમેરો ઠીક-ઠીક છે.

સારી વસ્તુઓ?

૧. ડિસ્પ્લે.
૨. ૨.૩ ગીગાહર્ટ્ઝ ક્વાડકોર પ્રોસેસર.
૩. ૨ જીબી રેમ.
૪. ગુગલનો સપોર્ટ.
૫. NFC, સરસ અવાજ વગેરે.

* ગયું અઠવાડિયું રનિંગ-સાયકલિંગ માટે સારું ગયું. ગોઆ મેરેથોન મિસ કરી, પણ રવિવારે સરસ હાફ-મેરેથોન દોડવામાં આવી. હજી વધુ મહેનત કરીશ તો ૨ કલાકની અંદર હાફ-મેરેથોન દોડી શકાય તેમ છે. હવે પછી, અમદાવાદ-સાબરમતી હાફ-મેરેથોન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે જાન્યુઆરીનો પ્રથમ વીક-એન્ડ ત્યાં છું.

* ફ્લિપકાર્ટ v/s એમેઝોન.ઇનની લડાઇ ચાલી રહી છે. ટેસ્ટિંગ માટે એમેઝોન.ઇનમાંથી પાંચેક પુસ્તકો મંગાવ્યા છે, અને ૨ પુસ્તકો સુધીનો અનુભવ ખરાબ રહ્યો છે. હવે બાકીનાં ૩ નું શું થાય છે? રામ જાણે.

* કવિન અને મારી – બન્નેની – સાયકલ હવે સર્વિસ માંગી રહી છે. આજ-કાલમાં જવું જ પડશે.

શાંતિ રાખો!

* એટલે કે,

શાંતિ રાખો, અને લખ્યા કરો!

સિંગાપોરથી લીધેલી એક સરસ વસ્તુ. જે ખરેખર તો કાગળના નાનકડાં ટુકડાઓનો જથ્થો જ છે. વેચવું હોય તો ગમે તે વેચાય. એક પુસ્તક દેખ્યું. કોરું. હા, બિલકુલ કોરું. નામ? એલિસ ઇન વન્ડરલેન્ડ. અંદર તમારા સ્વપ્નાઓ વિશે લખવાનું. એમ તો લેવાનું મન થઇ ગયું, પણ દેશી હિસાબ પ્રમાણે એટલાં રુપિયા ખર્ચવા વ્યર્થ ન લાગ્યા અને મારાં સ્વપ્નાઓ ઉપર ટેમ્પરરી-કામચલાઉ પૂર્ણ વિરામ મૂકાઇ ગયું 😉

અપડેટ્સ – ૧૧૪

* છેલ્લાં બે મહિનામાં બ્લોગની આવૃત્તિ ૮ પોસ્ટ્સ/મહિનો પર આવી ગઇ છે અને લાગે છે કે આવું હજુ થોડા વધુ વર્ષો સુધી ચાલુ રહેશે (એટલે હું ૪૨ નો ન થાઉં ત્યાં સુધી. કોઇક જ્યોતિષે મને કહેલું કે તમે ૪૨ વર્ષ જીવશો. લો ત્યારે, ૪૨ આપણો ફેવરિટ નંબર!).

* પાછાં આવતાં એઝ યુઝયલ, એર ઇન્ડિયાનું વિમાન મોડું હતું. કસ્ટમ વાળાઓએ મારી લાવેલી ચોકલેટ્સ કે રમકડાંઓ પર ધ્યાન ન આપ્યું, એ બદલ તેમનો આભાર અને ખાસ આભાર કૃનાલભાઇનો જેમણે મને સિંગાપોરની રાત્રિની ઝલક દેખાડી. લાગે છે કે, સિંગાપોરની મુલાકાત ભવિષ્યમાં વધતી જશે એટલે હવે મજા આવશે 😉 હજી થાક ઉતર્યો નથી તેમ છતાંય ગઇકાલે નવી ઘડિયાળનું સાયકલિંગ સાથે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આજે પણ પાંચેક કિલોમીટર રનિંગ વત્તા થોડું સાયકલિંગ પણ શરુ કર્યું છે. અમદાવાદ મેરેથોન એ મુંબઇ મેરેથોનની બહુ જ નજીક હોવાથી ‘મિસ’ થશે (જોકે હાફ-મેરેથોનનો પ્લાન છે).

* નવું સ્પાઇકગાર્ડ લાવવાનું છે – કોઇ સજેશન આપશો? એમ તો Nexus 5 પણ લેવાનો છે, પણ હજુ મન મારાં જૂનાં-પુરાણાં Galaxy R થી ઉઠતું નથી. નવાં ઉપકરણોમાં એપલનાં મેજીક માઉસ (જે હજી લિનક્સમાં ટેસ્ટ નથી કર્યું) અને મિનિજામબોક્સનો ઉમેરો થયો છે. સરસ વસ્તુ છે!

* બાકી, જીવનમાં અત્યારે તો દોડ-મ-દોડી છે. ડિસેમ્બરમાં એકાદ પ્રવાસનું આયોજન થઇ રહ્યું છે. વધુ વિગતો માટે જોતા રહો, આ બ્લોગ 😉