હમમ.. ચોકલેટ..

* છેવટે, એડ જ્યારે બંધ થઇ ત્યારે હું ડાર્ક ટેમ્પટેશન એક્સ ડીઓ સ્પ્રે લાવ્યો 😉 પણ હજી કંઇ નીચેની એડ જેવી અસર મળી નથી..

લો, હું તો કહેતો જ હતો..

.. કે ભાઇ, ગોધરા કાંડમાં ન.મો. અને સરકારનો કોઇ હાથ નથી.

બોલો, બોલો..

સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ: કેટલું બોલ્યા તમે, ઓ રાજ!

* બે-ત્રણ દિવસથી છાપાંઓમાં આવતી એડ અને ફરફરિયાંઓથી મારા મનમાં આ સવાલ ઉઠ્યો છે. જો તમે સ્પોકન ઇંગ્લિશનાં ક્લાસીસ ક્યારેય કર્યા હોય તો, તમે નીચેનું ફોર્મ ભરીને મને તમારો અમૂલ્ય ફીડબેક આપો.

મારું માનવું છે કે જો તમે ગમે તેટલા ક્લાસિસ કરેલ હોય, પણ તમારી આજુ-બાજુ લોકો અંગ્રેજી ન બોલે તો (અને પછી તેનાં કારણે તમે પણ), તમારા પૈસા પાણીમાં જ છે.

ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

શું થયું મારી મેકબુકનું?

* બોલો, શું થયું હશે, મારા મેકબુકનું..?

દિવ્યભાસ્કર: ઇન્ડિયા ટીવીના રસ્તે?

* હવે તો હદ થઇ. રાહુલ શું કરે છે કે ખાય છે તે સમાચારને હેડલાઇન બનાવવા તે તો સમજી શકાય કે ગાંધીકુંટુંબ-ભક્તિનો ભાવ છે. પણ ઓરકુટને મજાકની જગ્યાએ ગંભીરતાથી લઇ હેડલાઇન બનાવવા માટે હું હવે દિવ્યભાસ્કર અને ઇન્ડિયા ટીવીને સરખાં ગણી શકું છું. સવાર બગાડવાની સજા શું આપી શકાય? કદાચ નીચે પ્રમાણેની…

તમને દિવ્યભાસ્કરનું ઇપેપર વાંચવાની ઇચ્છા થતી હશે, પણ તેમાં લોગીન, રજીસ્ટ્રેશન જેવી મહેનત કરવી પડે છે. લોગીન કર્યા વગર હાઇ ક્વોલિટી પીડીએફ પાનાંઓ ડાઉનલોડ કરવા છે? તો વાંચો નીચેનાં પગથિયાંઓ:

૧. http://epaper.divyabhaskar.co.in પર જાવ:

૨. તમારા બ્રાઉઝરમાં પાનાંનો સ્ત્રોત જુઓ. દાત. ફાયરફોક્સમાં View–>Page Source અને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં View–>Source મેનુ વિકલ્પ. પછી તેમાં .PDF અથવા .pdf નામની શોધ કરો. (શોર્ટકટ કી: ctrl+f) જુઓ નીચેનું ચિત્ર:

૩. તમને આ પ્રમાણેની લીટી જોવા મળશે: epaperpdf\\24092008\\23cit-pg1-0.pdf

૪. હવે બ્રાઉઝરમાં આ પ્રમાણેની લિંક લખો, http://epaper.divyabhaskar.co.in/epaperpdf\\24092008\\23cit-pg1-0.pdf

એટલે કે http://epaper.divyabhaskar.co.in/ ની પાછળ જે પાનું જોઇતું હોય તેની લિંક મુકો. આ રીતે દરેક પાનાંમાં કરી તમે PDF ડાઉનલોક કરી શકો છો.

મજા કરો, અને દિવ્યભાસ્કર જરા સમજા કરો..

જેન્ડર: બે, ત્રણ કે વધુ?

* આપણે CV બનાવતી વખતે કે વેબસાઇટ ઉપર ફોર્મ ભરતી વખતે જેન્ડર કે સેક્સનું ડ્રોપડાઉન બટન પસંદ કરવું પડે છે. અત્યાર સુધી તમે વધુમાં વધુ મેલ, ફીમેલ કે આ બંનેમાંથી કંઇ નહી એવું પસંદ કર્યું હશે (!). પણ, આટલી બધી જેન્ડર? આજે જ જોયું..

ડીગ.કોમ નામની મસ્ત સાઇટનું આ પાનું છે, digg.com/register

ભાષાઇન્ડિયા.કોમ: ભોગ બની આક્રમણનો!

* ગઇકાલે એક મિત્રનાં લેપટોપમાં માઇક્રોસોફ્ટનું IME ઇન્સ્ટોલ કરવાનું હતું, તે ઘરે લઇને આવ્યો, પણ મારી પાસે IME હતું નહી એટલે ભાષાઇન્ડિયા.કોમ પર જઇને ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું. અને આ શું, ફાયરફોક્સે નીચે પ્રમાણેની મસ્ત ચેતવણી આવી!

અને છેવટે, આ સાઇટ શા માટે અટકાવાયેલ હતી? પર ક્લિક કરતાં સરસ માહિતી જાણવા મળી!

જય માઇક્રોસોફ્ટ!

૩૦ માં પ્રવેશ..

* આજે.

પણ, સાલું લાગતું નથી કે જીવનનાં આટલાં બધા વર્ષો પસાર થઇ ગયા! આજે કંઇ ખાસ પ્લાન નથી. ઘરે સાફ-સફાઇ કરાવવાની છે, હજી થોડું રંગકામ બાકી છે. સાંજે કદાચ ક્યાંક બહાર રખડવા જઇશ.

એકલા-એકલા બર્થ ડે પસાર કરવો ભારે હોય છે..

હા, રાત્રે એકાદ RC Bug ફિક્સ કરવાની ઇચ્છા છે.

લાચારી, આંસુ અને આપણે..

* બેંગ્લુરૂ, અમદાવાદ અને હવે દિલ્હી. ગઇકાલે રાત્રે બે વાગે જ્યારે સમાચાર જોયા ત્યારે દિલ્હીનાં બોમ્બવિસ્ફોટોની ખબર પડી..

આપણે તો ખાલી લાચાર બની આંસુ સારતા બેસી રહેવાનું અને નંગ જેવા આંતકવાદીઓ બોમ્બ ધડાકા અને ઇમેલ કર્યા કરે રાખશે? અને મૂર્ખદત્ત જેવી સરકાર ‘અમે કડક પગલાં લઇશું’ તેવાં વિધાનો દર વખતે કરે રાખશે?

ગુજકોક અને પોટા જેવા કાયદાઓ વિના કંઇ થવાનું નથી. આંતકવાદીઓને આખરે જોઇએ છે શું? કાશ્મીર? આપી દો અને કરી દો સરહદ સીલ. પછી તેમને ખબર પડશે કે સરકાર કેવી રીતે ચલાવાય છે.

આખરે મળ્યું!!

* હજારો પ્રયત્નો, પ્રાથનાઓ, મન્નતો, દુઆઓ પછી મને છેવટે ઘર (એટલે કે ભાડા પર) મળી ગયું છે. સારા વિસ્તારમાં છે અને એકંદરે સારું છે. હવે ગેસ કનેક્શન માટે પ્રયત્નો ચાલુ છે.

અને હા, અમદાવાદની કેબલ ચેનલ પર ગુટકાઓની એડ બહુ જ આવે છે. લાગે છે કે ઓલ ઓવર ગુજરાતમાં ગુટકા-તમાકુ વધારે ખવાય-વેચાય છે..