કહેવતો

# સોફ્ટવેરની કહેવતો:
* સોફ્ટવેર એન્જિનિયરીંગની કહેવતો: ભાગ-૧
* સોફ્ટવેર એન્જિનિયરીંગની કહેવતો: ભાગ-૨

# ગુજરાતીલેક્સિકોનમાં:
* કહેવત વિભાગ

# મને ગમતી કેટલીક કહેવતો, અલગ-અલગ સ્રોતોમાંથી:

* કોણે કહ્યું હતું કે,’ બેટા, બાવળિયે ચડજો?’
[ મૂર્ખ છોકરો બાવળિયે ચડી જાય છે અને તેને કાંટા વાગે છે ત્યારે તે ‘બાપા, બાપા’ કહી બૂમ પાડે છે અને તેનો બાપ આ પ્રમાણે વાક્ય બોલે છે. ]

* દુકાળમાં અધિક માસ.
[ગરીબ અથવા કમનશીબ માણસને દુ:ખો જ આવી પડે અથવા હાનિ જ થાય.]

* ગાંડી માથે બેડું.
[કદાચ સહીસલામત ઘેર આવે પણ ખરું અને રસ્તામાં ફોડી પણ નાખે. એટલેકે ઠેકાણા વગરની વાત.
સમાનાર્થી કહેવતો: અબી બોલા અબી ફોક. ગાડાનું પૈડું ફરે તેમ બોલીને ફરે.]

* અધૂરો ઘડો છલકાય.
[સમાનાર્થી કહેવતો: ભરમ ભારી અને ખિસ્સાં ખાલી. તમાચો રાખીને મો લાલ રાખવું.]

* સંગ તેવો રંગ.
[સમાનાર્થી કહેવતો: વાન ન આવે પણ સાન આવે.]

* અડધા પાપડ માટે નાત જમાડવી.

* મીણબત્તીઓનો ખર્ચ બચાવવા વહેલાં સૂઇ જાઓ અને પરિણામે જોડકાં બાળકો જન્મે તો એ કરકસર ખોટી કહેવાય.. [ચીની કહેવત]

* બે વસ્તુઓ નબળાઇ બતાવે છે : બોલવું ઉચિત હોય તે સમયે ચૂપ રહેવું અને મૌન ઉચિત હોય તે સમયે બોલવું. [ફારસી કહેવત]

82 thoughts on “કહેવતો

 1. કેટલીક રમુજી કહેવતોને પણ આમાં સમાવી લેવા જેવી છે.
  એક મને ખુબ ગમી હતીઃ

  બગાસુ ખાતા પતાસુ પડ્યું
  (વિના પ્રયત્ને મોટી સફળતા મળી જવી)

  કેટલીક કહેવતો બદલતા કાળ સાથે નવી ઊમેરાતી હોય છે, જેમ કેઃ

  મજબુરી કા નામ મહાત્મ ગાંધી
  ટ્યુબલઇટ થવી

  હેમંત

  Liked by 1 person

  1. ચોર નો ભાઇ ગંટી ચોર

   ડાહી સાસરે જાય઼ ને ગાંડી શિખામ ણ આપે

   ગરીબ ની ગાય઼ ને દાંત ન હોય઼

   ડોહી ઊંટ પર બેહી

   પ ટેલ ની ઘોડી પાદર સુઘી

   Like

 2. Sikar vakhate kutri mutrva jae….

  dasera na divase, ghoda ni dore…..

  saap mare to puro marvo…..

  garib nu kahelu bhikhari ni mane……

  Like

 3. ujad gam ma erando pradhan…….

  pyaar jukta nahi or bhaniya rukta nahi….

  vakhaneli khichadi dadhe varge……..

  vada ma bordi ni ne ___ ni dosti ni…….

  Like

 4. આજકાલ હું પ્રવાસે છુ – તમારા બ્લોગના… એક પછી એક કદમ ભરતો જાવ છું પછી – બાર વરસે બાવો બોલશે
  .
  .
  .
  રજ્ની અગ્રાવત

  Like

 5. અહિ “સંપ ત્યાં જંપ” વાંચીને મને શ્રી શાહબુદ્દિન રાઠોડની વાત યાદ આવી ગઈ – સાયકલ ત્યાં પંપ !

  Like

 6. ભાઇશ્રી કર્તિક
  અમારા કચ્છમાં એક કહેવત પ્રચલિત છે “અભાગિયેકે ઉઠતે કુતો ડાડે” (અભાગિયાને ઊંટ પર કુતરૂં કરડે.)
  એ કહેવત કેમ પડી એની વાત રસપદ છે.જુના વખતમાં કચ્છના અમુક ગામડાઓમાં વરૂનો ત્રાસ બહુ હતો.રાત પડે કે,બકરી કે ઘેંટાના બચ્ચા અથવા નાના વાછરડાને ખાવા માટે વરૂ ખેંચી જાય અને કાંઈ હાથ ન લાગે તો કુતરા તાણી જાય.એટલે સાંજ પડે બધા કુતરા ઘરોના છાપરાં પર બેસી જાય.(હજુ પણ વડવાઓ પાસેથી શિખેલી પ્રથા ચાલુ છે)
  એકવાર એક નર હટાણું કરવા ગામમાં પેઠો તો એક કુતરો ભસવા લાગ્યોને કરડવા માટે કુદ્કા મારવા લાગ્યો,આખર થાકીને પાછો વળી ગયો.ઓલ્યો નર બધુ કામ પુરૂ કરી પોતાને ગામ જતો હતો
  ત્યારે એક ઘરના છાપરા પર પેલો કુતરો બેઠો હતો.નરને કુબુધ્ધિ સુજી તેથી કુતરાને કહ્યું તારે મને કરડ્વું હતુંને?કહી પોતાનો પગ લાંબો કર્યો ને કુતરો તેને કરડ્યો.આમ અભાગિયાને ઊંટ પર પણ કુતરું કરડે.
  -અસ્તુ
  પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  Like

 7. ”ધુફારી”જી, આગળ રજનીભાઈએ જેની વાત કરી તે શાહબુદ્દીનભાઈ અહિં પણ યાદ આવ્યા. વનેચંદવાળી કૅસેટમાં જ છે કે “એક ભાઈને ડોકે કૂતરું કરડ્યું ને કોઈકે પૂછ્યું કે આમ કેમ તો કહે કે કૂતરું વંડીએ બૅઠું’તું!”!

  કાર્તિકભાઈ, કહેવતો તો ઘણી વૅબસાઈટ્સ પર સઁગ્રહિત છે પણ બધીની સમજૂતી અને ઉત્પત્તિ મળતી નથી. પણ ગુજરાત સમાચાર પર થોડી મળી તે અહિ (http://mafatlalakhatarawala.googlepages.com/index.htm) પર કહેવત-મંજૂષા નામે એકત્ર કરી છે તે જોઈ જવા વિનંતિ.

  Like

 8. bhagta bhoot ni langot bhali …

  chalto naar sada sukhi …

  baap eva beta ..vaad eeva teta..

  chokra naa paag parne thi .. vahu naa paag bare thi …

  mor naa inda ne chitrvaa naa pade …

  dedh (lower cast ) nu chokru dhokde raaji….

  shaant pani undaa bahu …

  mufat nu chandan ghaas maara lala…

  bagal maa choru ne gaam maa dhandhero…

  vaadi o vaadi rigna lahu bae chaar …lo dal talvadi tam tare loau dus baar !!!!

  salute to all gujju bros..

  Like

 9. Je khado khode te pade.
  Piliya ne badhe pilu j dekhay

  ek bahu saras che hindi ma che…..

  Jin khoja tin pahiya, gahare pani peth
  Jo baura duban dara , raha kinarey beth.
  (jene unda pani ma kudi ne moti khojwani himmat kari tene moti maliyu pan je murakh dubvana dare nahi kudyo eey kinareej betho rahyo

  Like

  1. સોરી. કોમેન્ટ કરનારનું ઈમેલ હું જાહેરમાં પ્રકાશિત ન કરું. કોમેન્ટ કરવી એ તમારી મરજી છે. ન લખવા માટે આભાર..

   Like

 10. ઉમર વધે છે એમ અક્કલ વધે છે. અક્કલ વધે છે એટલે લાંબી વાતને ટૂંકમાં કહેતાં આવડે છે. એ આવડે છે એટલે કહેવતોમાં રસ જાગે છે. વિશ્વભરમાં દરેક પ્રજા પાસે કહેવત છે. કહેવત બૃદ્ધિ કરતાં ડહાપણનો વિષય છે. મોટામાં મોટી વાતને નાનામાં નાની બંદિશમાં કહેવી હોય તો કહેવત અનિવાર્ય છે. કહેવત જીવનની તદ્દન નિકટ હોય છે. એનો લેખક હોતો નથી. એ જનતાની જબાન પર ઊગે છે અને માણસના દિમાગમાં સ્થિર થાય છે. ઘણી વાર થાય છે કે એક કહેવતથી વધારે સારી વાત કહેવાનો બીજો કોઈ માર્ગ છે? એક સ્પેનિશ કહેવત છે : ‘મૂછ વિનાનું ચૂંબન એ નિમક છાંટયા વિનાના ફુલ બોઈલ્ડ ઈંડાં જેવું છે!

  આપણે ઘણી કહેવતો વાપરીએ છીએ, જે અધૂરી છે અથવા ખોટી છે. મૂળ શબ્દો ક્યારેક જુદા હોય છે, ક્યારેક એ શબ્દો સદીઓથી ઘસાઈ ઘસાઈને આપણી પાસે આવે છે. અર્થહીન બની જાય છે અથવા અનર્થ કરે છે અથવા દ્વિતીય અર્થ કરે છે. અહીં થોડી કહેવતો લખી દૃષ્ટાંતો : (કૌંસમાં છે એ ભાગ ભુલાઈ ગયો છે.)

  * તમાશાને તેડું નહીં (ને બાવળિયાને ખેડું નહીં).

  * પારકે પૈસે પરમાનંદ (ને ખાઈપીને કરો આનંદ).

  * (આપવીંધેલું મોતી) નીવડે વખાણ.

  * આવ બલા પકડ ગલા ( એ બલાસે ભાગના ભલા).

  * અશક્તિમાન ભવેત્ સાધુ (અને કુબ્જા નારી પતિવ્રતા).

  * ઈન મીન ને સાડા તીન (આધા રહ્યા સો લિયા છીન, ફિર તીન કે તીન).

  * એક નૂર આદમી ને દસ નૂર કપડાં (હજાર નૂર ઘરેણાં ને લાખ નૂર નખરાં)

  * (કસાઈને ઘેર કુશળ) ને ધર્મીને ઘેર ધાડ.

  * કાશીનું કરવત (આડુંએ વહેરે ને ઊભુંએ વહેરે).

  * (ખરી બપોરે બણગું ને) પોપાંબાઈનું રાજ.

  * ખાટલે મોટી ખોડ (એ કે પરથમ ખોયો જ નહીં).

  * ખાધું પીધું તે આપણું (હાકળને ભર્યા ફોક, જીવ લઈ ગયો જમડો ત્યારે ખાઈ ગયા લોક).

  * નામ તેનો નાશ (ને કાગડા પામે વાસ).

  * દુકાળ ને વળી અધિક માસ (ભૂખ્યો ને વળી ટાઢી છાશ).

  * દિલ લગા ગધ્ધી સે તો (પદ્મિની કુબ્જા) (અથવા પરી કયા ચીજ હૈ).

  * ઢમ ઢોલ માંહે પોલ (ઉપર વાઘા ને માંહે નાગા).

  * ડુંગરા દૂરથી રળિયામણા (ને પાસ જાય તો બિહામણા).

  * ટકાના તેર (ને ઉપર બે માગ્યા).

  * ઝાઝા હાથ રળિયામણા (ને ઝાઝા મોં અદીઠ).

  * જંગલમાં મંગલ (ને વસતિમાં કડાકા).

  * ઠંડા પહોરના ગપાટા (કેટલાક ખાટા ને કેટલાક મીઠા)

  * (ધોલ્યા !) ધાડ આવા તો કે’ ધણીને ઘેર.

  * ન બોલ્યામાં નવગુણ (ને બોલે તો થાય અવગુણ) (કે બોલે તેમાં થાય ખૂન?).

  * જ્યાં ધણી-ધણિયાણી રાજી ત્યાં શું કરે (કોતવાલ ને) કાજી?

  * (ગરીબમાં ગરીબ બે) દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય.

  * ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગેય તેલંગ (ગાંગો તેલી નહીં).

  * ચોરનો ભાઈ ગંઠી ચોર (ઘંટી ચોર નહીં).

  * ન કરે નારાયણ (તે ગઢવી ગાડે ચડે).

  * છોરું કછોરું થાય (પણ માબાપથી કઠોર ન થવાય).

  * ગામ ત્યાં ઢેડવાડો (નદી ત્યાં ઓવારો).

  * ગોળાને મોઢે ગળણું બંધાય (ગામને મોઢે ન બંધાય).

  * નદી નાવ સંજોગ છે (કોઈનું છે ન કોઈ).

  * ગાંડી ગુજરાત (આગે સે લાત, પીછે સે બાત).

  * નાકા લીટી તાણી (કે નાક લીટી ?).

  * જે જાય જાવે તે (દાંતે દહીં ચાવે ને) કદી નહીં પાછો આવે.

  * (ચાર બેસે પાઘડી તો વાત કરે પાધરી), ચાર બેસે ચોટલા તો વાળી ઊઠે ઓટલા.

  * મા મૂળી (મૂળો નહીં)ને બાપ ગાજર.

  * બાંધી મુઠ્ઠી લાખની (ને ઉઘડતાં વા ખાય).

  * બોડી બામણીનું ખેતર (ને બાવો ટોયો).

  * રાઈના પાડ રાતે ગયા (કે ભાવ ?).

  * સોંઘી સુખડી ને સિદ્ધપુરની જાત્રા (સસ્તું ભાડું ને…?)

  * ખાલી ચણો વાગે ઘણો (ને તે ચણા પર દમામ ઘણો).

  * ઘઉં ખેત મેં, બેટા પેટ મેં ( ને લગન પાંચમનાં લીધાં).

  * ઘરમાં હાંલ્લેહાલ્લાં લડે (ને બહાર તો લાલજી મણિયાર).

  * ખોટો રૃપિયો ચમકે ઘણો (અને ભૂંડો ભૈયો ભડકે ઘણો).

  * ઘરડી ઘોડી ને લાલ લગામ (ને કોઈ નહીં આપે બે બદામ ને જુઓ રે ઘરડીના દમામ).

  * ધરમના કામમાં ઢીલ નહીં (ને અડબોથનો ઉધારો નહીં).

  * ધૂળધાણી (ને વા પાણી).

  * ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો (કે નહીં બહારવટનો).

  * નવી વહુ નવ દહાડા (ને તે જ કરે ત્રણ દહાડા).

  * ધૂળ પર લીંપણ (ને કાગળ પર બીબાં).

  * (તીન બોલાયે તેર આયે, હૂઈ રામકી બાની, રામભગત એમ ભણે કે) દે દાલ મેં પાની.

  * નહીં લેવા નહીં દેવા (ને કરો વાઘોડિયે વિવાહ).

  * વાતનું વતેસર કરવું (અને કાંટાનું કટેસર કરવું).

  * ખરી વાતમાં શાનો ખાર (માંગતું આપે તો શાને પાડ)?

  * (કબાડા ટાણે) તેરી બી ચૂપ ઔર મેરી બી ચૂપ.

  * જૈસી કરની વૈસી ભરની (હૂઈ, ન હૂઈ, કર દેખે).

  * કમજોર ઔર ગુસ્સા બહોત (માર ખાને કી નિશાની).

  * (કણબી પછવાડે કરોડ, ને કણબી કોઈ પછવાડે નહીં, પણ મૂળમાં મોટી ખોટ કે) ઉહુંનું ઓસડ નહીં.

  * અંધેર નગરી ગંડુ રાજા (બાર કોહરાં ને તેર દરવાજા) અથવા ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા).

  * અંધારી રાતે મગ કાળા (ને નહીં જણાય સસરા કે સાળા).

  * એક મ્યાનમાં બે તલવાર નહીં માય (અને એક મુલકમાં બે બાદશાહ નહીં સમાય).

  * અલેલ ટપ્પુ (ઘેર મુકામ).

  * (અચ્છે દિન પીછે ગએ, ઔર હરસૂ કિયો ન હેત, અબ પછતાએ ક્યા હોવે કે) ચીડિયાં ચુન ગઈ ખેત.

  * (જો મૈં એસો જાનતી કે પ્રીત કિયે દુઃખ હોય, નગર ઢંઢેરો પીટતી કે) પ્રીત ન કિજો કોઈ.

  * આંધળા સામે આરસી (હિંદ ઘેર પારસી, માંદા પાસે લાપસી, બહેરાની વાતે ટાપસી, સંન્યાસી પાસે નાલસી, ખોટા સામે ખાલસી).

  * જાનમાં કોઈ જાણે નહીં ને હંુ બી વરની ફૂઈ (ગાડામાં કોઈ લિયે નહીં ને દોડી દોડી મૂઈ).

  આવી કહેવતો બેશુમાર છે, જેનો એક જ ભાગ કે હિસ્સો વધારે વપરાય છે અને બાકીનો હિસ્સો અવપરાશને લીધે કે કાળક્રમે લોપ પામ્યો છે. જોકે હવે પહેલો ભાગ કે હિસ્સો પણ ધીરે ધીરે લોપ થતો જાય છે…!

  ક્લોઝ અપ :

  થોડી વિદેશી કહેવતો :

  * ગમે તેટલું ઊંચું વૃક્ષ હોય, નાનામાં નાની કુહાડી ઉપર સુધી પહોંચી શકે છે (ચાઈનીઝ કહેવત).

  * જે ગુસ્સે થઈ શકતો નથી એ મૂર્ખ છે, જે થતો નથી એ ડાહ્યો છે (ઇંગ્લિશ).

  * મૃત્યુ પીંછા કરતાં હલકું છે, જીવન પહાડ કરતાં વજનદાર છે (જાપાનીઝ).

  * જરાક બૃદ્ધિવાળા મૂર્ખ સૌથી વધારે તકલીફ આપે છે (ફ્રેન્ચ).

  * લડાઈ કરવાની કે પરણવાની કોઈને સલાહ આપવી નહીં (સ્પેનિશ).

  * ધોળા વાળ ઉંમરની નિશાની છે, ડહાપણની નહીં (ગ્રીક).

  * એક વાર પરણવું ફર્જ છે, બીજી વાર ભૂલ છે, ત્રીજી વાર પાગલપણું છે (ડચ).

  * સ્ત્રી લગ્ન પહેલાં રડે છે, પુરુષ પછી (પોલેન્ડની પોલીશ).

  * કિસ્મતવાળાને દરિયામાં ફેંકી દો તો મોઢામાં માછલી પકડીને એ ઉપર આવશે (આરબ).

  * ખીલેલું ફુલ દસ દિવસથી વધારે રહેતું નથી, જીવતો માણસ દસ વર્ષથી વધારે સત્તા પર રહેતો નથી (કોરિયન)
  ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો

  ભાંગ્યો તોય આદમી. ગાડું તોય તેલ.
  દુધ ને દીકરા, બધુંય છે.
  આંધળીને પાથરતાં વ્હાણું વાય.
  એવું કેવું રળવું કે, દીવો મુકીને દળવું. ( ખર્ચ બચાવવા અંધારામાં દળવું.)
  ડાહી બાઈને તેડાવો, ને ખીરમાં મીઠું નખાવો.
  ડાહી સાસરે નો જાય, ને ગાંડીને શીખામણ દે.
  વગર જણ્યે સુવાવડ શેં વેઠવી? ( કોઈ જાતના લાભ વગર બીજા માટે કેમ દુખ વેઠવું ? )
  કરવા ગઈ લાપસી,
  ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો
  સાત સુવાવડ સારી પણ એક કસુવાવડ ભુંડી.
  છોકરાં ધવડાવ્યે મોટાં થાય છે, રમાડ્યે નહીં.
  જણનારીનાં દખ જણનાર જાણે.
  મા કરતાંય વધારે હેત દેખાડે ઈ ડાકણ હોય.
  ‘જુ’ના પેટમાં લીખ જ પાકે.
  એક તોલડી તેર વાનાં માંગે.
  પરણ્યાને પાળે ને જણ્યાને જીવાડે ઈમાં શું નવાઈ?
  માવતર ગલઢાં થાય; માવતરનાં હેત ગલઢા નો થાય.
  હું પહોળી ને શેરી સાંકડી.
  દીકરાના પાડની દીકરી છે.
  ભાંગ્યો તોય આદમી; ગાડું

  Like

  1. hi very good list

   I am collecting all the gujarati proverbs
   i want to use this in my blog if you dont mind.

   Regards
   Vaibhav

   Like

 11. દીકરી ને ગાય દોરે ત્યાં જાય (જૂની)
  દીકરી ને ગાય ફાવે ત્યાં જાય ને ભાવે તે ખાય (નવી)

  ઘરડાં ગાડાં વાળે (નિષ્ફળ જતું મિશન સફળ બનાવે- જૂની)
  ઘરડાં ગાંડા કાઢે (ઉમ્મર વધતાં બાળક જેવું વર્તે-નવી)

  ધીરજનાં ફળ મીઠાં (જૂની)
  ધીરજના ફળ એઠાં (નવી)

  ઘો મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય (જૂની)
  પ્રજા મરવાની થાય ત્યારે લોકશાહી રચાય (નવી)

  ખાડો ખોદે તે પડે (જૂની)
  ખાડો ખોદે તે રળે (રળે-કમાય, નવી)

  Like

 12. સોલિડ,આ પાનું ગમ્યું.ટૂંક સમયમાં મારા બ્લોગ પર ચોટદાર કહેવતો રજૂ કરીશ.

  Like

 13. # અક્કરમીનો પડીઓ કાંણો
  # અક્કલ ઉધાર ન મળે
  # અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
  # અચ્છોવાના કરવાં
  # અજાણ્યા પાણીમાં ઉતરવું નહિ
  # અજાણ્યો અને આંધળો બેઉ સરખા
  # અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય
  # અતિ ચીકણો બહુ ખરડાય
  # અતિ લોભ તે પાપનું મૂળ
  # અણીનો ચૂક્યો સો વરસ જીવે
  # અધૂરો ઘડો છલકાય ઘણો
  # અન્ન અને દાંતને વેર
  # અન્ન તેવો ઓડકાર
  # અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
  # અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
  # અવળે અસ્ત્રે મૂંડી નાખવો
  # અંગૂઠો બતાવવો
  # અંજળ પાણી ખૂટવા
  # અંધારામાં તીર ચલાવવું
  # અંબાડીએ બેસીને છાણાં ન વિણાય

  Like

 14. -RAND GANDI NE ENA LUGHADAYE GANDA.
  -KHAY ENU GAY.
  -GAM MA GHIDI 6ODE, TYARE OZO GADHADI 6ODE.
  -RAND,GAND NE GADU RASTA VACHCHE AADU.
  -GHEE KHADHU NE TARAT CHIKTI.
  -UDATA SAP PAKADAVA NAHI.

  Like

 15. # અક્કરમીનો પડીઓ કાંણો
  # અક્કલ ઉધાર ન મળે
  # અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
  # અચ્છોવાના કરવાં
  # અજાણ્યા પાણીમાં ઉતરવું નહિ
  # અજાણ્યો અને આંધળો બેઉ સરખા
  # અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય
  # અતિ ચીકણો બહુ ખરડાય
  # અતિ લોભ તે પાપનું મૂળ
  # અણીનો ચૂક્યો સો વરસ જીવે
  # અધૂરો ઘડો છલકાય ઘણો
  # અન્ન અને દાંતને વેર
  # અન્ન તેવો ઓડકાર
  # અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
  # અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
  # અવળે અસ્ત્રે મૂંડી નાખવો
  # અંગૂઠો બતાવવો
  # અંજળ પાણી ખૂટવા
  # અંધારામાં તીર ચલાવવું
  # અંબાડીએ બેસીને છાણાં ન વિણાય

  Like

 16. Ak beeji kahevat aa badhee vanchatta vanchataa yaad aavee gaee: Shooddh Gujarati maan – Nasib maan swan vishtaa karee gayaa — Aaj kahevat surati gujarati maan – nasib maan kutraaa hagi gayyaa

  Like

 17. કાર્તિકભાઈ..સાચે મજા આવી ગઈ આ પોસ્ટ વાંચીને..લખતા રહેજો પ્લીઝ.,.આમ તો હું બહુ ઓછા બ્લોગ વાંચી શકુ છુ..પણ તમારો બ્લોગ મારા મનગમતા બ્લોગના લિસ્ટમાં છે..!!

  Like

 18. ચકલાં ચૂંથવાંનો ધંધો
  ચકલી નાની ને ફૈડકો મોટો
  ચકીબાઈ નાહી રહ્યાં
  ચડાઉ ધનેડું
  ચપટી ધૂળની ય જરૂર પડે
  ચપટી મીઠાની તાણ
  ચમડી તૂટે પણ દમડી ન છૂટે
  ચમત્કાર વિના નમસ્કાર નહિ
  ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
  ચા કરતાં કીટલી વધારે ગરમ હોય
  ચાદર જોઈને પગ પહોળા કરાય
  ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
  ચાલતી ગાડીએ ચડી બેસવું
  ચીભડાના ચોરને ફાંસીની સજા
  ચીંથરે વીંટાળેલું રતન
  ચેતતો નર સદા સુખી
  ચોર કોટવાલને દંડે
  ચોર પણ ચાર ઘર છોડે
  ચોરની દાઢીમાં તણખલું
  ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ
  ચોરની માને ભાંડ પરણે
  ચોરની વાદે ચણા ઉપાડવા જવું
  ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
  ચોરને ઘેર ચોર પરોણો
  ચોરનો ભાઈ ઘંટીચોર
  ચોરી પર શીનાજોરી
  ચોરીનું ધન સીંકે ન ચડે
  ચોળીને ચીકણું કરવું

  Like

 19. દગલબાજ બમણું નમે
  દગો કોઈનો સગો નહિ.
  દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.
  દયાની માને ડાકણને ખાય
  દયા ધર્મનું મૂળ છે.
  દળી, દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું
  દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે
  દાઝ્યા પર ડામ
  દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
  દામ કરે કામ અને બીબી કરે સલામ
  દીકરી તો પારકી થાપણ કહેવાય.
  દીકરી એટલે તુલસી નો ક્યારો.
  દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
  દીઠા દેવ ને પહોંચી જાત્રા
  દીવા તળે અંધારું
  દીવાલને પણ કાન હોય
  દીવો લઈ કૂવામાં પડ્યા
  દુકાળમાં અધિક માસ.
  દુ:ખનું ઓસડ દહાડા
  દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
  દુબળાં ઢોરને બગાં ઝાઝી
  દૂઝણી ગાયની પાટુ સારી
  દૂધ પાઈને સાપ ઉછેરવો
  દૂધ, સાકર, એલચી, વરીઆળી ને દ્રાક્ષ; જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ
  દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
  દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ
  દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય.
  દૂરથી ડુંગરા રળિયામણા.
  દે દામોદર દાળમાં પાણી
  દેખવું નહિ અને દાઝવું નહિ
  દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
  દેશ ફરો પરસદેશ ફરો ભાગ્ય વિના કૂદકો ભરો.
  દોડવું હતું ને ઢાળ મળ્યો
  દોરડી બળે પણ વળ ન છૂટે
  દોરી સાહેબના હાથમાં

  Like

 20. ન આવડે ભીખ તો વૈદું શીખ
  ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
  ન બોલવામાં નવ ગુણ.
  ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
  ન મામા કરતા કાણો મામો સારો
  નકલમાં અક્કલ ન હોય
  નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
  નજર ઉતારવી
  નજર બગાડવી
  નજર લાગવી
  નજરે ચડી જવું
  નજરે જોયાનું ઝેર છે
  નથ ઘાલવી
  નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
  નબળી ગાયને બગાઈ ઝાઝી.
  નબળો ધણી બૈરી પર શૂરો
  નમાજ પડતા મસીદ કોટે વળગી
  નમે તે સૌને ગમે.
  નરમ ઘેંશ જેવો
  નવ ગજના નમસ્કાર
  નવરો ધૂપ
  નવરો બેઠો નખ્ખોદ કાઢે
  નવાણિયો કૂટાઈ ગયો
  નવાણુંનો ધક્કો લાગવો
  નવી ગિલ્લી નવો દાવ
  નવી વહુ નવ દહાડા
  નવે નાકે દિવાળી
  નવો મુલ્લો બાંગ વધુ જોરથી પોકારે
  નવો મુસલમાન નવ વાર નમાજ પઢે
  નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે
  નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે”
  નસીબનો બળિયો
  નહિ ઘરના કે નહિ ઘાટના
  નાક ઊંચું રાખવું
  નાક કપાઈ જવું
  નાક કપાવી અપશુકન ન કરાવાય
  નાક દબાવ્યા સિવાય મોઢું ઉઘડે નહિ.
  નાક લીટી તાણવી
  નાકે છી ગંધાતી નથી
  નાગાની પાનશેરી ભારે હોય
  નાગાને નાવું શું અને નીચોવવું શું ?
  નાચવા જવું ને ઘૂંઘટો તણવો
  નાચવું ન હોય તો આંગણું વાંકુ.
  નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
  નાણું મળશે પણ ટાણું નહિ મળે
  નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
  નાદાનની દોસ્તીને જીવનું જોખમ
  નાના મોઢે મોટી વાત
  નાનુ પણ નાગનું બચ્ચુ.
  નાનો પણ રાઇનો દાણો.
  નામ છે એનો નાશ છે.
  નામું માંડવું
  નામ મોટા ને દર્શન ખોટાં
  નીચી બોરડી સૌ કોઇ ઝુડે.
  નીર-ક્ષીર વિવેક
  નેવાના પાણી મોભે ના ચડે
  નોકર ખાય તો નફો જાય, શેઠ ખાય તો મૂડી જાય

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s