તાલીમ

.. એટલે કે ટ્રેઇનિંગ. હવે ગોઆનું હાફ આયર્નમેન રજીસ્ટર કરાવ્યા પછી નવેસરથી પદ્ધતિસરની ટ્રેઇનિંગની શરૂઆત કરવામાં આવશે. ટ્રેઇનિંગ સૌથી મહત્વની વસ્તુ છે કે આપણે એમ થાય કે કોચ આ શું કરાવે છે? આ તો બહુ સરળ છે, મને આવડે છે, હું તો અનુભવી છું, આ તો બચ્ચા જેવું છે – આવા વિચારો મન પર કબ્જો કરે છે અને છેવટે ટ્રેઇનિંગમાં ૧૦૦ ટકા મન અપાતું નથી અને સરવાળે ટ્રેઇનિંગનો કોઇ અર્થ રહેતો નથી. મારા મતે,

૧. ટ્રેઇનર કહે તે જ કરવું.

૨. તમારું બધું શીખેલું ભૂલી જવું. કોરી પાટી થઇને જવું.

૩. પ્રશ્નો પૂછવા, પણ પૂછવા ખાતર ન પૂછવા.

૪. ટ્રેઇનર પર વિશ્વાસ રાખવો.

૫. ૧૦૦ ટકા સર્મપણ કરવું.

હવે થાય છે કે આ બધું થોડા સમય પહેલાં હું શીખ્યો હોત તો કેન્યન્સ જોડે દોડતો હોત 🙂

PS: મારા માટે તરવું (એ પણ દરિયામાં ૧.૯ કિમી) એ સૌથી મોટી ચેલેન્જ છે, અને મને ખાતરી છે કે એ જ મને આગળ રાખશે!

ગુગલ ટ્રાન્સલેટ – ૪

* જુઓ: , અને પોસ્ટ્સ. ટેસ્ટિંગ ટાઇમ!!

ગુગલ ટ્રાન્સલેટ

૧. કાકીએ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Kaki asked uncle to remove raw mango salad from a glass closet.

૨. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Aunt told the uncle that take a salad of raw mangoes from a glass closet.

૩. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Aunt told the uncle that take a raw mango salad from a glass closet.

૪. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો
ભાષાંતર: Aunt told the uncle that take a raw mango salad from a glass closet

૫. કાકી એ કાકા ને કહ્યું કે કેરીનું કચુંબર કાચના કબાટ માંથી કાઢો
ભાષાંતર: Aunt told the uncle that cut out the mango salad from the glass closet

યાન્ડેક્સ

૧. કાકીએ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Aunt at the aunt said that the glass closet from raw mangoes salad deleted.

૨. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Uncle the uncle said that the glass closet from raw mangoes salad deleted.

૩. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Uncle the uncle said that the glass closet from raw mangoes salad deleted.

૪. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો
ભાષાંતર: Uncle the uncle said that the glass closet from raw mangoes salad delete

૫. કાકી એ કાકા ને કહ્યું કે કેરીનું કચુંબર કાચના કબાટ માંથી કાઢો
ભાષાંતર: Aunt is Aunt nanny said that mangoes salad glass of the closet from deleted

🙂

મેડલ મેડલ

મેડલ મેડલ

ગઇકાલે ટાટા મુંબઈ મેરેથોન દોડ્યા પછી મેડલ મળ્યો. ઘરે આવીને જોયું તો બે મેડલ હતા. એક હતો ઇન્સિપરેશન મેડલ. એટલે જેણે તમને દોડવા માટે પ્રેરણા આપી હોય તેને આપવાનો. હવે ખાસ કરીને આ ફુલ મેરેથોન દોડવા માટે પ્રોત્સાહિત કરવા પાછળ એક જ જણનો હાથ હતો – કોકીનો! એટલે તેને જ આપી દીધો!

કોકી અને હું - બંનેના મેડલો સાથે

ડિસેમ્બરથી મારું રનિંગ કથળેલું હતું એટલે વસઈ-વિરાર ફુલ મેરેથોન જવા દીધી હતી. મને એમ કે પછી થોડું દોડીશ પણ અનેક બહાનાંઓના કારણે કંઇ એવું થયું નહી અને પછી કફ-શરદી-આળસ નડી. કોકીએ કહ્યું કે દોડ, જેટલું દોડાય એટલું દોડ. ધીમે-ધીમે દોડ. તો આપણે દોડ્યા અને પ કલાક ૧૩ મિનિટ અને ૨૫ સેકંડમાં મેરેથોન આરામથી પૂરી કરી. હા, વચ્ચે ગુંજનની વોટ્સએપ-કોલ પર આપેલી પ્રેરણાએ પણ મદદ કરી હતી, તેનો પણ આભાર!

ફિરંગીઓ

* થોડા સમય પહેલા મુંબઈ સાયકલિંગ એન્થુઆસ્ટિક (MCE) ગ્રૂપનું ૨૦૧૯નું કેલેન્ડર મળ્યું. સરસ ડેસ્ક કેલેન્ડર. દરેક પાનાં પર સાયકલ સંબંધિત ફોટો, કેલેન્ડર અને તેની પાછળ કંઇક સાયકલિંગ ટીપ્સ-ટ્રીક્સ અને અન્ય માહિતીનો ભંડાર. ખાટલે એક જ ખોડ – એક પણ ફોટો મુંબઈના સાયકલિસ્ટનો નહી. બધાં જ ફિરંગીઓના ફોટાઓ. હું અહીં આ કેલેન્ડરનો ખાસ વાંક કાઢતો નથી, પણ આવું હવે દરેક રનિંગ-સાયકલિંગ ઇવેન્ટ કે જીમ-બોડીબિલ્ડિંગમાં વધતું જતું જોવા મળે છે. લોકો હજુ પણ ધોળી ચામડીથી અંજાઇ-આકર્ષી જાય છે!!

કેબલ – ૨

* ક્યાંક થી ૨૦૧૧ની આ કેબલ પોસ્ટ નજરે ચડી. તો યાદ આવ્યું કે એક મહિનો સંપૂર્ણ પણે નેટફ્લિક્સ-પ્રાઇમ પર જીવ્યા પછી અમે છેલ્લે ડિશ ટીવી પર પસંદગી ઢોળી. ૨૦૧૧માં અમે હકલા શાહરૂખના ડિશ ટીવી પર નાક ચડાવ્યું હતું એ જ ડિશ ટીવી અમારા ભાગે આવ્યું છે. હવે તો સૌ કોઇ સરખું જ છે. હા, બધું મોંઘું પણ છે, પણ હવે શું થાય? ટીવી તો જોવું જ પડે.

પણ, નેટફ્લિક્સ-પ્રાઇમે ટીવી ચેનલોની જે હાલત ખરાબ કરી છે તે જોઇને મનમાં મઝા આવે છે 🙂