આવજો, સિંગાપોર!!

* એમ તો આજે નહી પણ આવતી કાલે જવાનો છું, પણ આખરી રાત છે, કાલે ખબર શું થાય એટલે આજે સાંજે જ પોસ્ટ મૂકી દઉં છું. ઓકે, મજાક કરું છું. મોડે રાત્રે ઘરે પાછો આવીશ ત્યારે સામાન પેક કરવાનો હશે જ એટલે કોઇ પોસ્ટ કરવાનો સમય નહી મળે.

* તો શું કર્યું અહીં? થોડી શોપિંગ, થોડી પાર્ટી, થોડું કામ-કાજ. એકંદરે કામ-કાજ જ વધુ કર્યું, કારણ કે ઓફિસ તો ચાલુ જ હતી અને હું સિંગાપોર હોઉં કે સિંકદરાબાદ, કોઇ ફરક પડતો નથી. હા, તાપમાન પ્રમાણે મારો મૂડ બદલાય ખરો. અહીં ઓર્ચાડ રોડ થોડો ઝાકમઝોળ વાળો એટલે મજા આવી ગઇ. હજી પણ પેલી કાલની મેરેથોનની વાત યાદ આવે છે, તો અત્યંત દુ:ખ થાય છે.

* પરમ દિવસે, કુણાલભાઇને મળ્યો અને લિટલ ઇન્ડિયામાં બેઠા-બેઠાં સુખ, દુ:ખ, સિંગાપોર, ઇન્ડિયા અને ગામનાં ગપ્પાં માર્યા. પછી, મુસ્તફામાંથી થોડી મેન્ડેટરી શોપિંગ કરી અને પાછો આવ્યો. ડિનર સરસ રહ્યું. કેમેરો લઇ જવાનો ભૂલી ગયેલો. અહીં આવ્યા છતાંય, બહુ ઓછી છબીઓ લીધી છે, એ દુર્ભાગ્યની વાત છે. ટેકનિકલી, અહીંના જેટલા પણ પ્રવાસી આકર્ષણ છે ત્યાં ગયો જ નથી 😉 આજે કેટલાંક ખાસ રાત્રિ આકર્ષણોમાં જવાનો પ્લાન છે. મજા આવશે!

* ગઇકાલે હેકરસ્પેસ.sg ની મુલાકાત લીધી. સરસ લોકો. એક ડેબિયન ડેવલોપર અને બીજો એક જુનો ડેબિયન વાળો મળી ગયેલો. મોટાભાગના મલેશિયાના હતા, એટલે મલેશિયા v/s સિંગાપોરની ચર્ચાઓ અને પછી Archlinux vs/ Debian ની ચર્ચાઓ ચાલી. સરસ ડેઝર્ટ અને વાતો વાગોળતાં થોડું ફર્યા અને રાત્રે પાછો આવ્યો ત્યારે ઢગલાબંધ કામ પડ્યું હતું.

PS: સિંગાપોર મોંધુ છે!

PS ૨: થોડાંક ચિત્રો. ફરી પાછું ફ્લિકર મને ગમવા માંડ્યું છે!

૧૭ સવાલ

* સરસ લેખ. જુઓ, સૌરભ શાહનો લેખ http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=110385 સમય મળ્યે આ સત્તર સવાલોના જવાબ જાહેરમાં મૂકીશ. અરરર. જ્યારે હિંમત આવશે ત્યારે – જરૂર. અત્યારે તો કરેજ કાર્ટૂન જોઇ રહ્યો છું.

થેન્ક યુ, સૌરભભાઇ!

અપડેટ્સ – ૧૧૩

* આજ-કાલ સિંગાપોરમાં બેઠો-બેઠો સિંગ ખાઇ રહ્યો છું અને અત્યંત વ્યસ્ત (મોશી, મોશી) હોવાથી કોઇ નવી પોસ્ટ લખી શકાતી નથી. આ લખી રહ્યો છું ત્યારે મોઢાં અને માથામાં ભયંકર પરસેવો થઇ રહ્યો છું. કારણ કે, અહીં પંખો નથી અને એસીનું રિમોટ મળતું નથી (ઓકે, મને થોડી શરદી થઇ લાગે છે).

* સિંગાપોર સરસ છે, મોંઘું છે, ચોખ્ખું છે અને રહેવાલાયક છે. આજે પહેલી વાર અહીં નાનકડી દોડ કરી અને મજા આવી ગઇ. જોકે ભેજ બહુ હોવાથી મેરેથોન દોડવી અઘરી છે અને રે (અ)મારા નસીબ, પછી ખબર પડી કે ૧લી તારીખે સિંગાપોરમાં મેરેથોન છે 😦 હવે શું થાય? એ જ દિવસે તો અમે પાછાં આવવાનો કાર્યક્રમ બનાવીએ છીએ (અહીં અમે = હું, એમ ધારી લેવું!).

* થોડા દિવસોથી ઘણું શીખવા મળી રહ્યું છે. પાછા આવતી વખતે અહીં કરેલી ખરીદી કરતાં અહીંથી મેળવેલું જ્ઞાન વધુ કિંમતી હશે.

* આજનું અને આવતી કાલનું ડિનર સ્પેશિયલ છે. હવે થોડો બ્લોગ માટે સમય મળશે એટલે ફરીથી કાલે અને પરમ દિવસે પોસ્ટ આવવાની શક્યતા ખરી. ચાલો ત્યારે, આવજો. આજે સમય મળે તો અહીંની કોઇ પુસ્તકોની દુકાન શોધવી છે, અત્યાર સુધી જાણવા મળ્યા પ્રમાણે અહીં લોકોને બહુ વાંચવાનો સમય મળતો જ નથી. અને હા, ફોટાઓસ્ કાલે.

હેપ્પી એનિવર્સરી!

* શેની?

થેન્ક્સ, વર્ડપ્રેસ!!

અપડેટ્સ – ૧૧૨

* તો, કાલે પુને ખાતે ઓપનસોર્સ લેંગ્વેજ સુમિટ ૨૦૧૩ (એટલે કે ભાષા શિખર પરિષદ) ૨૦૧૩ પૂરી થઇ. ગુજરાતી પબ્લિકમાં હર્ષ અને સમ્યક મળ્યા. બહુ વાતો કરી, ચર્ચાઓ કરી અને છેવટે કંઇક નક્કર કાર્ય તરફ કદમ મંડાયા લાગે છે. આની બ્લોગ પોસ્ટ વિકિપીડિઆના બ્લોગમાં ટૂંક સમયમાં આવશે.

* નવું રનિંગ રમકડું: Garmin Forerunner 110. થેન્ક્સ ટુ, ચિંતન. તેનો ટેસ્ટ કરીને અહીં ૧૦ કિલોમીટર દોડવામાં આવ્યું (તે પહેલાં ૨૨ કિલોમીટરની દોડ પુને યુનિવર્સિટી ખાતે રાખેલી, તે પણ સરસ રહી!) હાર્ટરેટ બેલ્ટ પણ સરસ છે. થેન્ક્સ ટુ અલોલિતા – આ રનિંગ રમકડાંને અહીં લાવવા માટે.

ગારમિન ઘડિયાળ

* હજી લાંબા પ્રવાસો આવશે, અને પુનેમાં એકંદરે ઠંડક છે એટલે મજા આવે છે. જોકે હવે પછીના ત્રણેય દિવસ ઓફિસમાં જ બેસીને કામ કરવાનું છે. અત્યાર સુધી નેહલભાઇને જ મળી શકાયું છે. બાકી, બે દિવસ જોઇએ કે કોને-કોને મળવાનું બાકી છે.

અપડેટ્સ – ૧૧૧

* મંગળવાર મારા માટે સોમવાર છે, કારણ કે આ દિવસ ઢગલાબંધ મિટિંગ્સથી ભરેલો છે. ઓહ, મંગળવાર 😉

* કવિનને હજી વેકેશન છે અને તે પૂરા વેકેશન મૂડમાં છે. તેનો મૂડ વધુ આનંદિત બનાવવા તેને એક સરસ નવી સાયકલ અપાવવામાં આવી છે, જેનું ચિત્ર મારી સાયકલ જોડે નીચે પ્રમાણે છે!

સાયકલ, સાયકલ

* આગલા બે અઠવાડિયાં ભારે જવાના છે. એટલે કે બહુ જ મુસાફરી (એટલે કે, મારા પ્રમાણભૂત પ્રમાણે).

* ગુજરાતી ઇ-ચોપડીઓનું ટેસ્ટિંગ કિન્ડલમાં કરવામાં આવી રહ્યું છે, અને મને કિન્ડલની બેટ્રી લાઇફ બહુ ગમી છે. હજી ગુજરાતી ફોન્ટ્સનું રેન્ડરિંગ તૂટેલું-ભાંગેલું છે, પણ સરસ પ્રયત્ન છે. જુઓ, એકત્ર પ્રોજેક્ટ.

* રનિંગ – એક અઠવાડિયાંથી બંધ જેવું જ છે. સાયકલિંગ – પંકચરમાંથી હવે ટ્યુબ બદલાવી છે. કવિન જોડે ક્યાંક રાઇડ કરવાની ઇચ્છા ખરી, પણ તેનાં માટે હેલ્મેટ લાવવાની હજી બાકી છે!

એ આવ્યા અમે પાછાં!

* સૌ પ્રથમ સૌને હેપ્પી ન્યૂ યર એટલે કે સાલ મુબારક! એક અઠવાડિયાનાં વિરામ (અને થાક) પછી અમે પાછાં સહપરિવાર સુખેથી આવી ગયા છીએ. ઘરમાં વંદાઓનું રાજ પણ ખતમ કરી દેવામાં આવ્યું છે. પ્લમ્બર પણ આવીને ગયો, સવાર-સવારમાં દૂધવાળાએ રામાયણ કરી પણ એ સ્ટોરી બીજી પોસ્ટમાં.

એકંદરે વેકેશન સરસ ગયું. નવાં લીધેલાં P&S નો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. કોકીએ તેનાં ફેસબુકમાં એ ફોટાઓ અપલોડ કર્યા છે. ઔપચારિકતા ખાતર (અને લોકોને બતાવવા કે મને તરતાં નહી પણ તરવા જેવું કંઇક આવડે છે) અહીં એક ફોટો મૂકી રહ્યો છું 😉 વધુમાં મારું રનિંગ પણ સારું ચાલ્યું કહેવાય (૨૫ કિલોમીટરની એક ઇન્ટર-વિલેજ દોડ અને ૯.૫ કિમીની હિલ રન).

તરતો કાર્તિક મિસ્ત્રી
તરલ પદાર્થની જેમ તરતો હું

હવે, આખો નવેમ્બર મહિનો બીઝી-બીઝી છું. પોસ્ટની આવૃત્તિ છેલ્લાં મહિનાની જેમ ઓછી જ રહેશે, તેમ છતાંય ડ્રાફ્ટમાં ફિલમોની બે-ત્રણ પોસ્ટ્સ પેન્ડિંગ છે અને વેકેશનની પણ એકાદ પોસ્ટ થવાની શક્યતા છે.

અને હા, વેકેશનનો એક જ વાક્યમાં સાર કહેવો હોય તો, કવિનને જલસા પડી ગયા. બીજું કંઇ કહેવાની જરુર છે? 🙂

મોવેમ્બર

* ધવલભાઇએ બહુ સમય પહેલાં મોવેમ્બર વિશે [૧] લખેલું ત્યારે ખબર પડી કે આ એક સરસ અભિયાન છે. ત્યાર બાદ તેમણે વિકિપીડિઆમાં મોવેમ્બરનો લેખ [૨] ઉમેર્યો અને મને આ એક સરસ અભિયાનમાં જોડાવાની ઇચ્છા થતી હતી તેમ છતાંય કંઇ મેળ પડતો નહી. ઘરેથી મૂછો રાખવા પર પ્રતિબંધ, પણ આ વખતે નક્કી કર્યું કે હવે મૂછ નહી તો કુછ નહી. એટલે અહીં તમને મારા મોવેમ્બર અપડેટ્સ દર અઠવાડિયે જોવા મળતા રહેશે 😉

અને હા, આજથી ક્લિન ચહેરે શરુઆત કરી છે!

[૧] ધવલભાઇની મોવેમ્બર પોસ્ટ
[૨] https://gu.wikipedia.org/wiki/મોવેમ્બર
[૩] અમારી ટીમનું પાનું (ડચમાં)