પંકચર

છેલ્લી બે રાઇડ્સમાં ટ્યુબ પંકચરની બે ઘટનાઓ બની ગઇ છે. પહેલી રાઇડમાં તો ઘરથી ૧૫ કિમી દૂર હતો એટલે ફરજિયાત ટ્યુબ બદલવી પડી અને જોડે અનિરુદ્ધ હતો (એ જોકે હવા ભરતી વખતે થોડી વાર પછી એકદમ યોગ્ય સમયે આવ્યો) એટલે થોડી રાહત થઇ.

પણ બીજી ૧૦૦ કિમી ફાસ્ટ રાઇડનો પ્લાન ૪.૫ કિમીમાં જ ફૂસ થઇ ગયો. થેન્ક્સ ટુ મુંબઈના રોડ અને થેન્ક્સ ટુ લાઇનર વગર રેસિંગ ટાયર વાપરવાની ટેવ. હવે જૂનાં ટાયર પાછાં લગાવવા પડશે. પેરિસના રોડોની યાદોને ટેમ્પરરી માળિયા પર મૂકવી પડશે 😉

હાલમાં શનિવાર સુધી દોડવા પર ધ્યાન આપવામાં આવશે. SRT Ultra આવે છે!

કમન-સનસ

ઈ.સ. ૨૦૧૯માં પણ વર્ડપ્રેસ.કોમ ગુજરાતીમાં સરખા હેશટેગ દર્શાવી શકતું નથી!

દા.ત.

હવે ઉપરના #કોમન-સેન્સ ટેગ પર ક્લિક કરતાં..

કમન-સનસ ખરખર કોમન નથ હત 😉

KBC

ગઇકાલે સંદિપભાઇએ ધ્યાન દોર્યું કે અંગ્રેજી વિકિપીડિયાના KBC લેખ પરની ઓફિશિયલ વેબસાઇટ સ્પામ-બોગસ છે. લેખના ઇતિહાસ-હિસ્ટરીમાં જઇને જોયું તો લોકોએ વિકિપીડિયાનો ભરપૂર ફાયદો લઇને પોત-પોતાની બોગસ વેબસાઇટ્સ ઉમેરી હતી. ટૂંકમાં,

૧. લોકો લાલચુ હોય છે. ie ઇઝી મની જોઇએ છે.

૨. લોકો છેતરતા હોય છે અને છેતરાઇ જવામાં માહિર છે.

૩. વિકિપીડિયા એમના બાપનું માર્કેટિંગ ખેતર છે.

ગુજરાતી વિકિપીડિયામાં પણ આવા આક્રમણો થતા હોય છે. પણ, જ્યાં સુધી અમે છીએ, અમે યુદ્ધ ચાલુ રાખીશું! મને ખબર છે કે સ્પામ-માર્કેટિંગ-લાલચ-લોભનો અંત નથી, પણ આ જ જીવન છે 🙂

પ્રોજેક્ટ ટાઇગર ૨.૦

ભારતીય ભાષાઓના વિકિપીડિયામાં નવા લેખો બનાવવા માટે ગયા વર્ષની જેમ પ્રોજેક્ટ ટાઇગર ૨૦૧૯ એટલે કે પ્રોજેક્ટ ટાઇગર ૨.૦ સ્પર્ધા શરૂ થઇ છે. ગુજરાતી વિકિપીડિયાએ પણ આમાં ભાગ લીધો છે. આપેલા વિષયો પર નવાં લેખો બનાવવાના રહેશે. વિષયો અનુરૂપ અને ઓછામાં ઓછાં ૩૦૦ શબ્દો (અને ૯૦૦૦ બાઇટ્સ) અને સંદર્ભો સહિતના લેખો માન્ય ગણાશે. વધુ માહિતી માટે ગુજરાતી વિકિપીડિયાનાં Project Tiger Writing Contest/2019 પાનું જોઇ શકાશે.

આ વર્ષે હું તેમાં જ્યુરી બન્યો છું, પણ હું પણ તેમાં ભાગ લઇ શકું છું 😉

દશ એપ

દશેરાના દિવસે દશ એપ મોબાઇલમાંથી અનઇન્સ્ટોલ કરી. લાગે છે કે હજુ પણ બીજી દશ એપ દૂર કરી શકાય તેમ છે, પણ એ કામ હવે નવા વર્ષ પર રાખીશું!

અપડેટ્સ-૨૩૦

છેલ્લી અપડેટ્સ છેક ૧ ઓગસ્ટના રોજ લખી હતી અને આ અપડેટ્સ એમ તો ૧ ઓક્ટોબરના રોજ લખવાની હતી, પણ સમય બધાં માટે સરખો છે, છતાંય સાપેક્ષ હોવાને પરિણામે મને ઝડપી લાગે છે!

નવરાત્રિ ચાલે છે અને દર વર્ષની જેમ મને ગરબા આવડતા નથી પણ ૨૦૨૦માં ગરબા રમતા શીખવાનો ધ્યેય રાખ્યો છે. સાયકલિંગ આવડે તો ગરબા કેમ ન આવડે? PS: આજે લીલો રંગ છે/હતો.

સપ્ટેમ્બરમાં દુબઈનો નાનો પ્રવાસ-મિટિંગ થયો હતો, જે વિશે વિગતે લખવાનું રહી ગયું. ત્યાં મોટાભાગનો સમય ઓફિસની મિટિંગ્સમાં જ ગયો અને થોડું ઘણું ફરી લેવાયું. પ્રવાસી આકર્ષણો જેવા કે બુર્જ ખલીફા, રણ, સફારી મને એકદમ બોરિંગ લાગ્યા પણ પછી છેલ્લા દિવસે કોલેજ મિત્ર મુન્શીએ મને શોપિંગ કરાવી અને તેની જોડે વાતો કરવાની અને ફરવાની મઝા પડી ગઇ. લગભગ ૧૫ વર્ષ પછી અમે મળ્યા.

ઓક્ટોબરનો પ્રવાસ આર્યલેન્ડ વિઝાની આડોડાઇને કારણે પડતો મૂકાયો, તો સામે નવેમ્બરમાં બીજો પ્રવાસ ઉભો છે જ, એ થશે ત્યારે નક્કી કર્યું છે કે વિગતે પોસ્ટ મૂકવી. અને હા, હવે ફરી પાછું બ્લોગિંગ નિયમિત કરવાનું નક્કી કર્યું છે.

તો મળીએ, કાલે! 🙂