ઇન્ડિબ્લોગ એવોર્ડ ૨૦૦૬

* થોડીવાર પહેલાં જ પંકજભાઇનો ઇમેલ આવ્યો કે ઇન્ડિબ્લોગ એવોર્ડમાં હજી સુધી એકપણ બ્લોગ નોમીનેટ થયો નથી 😦 તો, તમે તમારો બ્લોગ આ રીતે નોમીનેટ કરી શકો છો.

૧. જો તમારું http://del.icio.us ખાતું ન હોય તો બનાવો.

૨. પોસ્ટ લિંક પર ક્લિક કરી, તમારાં બ્લોગનું url ઉમેરો. આ વિન્ડો ખુલ્લી રાખો.

screenshot2.png

૩. પછી, નવી ટેબ કે વિન્ડોમાં જઇ http://www.indibloggies.org/gentag.html પર જઇને તમને જોઇતાં ટેગ જનરેટ કરો. તેમાં જે છેલ્લો વિકલ્પ છે, તેનાં પર ક્લિક કરો, બાજુમાં એક વિન્ડો ખુલશે, તેમાં ગુજરાતી પર ક્લિક કરો.

screenshot3.png

૪. હવે, નીચે ટેક્સબોક્સમાં જે કંઇ ટેગ આવે તેને ctrl+c વડે કોપી કરી, તમારા http://del.icio.us ખાતાંમાં જઇને તમે ઉમેરેલા તમારાં બ્લોગનાં url નાં ટેગ વિકલ્પમાં તે ઉમેરી દો.

screenshot4.png

૫. સંપૂર્ણ!

screenshot1.png

વધુ માહિતી માટે અહીં જુઓ!

માઇક્રોસોફ્ટ વિસ્ટા!

* માઇક્રોસોફ્ટે ગઇકાલે તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ વિસ્ટાનું લોન્ચ કર્યું. ૫ સાલની મહેનત પછી પણ ન વાપરી શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે! તમે તેનો ઉપયોગ કરતાં પહેલાં, આ પાનું જરુરથી વાંચી લેજો. વિસ્ટામાં જે કહેવામાં આવ્યું હતું તે નથી! અને જો તમે તેની ઓરિજિનલ આવૃતિ લેશો તો, તે ઓનલાઇન રજીસ્ટર કર્યા પછી જ આગળ ચાલશે. ૫૧૨ એમબી થી ૧ જીબી રેમ જરૂરી છે. મોટાભાગનાં અત્યારનાં કાર્યક્રમો પણ તેને અનુકુળ નથી. તો, ફાયદો તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમને જ છે 🙂

* વિસ્ટા અને એક્સપીનાં ભુત-પ્રેતથી મુક્ત થવા માટે તમે અહીં જઇ શકો છો: goodbye-microsoft.com

* સુધારો: અને આ તો મજાનું કાર્ટુન છે!

The Windows Vista Ultimate Element

પુને ટ્રીપ અને ફ્રેકોનોમિક્સ

* શનિ-રવિ એક કોન્ફરન્સ ગ્નુનિફાય ૨૦૦૭ માં જવાનું થયું. બીજી વખત પુને ગયો અને આ વખતે મજા આવી ગઇ. સ્પીકર તરીકે અમને સરસ ટ્રીટમેન્ટ મળી. સરસ રીતે આખી કોન્ફરન્સને સાચવવામાં આવી હતી. હરિત કોઠારીને મળ્યો, અને મને ખુબ આનંદ થયો (ઇમેલ પર મિત્ર બન્યાં પછી રુબરુ મળવાની મજા અલગ જ હોય છે!). મારી ટૉક ડેબિયન લિનક્સનું પેકેજ કેવી રીતે બનાવવું? તેનાં પર હતી. તમે લિંક પરથી સ્લાઇડ પર ડાઉનલોડ કરી શકો છો! જો કે પ્રેક્ટિકલ વગર સ્લાઇડ્સ લગભગ નકામી જ છે 😦

* પુનેનો ટ્રાફિક બહુ ખરાબ છે!

* તમે ફ્રેકોનોમિક્સ બુક્સ વાંચી છે? ના વાંચી હોય તો જરુર વાંચજો. ઇકોનોમિક્સનું બેકગ્રાઉન્ડ હોવા છતાં વાંચવા જેવી બુક્સ છે. તમે તેનો બ્લોગ અહીં જોઇ શકો છો.

ક્રોસવર્ડમાં ગુજરાતી પુસ્તક ..

* વાહ, હવે ક્રોસવર્ડ મુંબઇમાં ગુજરાતી પુસ્તકો રાખવામાં આવે છે! અને આ વખતે હું ‘પેરેલિસિસ’ (ચંદ્રકાંત બક્ષી) લઇને આવ્યો!

* બધાને હેપ્પી ઉત્તરાયણ..

મારું મર્યાદિત વાંચન..

* આ વર્ષમાં નક્કી કર્યુ છે કે માત્ર ગુજરાતી પુસ્તકો જ વાંચવા. કોઇપણ સેલ્ફ-હેલ્પની ચોપડીઓ વાંચીને મગજ બગાડવું નહી. અને તે મુજબ મીનાબેને મને વિનેશ અંતાણીની બે નવલકથાઓ, ‘ઘાડ’ અને ‘પલાશવન’ આપી હતી. વધુમાં ‘અડધી સદીની વાંચનયાત્રા ભાગ ૪’ પણ હવે આવી ગયો છે તો, શનિ-રવિ નીકળી જશે. દુ:ખ સાથે કહેવું પડે છે કે, મુંબઇમાં આવીને મારું વાંચન કંગાળ થઇ ગયું છે અને બ્લોગ અને શનિ-રવિની પૂર્તિઓ સુધી (ચિત્રલેખાને હું વાંચન નથી ગણતો.. તે ટાઇમપાસ છે.) મર્યાદિત રહી ગયું છે. મીનાબેનનો આભાર!

અભિનંદન..

* તરકશ.કોમ દ્વારા આયોજિત ગુજરાતી બ્લોગર સ્પર્ધાનાં વિજેતાને મારાં હ્દયપૂર્વક અભિનંદન! ૨૦૦૬નું વર્ષ કદાચ ગુજરાતી બ્લોગરો માટે સારું કહેવાય. કારણકે, મોટા ભાગનાં બ્લોગ આ વર્ષે જ ચાલુ થયાં. હવે જોઇએ છીએ કેટલાં ચાલે છે, ટકી શકે છે, અને ગુણવત્તાવાળી સામ્રગી અત્યારની જેમ પીરસી શકે છે. ગુજરાતીઓ આરંભે શુરા હોય છે એટલે મને ડર લાગે છે…

* ૨૦૦૭ માં આ મારું પ્રથમ પોસ્ટ છે. સૌને નવાં વર્ષની શુભકામનાઓ.. આશા રાખું કે નવું વર્ષ તમારાં માટે જ્ઞાન અને સમૃધ્ધિ લઇને આવે.