યુનિવર્સિટીની વેબસાઈટ..

(સોર્સ: xkcd.com)

ચાઈનિઝ મોબાઈલ્સ: નવાં નામે…

* ટી-સીરીઝ, લાવા, માઈક્રોમેક્સ, વિડીઓકોન, ઈન્ટેક્સ, ફલાણો, ઢીંકણો.. અરે યાર, જબરજસ્ત મોબાઈલ છે આ તો. ડ્યુઅલ સીમ (ખાસ ખાસિયત), કેમેરા, વાઈ-ફાઈ, ઈમેલ, … મિત્રો – ચેતજો  – આ બધાં પેલાં ચાઈનિઝ મોબાઈલનું ડમ્પિંગ છુપાવવાના બીજા રસ્તાઓ છે. સરકારે પ્રતિબંધ મૂક્યો એટલે, કંપનીઓ હવે પોતાના લેબલ લગાવીને વેચી રહી છે. આ મોબાઈલ ક્વોલિટીની સાથે, સોફ્ટવેરમાં પણ હલકી કક્ષાના હોય છે.

એના કરતાં તો નોકિઆ ૧૨૦૦ સીરીઝ સારી!!

આજ-કાલ શું ચાલે છે.. ભાગ – ૨

* ફરી પાછું વ્યસ્ત જીવન. અરુડિનો પ્રોજેક્ટમાં એક એલ.સી.ડી. પેનલમાં મારું નામ ઝબૂક-ઝબૂક થાય એના પછી કંઈ થયું નથી. ગિટાર પર કર્ઝ ટ્યુન લગભગ આવડી ગઈ છે. ઉપરનાં મકાનમાંથી પાણી પડે છે અને અમારી ચોકડી તરબોળ છે. બે મકાન-માલિકો વચ્ચે અમે પાણી-પાણી થઈએ છીએ..

આ સિવાય, ૭-૮ ઓગસ્ટે પુને ખાતે મીની-ડેબકોન્ફ છે, એટલે તેની વેબસાઈટ, આયોજન વગેરેની તૈયારી ચાલે છે. પ્રેક્ટિકલ, વર્કશોપ વગેરેનું પ્લાનિંગ ચાલે છે અને સાથે-સાથે ઓફિસનું કામ પણ કરી લઈએ છીએ 🙂

અને હા, આ અઠવાડિયામાં બે સમાચાર નોંધ-પાત્ર રહ્યા.

૧. વિકીલીક – અફઘાન વોર ડાયરી અને આ સમાચાર.

૨. ઈએફએફ – ૩ ડીએમસીએ જીત

(સોરી, અમિત શાહ અંગેના સમાચારમાં મને કંઈ નોંધ-પાત્ર ન લાગ્યું.. કારણ કે, એ માટે છાપાં-સમાચાર વાંચવા કે ન વાંચવા વધારે યોગ્ય છે.)

K for …

A for Apple

B for Ball

C for Cat

K for ?

અને, કવિનનો જવાબ છે: કંઈ નહી!

44/4 નો કોયડો

* ફરી એક વાર નવાં કોયડા સાથે હાજર છે – આપની એ.એમ.ટી.એસ.

અને હા, તમારો અમૂલ્ય જવાબ, અમૂલ્ય કોમેન્ટમાં આપો!!

રીક્ષાભાડું..

* જો તમે મુંબઈ-દિલ્હીમાં હોવ અને સાથે જીપીઆરએસ વાળો (કે પછી ૩જી) મોબાઈલ હોય (અને તમને ફોર્મ્યુલા યાદ રાખવી ગમતી ન હોય) તો – રીકફેર.કોમ પર તમે તરત થયેલ મીટર જોઈને ભાડું જાણી શકો છો. આપણા અમદાવાદ માટે,

((મીટર-૨૪)/૪)*૧.૨+૯

જેવી અઘરી ફોર્મ્યુલા યાદ રાખવી પડશે. આ ફોર્મ્યુલા માટે પદ્માનો આભાર. જો કોઈ સુધારો-વધારો હોય તો જણાવવા વિનંતી.

આ સિવાય જીપીએસનો ઉપયોગ કરી મોબાઈલ વડે – થયેલ મીટર ખરેખર સાચું છે કે નહી તે જાણી શકાય તેવી એપ્લિકેશન બનાવવાનો વિચાર છે – પણ વાર લાગશે. એ માટે સારો મોબાઈલ સ્વાભાવિક રીતે અત્યારે બજેટમાં નથી. જો કે ટાટુનું જીપીએસ સારું એવું ચાલે છે – પણ ફોન (વર્ષો) જુની એન્ડ્રોઈડ ૧.૬ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે અને અપગ્રેડ શક્ય દેખાતું નથી.

નવાં ડર

ડર: पुं. ભય; બીક; ધાસ્તી; ભીતિ. સંસ્કૃત દર, ભય એમ છે, અને દનો ડ સિદ્ધ હેમચંદ્ર ૮-૧-૧૨૭ સૂત્ર પ્રમાણે વિકલ્પે થાય છે, તેથી ડર શબ્દ ગુજરાતીમાં થયો છે. – નરસિંહરાવ
(આભાર – ગુજરાતીલેક્સિકોન)

આજ-કાલ મને નવાં ડર લાગ્યા છે (જેમ નવાં-નવાં શોખ વળગે તેમ. આ ભૂત-પ્રેત અને શોખ વળગે કેમ છે – એ વિષય પર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરી શકાય કે કેમ નહી – તે અમદાવાદ મિરરમાં વારંવાર પહેલાં પાને આવતા માનનીય વી.સી. જ કહી શકે..)

૧. ટ્રોલ.

૨. અમદાવાદમાં ઈલેકટ્રોન કરતાં વધુ ઝડપથી આવતા વ્હીકલ્સનો.

૩. કવિનનો ફૂટબોલ લેપટોપ પર પડશે એનો..

આ ત્રણેય એવી વસ્તુઓ છે કે તેમનો ક્યાંય ભરોસો ન થાય, ક્યારેય પણ આવી જાય.

hibernate

આજનો લેખ

* પોલ ગ્રેહામ તરફથી. પોલ ગ્રેહામનાં બધાં જ લેખો જો તમને ટેકનોલોજી ક્ષેત્રમાં હોવ તો વાંચવા જોઈએ..

નો કોમેન્ટ!

* આજે મને એક કહેવાતા બ્લોગ પર સરસ વસ્તુ જોવા મળી..

આ ઉપર “નો કોમેન્ટ”. બીજુ શું? 😉

આજ-કાલ શું ચાલે છે…

* નવાં (એટલે કે જૂનાં પણ બાકી રહી ગયેલ) શોખ જાગૃત થયા છે. ઓપનસોર્સ હાર્ડવેર, Arduino પર હવે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સદ્ભાગ્યે આજે ઉજ્જવલની મુલાકાત થઈ જે પોતે આર્કિટેક હોવા છતાં, Arduino પર એક સરસ પ્રોજેક્ટ કરી રહ્યો છે (એની વિગતો પછી ક્યારેક, તેની પરવાનગી મળ્યા પછી જ!).

* જયેશભાઈની http://amtsinfo.in/ સાઈટની મુલાકાત લેવાનું ભૂલતા નહી — ખાસ કરીને જો તમે AMTS દ્વારા પ્રવાસ કરતાં હોવ. સાઈટમાં સુધારા-વધારા તમે સૂચવી શકો છો, વધુમાં ગુજરાતી ભાષાંતર પણ ઉમેરી શકો છો. જો તમને લાગે કે આ બસ-સ્ટોપ કે રુટ ખોટો છે તો જરુરથી સુધારો પણ સૂચવી શકો છો.

* અને હા – નવી ટી-શર્ટ તો ખરી જ…

🙂