વેબસાઇટમાં @ હોય?

* ના હોય. પણ, ગઇકાલે મેં એક જૂનાં કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરને વેબસાઇટનાં URLમાં @ નો ઉપયોગ કરી તેને ખોલવાનો પ્રયત્ન કરતાં જોયો ત્યારે મારાથી કહ્યા વગર રહેવાયું નહી – સાથે જ આ વિચાર મનમાં ઘૂમતો હતો..

અને આજે સવારે ગુજરાત સરકારનાં પોલીસ ખાતામાં ભરતીની જાહેરાતમાં ખાતાંની વેબસાઇટ આ રીતે લખેલ હતી: http://www.police@gujarat.gov.in 😛 અહીં તેનો અત્યંત ઝાંખો ફોટો મૂકેલ છે – કારણકે મારા ડબલા જેવાં મોબાઇલ (૬૬૦૦)માં મેક્રો મોડ નથી!

@ વેબસાઇટમાં!

જય ઇન્ફોર્મેશન ટેકનોલોજી!

સ્લમ ડોગ ઓસ્કાર

* સ્લમડોગ મિલિઓનર ને આઠ સાત ઓસ્કાર. ડોગી કરોડપતિ બનશે, બીજું શું? 😉

કુત્તે કે ભી દિન આતે હૈ!

પરબ

* ગઇકાલે પરબ મેગેઝિનનું વાર્ષિક લવાજમ ભરીને ગુજરાતી સાહિત્ય પરિષદનો સભ્ય બન્યો!

પરબ જાન્યુઆરી

આમ તો, તમે પરબને PDF ફોરમેટમાં ડાઉનલોડ કરી શકો છો, પણ તે PDF ઘણી વખત ભયંકર હોય છે. દા.ત. જાન્યુઆરીમાં શ્રી નારણભાઇ દેસાઇનો લેખ એકદમ અસ્તવ્યસ્ત જોવા મળે છે! કદાચ PDFને એડિટીંગ વગર જ ચડાવી દેવામાં આવતી હશે.

માતૃભાષા દિવસ

* આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે!

વિઝ્યુલ love

* આજે અમે શબ્દકોશમાં થોડા ખાંખા-ખોળા કરતાં હતાં ત્યારે એક સાઇટ અશોક તરફથી મળી. વિઝુવર્ડ્સ.કોમ મસ્ત ગ્રાફિકલ અસર ધરાવતી આ સાઇટ શબ્દકોશને કંઇક અલગ રીતે જ રજૂ કરે છે. દા.ત. શબ્દ love નું પરિણામ નીચે પ્રમાણે મળે છે:

મસ્ત છે ને?

બધું જ GL!

* ગુજરાતીલેક્સિકોન સાથે હવે એવી લગન થઇ ગઇ છે કે લગ્નની ત્રીજી વર્ષગાંઠ પર અમે જ્યારે બહાર ફરવા માટે નીકળ્યા પછી ગિફ્ટ ખરીદવા માટે ગયા. કોકીને એક પર્સ અપાવવાનું નક્કી કરેલ (એટલે કે એવી ડીમાન્ડ કરવામાં આવી હતી કે લેધરનું કાળા રંગનું પર્સ આપજે ;)) તો, દુકાનમાં આમ-તેમ નજર ઘુમાવતો હતો અને મારી નજર પડી એક કી-ચેઇન (ચાવી-કડી?) પર. અને તે તરત લઇ લેવામાં આવ્યું! કેવું છે તે?

જીએલ ચાવી-કડી

🙂

૩ વર્ષ

* આજે અમારા લગ્નજીવનનાં ત્રણ વર્ષ પૂરા થયા! આજનાં દિવસે લગ્ન-પ્રસંગમાં (એટલેકે બે દિવસનાં પ્રસંગો દરમિયાન) પહેર્યા હતા તે જ વસ્ત્રો પહેરેલા છે. બૂટ ઘસાઇ ગયા છે, પણ પહેરી શકાય તેવી હાલતમાં છે. પેન્ટ પણ થાય છે – એટલે કે જાડિયો થયો નથી (હા, વજનમાં ૭-૮ કિલો વધારો થયો છે, જે અસમાંતર રીતે શરીરમાં વહેંચાઇ ગયેલ છે). ફોર્મલ બેલ્ટમાં નવા કાણાં પડાવવા નથી પડ્યા. માથાનાં વાળ ધોળાં થયા છે અને કવિન આજુ-બાજુ કૂદકાંઓ મારે છે.

પણ, પ્રેમ હજી ટકોરાબંધ અકબંધ છે! થેન્ક્સ, કોકી!

૩ વર્ષ પહેલાંનો કાર્તિક આજનો કાર્તિક

લગ્નનાં ૧ વર્ષ, ૨ વર્ષ પર લખેલ બ્લોગ પોસ્ટ્સ.

એક બિલાડી જાડી..

એક બિલાડી જાડી,

તેણે પહેરી સાડી,

સાડી પહેરી ફરવા ગઇ,

તળાવમાં તો તરવા ગઇ,

તળાવમાં તો તાળાં,

 

બિલ્લીબેન આવ્યા પાછાં!

(ચિત્ર: સ્ત્રોત)

ચિત્ર-વિચિત્ર ૩

* અમદાવાદ, મુંબઇ, બેંગ્લુરૂ પછી હવે વારો છે, મારા પ્રિય પાલનપુરનાં ચિત્ર-વિચિત્ર ચિત્રોનો!

૧. રીક્ષાની પાછળ. પેસેન્જરોનું રામ જાને? 😉

રામ જાને!

૨. ખતરા હૈ ખતરા. પાર્ટી પ્લોટમાં મીટર રૂમનાં દરવાજા પર!

ખતરા

ડેબિયન લેન્ની

* ડેબિયને આપી વેલેન્ટાઇન ગિફ્ટ – નવી આવૃત્તિ લેન્ની!!! લેન્ની એ ટોયસ્ટોરી મુવીમાં એક દૂરબીનનું નામ છે અને કહેવાની જરૂર છે કે બધી જ ડેબિયનની આવૃત્તિઓ તેના પરથી જ કોડનામ ધરાવે છે.

ડેબિયન ૫.૦ લેન્ની

તો આ પ્રસંગે નાનકડો કવિન શું કરે છે?

કવિન અને લેન્ની

😉