ટ્રમ્પેટ

.. અને જેમ ધાર્યું હતું તેમ આપણા ટ્રમ્પે આવતાવેંત જ ટ્રમ્પેટ વગાડીને ચાર-પાંચ દેશોના નાગરિકોને લગભગ ધક્કો મારી દીધો. જોકે, વધુ મહત્વની વાત એ છે કે આખી પ્રક્રિયાને સમજવી અઘરી છે (ભારતીયો પર પણ કંઇક નિયંત્રણો આવ્યા છે, એટલે હવે અમેરિકાની આવતી મુલાકાત મારા માટે પણ તકલીફ વાળી થવાની એ નક્કી) અને લોકો તેનો સમજ્યા વગર વિરોધ કરશે (નોટ માય પ્રેસિડેન્ટમાં થયું તેમ). પણ સરવાળે, ફેઇલ્ડ નેશન્શની મારી યાદીમાં એક વધુ દેશનો ઉમેરો થયો છે (આમાં પાકિસ્તાનનો વર્ષોથી ટોચ પર છે). વિઝા વસ્તુ જ એવી કંટાળાજનક છે કે એમ થાય કે ક્યાંય બહાર જવું જ નહી, પણ બીજી બાજુ એમ થાય કે, બહારના દેશો જોવા મળે તો કેમ ન જવું.

બીજી વાત રેફ્યુજીઓની. ભારત કરતાં આ વિશે બીજો કયો દેશ બોલી શકે? પારસીઓથી માંડીને દલાઇ લામાથી લઇને બાંગ્લાદેશી “શરણાર્થીઓ”ને આપણે સ્વીકાર્યા છે – એટલે આપણને ખુશી અને ગમ બંને છે.

ત્રીજી વાત – યુદ્ધ અને રાજકારણમાં લાગણીઓ ન હોય – બધું જ ચાલે છે. એટલે, જો લોકો એમ સમજતા હોય કે આ તેમના દિલની લાગણીઓનો વિષય છે, તો તેમણે ઇતિહાસ વાંચ્યો નથી કે સમજ્યો નથી.

૨૦૧૭

ઇ.સ. ૨૦૧૭ કે વિક્રમ સંવત ૨૦૭૩ હોવા છતાંય અમુક વ્યક્તિઓ..

* સોસાયટીમાં જ્યાં-ત્યાં થૂંકે છે અને કચરો રસ્તા પર ફેંકે છે!
* નજર ઉતારે છે!
* ફોર્વડ ઇમેલ મોકલાવે છે.
* ઇમેલના જવાબમાં ટોપ-પોસ્ટિંગ કરે છે.
* ફેસબુકમાં કારણ વગર ટેગ કરે છે.
* વોટ્સએપમાં ગુડ મોર્નિગ, આફ્ટરનૂન, ઇવનિંગ અને નાઇટનો ધોધ વહેવડાવે છે.
* સોસાયટીના સભ્યો મેઇન્ટનન્સ ન ભરે તો ચાલે, પણ ભાડેથી રહેતા લોકો પાસેથી પૈસા પડાવે છે!
* ફોન કે મેસેજ કર્યા વગર બપોરે ઘરે ટપકી પડે છે.

તા.ક. ૧ – આ બધાં વ્યક્તિઓ અલગ-અલગ છે.
તા.ક. ૨ – બંધ બેસતી ચડ્ડી પહેરવી નહી.

મુંબઈ મેરેથોન

img-20170108-wa0005

હવે બધાંએ મુંબઈ મેરેથોનનો રીપોર્ટ લખ્યો તો અમારે પણ લખવો પડેને? તો થઇ જાય મુંબઈ મેરેથોન ૨૦૧૭ની પોસ્ટ?

રીપોર્ટ:

હું ન દોડ્યો.

કારણ:

કીટાણું? ના. સાન ફ્રાન્સિસ્કોણું.

😉

અપડેટ્સ – ૧૯૮

* ફરી પાછાં મેક જોડે મગજમારી છે, એટલે ગુજરાતી બરોબર લખાશે નહી એટલે હું એકદમ સરળ લખાણ અહીં લખીશ.

* જેટ લેગ હજુ અસર કરે છે, અને ફરી પાછું આવતાં અઠવાડિયે અસર કરશે. મુંબઈ મેરેથોન ગુમાવવી એ ગયા અઠવાડિયાની સૌથી મોટી આઘાતજનક ઘટના હતી, પણ અહીં ૪ દિવસ સતત દોડાયું તે સારી ઘટના કહેવાય. વધુમાં, ટીમ અને ઓફિસની મુલાકાત પણ સારી ઘટના કહી શકાય. જોકે તેને ઘટના ન કહેવાય, તો પણ…

* શનિવારે નજીકમાં સરસ હાઇકિંગ થયું પણ સાત કિમી સતત ચાલીને પણ મારા પગ ન દુખવા આવે તે સારી વાત કહેવાય. ગઇકાલે સાંજે દોડવાનું મન થયું અને મને એમ કે સાંજે ઠંડી ઓછી હશે પણ સાંજ તો વધુ ઠંડી નીકળી.

* આવતો મહિનો રનિંગ-સાયકલિંગ-ફરવા-હરવામાં ભારે છે. વધુ ડોઝ મેળવવાની તૈયારી રાખજો! 😉

૨ ભાગ્યા ૩

જીયો જીયો
નવા વર્ષના પ્રારંભે પહેલું પાપ કર્યું અને જીયોના બે સીમકાર્ડ લીધા. હવે પરિસ્થિતિ એવી થઇ કે ર કાર્ડ વચ્ચે ૩ મોબાઇલ છે. જેમાં,

* એક ફોન ૪જી છે, જેમાં બે સીમકાર્ડ સ્લોટ છે – જેને જીયોની જરુર છે, અને બરાબર ચાલે છે.
* એક ફોન ૪જી છે, જેમાં એક જ સીમકાર્ડ સ્લોટ છે – જેને જીયોની જરુર નથી.
* એક ફોન ૩જી છે, જેમાં બે સીમકાર્ડ સ્લોટ છે – જેને જીયોની જરુર છે અને શક્ય નથી.

કપરા સંજોગોમાંથી અમે પસાર થઇ રહ્યા છીએ!!

તા.ક. આ જીયોવાળો ઘરે આવેલો તો, એનું જ નેટવર્ક નહોતું આવતું 😉

૨૦૧૭ની ઇચ્છાયાદી – રનિંગ અને સાયકલિંગ

૨૦૧૭ની ઇચ્છાયાદીની યાદી અત્રે આપેલ છે. એમાં જોગ-સંજોગ મુજબ ફેરફાર થઇ શકે છે.

સાયકલિંગ અને રનિંગ

રનિંગ ૩૦૦૦ કિમી, સાયકલિંગ ૧૦,૦૦૦ કિમી. ૨૦૧૬માં સાયકલિંગમાં ધબડકો થયો છે, એવો ન થાય તો સારુ.

૧. જાન્યુઆરી: ૨૦૦ બી.આર.એમ.

૨. ફેબ્રુઆરી: ૬૦૦ બી.આર.એમ., હાફ-મેરેથોન (નવી મુંબઈ).

૩. માર્ચ: ૪૦૦ બી.આર.એમ.

૪. એપ્રિલ: ૨૦૦ બી.આર.એમ.

૫. મે: ૩૦૦ બી.આર.એમ.

૬. જૂન: ૧૦૦૦ બી.આર.એમ.

૭. જુલાઇ: ૩૦૦ બી.આર.એમ. ૨૫ કિમી. બોરિવલી નેશનલ પાર્ક એન્ડ્યુરોથોન.

૮. ઓગસ્ટ: ૪૦૦ બી.આર.એમ., મુંબઈ અલ્ટ્રા.

૯. સપ્ટેમ્બર: ૬૦૦ બી.આર.એમ.

૧૦. ઓક્ટોબર: માલનાડ અલ્ટ્રા ૮૦ કિમી અથવા નવેમ્બરમાં બેંગ્લોર અલ્ટ્રા ૧૦૦ કિમી.

૧૧. નવેમ્બર: એક બી.આર.એમ., શક્ય હોય તો એકાદ ફુલ મેરેથોન.

૧૨. ડિસેમ્બર:એક બી.આર.એમ., એક હાફ મેરેથોન (મોટાભાગે નેવી હાફ મેરેથોન).

બસ આટલું જ! 🙂