૨૦૧૨: વાર્ષિક (પોસ્ટ) અહેવાલ

* દર વર્ષની જેમ, આ વર્ષાંતે પણ હાજર છે, વાર્ષિક પોસ્ટ અહેવાલ. આ (સિવાય કે જ્યાં ઉલ્લેખ કર્યો હોય) બધાં જ આંકડા આ વર્ષ માટેના છે. પોસ્ટ સંખ્યા બાબતે આ વર્ષ શુષ્ક રહ્યું (સિવાય કે છેલ્લાં બે મહિનાઓ, જ્યાં મેં ઢગલાબંધ પોસ્ટ્સ આપના માથે મારી), પણ મારા મતે મારા બ્લોગની કેટલીક સૌથી સારી પોસ્ટ્સમાંની એકાદ-બે આ વર્ષે લખાઇ છે! 🙂

પોસ્ટ-મોર્ટમ

કુલ પોસ્ટ્સની સંખ્યા: ૨૦૧ (આ પોસ્ટની સાથે, વર્ડપ્રેસ તેનાં રીપોર્ટમાં ૧૯૮ બતાવે છે!)

સૌથી વધુ પોસ્ટ્સ ધરાવતો મહિનો: ડિસેમ્બર (ફેબ્રુઆરી, ૨૦૧૦ પછીની સૌથી વધુ પોસ્ટ્સ!)

સૌથી ઓછી પોસ્ટ્સ ધરાવતો મહિનો: એપ્રિલ

બેકી પોસ્ટ્સ સંખ્યા ધરાવતા મહિનાઓ: ૬

એકી પોસ્ટ્સ સંખ્યા ધરાવતા મહિનાઓ: ૬

સરેરાશ પોસ્ટ્સ:  ૧૬ (એમ તો ૧૬.૭૫ થાય!)

કોમેન્ટ કમઠાણ અને લાઇક્સ લાઇ

આ વર્ષની કુલ કોમેન્ટ્સ: ૧૧૨૩

આ વર્ષની પોસ્ટ્સ પર આવેલી કુલ કોમેન્ટ્સ: ૧૦૨૯ (આ ગણવું બહુ બોરિંગ છે, પણ શાંત ચિત્તે અમે આ ટાઇમ પાસ કામ કર્યું એ બદલ ઇનામ આપી શકાય! કોમેન્ટ્સ ડિસેમ્બર ૩૧નાં રાત્રે ૧૧.૫૫ વાગ્યા સુધીની છે.)

કુલ લાઇક્સ: ૧૦૦૦+

શૂન્ય કોમેન્ટ્સ ધરાવતી પોસ્ટ: ૧૮

સૌથી વધુ કોમેન્ટ્સ વાળી પોસ્ટ: ગુડ બાય, અમદાવાદ

સૌથી વધુ લાઇક્સ: ૧૯ નવેમ્બર ના દિવસે.

સૌથી વધારે કોમેન્ટ્સ: નિરવ તરફથી! અભિનંદન!

માંડ-માંડ આવેલા મુલાકાતીઓ

સૌથી વધુ મુલાકાતીઓ કયા દેશમાંથી: ભારત, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, યુ.કે., જર્મની!

સૌથી ઓછા મુલાકાતીઓ વાળા પાંચ દેશ: ગ્રીસ, મેક્સિકો, વેનેઝુએલા, ટ્રિનિડાડ અને ટોબેગો અને શ્રીલંકા! (મને થાય છે, અહીંથી કોણ આવી ગયું હશે? :))

સૌથી વધુ વ્યસ્ત દિવસ: ૭ ઓક્ટોબર

વગેરે વગેરે

આ વર્ષના સ્પામડા-હેમડા વગેરે: ૨૮૦૩

આ વર્ષના અપલોડ કરેલા ચિત્રો: ૮૮ (વર્ડપ્રેસ તેનાં એન્યુઅલ રીપોર્ટમાં ૯૧ બતાવે છે!)

તો આવજો, આવતા વર્ષે મળીશું?!! બધાંને હેપ્પી ન્યૂ યર!!

અપડેટ્સ – ૭૫

* હેલ્લો બેંગ્લોર. ઉપ્સ, બેંગ્લુરુ!! અહીં આવીને ખબર પડી કે ઓફિસ હજી વેકેશન મૂડમાં જ છે. ૩૧ ડિસેમ્બરનો કોઇ પ્લાન લાગતો નથી, હોય તોય હું એકાદ પુસ્તક વાંચવાનું વધારે પસંદ કરીશ. ઓફિસમાં ૧લી એ રજા આપી છે, પણ ૫મી (શનિવારે) ચાલુ રાખ્યું છે. છે ને બોરિંગ?

* સફારીનું ડિજીટલ લવાજમ છેવટે ભરી દેવામાં આવ્યું છે. જોઇએ છીએ હવે કેટલું વંચાય છે. PDF ડાઉનલોડ કરવા દે છે કે ઓનલાઇન જ છે, એ હજી ખ્યાલ આવતો નથી. જે હોય તે, સફારીનાં જ્ઞાનનો આટલો બધો ફાયદો ઉઠાવ્યા પછી હજારેક રુપિયા કશું ન કહેવાય. પણ, વેબસાઇટ હજીયે સુધારી શકાય તેમ છે.

* પેલો આઇફોન ઠીક ન થયો એટલે એની બદલીમાં Karbonn A11 લેવામાં આવ્યો. આઇફોન પર હવે જાત-જાતનાં વધુ અખતરા કરવામાં આવશે!

* છેવટે, થોડાં પુસ્તકો મંગાવવામાં આવ્યા છે, ફ્લિપકાર્ટનું વેરહાઉસ નજીક છે, એટલે ઓફિસમાંથી અમુક લોકો તો ત્યાં જઇને પણ ઓર્ડર આપેલી વસ્તુઓ લઇ લે છે. પણ, આપણે રાહ જોઇશું!

* દોડવાનું પાછું વ્યવસ્થિત શરુ થઇ ગયું છે. સાથે-સાથે ગુજરાતી વિકિપીડિઆ પર ફરીથી હાથ અજમાવવામાં આવ્યો છે.

આજનો વિડિઓ

* આજનો વિડિઓ છે: 29c3 કી-નોટ: Not my department (જેકોબ ‘ioerror’ એપેલબોમ)

ખાસ આગ્રહભર્યો. દરેકે જોવા જેવો. કી-નોટ જોકે ૯ મી મિનિટે શરુ થાય છે, એટલે ત્યાં સુધી સ્ક્રોલ કરીને જોવો.

આ (બે) અઠવાડિયાની ફિલમો – ૧૬

* આ બે અઠવાડિયામાં કંઇ ખાસ ફિલમો જોવા મળી નહી. બે અઠવાડિયામાં માત્ર એનિમેશન ફિલમો જ.

૧. સ્પિરિટેડ અવે
પેલા સ્ટુડિયો ગીબ્લીનું એક બીજું સરસ મુવી. એક પરિવાર ઘર બદલીને જતો હોય છે ત્યારે રસ્તો તેમને એક વેરાન ફન-સીટીમાંથી ભૂત-પ્રેત-ડાકણની દુનિયામાં લઇ જાય છે. એક નાનકડી છોકરી સ્પિરિટ્સની મદદ વડે તેમાંથી તેનાં મમ્મી-પપ્પાને અને પોતાને કઇ રીતે બહાર નીકાળે છે એની સરસ સ્ટોરી. કવિન જોડે જોવામાં આવ્યું.

૨. કેસલ ઇન ધ સ્કાય
બીજું એક સ્ટુડિયો ગીબ્લી વાળું મુવી. આ વખતે સ્ટોરી આકાશી છે. કવિન જોડે અડધું જોયું અને અમને ઉંઘ આવી ગઇ (એટલે કે રાત્રે મોડું થઇ ગયું હતું).

૩. પ્રિન્સેસ મોનોનોકે
સ્ટુડિયો ગીબ્લી. આ વખતે ગીબ્લી આપણને જંગલ સ્પિરિટ જોડે લઇ જાય છે અને મનુષ્ય-પ્રકૃતિ વચ્ચેના જંગનું સચોટ વર્ણન કર્યું છે.

બીજી ફિલમો સ્ટોકમાં પડી છે, પણ હવે એકાદ અઠવાડિયું આરામ કરીને મુંબઇ મેરેથોનની તૈયારી કરવાની છે, એટલે રાત્રે વહેલાં સુઇને-સવારે વહેલાં ઉઠીને મિ. વીર બનવાનું છે. ફરી પાછું વાંચન શરુ કર્યું છે એની પોસ્ટ આવતા અઠવાડિયે!

આજનો (કુ)વિચાર

* અમદાવાદ: શટલ

* મુંબઇ: શૅર-ઍ-રિક્ષા

* બેંગ્લોર: સો રુપિયા, સર.

અપડેટ્સ – ૭૪

* હેલ્લો મુંબઇ!

* મુંબઇમાં પણ દહીંસરથી માંડીને કાલબાદેવી સુધી ઠેર-ઠેર ‘મોદીજીને અભિનંદન’ જેવા પોસ્ટર્સ જોવા મળ્યા. મોદી હવે ગુજરાતના નેતા નથી, એવું લાગે છે. આમ તો, હું પોલિટિકલ ઘટનાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું, તેમ છતાંય, મારા વિચારો.. જે હોય તે પ્રદર્શિત કરવા તે અમારો નિયમ છે (અને અમારી બીજી શાખા નથી એ બીજો નિયમ છે).

* હજી કેટલીય વસ્તુઓ ફિક્સ કરવાની છે. દા.ત. મેડિક્લેઇમ, આઇ-ફોન વગેરે વગેરે.

* દોડવાનું પેલી હાફ-મેરેથોન પછી બંધ જ છે. (બેકગ્રાઉન્ટમાં, લેઝી બોયસ્, લેઝી બોયસ્.. દેશી બોયસ્ ટ્યુન્સ સાથે.) 🙂

PS: કવિન મજામાં છે અને હવે ક્રિસમસ વેકેશનની મજા માણે છે!

અભિનંદન!

* જો તમે આ પોસ્ટ વાંચી રહ્યા હોવ તો, તમે પ્રલયમાંથી ઉગરી ગયા છો અને આપણે આ બ્લોગ પર ફરી મળીશું! અને જો પ્રલય થઇ ગયો હોય અને તમે વાંચી રહ્યા હોવ તો એનો અર્થ એ કે હજી ઇન્ટરનેટ સલામત છે.

અભિનંદન! 🙂

ઇલેક્શન રીઝલ્ટ સ્પેશિઅલ

* કેમ ભઇ, બધાં લોકો મંડી પડે તો અમે કેમ બાકી રહી જઇએ? આ બ્લોગને ૨૦૦૭ અને ૨૦૧૨ બન્નેમાં ગુજરાતની ચૂંટણી જોવાનો મોકો મળ્યો છે. અને, આ પાંચ વર્ષમાં ચાર-સાડા ચાર વર્ષ હું ગુજરાતમાં હતો એટલે હું જે કંઇ લખીશ એ દિલ્હીથી ચેનલ ચલાવતા લોકો જેવો બકવાસ તો નહી જ હોય 🙂

૧. ગુજરાતનાં લોકો મૂર્ખ નથી. એમને ખબર છે કે અત્યાર સુધી કઇ સરકારે ચૂંટણીમાં આપેલા વચનો પાળ્યા છે. પાળ્યા છે તો એ આપેલી વસ્તુઓની ક્વોલિટી (ઘર, લેપટોપ કે ટેબ્લેટ) કેવી રહી છે. ગુજરાતી કદાચ મફત લેવા માટે લલચાશે પણ એ વસ્તુમાં સરવાળે ફાયદો કે નુકશાન – એ મહત્વનું છે. વોટ કરતાં ટેબ્લેટ સસ્તું? ના, ભાઇ ના.

૨. ૨૦૦૨-૨૦૦૭નાં પ્રમાણમાં આ વખતે ગોધરાકાંડ કે કોમી તોફાનોનો મુદ્દો ઓછો ઉછળ્યો. મનેય નવાઇ લાગી.

૩. કેટલાંક હારવા જેવા લોકો જીતી ગયા, જીતવા જેવા લોકો હારી ગયા (eg જયનારાયણ વ્યાસ).

૪. કેટલાંક બ્લોગબાબાઓ બહુ ધમપછાડા કર્યા. ઠંડ રખ, ભાઇ ઠંડ. મજા આવી ગઇ.

૫. હા, મોદીજીને અભિનંદન. આશા રાખીએ કે હવે પાંચ વર્ષમાં ગુજરાત વધુને વધુ પ્રગતિ કરે. અમારી તો એવી ઇચ્છા કે, આ વિકાસનો ચેપ દેશનાં બીજા રાજ્યોને પણ લાગે! 🙂

૬. ઓવરઓલ, ભાજપે કોંગ્રેસ પાસેથી ઘણું શીખવા જેવું છે, અને પોતાની પાસેથી ઘણું ભૂલવા જેવું છે. થોડામાં ઘનું સમજવા જેવું છે.

૭. અને, આ એક્ટરોને ટિકિટ આપવાનું સદંતર માંડી વાળવું ન જોઇએ?

૮. ગમે તે હોય, પણ જીપીપીને કારણે ભાજપને એટલિસ્ટ ૮ થી ૧૦ સીટોનું નુકશાન થયું. જ્ઞાતિવાદનો પરાજય થયો, પણ હજીયે લોકો સુધરતા વાર લાગશે.

૯. સૌથી ચિંતાજનક વાત કે ગુજરાતમાં NCP, GPP, કે JD જેવી પાર્ટીઓએ ખાતું ખોલ્યું. સ્થાનિક પાર્ટી ઓવરઓલ નોટ ગુડ ફોર હેલ્થ!

૧૦. અને, પાલનપુરમાં કોંગ્રેસ. ઉપ્સ! 😦

હેપ્પી બર્થ ડે!

* કોનો બર્થ ડે? મારા ટ્વિટર એકાઉન્ટનો 😉

જુઓ: http://twbirthday.com/0x1f1f/

૬૦૦ રુપિયામાં ઘર કેવી રીતે ચલાવવું?

* જુઓને આપણી સરકાર આપણને મફત શિક્ષણ (સરકારી સ્કૂલ), મફત રહેઠાણ (ie ઘરનું ઘર), મફત તબીબી સારવાર (108), મફત ભોજન (રેશન-કાર્ડ પર) આપે છે, તો કેમ તમે ૬૦૦ રુપિયામાં ઘર ન ચલાવી શકો? તમેય યાર ખરા છો, સરકાર આપણને આટલું બધું મફત આપે છે તો આપણી ફરજ નહી કે તેમની મજાક નહી ઉડાવવાની અને મદદ કરવાની? હવે તો મફત ટેબ્લેટ કે મફત લેપટોપ પણ મળે છે. અરે, મફત ટીવી પણ મળે છે!

હા, મફત ઇન્ટરનેટ આપી દે તો હું પણ ૬૦૦ રુપિયામાં ઘર ચલાવી શકું 😉