એક વાક્ય જે ૧૪૦ અક્ષરોમાં ન સમાયું..

Most people are idiots, and being a manager means you’ll have to deal with it, and perhaps more importantly, that _they_ have to deal with _you_

ઉપરનું વાક્ય ૧૪૦ અક્ષરોમાં સમાતું નહોતું, એટલે ટ્વીટર કે આઈડેન્ટી.કાની જગ્યાએ અલગ પોસ્ટ તરીકે મૂક્યું છે. છે ને એકદમ બરોબર?

(સોર્સ: http://lwn.net/Articles/358701/ અને http://www.mjmwired.net/kernel/Documentation/ManagementStyle )

ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ: એક વધુ રીવ્યુ

* મને ખબર છે કે દિવ્ય ભાસ્કર કંઈ આ ફિલમનો રીવ્યુ લખવાનું નથી. પણ, જોયું કે, હરસુખભાઈએ અને ટર્મિનેટરે પહેલા જ લખી નાખ્યો છે – છતાં પણ, લાલચ રોકી શકતો નથી! થયું એવું કે ઈશિતા અને હું ગુરૂવારે મળ્યા અને નક્કી કર્યું કે ચાલો મુવી જોવા જઈએ. કવિન અને ટોરેન્ટીનો આ બન્ને ડેડલી કોમ્બિનેશનને કારણે મેં કોકીને વધુ આગ્રહ ન કર્યો અને તેણે પણ બપોરની ઊંઘ વધુ પસંદ કરી. શનિવારે બપોરે હું ટીકીટ લેવા ગયો ત્યારે, ટીકીટ આપવા વાળે ટીકીટ આપતી વખતે ઉચ્ચારમાં જે લોચા કર્યા તે પરથી લાગ્યું કે મુવી જોવા વાળા ૨૦થી વધુ લોકો નહીં હોય 😉 ઈશિતા અને નિતેશ મને ત્યાં મળ્યા.

મુવી પોસ્ટર - વિકીપિડીઆ પરથી..

ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ જો તમને ઈતિહાસ – વિશ્વ યુધ્ધ ૨ અને તેને લગતી ઘટનાઓનો ખ્યાલ હોય તો જોવાની વધુ મજા આવે. અને, થેન્ક્સ ટુ, સફારી મેગેઝિન – મને આ મુવીના આજુ-બાજુ બનતી ઘટનાઓ વિશે જાણકારી હતી – તે ઈશિતા અને નિતેશને સમજાવવામાં મદદરુપ થઈ! મુવીની શરૂઆત જ્યુ હન્ટર તરીકે ઓળખાતા કર્નલ હાન્સ લન્ડાની મુલાકાત ફ્રાન્સમાં એક કુંટુંબ સાથે થાય છે. એ વખતના અભિનયથી જ હાન્સ આપણા પર ઊંડો પ્રભાવ છોડી દે છે. શોસાના ભાગી જવામાં સફળ થાય છે અને થોડા વર્ષ પછી એક થિયેટર ચલાવતી હોય છે. આ બાજુ અમેરિકન જ્યુસ લોકોનો એક સમૂહ નાઝીઓનો ખાતમો બોલાવવા મેદાને પડે છે. શોસાના અને તેનો નિગ્રો નોકર બન્ને મળીને થિયેટરમાં નાઝી ગુણગાન ગાતી એક ફિલ્મનાં પ્રિમિયર વખતે ભેગા થયેલા હિટલર, ગોબેલ્સ, બોરમાન અને બીજા ટોચનાં અફસરોને ઉડાવી દેવાનો પ્લાન બનાવે છે. બાસ્ટર્ડ્સ લોકોનો પ્લાન એવો જ હોય છે – પણ, હાન્સ વચમાં આવે છે અને તે બાસ્ટર્ડ્સ જોડે સોદો કરીને કંઈક અલગ વિચારે છે. છતાં પણ, જે થવાનું હોય છે તે થાય છે. શું થાય છે – તે માટે જો મુવી હજી પણ ચાલી રહ્યું હોય તો – જોઈ લેવું!

બૈર્નાર સાથે મુલાકાત

* બૈર્નાર (એમ તો અંગ્રેજીમાં Bernard લખાય, પણ ફ્રેંચમાં આ રીતે ઉચ્ચાર કરાય!) અને હું આઈ.આર.સી. પર મળેલા. પછી, વાત-ચીતમાં ઓળખાણ થોડી વધી અને ખબર પડી કે બૈર્નાર દંપતિ ગુજરાત આવે છે (મિસિસ બૈર્નાર નવસારી-ગુજરાતી છે). તો, અમે ક્યાંક મળવાનું નક્કી કર્યું અને છેવટે ઓફિસથી નજીક પડે એ રીતે સાંજે સી.જી.રોડ પર થોડા દિવસ પહેલાં મળ્યા. એમ.એમ. પર એક ખૂણામાં બેઠા અને વાતો શરૂ કરી. બૈનાર્ડ હિન્દી સારી રીતે જાણે છે અને હવે ગુજરાતી પણ જાણી રહ્યો છે 🙂 અને અમારી મોટાભાગની વાતો ગુજરાતી ભાષા અને કોમ્પ્યુટરની આસ-પાસ રહી. ખાસ કરીને ફ્રાંસમાં ફ્રેન્ચ ભાષા અંગે કેવી પરિસ્થિતિ છે – તેનો એક દાખલો મને યાદ રહી જશે. ફ્રાંસમાં જો તમે સોફ્ટવેર બનાવો કે વેચો તો – તમારે ફરજીયાત ફ્રેંચ ઈન્ટરફેસ આપવો જ પડે, તેના સિવાય કોઈ તે વાપરે જ નહીં! બીજો દાખલો – કોમ્પ્યુટરના માઊસ ને ગુજરાતીમાં પણ માઊસ કહે છે – જ્યારે ફ્રાંસમાં માઊસ માટેનો ફ્રેંચ શબ્દ – Souris – જ વપરાય. તમે માઊસ કહો તો કોઈ સમજે નહીં. કહેવાની જરૂર છે કે ફ્રાંસમાં રહેવું હોય તો ફ્રેંચ શીખવું જ પડે!

આવી ઘણી વાતોથી મજા આવી ગઈ. પણ, હું ઓફિસમાંથી વચ્ચેથી આવ્યો હતો અને બૈનાર્રને અમદાવાદના બીજા છેડે જવાનું હતું. એટલે, રીક્ષા નક્કી કરી બૈનાર્ડને વિદાય આપી. તે પહેલાં અમે નીચેનો સરસ મજાનો ફોટો પડાવ્યો, જે બૈનારે ફ્રાંસ ગયા પછી મને મોકલ્યો – એટલે મેં આ પોસ્ટ લખી 🙂

બૈર્નાર સાથે હું - સી.જી. રોડ પર..

નવા વર્ષનો સંકલ્પ

* માત્ર એક જ સંકલ્પ, આ વખતે:

(ટી-શર્ટ: પ્લેનેટ-એમ)

નૂતન વર્ષાભિનંદન

* નવાં વર્ષનાં અભિનંદન અને નવા વર્ષમાં તમે સૌ કોઈ મજા-જલ્સા કરો. બીજું શું? નવા વર્ષમાં ફાસ્ટ ફૂડ ખાવા છતાં તમારું પેટ તમારો સાથ આપે, ખોટું બોલવા છતાં તમારું ભલું થાય, નિંદા કરવા છતાં તમારી પ્રશંસા થાય તેવી અંતરની શુભેચ્છાઓ. અને, આ બધી શુભેચ્છાઓ મારા પર પણ લાગુ પડે તેવો સ્વાર્થ પણ ખરો…

ગુગલ: કેટલું બધું લોકપ્રિય!

* આજે મમ્મી કવિન માટે મુંબઈથી નવો નાઈટ ડ્રેસ લાવી અને પછી અમને ખાતરી થઈ કે ગુગલ માત્ર સર્ચ એન્જિન, જીમેલ કે વેવ પૂરતું જ લોકપ્રિય નથી..

ગુગલ હવે નાઈટ ડ્રેસ પણ બનાવે છે?

ધન તેરસ

* આજે ધન તેરસ હતી. એટલે કે ધનની પૂજા કરવાનો દિવસ. રાઈટ. પણ, ધન હોય તો પૂજા થાય ને 😉 એટલે અમે ધન પ્રાપ્તિ માટે પૂજા કરી.

કવિનને થોડી ફૂલઝરી (તારામંડળ) અપાવી છે, જે તેના માટે ‘ફટાકટા’ છે અને અત્યારે તેના માટે જીદ કરી રહ્યો છે. ઘરની બહાર કોડીયામાં દિવા કર્યા, મહેનત કરીને તોરણ (આસોપાલવનું તોરણ + પ્લાસ્ટિકનાં ફૂલોનું) લગાવ્યું, જીરા રાઈસ, શાક-પૂરી અને કચૂંબરનું ભોજન કર્યા પછી મને થોડું ઘેન ચડ્યું છે. પણ, ચાલો હવે, કવિન તેની કેપ્સ લોક દબાવવા આવી પહોંચ્યો છે.

લક્ષ્મી મા તમને સુખ અને સંપત્તિ બન્ને આપે તેવી શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ!

કેપ્સ લોકની કળની કળા

* મારા મેકબુકનાં કી-બોર્ડમાં કેપ્સલોકની સરસ મજાની કળ આવેલી છે (એટલે કે Key). એમાં સરસ મજાની લીલી લાઈટ પણ આપેલી છે. હું જો કે લિનક્સ કમાન્ડ લાઈનનો માણસ – એટલે આપણને કેપ્સ લોક નક્કામી. પણ, હું જ્યારે પણ કામ કરતો હોઉં ત્યારે કવિન આવીને કેપ્સ લોક દબાવે અને, મારી ત્રણ-ચાર મિનિટ તેને સમજાવવામાં અને પછી કમાન્ડ (કે કંઈ પણ) ફરીથી ટાઈપ કરવામાં નીકળી જાય. આ મુશ્કેલીમાંથી બહાર આવવા છેવટે, ~/.bashrc માં નીચે પ્રમાણેનું સેટિંગ ઉમેર્યું.

if [ “$PS1” ]; then
xmodmap -e “remove lock = Caps_Lock”
fi

અને હવે, કેપ્સ લોકની લાઈટ અને કળ કામ કરતી બંધ થઈ ગઈ.કવિનને એમ કે પેલી લીલી લાઈટ બગડી ગઈ છે એટલે તેણે મને હેરાન કરવાનું છોડી દીધું 😛

હા, મારી bashrc વગેરે ફાઈલો તમે અહીં મેળવી શકશો.

નોબેલ પ્રાઈઝ

* .. મને પણ મળત જો મેં આવા પોસ્ટર બનાવડાવ્યા હોત તો.

હુપ હુપ હોપ કે નોઝ?

બારકોડ

* તમે જો ગઈ કાલે ગુગલનો લોગો જોયો હશે તો ખ્યાલ હશે કે ગુગલની જગ્યાએ બારકોડ મૂકેલ છે. ગુગલ તેનાં લોગોમાં ચેડાં કરવા માટે જાણીતું છે – ગઈકાલનો લોગો બારકોડની શોધને ૬૦ વર્ષ પૂરા થયા તેની યાદમાં મૂકવામાં આવ્યો હતો.

મારા નામનો બારકોડ:

કાર્તિકનો બારકોડ

મજા આવી? તમે તમારા નામનો બારકોડ લોગો અહીં બનાવી શકો છો. અને, કોઈપણ બારકોડને અહીં ડીકોડ કરી શકો છો.