અપડેટ્સ – ૧૫૮

* ૨૬ જાન્યુઆરીએ રાજ વડગામાએ ૧૦,૦૦૦ કિમી પૂરા કર્યા. અભિનંદન!! સાથે દોડવાનો મોકો પણ મળ્યો (મેરા તેરા રનની સાથે) અને ગર્વ સાથે કહી શકું કે, મારા નાનકડી દોડ યાત્રામાં રાજનો મોટો ફાળો છે. હવે, વધુ મહેનત સાથે દોડવાની પ્રેક્ટિસ ફેબ્રુઆરીમાં શરુ કરવામાં આવશે.

* અમેરિકન ફૂડ – સૌથી ભંગાર વસ્તુ છે (એકાદ-બે અપવાદને બાદ કરતાં). હવે ખબર પડીકે અહીં આવીને લોકો જાતે ખાવાનું કેમ બનાવે છે (દા.ત. આપણો આર્નવ) 😉

* રવિવારે પેલી ટેક્સાસ હાફ મેરેથોન છે, પણ દોડવાનો સમય આ અઠવાડિયામાં મળશે નહી. ગયા અઠવાડિયે સામાન આવ્યા પછી બે વખત ૧૦ કિલોમીટરની દોડ કરવામાં આવી જેમાં મજા આવી.

* કોન્ફરન્સ-મિટિંગ(ો) વગેરે સરસ રહ્યા છે. પ્લસ પોઇન્ટ.

* આ સિવાય બીજો કોઇ સમય (સિવાય કે, ફ્લાવર ગાર્ડન જોવાનો) મળ્યો નથી. બે દિવસમાં એકાદ જગ્યાએ જવાનો પ્લાન બની રહ્યો છે.

મુંબઇ મેરેથોન ૨૦૧૫

આખરે આ પોસ્ટ આવી ખરી!

* વેલ, અમને ખબર હતી કે અહીં ધબડકો થવાનો છે. કારણ?
૧. આગલું અઠવાડિયું લગભગ સતત બહુ કામ હતું. ઓફિસ. બહારનું કામ. વગેરે વગેરે. સતત બે દિવસ સુધી મોડા સુધી જાગવાનું આવ્યું, એ પણ ૪-૫ વાગ્યા સુધી.
૨. આગલા દિવસની મીની ડેબકોન્ફ.
૩. અપકમિંગ પ્રવાસની તૈયારીઓ.

જે હોય તે. સવારે પહેલી લોકલ પકડીને આઝાદ મેદાન પહોંચ્યો. ત્યાં જાણીતા ચહેરાઓ મળ્યા અને ૫.૪૦ જેવી રેસ શરુ થઇ. સ્ટાર્ટ પોઇન્ટ પર પહોંચતા અમને પાંચ મિનિટ થઇ. શરુઆતનાં ૧૫ કિલોમીટર (સી-લિંક સુધી) વ્યવસ્થિત રહેવા જોઇએ એની જગ્યાએ ૨ કિમી પર જ પગ લથડવા માંડ્યા, પણ પછી ઓકે-ઓકે લાગ્યું એટલે ૨૦ કિમી સુધી વાંધો ન આવ્યો. ઇન ફેક્ટ, ૩૦ કિલોમીટર સુધી હું બરોબર હતો. ૩૨ કિલોમીટરના બુંદિયાળ માર્કર પર પગ ખરેખર જવાબ દેવા માંડ્યા એટલે લગભગ ચાલવાનું શરુ કર્યું. વળી પાછો, પેડર રોડ આવ્યો (૩૫) એટલે બહુ ધીમો પડી ગયો અને નક્કી કર્યું કે બહુ જોર નથી કરવું અને ચાલીને જ આરામથી રેસ પૂરી કરીએ. એટલે, લોકો જોડે વાત-ચીત કરતાં આરામથી રેસ પૂરી કરી. આ વખતે તો છેલ્લાં ૨૦૦ મીટર પણ આરામથી પૂરા કર્યો. સમય? ૫.૧૧.૧૦. ટેકનિકલી પેથેટિક પ્રદર્શન ફોર સ્યોર.

કેટલાંક નિરિક્ષણો:
૧. મુંબઇ મેરેથોન બોરિંગ બનતી જાય છે. ચીઅર્સ લીડર્સ હતી પણ જોવા આવતાં લોકોની સંખ્યા ઘટેલી લાગી.
૨. ૩૫ કિલોમીટર પછી મેડિકલ-વોટર સપોર્ટ બેકાર હતો.
૩. રેસ પૂરી કર્યા પછી અંધાધૂંધી જેવું વાતાવરણ.
૪. સારી વસ્તુ એ કે આ વખતે મેડલ સારો હતો.

તો આ થઇ નાનકડી પોસ્ટ જેનો વાયદો કર્યો હતો 🙂

લોસ્ટ અને ફાઉન્ડ

મુંબઇ મેરેથોનની પોસ્ટ કાલે. પાક્કું.

આ પોસ્ટ છે, ખોવાયેલા અને પછી મળેલાં લગેજની. બહુ અમેરિકા-અમેરિકા કરીને અમે અહીં આવ્યા પણ જીવનમાં પહેલી વાર લગેજ ગુમાવ્યાનું દુ:ખ પણ માણી લીધું. થયું શું એવું?

પેલી મુંબઇ મેરેથોન પૂરી કરીને રાત્રે મોડાં, એટલે કે બીજાં દિવસે સવારે વહેલાંની ફ્લાઇટ હતી. ૨.૩૦ વાગે ફ્લાઇટ સમયસર ઉપડવાની જગ્યાએ અડધો કલાક મોડી ઉપડી ત્યારે જ મને ફાળ પડી કે આ લોકો અધવચ્ચે લટકાવશે, કારણ કે આગળની ફ્લાઇટ આમસ્ટરડેમમાંથી લેવાની હતી. ફ્લાઇટ થોડી મોડી પડી પણ બીજી ફ્લાઇટ હજી ઉપડી નહોતી (અને પછી કલાક મોડી ઉપડી). આ સમયગાળા દરમિયાન લગેજનું શું થયું – ભગવાન જાણે. પણ, ન્યૂયોર્ક પહોંચીને સામાન લેવા માટે ઉભો હતો, ત્યાં ખબર પડીકે હવે કોઇ સામાન છે જ નહી. ઓ તારી. મારા જેવાં બીજા દસેક જણાં હતા. ડેલ્ટા લોકોને ત્યાં ગયા તો તેમણે કહ્યું અહીં નહી, સાન ફ્રાન્સિસ્કો જાઓ. ઓકે. ત્યાં પહોંચ્યો અને રીપોર્ટ લખાવ્યો. મને એમ કે બીજા દિવસે આવી જશે. હેન્ડ-બેગપેકમાં એક ચડ્ડી સિવાય બીજું કંઇ નહોતું (હા, લેપટોપ વગેરે તો હોય જ). બીજા દિવસે આરામ કર્યો, થોડો ફર્યો વગેરે. જરુરી સામાન (દા.ત. બ્રશ, દાઢી-બાઢી) ખરીદ્યો અને રાહ જોઇ. નો સામાન. બીજા દિવસે કોન્ફરન્સ હતી. પૂરી કરી. નો સામાન. એટલે બે મિત્રો પાસે એકસ્ટ્રા ટી-શર્ટ માંગી અને તેમણે આપી. ત્રીજા દિવસે પાછો ફોન કર્યો, નો સામાન. કોન્ફરન્સમાં હતો ત્યારે સંદેશ આવ્યો કે સામાન મળ્યો છે. ઓકે. રાત્રે ૯ વાગ્યે જેવો સામાન મળ્યો અને મને આનંદ થયો.

ત્યાં ચોંટાડેલા સ્ટીકર પર લખ્યું હતું, બૂટલેગ મુંબઇ – કોઇને આનો અર્થ ખબર છે? 🙂

મીની ડેબકોન્ફ મુંબઇ ૨૦૧૫

* હોની (મીની ડેબકોન્ફ) અને અનહોની (મુંબઇ મેરેથોન ૨૦૧૫)ને કોણ ટાળી શકે છે? જે થવાનું હતું તે થયું. હવે આ પોસ્ટને બે ભાગમાં વિભાજીત કરી દેવામાં આવી છે, જેથી જેને દોડવાં વિશેની પોસ્ટ ન જોવી હોય એમને શાંતિ રહે. આ શું, દોડ-દોડ કરે છે, આ માણસ?

* સૌથી પહેલાં વાત કરીએ હોનીની (ના. ધોનીની નહી). મુંબઇ મીનીડેબકોન્ફ ૨૦૧૫ની. તારીખ મોડાં-મોડાં આવી કારણ કે મુંબઇમાં કોઇ કોન્ફરન્સ કરવી હોય તો ક્યા ંકરવી એ સળગતો પ્રશ્ન છે. વધુમાં બજેટ પણ જોવું પડે. આઇ.આઇ.ટી. મુંબઇનું કામકાજ એમ તો સારું, પણ સરકારી કામકાજ તમને ખ્યાલ જ છે. છેવટે, બધું સારું થયું અને તારીખો નક્કી થઇ. મને પછી યાદ આવ્યુ ંકે બીજા દિવસે તો મેરેથોન છે! વેલ, જે હોય તે, મારી ટોક પણ સબમિટ કરી દેવામાં આવી. વેબસાઇટ અપડેટ કરવા (એ પણ, જસ્ટ ડેબિયન સર્વર પર, એક્ચ્યુલ વેબસાઇટ નહી) સિવાય આમાં મારો કોઇ ફાળો નહોતો. વોલિયન્ટર્સ ઓછાં હતાં, પણ મજબૂત હતા.

કોન્ફરન્સ માટે વહેલી સવારે નીકળ્યો અને સમયસર પહોચ્યો ત્યારે સૌથી પહેલાં કુમાર અને જલધર વ્યાસ મળ્યા. અમે ત્રણેય જણાંએ ડેબકોન્ફ ૧૦ (ન્યૂ યોર્ક)ની ટી-શર્ટ પહેરી હતી. એ એવી અનેક ડેબકોન્ફમાંની હતી, જ્યાં હું જતાં-જતાં રહી ગયો હતો 😉

ત્રણ ડેબિયન ડેવલોપર્સ
જલધર, કુમાર અને કાર્તિક – ત્રણ ડીડી.

ઉપરોક્ત ચિત્રમાં મારા મોઢાં પર જે ખુશીની ઝલક દેખાય છે, એ જલધર અને કુમારને મળીને છે, બાકી આખું અઠવાડિયું ભયંકર થાક લાગે એવું જ કામ-કાજ, દોડાદોડી હતી (એની વાત વળી અલગ પોસ્ટમાં, પછીથી).

થોડો સમય આડા-અવળી વાતો કરી અને કોન્ફરન્સ શરુ થઇ. પ્રો. કુમાર અને કાનને શરુઆતી પરિચય આપ્યો અને ફોસી ટીમ વિશે માહિતી આપી. ત્યારબાદ ત્રણ રુમમાં અલગ-અલગ વિષયો પર ટોક હતી. લંચ પછી મને રવિ અને કૃપા મળ્યા. રવિની ઓળખાણ બ્લોગ (કે ફેસબુક)થી થયેલી અને અમે મીનીડેબકોન્ફ ૨૦૧૧માં મળેલાં. અચાનક કોઇને મળવાનો આનંદ થાય એ વાત અલગ પોસ્ટનો વિષય છે.

લંચ ઓકે હતું (બજેટ પ્રમાણે સારું હતું). ચા-કોફી તો ગુલમહોરમાં જ કરવા પડે. મારી ટોકમાં કંઇ ખાસ ભલીવાર હતો નહી, પણ જલધર, કુમાર અને બીજાં લોકો જોડે ડેબિયનનાં ભારતમાં ભવિષ્ય વિશે શું કરી શકાય – પર મોટી ચર્ચા કરી (જે મારી અને જલધરની ટોક હતી)! ગુગલ સમર ઓફ કોડનાં ડેબિયનનાં સ્ટુડન્ટ્સ પણ આવ્યાં હતાં, જેઓએ સરસ વિષયો પર ટોક આપી. એમાં એક એન્ડ્રોઇડ પર ડેબિયન ઇન્સ્ટોલ કરવા વિશે હતી (કુમાર સુખાની) અને બીજી એપસ્ટ્રીમ ડેટા (અભિજીત) પર.

સીજી સન્ની, શિરિષ અને અમારા બીજાં ડેબિયન ડેવલોપર – પ્રવિણ જોડે ઘણી ચર્ચા-વિચારણાએ આ ડેબકોન્ફનું બીજું જમા પાસું હતું. (PS: આઇ લવ કોરિડોર ચર્ચાઓ. દા.ત. કોઇના ઘર જઇએ અને બાય-બાય કહેતી વખતે ઘરે બેઠાં હોઇએ એનાં કરતાં વધુ સમય બારણાં પર વાતો કરવા વીતાવીએ – એ ઘટનાને શું કહેવાય? એનાં માટે કોઇ શબ્દ ખરો?)

સાંજે ૫.૪૦ જેવો ઘરે જવાં નીકળ્યો. ઘરે જતાં રીક્ષામાં પૂરા ૧ કલાક ૧૫ મિનિટ (મીટર કેટલું થયું, એ પૂછવું નહી) મેરેથોન અને બીજી વસ્તુઓ માટે પેકિંગ પણ બાકી હતું. હવે, ટૂંક સમયમાં મેરેથોનની બોરિંગ પોસ્ટ માટે તૈયાર રહેજો!

ઓઇલ કટોકટી

કવિન: પપ્પા, પેટ્રોલ-ઓઇલ ખતમ થઇ જશે તો પછી આપણે સાયકલમાં કયું ઓઇલ વાપરીશું?
હું: સિંગતેલ.

PS: કાલે સાયકલના ઓઇલનો ૧૦ લિટરનો ડબ્બો સ્ટોક કરી દેવામાં આવશે.

ફ્રિડમ ઓફ સ્પિચ

એટલે શું?

ઓવાસી બે-ફામ બોલે એ કે નેતાઓ “ચાર સંતાનો” વિશે બે-લગામ બોલે એ? કે પછી ચાર્લિ હેબ્ડો છાપે એ? કે પછી મારો છોકરો મારી સામે બોલે એ? પીકે રોંગ નંબર દર્શાવે તે? કે પછી હું અહીં લખું તે?*

જવાબ જણાવવા વિનંતી.

* = લાગણીઓ દુભાવવી નહી™

અપડેટ્સ – ૧૫૭

લોંગ ટાઇમ, નો અપડેટ્સ!

* છેલ્લાં વર્ષે એટલે કે ડિસેમ્બરમાં નવો ફોન તો લઇ લીધો (એક વત્તા એક – વન પ્લસ વન), પણ હવે એ દોડતી વખતે મોટો પડે છે. ફેસપામ. વધુમાં, નેક્સસ ૫ રીપેર કરાવી દેવામાં આવ્યો છે. ઓફિશિઅલી રીતે રીપેર કરાવવાની જગ્યાએ અમે સસ્તામાં કરાવ્યો – ત્રીજા ભાગના ખર્ચામાં!

નવાં ફોન વિશે કહીએ તો એ ફોન ડિસેમ્બરમાં લેવામાં આવ્યો હોવાથી મારાં રીઝોલ્યુશનનો ભંગ થતો નથી!! સરસ ફોન. પહેલાનાં અનુભવોને ધ્યાનમાં લઇને કવર લગાવ્યા પછી જ વાપરવાનું ચાલુ કરવામાં આવ્યો છે, પણ તેનાથી ફોનનો લુક & ફીલ બગડી જાય છે 😦 જે હોય તે, અહીં કોને દેખાડવાનો છે? 😉

* મુંબઇ મેરેથોન જ્યારે પણ નજીક આવે ત્યારે મારે કામ-કાજ અને પેટમાં ગરબડ થાય છે. સહઘટના? એટલે કે કોઇન્સિડેન્ટ?

* કવિનને થોડું-થોડું દોડાવવાનું નક્કી કર્યું છે, આજે બીજો પ્રયત્ન છે. તેને જો વધુ રસ હોય તો ફેબ્રુઆરીમાં ક્યાંક (હિરાનંદાની અથવા બાંદ્રા) રેસમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરાશે. હજી જોકે અમે ૧ કિમી પર છીએ અને સમયની મારામારી છે. અહીં ઉતાવળ કરવા જેવી નથી એ અમને ખબર છે.

* પરીક્ષાઓ આવી રહી છે, ઉત્તરાયણ આવી રહી છે (PS: મુંબઇની ઉત્તરાયણ “ભંગાર” હોય છે), ઠંડી આવતી-જતી રહે છે, જીવન આવું જ છે!!

સરકો!

* ગઇકાલે લોકલમાં ઘરે આવતાં હતા. મસ્ત મજાનો ચોકલેટ શોટ્સ, સિઝલિંગ બ્રાઉની, મેક્સિકન સિઝલર્સ વગેરે ખાઇને મન અને પેટ બંને મજામાં હતા (વાસ્તવમાં તો ભારે હતા અને ઉંઘ આવતી હતી!). લોકલમાં રાત્રે ૧૦ વાગે પણ થોડી ભીડ હતી. કદાચ અંધેરી સ્ટેશન આવ્યું ત્યારે હું ડબામાં અંદર ગયો અને દરવાજાની બાજુની સીટ પાસે ટેકો લઇને ઉભો-ઉભો ફોન મચડતો હતો અને ફોર્વડ કરેલાં જોક્સ વાંચીને તેને ડિલિટ કરવાનું મહત્વનું કામ અત્યંત ધ્યાનથી કરી રહ્યો હતો. એવામાં એક ભાઇ સહકુટુંબ અંદર ઘૂસ્યા અને બધાંને હટાવવા લાગ્યા. મને થયું કે આ માણસ કંઇક વિચિત્ર જ છે. થોડીવાર પછી મને કહે અહીં લેડિઝ બેઠી છે, અહીંથી સરકી જાવ. હું થોડો ખસી ગયો. તો પણ, એમણે કહ્યું અહીં નહીં, અહીં આવી જાવ (વચ્ચે જ્યાં કોઇને પણ ઉભા રહેતા ન ફાવે!). મારો જવાબ હતો – થેન્ક યુ. હું અહીં જ બરાબર છું. આખા ડબામાંથી મારા પર એવી રીતે જોવામાં આવ્યું કે જાણે મેં કોઇ મહાન ગુનો કરી દીધો હોય. જવા દો. પેલા ભાઇ ગુજરાતીમાં હતા, તો મેં કહ્યું ભાઇ, બહુ ભીડમાં ન આવવું હોય તો લેડિઝ ડબામાં જવું અથવા ફર્સ્ટ ક્લાસમાં ચડવું-ચડાવવાં અને આટલું કહી મારું સ્ટેશન આવ્યું અને હું ઉતરી ગયો.

અહીં સ્ત્રી દાક્ષિણ્ય કે ફેમિનિઝમ જેવા પ્રશ્નો ઉભા ન કરવા! 🙂

નવાં વર્ષનાં રીઝોલ્યુશન્સ

એમ તો આ પોસ્ટ દિનાંક ૧લી જાન્યુઆરી માટે હતી પણ, હવે મોડું થઇ ગયું એટલે આજથી લાગુ પડે છે!!

૧. ફેસબુકની પોસ્ટ્સ – ટેન્ડ્સ ટુ ઝીરો. ખાલી બ્લોગનાં પોસ્ટ્સ અને કદાચ કોઇ-કોઇ ફોટાઓ. કોમેન્ટ્સ – ટેન્ડ્સ ટુ ધ ઝીરો.
૨. વોટ્સએપનાં ફોટાઓની સાફ-સફાઇ સમયાંતરે કરવી. બેકઅપ લેવો.
૩. પુસ્તકો પર પાછા જવું.
૪. રનિંગ (૨૪૦૦+ કિમી), સાયકલિંગ (૬૦૦૦+ કિમી). ચાર-પાંચ BRMs, બે કે ત્રણ ફુલ મેરેથોન, એક-બે અલ્ટ્રા* વગેરે.
૫. અપર બોડી મજબૂત બનાવવું.
૬. જરુર ન હોય તો નવું કોઇ ઇલેકટ્રોનિક ગેજેટ્સ ન લેવું.
૭. વધુને વધુ લોકોને મળવું. વધુ સ્થળોની મુલાકાત લેવી.
૮. તેમજ પોઇઝનશ (Poisonous) લોકોથી દૂર રહેવું.
૯. શક્ય હોય એટલી બીજા લોકોને મદદ કરવી.
૧૦. આનાંથી વધુ રીઝોલ્યુશન્સ ન લેવા. જેથી ફ્રિકવન્સી મિસ-મેચ ન થાય 😉

* રીંગણા લઉં બે-ચાર?