નર્મદા ડેમ, આંદોલન અને હું…

* વિષય જુનો છે. હું જ્યારે ૧૦મા ધોરણમાં હતો ત્યારે અમને સમાજશાસ્ત્ર ભણાવતા મહેરુનીશા બેનની વાત મને યાદ આવે છે. જ્યારે કોઇ પ્રકરણમાં નર્મદા ડેમની વાત આવી ત્યારે તેમણે કહ્યું કે હું જ્યારે ભણતી હતી ત્યારથી ડેમનું બાંધકામ ચાલે છે, હું શિક્ષક બની, આ વર્ષે રીટાયર્ડ થઇશ, તમે મોટા થશો, તમે કદાચ ભણાવશો, ડેમ પૂરો થાય ત્યારે મને યાદ કરજો. ડેમનું બાંધકામ હજુ ચાલુ છે અને મને તેઓ યાદ આવે છે.. ડેમનાં સપોર્ટમાં તમે અહીં તમારો મત આપી શકો છો.

બેસ્ટ કે ખરાબ?

* ૨ દિવસની હડતાળ,

* દરરોજનું ૨ કરોડનું નુકશાન,

* ૪૪,૦૦૦ માણસોની માગણી સંતોષવા ૪૫,૦૦,૦૦૦ લાખને હેરાની..

.. આ બેસ્ટ છે કે વર્સ્ટ ?

* દર વર્ષે પગાર વધારાની ખોટી હડતાલે જતા કર્મચારીઓ પ્રાઇવેટ કંપનીમાં જાય તો જ સીધા થાય તેમ છે..

ગુજરાતીલેક્સિકોન.કોમ સીડી ૨

* ગુજરાતીલેક્સિકોન.કોમ સીડી વાપરવાનાં થોડા સૂચનો:

૧. આ સીડી ખાલી કોમ્પ્યુટર અથવા લેપટોપમાં ચાલશે. વીસીડી પ્લેયરમાં નાખીને તમારૂ પ્લેયર બગાડશો નહીં.

૨. સીડી ડ્રાઇવમાં નાખશો એટલે તે આપમેળે ખૂલશે. તેમ છતાં તમને કોઇ મુશ્કેલી હોય તો, માય કોમ્પ્યુટરમાં જઇ સીડી-ડ્રાઇવનાં ચિહ્ન પર ડબલ ક્લિક કરશો એટલે તે ચાલશે.

૩. સીડી કઇ રીતે વાપરવી તેનું મુવી – સીડી ટુરમાં આપેલું છે. પ્રથમ તે જોઇ લો. ફોન્ટ અને જાવા – આ બે વસ્તુ ઇન્સ્ટોલ કરેલી હોવી જ જોઇએ.

૪. સ્પેલચેકરમાં કંઇ મુશ્કેલી હોય તો, તેને પ્રથમ સીડીમાંથી કોપી કરી તમારાં ડેસ્કટોપ પર મૂકી દો.

અને છેવટે મારૂ ઇમેઇલ આઇડી અને આ બ્લોગ તો છે જ…

ગુજરાતીલેક્સિકોન.કોમ સીડી

* તમે ચિત્રલેખા સાથેની ગુજરાતીલેક્સિકોન સીડી લીધી કે નહિ? ચિત્રલેખામાં ગુજરાતીલેક્સિકોન.કોમઉત્કર્ષનાં સહયોગથી એક સીડી આપવામાં આવી છે. આ સીડીમાં ડિક્શનેરી અને સ્પેલચેકર અને ફોન્ટસ આપેલ છે. વળી, સીડી કઇ રીતે વાપરવી તેની મદદ પણ આપેલી છે. આ સીડી વાપરવામાં કંઇ પણ મુશ્કેલી આવે તો મને બેધડક ઇમેઇલ કરો! સીડી સામાન્ય કોમ્પ્યુટર (વિન્ડોઝ) અને એપલ મેકિન્ટોસમાં વાપરી શકાય છે.

જન્મદિન મુબારક

* પ્રિય કોકી, જન્મદિવસની ખૂબખૂબ શુભેચ્છાઓ..

* ૧ લીટીમાં બ્લોગ પોસ્ટ મજા ના આવે એટલે આ બીજી લીટી ઉમેરૂ છુ..

ત્રણ સરસ કોયડાઓ

* પઝલ્સ ઉર્ફે કોયડાઓ – મને બહુ ગમે છે. ધણી વખત દિવસોનાં દિવસો પણ તેમાં જતા રહે છે. આ ટેવ મને ‘સફારી‘ મેગેઝિને પાડી છે! જે જાણતાં ન હોય તેમને કહેવાનું કે સફારી ગુજરાતી ભાષાનું કદાચ એકમાત્ર સાયન્સ મેગેઝિન છે. હવે, આપણે તે ત્રણ પઝલ્સ જોઇએ.

http://www.iimi-iris.com/iris/irising/klueLESS/

આ પઝલ આઇ.આઇ.એમ. ઇન્દોરનાં એન્યુઅલ ફેસ્ટિવલ ૨૦૦પ નાં ભાગરૂપે હતી.

http://www.deathball.net/notpron/

પહેલાં જેવીજ પણ વધુ લેવલ ધરાવે છે.

http://planarity.net/

આમાં તમારા લોજીકની સરસ કસોટી થાય છે.

* શનિ અને રવિ પઝલ ૧ ને નામ!

મોટા માણસો અને મૌન..

* જ્યારે પોતાનો સ્વાર્થ આવે છે ત્યારે અમુક માણસો મૌન ધારણ કરી મનમાની કરે છે. આજે ગુજરાત સમાચારની શતદલની પૂર્તિમાં જય વસાવડાની કોલમ 'અનાવૃત' વાંચવાની મજા આવી. ઘરની આગળ ફ્લાયઓવર બને તેમાં 'મુંબઇ છોડી દેવાની ધમકી' આપનારા લતાજી અને તેમનાં જેવા લોકો પર સરસ લખાણ છે. ઓ.હેન્નીનો વાર્તાસંગ્રહ 'ફોર મિલિયન' જે તેમણે નગરનાં 'ફોર મિલિયન' લોકોને અર્પણ કર્યો હતો તે, હવે મારે મેળવીને વાંચવો પડશે, મારી પાસે માત્ર '૧૦૦ સિલેક્ટેડ શોર્ટ સ્ટોરીઝ' બુક છે.

* કેટલાક માણસો બહુ વિચિત્ર હોય છે. તેમને સમજવા અને સમજાવવા બહુ મુશ્કેલીભર્યુ છે. હું થોડો વિચિત્ર છું, પણ એટલો બધો નહી.. 😉

સોમવાર

* ઓહ, ચાર દિવસની રજા પછી સોમવારે ઓફિસ જવું થોડું મુશ્કેલ બની જાય છે.. કદાચ એટલે મારી પાસે આવી ટી-શર્ટ છે. 😉

અપડેટ: Flickr નું એકાઉન્ટ બંધ થતાં, આ ટી-શર્ટ ના ફોટાની જગ્યાએ લિંક જ મૂકેલ છે.