કવિન અપડેટ

* કવિન હવે ગુલાટી ખાઇને જાતે જ ઉંધો પડે છે 🙂 અને હા, બહુ જ મસ્તી અને અવાજ કરે છે..

વિરાટ… પુસ્તકમેળો…

* પરમ દિવસે મને ખબર પડી (મીનાબેને કહ્યું અને દિવ્ય-ભાસ્કરમાં પણ સમાચાર અને જાહેરાત આવેલી..) કે કાંદિવલીમાં વિરાટ પુસ્તકમેળાનું આયોજન એન.એમ.ઠક્કર એન્ડ કંપનીએ કરેલું છે. પીઝાહટની પાસે હોવાથી જગ્યા મળી ગઇ અને પીઝા પણ ખાવાનું મન થયુ હોવાથી હું અને કોકી અને અતુલ (કોકીનો ભાઇ) કવિનને ઘરે મુકીને પીઝા+બુકફેર માટે ગયા. પીઝા ખાવામાં તો વાર ન થઇ પણ બિલ લાવતા ૧૫ મિનિટ થઇ ગઇ અને ‘કવિન જાગી ગયો છે’ તેવા સમાચાર આવ્યા એટલે માત્ર હું જ પુસ્તક મેળામાં ગયો. ૫ દુકાનોની અંદર છુટા-છવાયા પુસ્તકો ત્રણ સાઇડમાં ગોઠવેલા હતા. કંઇ ખાસ મજા ન આવી, પણ ચાર પુસ્તકો લીધા.

૧. ઇગો – ચંદ્રકાંત બક્ષી – સરસ પુસ્તક. એક તરફ બક્ષીજીનાં ફોટા અને બીજી તરફ અવતરણો..
૨. અતીતવન – ચંદ્રકાંત બક્ષી – ઇતિહાસને જાણવા, સમજવા માટે જરુરી..
૩. કિમીયાગર
૪. તમે અને તમારુ નિરોગી બાળક – ખાસ કોકી માટે 🙂

ઐતહાસિક અવાજો..

* પ્લેનેટ ડેબિયન પરથી મને આ ઐતહાસિક અવાજોનો સંગ્રહ ધરાવતી સાઇટ મળી છે. તેમાં ગાંધીજી અને ચે ગુએવારાથી માંડીને રિચાર્ડ સ્ટોલમેન અને લિનસ ટોરવાલ્ડ સુધીની વ્યક્તિઓનાં અવાજો એમપી૩ ફોરમેટમાં આપેલ છે.

એ આવજો ‘નાની, મધ્યમ અને મોટી લીટી’..

* ઓક્સફર્ડ ડિક્ષનેરીએ નાની, મધ્યમ અને મોટી લીટીઓ (એટલે કે હાઇફનને) આવજો કહી દીધુ છે. એટલેકે લગભગ ૧૬,૦૦૦ જેટલાં હાઇફન્સ કાઢી નાખ્યા છે. ઇકોનોમિક્સ ટાઇમ્સમાં કે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં (યાદ નથી) વાંચ્યા પછી, અહીં તમે આ સમાચાર જોઇ શકો છો.

આપણે આવુ બહાદુરી ભર્યુ પગલું ક્યારે ભરીશું? કે પછી સદીઓ જુની ડિક્ષનેરી લઇ બેસી રહીશું?

સેલ્ફ કોમેન્ટ મોડરેશન..

* એક બ્લોગ પર મેં કોમેન્ટ કરેલી તેની જગ્યાએ તેને સુધારીને કોઇએ (એટલે કે તે બ્લોગરે) એકદમ રીવર્સ કરીને મૂકી દીધી છે. કોમેન્ટ દૂર કરે તેમાં વાંધો નહી, પણ સુધારીને જે કહેવુ હોય તેના કરતા ઉંધુ લખે તેમાં મજા ના આવે..

આરએસએસ ફીડ

ગેરસમજ ન કરતા. આર.એસ.એસ. એટલે, રીઅલી સિમ્પલ સિન્ડીકેશન. RSS સરસ રીતે તમને સમાચાર વાંચવાની સુવિધા પુરી પાડે છે. તમે કોઇપણ સાઇટની (જો હોય તો, દરેક બ્લોગ આ સુવિધા પૂરી પાડે છે..) દાત. મારી સાઇટનું RSS યુઆરએલ છે: https://kartikm.wordpress.com/feed/ અને http://ftbfs.wordpress.com/atom/ તમે વિવિધ આરઆરએસ રીડરનો ઉપયોગ કરી સરળ અને સુગમ રીતે બ્લોગ, સાઇટ (ઓફલાઇન પણ..) વાંચી શકો છો.

૧. તમે જો ગુગલ એકાઉન્ટ ધરાવતા હોવ તો, ગુગલ રીડરનો ઉપયોગ કરી શકો છો..

ગુગલ રીડર

૨. ફાયરફોક્સમાં તમે ફીડને બુકમાર્ક કરીને તેનો ઉપયોગ કરી શકો છો..

ફીડ-બુકમાર્ક તરીકે, ફાયરફોક્સમાં..

૩. ઢગલાબંધ રીડર સોફ્ટવેર ફ્રી અને ઓપનસોર્સ છે..

૪. અને હા, પ્રતિકે યાદ કરાવ્યુ તેમ આપણા બધાના પ્રિય અને જગતનાં સર્વોત્તમ ટાઇમપાસ તરીકે જાણીતા ઓરકુટ માં તમારી પ્રોફાઇલમાં તમે ફીડ ઉમેરી શકો છો..

ઓરકુટમાં ફીડ ઉમેરવા માટે add stuff ઉપર ક્લિક કરો..

નોંધ: ગુજરાત સમાચારનાં ફીડપેજને જોવા જેવું છે. અને જો તમારે થોડા વધારે ઉંડા ઉતરવું હોય તો, યાહુ પાઇપ્સ (આરએસએસને રીમિક્સ કરવા માટે) જોવા જેવી છે.

હાઇવેથી મારુ ઘર કેટલે? વીકીમેપીઆ બોલે એટલે..

* બંસીનાદ બ્લોગ પર વીકીમેપીઆ વિશે વાંચીને ફરી પાછી મને આ સરસ સાઇટની મુલાકાત લેવાની ઇચ્છા થઇ. અને વાહ, હવે તો પાલનપુરનો નકશો પણ છે. અને ‘જીઓટુલ’નો ઉપયોગ કરીને તમે બે સ્થળો વચ્ચેનું અંતર પણ માપી શકો છો (એટલે કે સીધી લીટીમાં..). તો, મેં હાઇવેથી મારા ઘરની નજીકનાં ચોકનું અંતર માપ્યું. ૨ કિલોમીટર. પાલનપુરનો નકશો એકદમ ચોખ્ખો છે. ઇન્ટરનેટની કમાલ છે ને!! નોંધ: આ પોસ્ટ ભૂલથી ડીલીટ કરી નાખી હતી.. અરર. ફરી મહેનત કરવી પડી.

પાલનુપર-હાઇવેથી દિલ્હીગેટ

૨જી ઓક્ટોબર

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

-શેખાદમ આબુવાલા