ગુજરાતીલેક્સિકોન બુકમાર્ક

* જ્યારથી મને કંઇક સમજણ પડવા લાગી (??), ત્યારથી મને બુક્સ અને બુકમાર્કનો શોખ છે, ઘણીવાર તો એવું થાય કે ક્રોસવર્ડમાં ગયા પછી કંઇ લઉં નહી, પણ એકાદ બુકમાર્ક લઇ લઉ. જ્યારે રોહિતભાઇ (શારદા મુદ્રણાલય) ને મળવાનું થયું ત્યારે તેમનાં ટેબલ પર પડેલ ઢગલાબંધ બુકમાર્કસને જોઇ આનંદ થયો, અને તેમણે સમાચાર આપ્યા કે, કમ્પ્યુટરની ક્લિકે બુક પ્રિન્ટ કર્યા પછી તેના વધેલા કાગળ ફેંકી દેવાની જગ્યાએ (આ બુકલેટમાં કવર પેજ બે ફોલ્ડ વાળું છે, એટલે થોડી પટ્ટી વધે) તેના પર બુકમાર્ક પ્રિન્ટ કર્યા. અને તેમના પ્રિન્ટીંગ કામ વિશે કંઇ કહેવું ન પડે. તમે જો ગુજરાતીલેક્સિકોનની સીડી લો તો, બુકમાર્કનું પૂછજો, મસ્ત છે, જરુરથી ગમશે. નીચે જોઇ લો..

s7002047

કવિન અપડેટ અને બીજું..

* ઓકે. કવિન મજામાં છે, પણ બે દિવસથી સાંજે રોવાનું ચાલુ કરતો હતો. એટલે મમ્મી-પપ્પા (એટલે કે અમે!) ચિંતા કરતા હતા. ડોક્ટરને બતાવ્યું તો, તેને ઇવનિંગ કોલિક થયું છે, જે મોટાભાગે સામાન્ય હોય છે. મસ્તીખોર અત્યારથી છે 🙂

* હવે, મોટાભાગે મુંબઇમાં જ હોઇશ, એટલે શાંતિ છે. ફેબ્રુઆરી પછી પહેલી વખત ઓફિસમાં દિવસ ગુજારવાની મજા આવી ગઇ.

* કવિનની વેબસાઇટ માટે કોઇ સારું નામ સજેસ્ટ કરશો! kav.in તો લેવાઇ ગયું છે 😦

તારી આંખોમાં ખોવાયો હું..

તારી આંખોમાં ખોવાયો હું

થોડી ટીપ્સ..

* અજ્ઞાની લોકો માટે હું થોડી ટીપ્સ આપુ છું..

બગ એ ગુડ હોય કે બેડ, બગ એ બગ જ છે.

ગધેડુંધેટા કરતા સારું પ્રાણી છે.

ગુગલ એ કંઇ ભગવાન નથી, પણ ભગવાન કહી શકાય 😉 અત્યારે તો ગુગલ પર અમુક સર્ચ કરતા, અમુક સરસ પરિણામ મળે છે.

– મને ગુજરાતીનો ગુ પણ નથી આવડતો (સદભાગ્યે, કોમ્પ્યુટરમાં ગુજરાતી ભાષાનો કોડ પણ gu છે), મને ખાલી થોડું ભાષાંતર, યુનિકોડની સમજ, ફોન્ટસ અને લિનક્સમાં થોડું ઘણું જ આવડે છે.

– કવિતા, વાર્તા લખવાથી ગુજરાતી આવડે છે તેમ જરુરી નથી.

gu.wordpress.com માં બ્લોગ ટોપ ઉપર આવવાથી હરખાઇ જવાની જરુર નથી.

– ગંદી કોમેન્ટ કરવાથી બ્લોગરની અને તેના બ્લોગની ઉંમર વધે છે 😛

૪ જીબીનું પેન ડ્રાઇવ મોં માં (કે બીજે ક્યાંય) ન નંખાય, તેના માટે યુએસબી પોર્ટ છે જ.

તો, ઉપરની ટીપ્સ વાપરો અને આનંદ પામો..

અમદાવાદમાં..

* થોડા દિવસ ઘરે જલ્સા કરી હવે પાછો અમદાવાદ આવી ગયો છું. સારુ થયું કે રસ્તામાં ટ્રેનમાં કોઇ તકલીફ ન થઇ, અમુક ટ્રેન વરસાદનાં કારણે બહુ મોડી પડી હતી અથવા રદ કરવામાં આવી હતી.

* મુંબઇમાં વરસાદ જોયા પછી, અહીં તો કંઇ લાગતો નથી 🙂

* કવિનનાં થોડા બીજા ફોટા ફ્લીકર આલ્બમ પર અપલોડ કર્યા છે.