નવો ફોન અને નવી માથાકૂટ :)

ફોન વડે‌ પાડેલો સેમ્પલ ફોટો 🙂

વન પ્લસ ૫ લગભગ ૨.૫ વર્ષ વાપર્યા અને‌ તેને તોડ્યા પછી છેવટે તેના લેટેસ્ટ મોટા ભાઈ વન પ્લસ ૭ પ્રો પર પસંદગી ઉતારી છે. સરસ ફોન છે અને કવિનના રિવ્યુ પ્રમાણે તેનું પ્રોસેસર લેટેસ્ટ છે. હું તો પબજી નો શોખિન નથી એટલે શાંતિ છે. કેમેરા સરસ છે. ગુજરાતી કીબોર્ડ લેઆઉટ થોડું વિચિત્ર છે, પણ હેન્ડ રાઈટિંગ સપોર્ટ ધરાવે છે.

ગિફ્ટ-અ-બૂક

ફેસબૂકમાં બે-ત્રણ દિવસ પહેલા આ ગિફ્ટ-અ-બૂકની પોસ્ટ જોયેલી ત્યારે લાગેલું કે ફેસબૂકમાં બધું ફેક જ હોય. પણ, જ્યારે એક મિત્ર દ્વારા આ મૂક્યું ત્યારે થયું કે ચાલો, કંઇક સારું ટ્રાય કરીએ. અને, થેન્ક્સ ટુ મારી ટાઇમલાઇનના મિત્રો જેણે પુસ્તકો મોકલાવીને ચેઇન શરૂ કરી છે. સંદીપભાઇએ મને ભૂલથી એક પુસ્તક મોકલાવી દીધું છે એટલે મારું ખાતું તો સરભર થઇ ગયું છે 😉

હવે આવતા અઠવાડિયે આવું જ કંઇક માત્ર ગુજરાતી પુસ્તકો માટે શરૂ કરવાનું વિચારી રહ્યો છું. આમાં જો એક કડી તૂટે તો પછી આ આખી પ્રક્રિયા આગળ વધતી અટકે છે, એટલે કંઇક બીજો ખ્યાલ વિચારવો પડશે અને થોડી શરતો પણ લાગુ કરવી પડશે એમ લાગે છે.

મૂળે આ મલ્ટીલેવલ માર્કેટિંગનો ખ્યાલ-કન્સેપ્ટ છે, પણ અહીં કંઇક સારું થાય છે.

આ અઠવાડિયાનાં પુસ્તકો – ૮

૧. આનંદમઠ (હિંદી) – હાલમાં ચાલી રહેલા બહુ બધાં વિવાદો વચ્ચેનું સરસ વાચન. સંન્યાસી વિપ્લવ પર આધારિત પુસ્તક કેવી રીતે ભારતની સ્વતંત્રતાનો હિસ્સો બન્યો તેનો ઇતિહાસ પણ સરસ છે.

૨. ઇકિગાઇ (અંગ્રેજી) – ગયા ફેબ્રુઆરીમાં જ્યારે કવિને તેનો હાથ તોડ્યો ત્યારે ડોક્ટર જોડે વાત વાતમાં વિકિપીડિયા અને સાયકલિંગની વાત નીકળી તો તેને ઇકિગાઇ વિશે વાત કરી હતી. થોડા સમય પછી આ પુસ્તક અડફેટે ચડ્યું તો લઇ લીધું.

૩. વરશિપિંગ ફોલ્સ ગોડ્સ – અરુણ શૌરી (અંગ્રેજી) – ક્યારનુંય વાચન ચાલુ હતું. વિવાદાસ્પદ, પણ સરસ! અરુણ શૌરીનું પુસ્તક “ઇમિનન્ટ હિસ્ટોરિયન્સ: ધેઇર ટેકનોલોજી, ધેઇર લાઇન, ધેઇર ફ્રોડ” પણ યાદીમાં છે!

૪. ઇન્ટ્રોડક્ટરી લિંગ્વિસ્ટિક્સ (અંગ્રેજી) – સ્પેન ટ્રીપ દરમિયાન અમીરે આપેલી ગિફ્ટ. મને ક્યારનોય આ વિષયમાં રસ હતો (થેન્ક્સ ટુ વિકિપીડિયા અને વિક્શનરી) અને તે માટે કોઇ શરૂઆતનું પુસ્તક હું શોધતો હતો. જોકે આ પુસ્તક આ અઠવાડિયામાં નહી, આ આખા વર્ષમાં પણ પૂરું થશે એ વિશે શંકા છે, પણ વન ચેપ્ટર એટ અ ટાઇમ!

આવતા અઠવાડિયામાં ટ્રાવેલ છે, એટલે એક-બે પુસ્તકો નોંધેલા છે, જે એરપોર્ટ પર મળે તો ઉપાડવામાં આવશે. આ વર્ષની શરૂઆત એટલિસ્ટ આ બાબતે તો સારી રહી છે!

આ અઠવાડિયાનાં પુસ્તકો – ૭

આ શ્રેણીની છેલ્લી પોસ્ટ છેક ૨૦૧૩માં લખાઇ હતી. ૨૦૨૦માં હવે ફરીથી શરૂ કરવામાં આવશે!

૧. કુરુક્ષેત્ર – દિનકર (હિંદી)

૨. રોઝીસ ઇન ડિસેમ્બરએમ. સી. ચાગલા. અદ્ભુત આત્મકથા. એમ. સી. ચાગલા વિશેનો વિકિપીડિયા લેખ પહેલાં વાંચી લેવો જરૂરી!

૩. ગીતાંજલી – રવિન્દ્રનાથ ટાગોર (ભૂલથી અંગ્રેજીમાં!)

૪. મધુશાલા – હરિવંશરાય બચ્ચન (હિંદી)

આમાંથી ૧, ૩ અને ૪ જસ્ટ ફોર ફન મંગાવવામાં આવી હતી અને ધાર્યા કરતાં આ કવિતાઓ સારી નીકળી (કફ!). હવે, પુસ્તકોનો શોખ ફરી ઉગ્યો છે, એટલે કિંડલ પણ સજીવન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જોઇએ છે કે તે ચાલે છે કે નહી!

આવતા અઠવાડિયે બાકીના ત્રણ પુસ્તકોનું વાચન કરીને નવી પોસ્ટ લખીશ.

અપડેટ્સ-૨૩૨

નવું વર્ષ, નવા સંકલ્પો (એટલે કે ક્યાં સારી ઇડલી મળે તે શોધવાનું) અને નવી ઇવેન્ટ્સ. આ વર્ષે એટલે કે ૨૦૨૦માં પાંચ ઇવેન્ટ્સ તો હાલથી જ રજીસ્ટર કરાવી છે અને ત્રણ પ્રવાસો પણ પાક્કા કરી લીધા છે. મુંબઈ મેરેથોન, એક ૨૫ કિમી, એક ૧૦ કિમી, એક ૧૨ કલાક. સાયકલિંગ તો ચાલતું જ રહેશે. ૧૨૦૦ કિમીનો પ્લાન હાલ પૂરતો પડતો મૂકાયો છે અને તેની જગ્યાએ મિત્રો સાથે જલ્સા કરવાનો વધુ સારો પ્લાન બનાવવામાં આવ્યો છે.

પ્લાન પરથી યાદ આવ્યું કે જ્યારે સેજલબેનને મળ્યા હતા ત્યારે વાત વાતમાં વાત નીકળી કે તેઓ કેવી રીતે પ્રવાસો કરે છે. તેમની સાથે એક પ્રવાસનો પ્લાન કરવો કે પ્લાન વગર જ ઉપડી જવું એ મુંઝવણ છે 🙂

વેકેશનમાં પાંચ દિવસમાં ૫૩૦ કિમી સાયકલિંગ વત્તા એક નાનકડો પ્રવાસ કર્યો હતો (કેલવે બીચ, ભવાનગઢ કિલ્લો – એમ તો કિલ્લો મજાક છે, તો પણ..) અને નવાં વર્ષની શરૂઆત આમ તો જિમથી કરી છે. જ્યારે બાવડાં દુખશે ત્યારે અમારું મનોબળ કેટલું મજબૂત છે, તે ખબર પડશે. સ્ટે સ્ટ્રોંગ, કાર્તિક!

બાકી, શાંતિ છે. અને હા, પેલાં સીએએ અને એનઆરસી વિશે અમને કંઇ પૂછવું નહી. ક્યાંક કંઇ બોલાઇ જશે તો.. “અરર માડી, છોકરાએ ચીસ પાડી!” થઇ જશે.