સેક્સ એજ્યુકેશન ૨૦૦૮

* આજકાલ આ વિષય બહુ જ લોકપ્રિય છે, તો એક કોમ્પ્યુટર ગીક આ માટે કઇ રીતે વિચારશે?

આ રીતે!

આભાર: Geek And Poke

મેક – વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમથી જુદી કઇ રીતે?

* હરસુખભાઇએ મારી પોસ્ટ નવું મેકમાં કોમેન્ટ કરીકે વિન્ડોઝ અને મેક વચ્ચેનો તફાવત જણાવશો તો હાજર છે આ એક નાનકડી પોસ્ટ તેના માટે..

૧. એપલ કંપની એ મેકિન્ટોશ મશીન બનાવે છે સાથે સાથે Mac OS પણ તેની જ પ્રોડક્ટ છે – આ કારણે તેનાં હાર્ડવેર અને સોફ્ટવેર એક જ જગ્યાએથી આવવાથી ક્વોલિટી, ગુણવત્તામાં તે ચઢિયાતી હોય છે. પણ હવે તમે મેક મશીન પર વિન્ડોઝ પણ ચલાવી શકો છો. અરે, મેક, લિનક્સ અને વિન્ડોઝ પણ ચલાવી શકો છો.

૨. Mac OS નું બેકએન્ડ, બેઝ કહીએ તો UNIX છે. એટલે UNIXની બધી જ સારી ચીજો તેમાં છે, તમે લિનક્સનાં મોટાભાગનાં કમાન્ડ તેમાં વાપરી શકો છો.

જુઓ, નીચેનો સ્ક્રિનશોટ (તેનાં પર ક્લિક કરો)!

Terminal, Mac Tech Specs and Finder

૩. હાર્ડવેરની ક્વોલિટી એકદમ સરસ હોય છે.

૪. એકદમ સ્લિક. ઉદાહરણ તરીકે જુઓ મેક મીની અને મેકબુક એર.

૫. આઇફોન, આઇપોડ વગેરે તેમાં સરળતાથી સિન્ક (sync, નહીં કે sink) થાય છે. 😛

૬. ગ્રાફિક્સ આર્ટિસ્ટો માટે મેક એ ગોડ ગિફ્ટ છે – ઘણાં બધા ડિઝાઇનરો તેને પસંદગી આપે છે. અને તમારી ડિઝાઇન સેન્સ પણ તેનાંથી ચડિયાતી થાય છે.

૭. વાયરસનો બહુ ઓછો ડર (કારણ, લિનક્સની જેમ જ બેઝ એ યુનિક્સ છે).

૮. ટૂંકમાં, મેક આગળ વિન્ડોઝ ભિખારી જેવું લાગે છે.

ખરાબ તો બે વસ્તુ છે,

૧. એપલની દરેક પ્રોડક્ટની જેમ મેક એ મોંઘું છે. કંઇ તૂટ્યું કે ફૂટ્યું તો ગયા, જો સર્વિસ, ગેરંટીમાં ન હોય તો.

૨. મેક હાર્ડવેર એ એકદમ ક્લોઝ્ડ સોર્સ હાર્ડવેર છે એટલે કે લિનક્સ તેનાં પર ઇન્સ્ટોલ કરતાં, અને દરેક સુવિધા યોગ્ય રીતે કામ કરાવતાં દમ નીકળી જાય તેમ છે (અરે, પણ લિનક્સ હેકર્સ એમ કંઇ બેસે, અને એટલા માટે તો મેક લેવાનું એક બહાનું છે!).

માણેકશા, અલવિદા..

* ૧૯૭૧ નાં યુધ્ધનાં વિજય પાછળની રણનીતિ માટે પ્રખ્યાત આપણા ફિલ્ડમાર્શલ સામ માણેકશા હવે રહ્યા નથી. ગુજરાત સમાચારમાં તેમની માંદગીનાં સમાચાર એક ખૂણે-ખાંચરે વાંચ્યા અને રાત્રે ટીવી પર જોયું ત્યારે ખબર પડી અને પછી 😦

અલવિદા, માણેકશા!

હા, યુધ્ધ ૭૧, પુસ્તક ન વાંચ્યું હોય તો, આજે જ લઇ લો અને દેશનાં આ પનોતા પુત્રને વધુ જાણો.

મેમે

* હવે વળી, આ નવું મેમે, http://kevan.org/johari?name=KartikMistry

મેમે એટલે શું તે વિશે વધુ જાણો.

નવું મેક

* ઘણાં દિવસની પ્રાર્થનાઓ, મન્નતો અને ધમકીઓ પછી હિમાલય મોલમાં રહેલ ઇમેજીન સ્ટોરમાંથી મારું મેક (મેકબુક વ્હાઇટ, ૨ જીબી રેમ, ૨.૪ ગીગાહર્ટઝ ઇન્ટેલ ડ્યુઅલ કોર પ્રોસેસર, ૧૬૦ જીબી હાર્ડડિસ્ક વગેરે વગેરે) આજે બપોરે આવ્યું. પ્રથમ કામ કર્યું ફાયરફોક્સ અને ગુજરાતીલેક્સિકોન ડિક્શનરી નાખવાનું. પછી અપડેટ ચાલુ કરી દીધા. અને હા, તેનો વેબકેમ એકદમ સરસ છે 🙂

અને આ છે, ફોટોબુથ નામનાં સોફ્ટવેરથી લીધેલ મસ્ત ફોટો..

અને હા, મેકની સાથે તેનાં પર ડેબિયન તો ચાલવાનું જ છે..

અમદાવાદી યુપી ચાઇનિઝ ખાણું

* ગઇકાલે રાત્રે 8 વાગ્યા જેવો ઓફિસથી નીકળ્યો. સાંજે 6 પછી કંઇ ખાસ કામ ન થયું. મારા નવા લેપટોપની રાહ જોતો-જોતો બેઠો હતો, ન આવ્યું. એક મિત્ર મળવા આવવાનો હતો, ન આવ્યો. એટલે ગીકડેડ જેવાં બ્લોગ પરથી લેખો વાંચતો હતો..

અને જમવાનું તો આજ-કાલ બહાર જ હોય છે. કોમર્સ છ રસ્તાથી સામવેદ હોસ્પિટલ જઇએ ત્યાં કોર્નર પર એક ચાઇનિઝ ફુડ સ્ટોલ હતો. મારો ફોન ચાલુ હતો, તો થયું ત્યાં બેસી બધાને ફોન કરું અને થોડાં નૂડલ્સ ઝાપટું.

તો, ઓર્ડર કર્યો, શેઝવાન નૂડલ્સનો. પ્રથમ તો ખબર પડી કે દુકાનનો માલિક યુપીનો છે, એટલે તેમાં ઉત્તરપ્રદેશનાં ભોજનનો ટેસ્ટ આવશે તે નક્કી થઇ ગયું. કાંટા-ચમચી ધોયેલાં નહોતાં, તે બરાબર સાફ કરવાનું કહ્યું, ઓર્ડર આવ્યો 30 મિનિટ પછી (એકદમ અમદાવાદી સ્ટાઇલ) અને નૂડલ્સ, હજી પણ પેટમાં બળે છે.

એ બાજુ ફરકતાં નહી..

જિંદગી જે બગાડે છે જાતે…

* હવે, તેમને શું કહેવું? શું સલાહ આપવી? ખરેખર કોમ્યુનિકેશન ગેપ (આ માટે કોઇ સારો ગુજરાતી શબ્દ?) એ મહા ભયંકર ભૂલ છે, તે પછી ગમે તે સંબંધોમાં હોય.

સોનેરી સૂત્ર : તમારા હ્દયની વાત જલ્દી કહો અને વારંવાર કહો. ચૂપ રહીને તમારા મગજની કઢી ના કરો.

કવિન, 1 વર્ષ

* 16મીએ કવિનનો બર્થ ડે (હેપ્પી બર્થ ડે) હતો. 1 વર્ષ ક્યાં નીકળી ગયું તે ખબર ન પડી અને હવે તો તેની મસ્તીનું શું કહેવું. થોડાં ફોટાઓ મારા ફ્લીકર પર અપલોડ કર્યા છે.

અને હા, કવિનને ગીફ્ટ મોકલવી હોય તો, ઇમેલ કરજો, સરનામું મળી જશે 😉

આજ-તક નો ત્રાસ ભાગ 2

* હવે તો નેતાઓ શું ખાય છે અને શું કાઢે છે તે પણ બ્રેકિંગ ન્યુઝ છે.

ત્રણ મસ્ત કોયડાઓ

* આજુ-બાજુ છોકરાઓ રમતાં હતાં, ત્યાંથી સાંભળેલ સરળ સવાલો,

1. તમારાં મોબાઇલનું શું ખરાબ થઇ જાય તો તમારે દાંતના ડોક્ટર પાસે જવું પડે?
2. બ્રેડ અને બટર વિમાનમાંથી પડે તો બટર બચી જાય છે, કેમ?
3. એક કાકા દિવાલને પર કાન સાફ કરવાનાં `બડ` થી સાફ કરતા હતા, કેમ?

આમ તો, બધા પી.જે. જ છે. પણ, જવાબો આવતા પોસ્ટમાં. પ્રયત્ન કરી કોમેન્ટ આપો!!