હું શું કરું?

* થોડા દિવસ પહેલાં, રાત્રે અમે (ત્રણેય) બેઠા હતા. કવિન તેની મસ્તીમાં હતો, કોકી ટીફીન માટે શાક સમારતી હતી, અને લેપટોપ લઇને કંઇક કરતો હતો. કોબીજ સમારતી વખતે તેમાં વધેલો ભાગ કોકીએ કવિનને આપી કહ્યું, જા બેટા આ પપ્પાને ખવડાવી દે.

તે મારી પાસે આવ્યો, મેં તેને કહ્યું: ના, બેટા, હું તને ચોકલેટ આપીશ – મમ્મીને ખવડાવ!

કોકીએ કહ્યું, ના, પપ્પાને ખવડાવ. પપ્પાને ભૂખ લાગી છે. હું તને મમ્મ આપીશ.

મેં કહ્યું, બકા તને સાઇકલ અપાવીશ. મમ્મીના મોંઢામાં મૂકી દે.

આવું થોડો સમય ચાલ્યુ. To do or not to do થી મૂંઝાયેલા કવિને તે કોબીજના ટુકડાને પોતાના મોંઢામાં જ મૂકી દીધું!!

ટ્વીટર હવે વર્ડપ્રેસ.કોમ પર!

* તમે જો ટ્વીટર વાપરતાં હોવ તો, તે વિજેટ તરીકે તમારા વર્ડપ્રેસ.કોમનાં બ્લોગ પર સાઇડબાર તરીકે મૂકી શકો છો!

twitter-kartikmistry

PS: મારી ટ્વીટર પ્રોફાઇલ

૫૦% કે ૬૦% ?

* ૫૦% નું પ્રલોભન ન ચાલ્યું? લો, ૬૦% પાટિયું બદલ્યા વગર!

૫૦% થી ૬૦%

(સ્ત્રોત: અમારા ઘરની બહાર લાગેલ પાટિયું…)

નવો બિઝનેશ?

કાર્તિક ઢોંસાવાળો

.

..

….

…..

ના! આ છે મિલાપ થિએટરનો ચકાચક ઢોંસો બનાવતો કાર્તિક ઢોંસાવાળો.

(ડોસા == ઢોંસા!)

બક્ષીબાબુની ડીવીડી!

* આખરે કુનાલ (ધામી) એ મને બક્ષીબાબુની ડીવીડીનો સેટ મોકલાવ્યો!

જ્યારે મેં કુનાલને પૂછ્યું કે દોસ્ત, બદલામાં શું આપું? તો આ યારબાદશાહે તેના લિનક્સ વિશેના સવાલો મને ફ્રીમાં પૂછવા દેવાની સંમતિ માંગી. અને, તમને ખબર છે કે આ વસ્તુ તો મને મનગમતી છે!!

આભાર, કુનાલ!

૩ વર્ષ – આ વખતે બ્લોગનાં!

*  ગુજરાતી બ્લોગ જગતમાં મારે ત્રણ વર્ષ પૂરા થયા! ૨૬ માર્ચે આ પોસ્ટ સાથે ગુજરાતી બ્લોગિંગમાં ડગ-મગ પગલાં માંડ્યા હતા (એટલે કે ૨૫ માર્ચે ત્રણ વર્ષ પૂરા થાય, ૨૬ માર્ચે નહી – એટલે આ પોસ્ટ એ પ્રમાણે બદલું છું). પ્રથમ પોસ્ટ જ બક્ષીજીના અવસાનનાં સમાચાર વિશેની હતી.

અને પછી તો, જે મનમાં આવે તેમ દીધે રાખ્યું છે, લખ્યું છે, માણ્યું છે પણ મજા આવી ગઇ છે – અત્યાર સુધીમાં! ગુજરાતી બ્લોગની અસર હેઠળ મારો પહેલો પ્રેમ ઉર્ફે મારો અંગ્રેજી બ્લોગ એકદમ સાવકા દિકરા જેવો બની ગયો છે!

તમે આ વાંચતા હશો ત્યારે હું મુંબઇ જવા માટે નીકળી ચૂક્યો હોઇશ. લગભગ ૧૦ દિવસ આરામ છે (પણ, લેપ્પી જોડે જ!). જોઇએ છીએ, હવે બ્લોગ માટે કેટલો સમય મળે છે – કારણકે, ઇન્ટરનેટ બહુ જ મર્યાદિત સમય માટે માણવા મળશે..

કોફી વિથ કીડી

* આજે સવારે ઓફિસમાં અડધી કોફી પીધા પછી ખબર પડી કે અંદર બે-ત્રણ કીડીઓ તરે છે.

એટલે આ થયું, કોફી વિથ કીડી!

ચિત્ર સાથે રંગ ફ્રી!

* હા, ગુગલ ઇમેજ સર્ચમાં તમે તમને જોઇતા રંગ ધરાવતા ચિત્રો શોધી શકો છો! વાંચો,

લાઇફહેકરનો આ લેખ

દા.ત. તમારે પીળાં કાગળનાં ચિત્રો જોઇતા હોય તો તમે આ રીતે સર્ચ કરી શકો છો,

http://images.google.com/images?q=paper&hl=en&imgcolor=yellow

નોંધ: આ કાગળ તમને પીળા બ્લોગરયાને કાગળ લખવા ઉપયોગમાં આવશે 😉

આઇપીએલ એટલે?

* જોગ-સંજોગે રજનીભાઇ એ આયરિશ પિનલ કોડમાંથી ઇન્ડિયન પિનલ કોડના પ્રસંગ વિશે હમણાં જ લખ્યું છે પણ હું વાત કરું છું – IPL – ઇન્ડિયન પ્રિમિયર લીગ વિશે! હા, હવે તો રાજકારણનાં બખાડાઓને કારણે તે પણ આયરિશ પ્રિમિયર લીગ બની જશે!

ફોર્ચ્યુન

* ફોર્ચ્યુન નામનો સરસ કાર્યક્રમ લિનક્સ અને યુનિક્સ આધારીત સિસ્ટમ માટે પ્રાપ્ત છે.

ફોર્ચ્યુન કાર્યક્રમ ચલાવતા તે રેન્ડમ ક્વોટ આપે છે. પરંતુ તમે કયા પ્રકારનાં ક્વોટ મેળવવા છે તે પણ નકક્કી કરી શકો છો. ફોર્ચ્યુન અત્યારે મારા ડેસ્કટોપ પર બીજા કમાન્ડ cal એટલે કે કેલેન્ડર સાથે કેવું લાગે છે તે નીચે જુઓ!

મારા ડેસ્ટડોપ પર ફોર્ચ્યુન

આ અસર ગીકટુલ નામના પ્રોગ્રામ વડે મળી શકે છે!