આજની કડી: ટુ (હો)બી ઑર નોટ ટુ (હો)બી?

It’s Okay: To Not Have a Hobby — સામાન્ય રીતે આપણે કોઇને મળીએ (ખાસ કરીને આજના ટીન એજર્સ માટે આ ફેશન છે) ત્યારે વાત-વાતમાં આ પ્રશ્ન તો આવે જ કે તમારી હોબી/શોખ શું? ડાન્સ, ચિત્ર કલા, સ્પોર્ટ્સ, એક્સરસાઇઝ (યોગ – તો એમાં હોય જ!) કે ખાવાનું બનાવવાનો શોખ. જો તમે આ ન કરતા હોય તો મોટાભાગે નિરસ માણસ ગણાવ. પણ જરુરી નથી કે દરેકને ડાન્સ આવડે કે ગમે. જરુરી નથી કે દરેક માણસને સાયકલ ચલાવવાનું ગમે કે દોડવાનું ગમે. જરૂરી નથી કે દરેકને નેટફ્લિક્સ કે એમેઝોન પર ફિલ્મો જોવાનો સમય પણ મળતો હોય કે દરેકેને પુસ્તકનો શોખ હોય. નોર્મલ છે કે આ બધાં શોખ ન હોય અને તમે તમારું જીવન તો પણ સરસ જીવતા હોવ.

ઇટ્સ ઓકે – શોખ હોય તો ઠીક – ના હોય તો પણ ઠીક!

અપડેટ્સ – ૨૩૬

કીપ કામ અને કામથી કામ રાખો. કશું જ સારું નથી.
  • અપડેટ્સમાં આપવા જેવું તો ઘણું છે, પણ સાચું કહું તો બ્લોગ પર આવવાનું હવે બહુ મન થતું નથી. કોવિડ-૧૯ હજુ છે અને આ વખતે કોવિડે ખરો પરચો બતાવ્યો. કોઇકે ક્યાંય લખ્યું હતું કે “જ્યાં સુધી જંગલની આગ ઘર સુધી ન આવે ત્યાં સુધી તે અફવા જ લાગે”. એવું જ થયું જ્યારે મારા મોટા મામાનું કોવિડમાં અવસાન થયું. ખરી પરિસ્થિતિનો ખ્યાલ આવે ત્યાં સુધી બહુ મોડું થઇ જાય છે.
  • થોડા સમયથી વિકિપીડિયામાં પાછો સક્રિય થયો છું (એમ તો હું ક્યાં નિષ્ક્રિય હતો?) પણ હવે મોટાભાગનો સમય ક્ષતિઓ સુધારવામાં કાઢ્યો છે.
  • સાયકલિંગ પણ ફૂલ્યું-ફાલ્યુ છે. ગયા વર્ષનું બાકીનું કામ એવરેસ્ટિંગ પૂરુ કર્યું. ૨૦ કલાક ઇન્ડોર ટ્રેઇનર પર, ૨૨૯ કિમી અને ૮૯૦૦ મીટર જેટલું એલિવેશન. વધુમાં મારા જીવનનો સૌ પ્રથમ યુટ્યુબ ઇન્ટરવ્યુ પણ આપ્યો, જે નીચેના વિડિયોમાં જોઇ શકાશે. જો કોઇ કારણોસર એમ્બેડેડ કરેલો વિડિયો ન દેખાય તો vEveresters of India : Grinshina & Kartik પર તમે તેને જોઇ શકશો. મારો અવાજ રોબોટિક લાગે છે. વધુ પડતા સાયન્સ ફિક્શન મુવીઝ જોવાનું પરિણામ હશે?
  • લોકડાઉન ચાલુ છે, અને લાગે છે કે ચાલુ જ રહેશે. ત્યાં સુધી – ઘરમાં રહો, સલામત રહો!