પાંદડું લીલું ને..

.. રસ્તો રાતો.

પાંદડું લીલું ને..

(અવિનાશ વ્યાસની ક્ષમાપના સાથે) 🙂

આજની કડીઓ

* QRPedia: વધુ સરસ માહિતી માટે, જુઓ: આ લેખ. સાયબરસફરનો QR Code વિશેનો લેખ પણ સરસ માહિતી આપે છે.

આ QR code ટ્રાય કરશો?

Kartik's QR Code

* એમેઝોનનું નવું ટેબ્લેટ. Kindle Fire. ટેબ્લેટ વોર હજી હવે ખરેખર શરુ થાય છે?

અપડેટ્સ

* ફેસબુક અને વર્ડપ્રેસ બન્ને વિચિત્ર જાતનાં UI અપડેટ્સ કરવા મંડી પડ્યા છે. ખાસ તો ફેસબુક. ફરી પાછાં ફેસબુકમાંથી બહાર નીકળી જવાનું મન થાય એટલી હદે વેબસાઈટની હાલત કરી દેવામાં આવી છે. વર્ડપ્રેસ હજી સહન કરી શકાય છે 🙂 જ્યારે ગુગલ+ દિવસે-દિવસે સારુ બનતું જાય છે.

* નવરાત્રિ આવી રહી છે અને એ પેલા ઘોંઘાટથી હું થર-થરી રહ્યો છું. સોસાયટીમાં નવરાત્રિનો કાર્યક્રમ છે. મેં પૂછ્યું, કેટલા વાગ્યા સુધી ચાલુ રાખશો. જવાબ મળ્યો – પોલીસ આવે ત્યાં સુધી. વન્ડરફુલ. પોલીસ તો મુવી-ફિલમ વગેરેમાંય છેલ્લે આવે.. અને આ તો રીઅલ લાઈફ.

* રીલાયન્સનું મોડેમ હજી ચાલુ થયું નથી. એટલિસ્ટ, હવે તેમાં નહી પણ મારા configuration માં કંઈ ગરબડ છે. વાઈ-ફાઈ પાછું રહી-રહીને ચાલુ થયું છે.

* ૭૫ જીબી FUP is not enough.

* શનિવારે ફરી પાછાં કાંકરિયા તળાવની મુલાકાત લીધી. થોડાંક ફોટા વગેરે મારા પિકાસા આલ્બમ પર આ જગ્યાએ અને કોકીએ તેના ફેસબુક પર મૂક્યા છે. કવિને બહુ મસ્તી કાઢી. ટ્રેનમાં બેઠાં અને બહુ ચાલી-ચાલીને થાકી ગયા. એટલિસ્ટ, કાંકરિયા-મણિનગર જવા માટે BRTS ફાવી ગઈ છે.

આજની કડીઓ

* કેમેરા, કેમેરાનો ઈતિહાસ, વિવિધ કંપનીઓની કેમેરા પ્રોડક્ટસ વગેરે વિશેની અદ્ભૂત માહિતી: કેમેરાપિડીઆ.
* Quake II સોર્સ કોડનું પૃથ્થકરણ.

ફોટાનું પોસ્ટમોર્ટમ

* એમ તો ફોટો ક્યારેય મરતો નથી પણ, દરેક ફોટો એ પોતાની સાથે કેટલીક “છુપાયેલી” માહિતી લઈને ફરતો હોય છે. ફોટો સાચો કે ખોટો એ આપણો અહીં વિષય નથી પણ કેટલીક માહિતી તમને ફોટાની અંદર ઉતરવાથી મળી શકે છે. સામાન્ય રીતે હું પોસ્ટ પ્રોસેસિંગનો વિરોધી છું અને કેમેરો જે ફોટો આપે તેને કોમ્પ્યુટર વડે સુધારતો નથી. પોસ્ટ પ્રોસેસિંગ ફોટાને સરસ બનાવે છે, પણ જો એમ જ હોય તો કોમ્પ્યુટર પોતે જ ફોટો પાડે એ વધુ સારુ.

ફ્લિકર અને હવે પિકાસા પર તમને ફોટાની વિગતો મળી રહે છે. દા.ત. ફ્લિકર પર ફોટાની જમણી બાજુએ આ ફોટો કયા કેમેરા વડે લેવાયો છે તે અને તેના પર ક્લિક કરતા વધુ માહિતી મળે છે. જેને Exif information કહે છે. નિકોન કેમેરા કદાચ વધુ સારી (કયો લેન્સ વાપર્યો વગેરે વગેરે) માહિતી આપે છે.

લિનક્સમાં exiftool કમાન્ડ સરસ છે. દા.ત. પેલી પુનમ પાંડેના આ ફોટાની માહિતી જોઈએ તો નીચેની માહિતી મળે છે (આ ફોટો તેના ટ્વિટર બેકગ્રાઉન્ડમાં હતો, જે પછી હટાવી-બદલી લેવામાં આવ્યો લાગે છે).

File Name : IMG_8450_copy_2.jpg (એટલે કે આ ફોટાને ચોક્કસ કોમ્પ્યુટર વડે સુધારવામાં આવ્યો છે.)
Camera Model Name : Canon EOS 5D Mark II (સરસ કેમેરા :))
Software : Adobe Photoshop CS2 Windows (ઓહ!)
Modify Date : 2011:09:02 00:21:02
Exposure Time : 1/125
ISO : 100 (પૂરતા પ્રકાશમાં પાડેલો ફોટો)
Date/Time Original : 2011:07:25 12:38:55 (અરે આ ફોટો તો બે મહિના પહેલા પાડેલો હતો.. :))
Shutter Speed Value : 1/128
Aperture Value : 11.3

આ બધી માહિતીનો મોટો ફાયદો એ કે અમુક સરસ લાગતા ફોટોગ્રાફ્સમાં કયા પ્રકારનું સેટિંગ કરાયું છે તેનો ખ્યાલ આવે છે. થોડા અનુભવ અને નિરીક્ષણ પછી તમને એ રીતના ફોટોગ્રાફ લેતા આવડવાનું શરુ થાય છે. પણ, બધાંને ખ્યાલ છે કે ફોટોગ્રાફી સાયન્સ પણ છે અને આર્ટ પણ છે (અને કોમર્સ પણ છે!). ધીરજ, મહેનત, નિરીક્ષણ – આ ત્રણ ગુણો દરેક ફોટોગ્રાફરમાં હોવા જોઈએ.

બાકી, પોઈન્ટ-એન્ડ-શૂટ અથવા ગ્રીનબોક્સની ક્યાં કમી છે? 🙂

વાયરસ

* ગયા અઠવાડિયે એક-બે પાનાં મારે સ્કેન કરાવીને એક જગ્યાએ મોકલવાના હતાં. ઘણી વખત (જો ચાલી શકે તો) તો હું ફોટો પાડીને ડોક્યુમેન્ટ મોકલું છું, પણ આ વખતે પ્રોપર સ્કેનિંગ જરુરી હતું. સ્કેન કરાવવા માટે ૧૫ મિનિટ મારા વારાની રાહ જોઈને ડોક્યુમેન્ટ સ્કેન કરાવ્યા, ઘરે આવીને જોયું તો પેન ડ્રાઈવમાં સ્કેન કરેલા પાનાંની જગ્યાએ ભળતી જ કોઈ exe ફાઈલ્સ. કારણ: કિટાણું એટલે કે વાયરસ. જોકે હું પેન ડ્રાઈવ હંમેશા લિનક્સમાં વાપરું. મને એમ કે મારી ભૂલ હશે એટલે લેપટોપ રીબૂટ કરી મેકમાં જોયું. એ જ. ફરી પાછો રીક્ષામાં ત્યાં ગયો અને કહ્યું કે તમારા પીસી માં વાયરસ છે. દુકાન વાળો કહે, ના હોય. મારે તો ઓરીજીનલ વિન્ડોઝ વર્ઝન છે. મેં મારી બીજી પેન ડ્રાઈવ આપી, જે સરસ નાનકડી HP ની પેન ડ્રાઈવ છે. તો કહે – HP ની પેન ડ્રાઈવ મારા પીસીમાં સપોર્ટ નથી કરતી.

મુઆઆઆ… છેવટે તેને જેમ-તેમ સમજાવી સ્કેન કરેલા ડોક્યુમેન્ટ ઈમેલ કરાવ્યા. ત્યાં ઊભા-ઊભા ફોન પર ઈમેલ ચકાસી ખાતરી કરી કે ડોક્યુમેન્ટ્સ આવી ગયા છે, પછી જ ઘરે આવવા નીકળ્યો.

સાર: ઘણી વખત લોકો આપણે ધારીએ એટલા મૂર્ખ નથી હોતા, ધારી શકીએ એના કરતા વધારે મૂર્ખ હોય છે.

રમકડા

.. ઉર્ફે ટોય્સ (કવિન ટોય ને ટોય્સ કહે છે).

ગઈકાલે એક દુકાનમાં અમે તેના માટે પ્રોમિસ કરેલી ગાડી લેવા ગયા ત્યારે નીચેનું બોર્ડ જોવા મળ્યું. બર્થ ડે મારો પણ ગિફ્ટ મારે તેને આપવાની 😉

રમકડા

PS: ગઈકાલે બર્થ ડે હતો એટલે દબાઈને રગડા પેટીસ ખાધેલી 🙂

PS 2: પેલી રીમોટ વાળી ગાડી હવે રીમોટ વગર ચાલે છે 🙂

છેવટે…

… કી-બોર્ડ લેઆઉટ બદલવાનું કી-બોર્ડ વડે શક્ય બન્યું.

એક વખત એવું બન્યું કે મેં લિનક્સમાં awesome વિન્ડો મેનેજર પર સ્થળાંતર (માઈગ્રેશન?) કર્યું. awesome ખરેખર awesome, પણ મોટી તકલીફ કે એનું configuration બધું જ તમારી જાતે જ લખવું પડે. ફાયદો એ કે તમે તમારા ડેસ્કટોપને તમારી મરજી મુજબ દેખાવ આપી શકો. દા.ત. અત્યારે મારું ડેસ્કટોપ જોઈએ તો કંઈક આવું દેખાય છે.

ડેસ્કટોપનો સ્ક્રિનશોટ

(નોંધ: પૂર્ણ કદનો સ્ક્રિનશોટ)

ટૂંકમાં, પ્રોગ્રામર-ડેવલોપરને જલ્સા પડે એવું. દા.ત. તમે ફાયરફોક્સ ખોલો તો આપમેળે તે ડેસ્કટોપ ૨ માં જ ખૂલે. સ્કાઈપે ખોલો તો ડેસ્કટોપ ૩ માં જ ખૂલે વગેરે. હવે મૂળ વાત પર આવીએ તો, કી-બોર્ડ બદલવાનું વિજેટ મેં ઉમેર્યું પણ તે માઉસ ક્લિક વડે જ ગુજરાતી (અને અંગ્રેજી) કી-બોર્ડ બદલે. પછી, થોડી મહેનત પછી કી-બોર્ડ શોર્ટકટ ઉમેર્યો. (મોટાભાગના શોર્ટ-કટ Meta (એટલે કે વિન્ડોઝ અથવા મેક) કી વડે જોડાયેલા હતા. હવે, ગુજરાતી કી-બોર્ડ હોય ત્યારે મેટા કી ચાલે પણ, કોમ્પ્યુટર બીજા ગુજરાતી અક્ષરો ન સમજે. કારણ – સીધું. જો તમે શોર્ટકટ Meta + k રાખ્યો હોય તો જ્યારે ગુજરાતી કી-બોર્ડ હોય તો તે Meta + ક તરીકે લેવામાં આવે.

થોડીવાર પછી ખબર પડી કે ગુજરાતી ઈનસ્ક્રિપ્ટ કી-બોર્ડમાં z પર કોઈ અક્ષર મેપ કરેલો નથી 🙂 એટલે Meta + z બની આપણો કી-બોર્ડ બદલવાનો શોર્ટકટ.

PS: મારું awesome configuration અહીંથી મળી શકે છે: awesome config at gitorious

ફોટો એક્સપો: વિગતે પોસ્ટ

* આજે પેલા ફોટો એક્સપોમાં ફરી જઈ આવ્યો. એમ તો આ પોસ્ટ ન લખત પણ એક-બે મુદ્દા એવા બન્યા કે લખવી પડી (ના, રીક્ષાવાળાઓ સારા નીકળ્યા ;)).

૧. સેમસંગે વાઈ-ફાઈ વાળો કેમેરો કાઢ્યો છે. સરસ છે. પણ, તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે સમજાયું નહી. વાઈ-ફાઈ વડે તમે સીધા જ ફોટો ફેસબુક વગેરેમાં અપલોડ કરી શકો. પણ, વાઈ-ફાઈ વાળી જગ્યાઓ હોય અને ફોટો પાડવા લાયક સ્થળ હોય એવું કોમ્બીનેશન મળવું મુશ્કેલ (હા, ઘરમાં પ્રસંગ હોય તો સારો પડે).

૨. ઓલ્મપસના કેમેરા અફલાતુન લાગ્યા. જેમનું બજેટ ૧૩ હજારની આસપાસ હોય એમણે ઓલ્મપસનો વોટર-શોક પ્રૂફ કેમેરો અજમાવવા જેવો ખરો. બૂથમાં તે કેમેરો પાણીમાં ડબોળેલો અને પછી પછાડી બતાવવામાં આવ્યો. જ્યારે ફુજીનો એવો કેમેરો હજી કદાચ ભારતમાં પ્રાપ્ત નથી. ઓલ્મપસના ડીએસએલઆર પણ સરસ લાગ્યા (ખાસ કરીને કોમ્પેક્ટ અને મેટલ બોડીના કારણે).

પાણીમાં ઝબોળેલો કેમેરો

ઓલ્મપસનો ડીએસએલઆર

૩. મોટાભાગના બૂથ લોકલ શોપ્સ અને પ્રિન્ટ માટેના હતા. લગ્નના આલ્બમ વગેરેમાં તો હવે આપણને રસ નહોતો એટલે એવા સ્ટોલ્સની ખાસ મુલાકાત લીધી નહી. ફોટો રિસ્ટોરેશન વગેરે માટે પણ સારા એવા સ્ટોલ હતા.

૪. પહેલા દિવસે ફોર્મ ભરીને કાર્ડ મેળવવા માટે ભારે અવ્યવસ્થા હતી. જો લાઈન એટલે કે ક્યૂ બનાવીને કંઈક વ્યવસ્થા કરાઈ હોત તો સારું હોત.

૫. ગુજરાત યુનિવર્સસિટીનો એક્ઝિબિશન હોલ એકંદરે સારો છે. એ.સી. હોવાથી એક્સિબિશન જોવાની મજા આવે છે. (પેલા વેકેશન ૨૦૧૧માં આ મોટી તકલીફ હતી).

૬. અંકુરના સ્ટોલની મુલાકાત લઈને ટેલિસ્કોપના ક્રેઝના દિવસો યાદ આવી ગયા. તેમનું કાર્ડ વગેરે લઈ લીધું છે. ફરી ક્યારેક એ શોખ ઉપડે તો.. એટલિસ્ટ કવિનને આ ચીજ અપાવવી છે 🙂

૭. ટેમરોન ના લેન્સ દેખ્યા. સરસ છે. કેનોન-નિકોનનું માર્કેટ તોડે એવી વસ્તુઓ છે 🙂

૮. એક-બે સારી દુકાનોની જાણકારી મળી. હજી ટ્રાઈપોડ અને એક સારી બેગ લેવાની છે, તો હવે વધુ વિકલ્પો મળશે.

૯. .. અને બહાર નીકળતા એક વિન્ટેજ કેમેરા સ્ટોલમાં ફોટો પાડવા ગયો તો મનાઈ ફરમાવવામાં આવી. ત્યાં માત્ર ડુ નોટ ટચ લખ્યું હતું એટલે મને એમ કે ફોટો પાડવા દેશે. એના કરતાં તો સેમસંગની મોડેલ સારી જેણે ફોટો પાડવાની પરવાનગી આપી. ગઈકાલે જોકે પેલા ખખડી ગયેલા કેમેરાઓનો ફોટો પાડેલો જે આલ્બમમાં ખાસ મૂક્યો છે 😛

૧૦.  વધુ ચિત્રો માટે જુઓ મારું પિકાસા આલ્બમ: Ahmedabad Photo Expo 2011

અપડેટ્સ

* ઘણાં બધાં અપડેટ્સ અને સરવાળે બીઝી-બીઝી અઠવાડિયું. ઘણાં બધાં ઓફલાઈન કામ પતાવી દેવામાં આવ્યા. ટુ-ડુ પર ચોકડીઓ વાગી અને મજા આવી. હજી આવતું અઠવાડિયું ભારે જશે એવી હવામાન ખાતાંની આગાહી છે.

* ગઈકાલે થોડી ખરીદી કરવાનું નક્કી કર્યું. સામાન્ય રીતે અમે રીલાયન્સ ફ્રેશમાંથી વાસી વસ્તુઓ ખરીદીએ, પણ આ વખતે અમને થયું કે સ્ટાર બજારમાં જઈએ અને છેવટે આ સાહસ અમને મોંઘું પડ્યું. ત્યાં હજી પહોંચ્યાને સ્ટાર બજારને સીલ કરવામાં આવ્યું છે એવી જાણકારી મળી. ૨૦-૩૦ રુપિયાનો રીક્ષાના કેરોસીન (સોરી, સીએનજી) નો ધુમાડો કરી પાછાં રીલાયન્સ ફ્રેશમાં ગયા. આ વખતે ચોકો પાઈનો ટેસ્ટ કર્યો (જે અમને સ્ટિફનીએ બેંગ્લોરમાં ટેસ્ટ કરાવી હતી).

* આજે ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલમાં ચાલતા ફોટોગ્રાફીના પ્રદર્શનમાં જઈ આવ્યો. એકંદરે સારું હતું. થોડી નવી પ્રોડક્ટસની જાણકારી મળી. કેમેરા, લેન્સ વગેરે જોયા. નવાં લેન્સ જોઈને જીવ બાળ્યો અને કવિને જલેબી ખાધી. કાલે ફરી આરામથી ફરવા જવાનો પ્લાન છે. થોડા ફોટાઓ અહીં મૂક્યા છે.

* મેરે બ્રધર કી દુલ્હન -ભંગાર મુવી. માત્ર છુમંતર ગીત અને કેટલાંક કોમેડી સીન્સ બાદ કરતાં કંઈ દમ નથી. વધુમાં, બિગ સિનેમા ખાતે મુવી ૧૫ મિનિટ મોડું ચાલુ થયું. કારણ ગમે તે હોય પણ ઊભા-ઊભા એક પોપકોર્ન ફોગટની ખવાઈ ગઈ 😛

* નવાં પુસ્તકો – રશિયન ડિક્શનરી, અને છેવટે – ગોડેલ, ઈશર અને બાખ એટલે કે GEB લાવવામાં આવી. હજી શરુઆત કરી છે એટલે રીવ્યુ પછી લખીશ (હું શું લખી શકવાનો આ મહાન પુસ્તકનો રીવ્યુ? :))