અપડેટ્સ

* ગાંધીનગર ૯ કિ.મી.માં નામ નોંધાવી દીધું છે. ફાઈનલી. પેમેન્ટનો પ્રશ્ન પણ સોલ્વ. સાબરમતી સાત કિ.મી.માં ફોર્મ લાવી ભરી દેવામાં આવ્યું છે. હવે ક્યાંક નજીકમાં AMC ના સેન્ટરમાં જમા કરાવવાનું છે. પ્રેક્ટિસ વગેરે સારી ચાલે છે – અને કદાચ ૯ કિ.મી. જીવતા જીવ પૂર્ણ થશે એવું લાગે છે.

* ફેસબુક પર હવે થોડું નિયંત્રણ મૂકવાનું નક્કી કર્યું છે. જે લોકોને અંગત રીતે મળ્યો નથી અથવા માત્ર ફેસબુકમાં ઉમેરવા માટે ઉમેર્યા છે તેમને બાય-બાય. સબસ્ક્રાઈબનો વિકલ્પ ખૂલ્લો છે. ખોટું ન લગાડવું, અથવા બંધ બેસતું સ્વેટર ન પહેરવું. વીક-એન્ડમાં સાફ-સફાઈનો કાર્યક્રમ છે.

* તિબેટિઅન માર્કેટમાંથી સ્વેટરો લાવવામાં આવ્યા છે – કવિન માટે જ. મારે તો વર્ષો જૂનું જેકેટ સારું એવું ચાલે છે. KDE નું હૂડી જેકેટ પણ સરસ છે.

* પુસ્તકોમાં ‘ફાંસલો – અશ્વિની ભટ્ટ’ ને હાથ લગાડવામાં આવ્યો છે. ઓવરરેટેડ પણ સારી નવલકથા. રિફલેક્સ એક્શન. સ્તનયુગ્મ – આ બે શબ્દો ન હોય તો અશ્વિની ભટ્ટની નવલકથા કહેવાય? 🙂

FDI, કરિયાણાવાળા અને શાકવાળાઓ…

વોલમાર્ટ આવશે તો તમે તેને ‘ખાતામાં લખી દેજો’ કહીને ઉધાર રાખી શકશો નહી (ટ્વિટર પરની કોઈ ટ્વિટ પરથી).

વોલમાર્ટ આવવાથી બીજો તો કોઈ ફરક પડશે નહી એવું મારું મર્યાદિત અર્થશાસ્ત્ર સમજણ આપે છે. શાકવાળા જોડે મગજમારી કરી મરેલું શાક લેવું એના કરતાં મોલમાંથી વીણી-વીણીને સડેલું શાક લેવું એ વધું સારું. મને લાગે છે કે રીટેલ ક્ષેત્રે ફોરેન ઈનવેસ્ટમેન્ટનો વિરોધ તો મોટાભાગે રીલાયન્સ જેવી રીટેલ કંપનીઓ દ્વારા સ્પોન્સર્ડ હોઈ શકે છે. જોઈએ છીએ હવે શું થાય છે. અને શું લાગે છે કે દેશની બધી વસ્તી વોલમાર્ટમાં ખરીદી કરવા દોડી જશે? રીલાયન્સ-હાયપરસીટી-બિગ બજારનું માર્કેટ ત્યાં જશે. એનાથી વધુ કોઈ શક્યતા હું જોતો નથી..

દાદા…

* આ કવિનનો ફેવરિટ શબ્દ છે અને આજે વહેલી સવારે જ્યારે દાદા આવ્યા ત્યારે એના મોઢાંના ભાવ જોવા જેવા હતા. કંઈક અદ્ભૂત આનંદ થયો હોય એવા. કવિન એટલો સદ્નસીબ કે તેને દાદાનો આવો પ્રેમ મળ્યો છે (ના, ખોટાં લાડકોડ નહી, પણ પ્રેમ). હવે બે-ત્રણ દિવસ અમારા મોઢાંના ભાવ પણ આનંદમય જ હશે કારણ કે, કવિન-દાદા એમની દુનિયામાં બીઝી હશે અને કવિનના અળવીતરાં સવાલો, જવાબો અને ધમાલ-મસ્તીનું પ્રમાણ ૯૦ ટકા ઘટી જશે.

અને, દાદાનો સ્ટેમિના જોઈને મને પણ પેલી ગાંધીનગરની ૯ કિ.મી. રનમાં ભાગ લેવાનું જોમ આવ્યું છે – જો રજીસ્ટ્રેશન પેજ બરોબર થઈ જાય તો. તેની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ કરતાં તો એમ થાય છે કે ગાંધીનગર જઈને રજીસ્ટ્રેશન કરાવવું સારું પડે. મારું રજીસ્ટ્રેશન હજી પેમેન્ટ પ્રોસેસ પર અટક્યું છે. લેટ્સ સી (letsrun.in ની જગ્યાએ) 🙂

એક મૂર્ખ જેવો આઈડ્યા

* વળી પાછો આઈડ્યા વાળાને આઈડ્યા આવ્યો કે ચાલો ફરી બધાંના મોબાઈલ કનેક્શનના ડોક્યુમેન્ટ મંગાવીએ. એક જ નામ પર લીધેલા બે કનેક્શનમાં એક નંબર માટે ડોક્યુમેન્ટ માંગે અને બીજા નંબર પર ન માંગે. વોટ એન આઈડ્યા, સરજી. કંટાળીને રેકોર્ડિંગમાં બોલતા એક નંબર પર ફોન કરીને ડોક્યુમેન્ટ સ્ટેટ્સ જાણ્યું તો બધાં ડોક્યુમેન્ટ બરોબર હતા. વોટ એન આઈડ્યા, સરજી.

PS: આ જ વિષય પરની ઓલ્ડ પોસ્ટ. ગઈ વખતે stupid લખેલું આ વખતે, idiot, એટલો જ ફરક છે 😀

મસાલાબંધી

* થોડા વર્ષો પર એક પોસ્ટમાં લખ્યું હતું કે હું કોઈપણ પ્રકારની બંધીમાં માનતો નથી (ત્યારે એક કોમેન્ટ પણ આવેલી કે નસબંધીમાં પણ નથી માનતા? :D). થોડા વર્ષો, મહિનાઓ અને દિવસોના નિરિક્ષણ પછી લાગે છે કે ગુજરાતમાં દારુબંધીની જગ્યાએ મસાલાબંધી હોવી જોઈએ. અને પછી ગમે ત્યાં થૂંકવાની બંધી હોવી જોઈએ. આ મસાલા એટલે રસોડામાં સ્થાન પામતા મસાલા નહી પણ પેલા પાન-મસાલા જે દર ૩ વ્યક્તિએ ૧ વ્યક્તિઓના ગલોફામાં જોવા મળે છે. હું ચોક્કસ છું કે આ પ્રકારની બંધી આવે તો કેટલાય લોકો આત્મ વિલોપન પર ઉતરી આવે. 🙂

ફિલમ: ટિનટિન

Tintin miniature

.. એટલે કે ધ એડવેન્ચર ઓફ ટિનટિન – ધ સિક્રેટ ઓફ ધ યુનિકોર્ન. શનિવારે સાંજે નક્કી કર્યું કે જમી પરવારીને આ ફિલમ જોવા જવું. સાંજે દોડાદોડી કરી થોડા કામ પૂરા કર્યા અને તૈયાર થઈ વિનયના ઘરે પહોંચ્યા. સિનેમેક્સ પર પસંદગી ઢોળાઈ હતી કારણ કે રાતનો શો વત્તા હિન્દી થ્રી-ડીમાં મુવી અહીં જ હતું. હું જોકે સિનેમેક્સમાં પહેલી વખત ગયો અને ભેંકાર જણાતા દેવઆર્ક મોલના દર્શન થયા. કોણ જાણે પણ આ મોલ મને ડિઝાઈનની દ્રષ્ટિએ સૌથી સારો લાગ્યો પણ તદ્ન ખાલી હતો. આર-થ્રીની જેમ આ મોલ પણ બુંદિયાળ હોય એમ લાગ્યું. વેલ, ટીકીટ લીધી, ચશ્માં લીધા અને ૧૦ મિનિટ તેને સાફ કરવામાં વીતાવી.

ટિનટિનના કોમિક્સ મેં ખાસ વાંચેલા નહી પણ, જે કંઈ વાંચેલા તે સારા લાગેલા વત્તા સ્પિલબર્ગ અને પીટર જેક્શનનું નામ જોઈને મુવી જોવા આવ્યા હતા. માય બ્રધર કી દુલ્હન જોયા પછી બોલિવુડના મુવીથી ડર લાગવા માંડ્યો હતો એટલે કાર્ટૂન મુવી જ જોવા (એટલે કવિનનેય મજા આવે) એવું પણ નક્કી કર્યું છે. મુવીની શરુઆત ઓકે રહી પણ, પછી પેલો પાકીટમાર, સ્નોવીની મસ્તી અને ધીમે-ધીમે વણાતી વાર્તા રસપ્રદ બની. ટિનટિન કદાચ ૬ થી ૧૨ વર્ષની વયના ઉંમરના બાળકોને વધુ ગમશે કારણકે તેમાં કાર્ટૂન કરતાં વધુ મહત્વ વાર્તા પર હતું. થ્રી-ડી અસર અમુક જગ્યાએ સરસ રહી. વાર્તા વાંચવી હોય તો વિકિપીડિયા પેજ પર આપેલી છે, એટલે મારો રીવ્યુ એટલો ઓછો લખવામાં મને મજા આવશે 🙂 મજાની વાત છે કે આ મુવી અમેરિકામાં બન્યું હોવા છતાં અહીં પહેલાં પ્રદર્શિત થયું છે. ટિનટિન હજી ભારતમાં લોકપ્રિય છે અને ગ્લોબલાઈઝેશન કોને કહેવાય એ ઉદાહરણ પણ આપે છે.

ફાલતુ હિન્દી મુવી જોવા જતાં હોવ તો માંડી વાળી ટિનટિન જોઈ આવજો. બીજો ભાગ કદાચ બનશે એવો સંકેત દરેક હોલીવુડ મુવીની જેમ છેલ્લે આપી દેવાયો છે.

અપડેટ્સ..

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ ના પરિણામો ગઈકાલે રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. અને મારું નામ જોઈને મને નવાઈ લાગી 🙂 વેલ, અન્ય ૯ બ્લોગ્સને અભિનંદન. આયોજકોને મહેનત માટે ખાસ થેન્ક્સ. મારા વડે વોટ આપેલ બ્લોગ્સમાંથી એટલિસ્ટ બે બ્લોગ્સ આવ્યા એટલે આનંદ થયો. બાકીના ત્રણ બ્લોગ કયા એ મારા બ્લોગરોલની યાદીમાંથી મળી શકશે. ઓહ, અને મને વોટ આપવા બદલ સૌ કોઈને થેન્ક્સ.

* સાબરમતી મેરેથોનની જાહેરાત થઈ છે જ્યારે ગાંધીનગર હાફ મેરેથોન ૧૮ ડિસેમ્બરે ખસેડવામાં આવી છે. ઓકે. થોડો સમય વધુ મળશે 🙂

* આજે થોડું ચાલવાનું પણ શરુ કર્યું.

* થોડા ફોટોગ્રાફ્સ પ્રિન્ટ કરવામાં આવ્યા છે. એક-બે કોલર ઉંચા કરી શકાય તેવા છે. બાકી ઠીક-ઠીક છે. ગમે તેટલી ના પાડવા છતાંય પ્રિન્ટ કરવામાં છેડછાડ કરવામાં આવી છે.

ઇન્ટરનેટ સેન્સરશિપ અને આપણે..

* અમેરિકન સંસદમાં અત્યારે ઇન્ટરનેટ પર સેન્સરશિપ લાદવા માટેના કાયદાની ચર્ચા ચાલે છે. આપણે શું? ના. તેની તરફેણમાં MPAA એ કહ્યું, જ્યાં સેન્સરશિપ છે ત્યાં ય ઇન્ટરનેટ ચાલે છે, તો અહીં પણ ચાલશે. એક જમાનો હતો જ્યારે ફ્રી કલ્ચરનો ઉદ્ભવ અમેરિકામાં થયો અને આ જમાનો છે જ્યાં ફ્રી કલ્ચર પર સેન્સરશિપ લાદવામાં આવે છે. કહેવાની જરુર નથી કઈ-કઈ કંપનીઓ આ કાયદાને સાથ આપે છે. એક લિસ્ટ.

જો તમે ત્યાં હોવ (આ પરફ્યુમ ત્યાંથી લાવ્યા હતા. કફ) તો અમેરિકનસેન્સરશિપ.ઓર્ગ પર જઈને વિરોધ નોંધાવી શકશો છો (અને વધુ વિગત મેળવી શકો છો). જો તમે અહીં હોવ તો આશા રાખજો કે આવો કોઈ કાયદો અહીં આવશે અને આપણને વિરોધ કરવાની તક મળ્યા વગર સંસદમાં આરામથી પસાર થશે તેવી સંપૂર્ણ શક્યતા છે.

અપડેટ્સ

* હેપ્પી ચિલ્ડ્રન ડે વત્તા હેપ્પી ડાયાબિટિશ ડે.

* આજની માર: કેડબરીની પેલી એડને બે તમાચાં જ્યાં ડાઈનિંગ ટેબલ પર એક નાની છોકરી જમતી વખતે નખરા કરતી હોય ત્યારે તેની દાદી (?) કેડબરી આપવાની લાલચ આપે છે. પેલી કોમ્પલાન મેમરી વાળી એડને બે મુક્કા. પેલા ચાઈલ્ડ જેવા નહેરુચાચાને પણ દૂરથી નમસ્કાર જેનાથી ભારતે અડધું કાશ્મીર ગુમાવ્યું.

* ડ્રોઈડકોન.ઈન અને વીકીમિડિઆ કોન્ફરન્સ આ વખતે મિસ કરાશે. જો તમે બેંગ્લુરુ અને મુંબઈમાં હોવ તો – આ બન્ને કોન્ફરન્સ પોત પોતાની રીતે એકદમ સરસ છે. જઈ આવજો!!

* વીકએન્ડ આરામદાયક રહ્યો. કવિનને વેક્સિન ક્યારનીય બાકી હતી તે અપાવી. ક્રાફ્ટ એક્સપોની મુલાકાત લીધી. ગયું અઠવાડિયું બહુ હર્યુ-ભર્યું ગયું એટલે (દિવાળીની મુલાકાતો etc.) વીકએન્ડ વધુ શાંત લાગ્યો 😛

* મોનિટર માટે એક-બે દુકાનવાળાઓએ ધક્કા ખવડાવ્યા પછી એનો પ્લાન હાલપૂરતો પડતો મૂકીને થોડા સમય પછી ઓનલાઈન ખરીદવાનો વિચાર છે.

પેન ડ્રાઈવ

* વર્ષો જૂની પેન ડ્રાઈવ – ટ્રાન્સકેન્ડ ૨૫૬ એમબી. સલામત હાલતમાં.

જૂની પેનડ્રાઈવ. કેટલાય વર્ષો પછી ચાલી ખરી..

જીપીજી કી સંગ્રહ કરવા માટે મારે આવી બીજી નાનકડી, સસ્તી અને મજબૂત પેન ડ્રાઈવની જરુર હતી, જે છેવટે મળી ગઈ.

નવી પેન ડ્રાઈવ.

🙂