ઇન્ટરનેટ સેન્સરશિપ અને આપણે..

* અમેરિકન સંસદમાં અત્યારે ઇન્ટરનેટ પર સેન્સરશિપ લાદવા માટેના કાયદાની ચર્ચા ચાલે છે. આપણે શું? ના. તેની તરફેણમાં MPAA એ કહ્યું, જ્યાં સેન્સરશિપ છે ત્યાં ય ઇન્ટરનેટ ચાલે છે, તો અહીં પણ ચાલશે. એક જમાનો હતો જ્યારે ફ્રી કલ્ચરનો ઉદ્ભવ અમેરિકામાં થયો અને આ જમાનો છે જ્યાં ફ્રી કલ્ચર પર સેન્સરશિપ લાદવામાં આવે છે. કહેવાની જરુર નથી કઈ-કઈ કંપનીઓ આ કાયદાને સાથ આપે છે. એક લિસ્ટ.

જો તમે ત્યાં હોવ (આ પરફ્યુમ ત્યાંથી લાવ્યા હતા. કફ) તો અમેરિકનસેન્સરશિપ.ઓર્ગ પર જઈને વિરોધ નોંધાવી શકશો છો (અને વધુ વિગત મેળવી શકો છો). જો તમે અહીં હોવ તો આશા રાખજો કે આવો કોઈ કાયદો અહીં આવશે અને આપણને વિરોધ કરવાની તક મળ્યા વગર સંસદમાં આરામથી પસાર થશે તેવી સંપૂર્ણ શક્યતા છે.

4 thoughts on “ઇન્ટરનેટ સેન્સરશિપ અને આપણે..

  1. ફક્ત કીડો પસાર કરવાથી કાઈ ના થઇ જાય. અમેરિકા ની તો ત્રેવડ છે કાયદા નું પાલન કરવાની અહી આપના ધોતિયા બાજો ધોતીયૂ પણ સાંભળી નથી સકતા અને મોટાભાગ ના સરકારી કર્મચારિયો ને હજી email કરતા પણ નથી આવડતું તે સુ censorship કરવાના હતા?

    Like

    1. એ જ મુશ્કેલી છે. એક વખત કેટલાંક સબડોમેઈન બ્લોક કરવાની જગ્યાએ આખેઆખું ડોમેઈન બ્લોક કરી દીધું હતું આ મૂર્ખાઓએ. જોઈએ છીએ હવે શું કરે છે.

      Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.