અપડેટ્સ

* હેપ્પી ચિલ્ડ્રન ડે વત્તા હેપ્પી ડાયાબિટિશ ડે.

* આજની માર: કેડબરીની પેલી એડને બે તમાચાં જ્યાં ડાઈનિંગ ટેબલ પર એક નાની છોકરી જમતી વખતે નખરા કરતી હોય ત્યારે તેની દાદી (?) કેડબરી આપવાની લાલચ આપે છે. પેલી કોમ્પલાન મેમરી વાળી એડને બે મુક્કા. પેલા ચાઈલ્ડ જેવા નહેરુચાચાને પણ દૂરથી નમસ્કાર જેનાથી ભારતે અડધું કાશ્મીર ગુમાવ્યું.

* ડ્રોઈડકોન.ઈન અને વીકીમિડિઆ કોન્ફરન્સ આ વખતે મિસ કરાશે. જો તમે બેંગ્લુરુ અને મુંબઈમાં હોવ તો – આ બન્ને કોન્ફરન્સ પોત પોતાની રીતે એકદમ સરસ છે. જઈ આવજો!!

* વીકએન્ડ આરામદાયક રહ્યો. કવિનને વેક્સિન ક્યારનીય બાકી હતી તે અપાવી. ક્રાફ્ટ એક્સપોની મુલાકાત લીધી. ગયું અઠવાડિયું બહુ હર્યુ-ભર્યું ગયું એટલે (દિવાળીની મુલાકાતો etc.) વીકએન્ડ વધુ શાંત લાગ્યો 😛

* મોનિટર માટે એક-બે દુકાનવાળાઓએ ધક્કા ખવડાવ્યા પછી એનો પ્લાન હાલપૂરતો પડતો મૂકીને થોડા સમય પછી ઓનલાઈન ખરીદવાનો વિચાર છે.

4 thoughts on “અપડેટ્સ

  1. નહેરુચાચાએ કાશ્મીર આપી દીધું, એમની દીકરી અને પૌંત્રએ પૈસા બનાવ્યા , વહુ ના લીધે અડધું અરુણાચલ પ્રદેશ ગયું ચીનમાં અને હજુ ખબર નથી કેટલું સહન કવું પડશે આ ફેમીલી ના લીધે 😦

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.