આજની કડી

* આજની કડી છે: How Neuroscientists Explain the Mind-Clearing Magic of Running

જોકે મારું મોટાભાગનું દોડવાનું એટલું બધું કંઇ પરસેવાજનક હોતું નથી, તેમ છતાંય યાદ રાખવામાં અને ભૂલવામાં બંનેમાં દોડવાનું શરૂ કર્યા પછી સુધારો તો થયો જ છે!

P2

* આ P2 શું છે?

ઘરમાં વોશિંગ મશીન ચલાવવાની જવાબદારી મારી છે (જુઓ, અમે પણ જવાબદાર અને ગંભીર વ્યક્તિ છીએ). આજે ઘરના પડદા ધોવા નાખ્યા ત્યારે થયું કે ચાલો જરા વોશિંગ મશીનની ટેકનોલોજીને એક્સપ્લોર કરીએ, કંઇક નવું નિરિક્ષણ કરીએ, કંઇક નવું જાણીએ. તો અમે શું જાણ્યું? અમે જાણ્યું કે પેલાં P1 મોડ કરતાં P2 મોડ ઝડપી છે અને પાણી અને વીજળીનો બચાવ કરે છે. એટલે કે, અમે છેલ્લાં અઢી વર્ષથી આટલું બધું પાણી અને વીજળી વેડફતા હતા :/

ચાલો ત્યારે, જાગ્યા ત્યારથી સવાર અને હવે P2 ઝિંદાબાદ!

વોડાફોન કંપની

ફોન આવે છે..

તે: હેલ્લો. સર મેં વોડાફોન કંપની સે બોલ રહા હું.
હું: સોરી. નોટ ઇન્ટરેસ્ટેડ.
તે: સર આપને વોડાફોન કા પ્રોડક્ટ લીયા હૈ ઉસકે બારે મેં બાત કરના હૈ.
હું: મેને કોઇ પ્રોડક્ટ નહી લીયા હૈ. સોરી.
તે: અરે સર, વોડાફોન નહી, વહર્લપુલ કંપની સે બોલ રહા હું.
હું: ઠીક સે બોલો ના.

ટૂંકમાં, આપણા કાન આ વોડાફોન કંપનીથી એટલા કંટાળી ગયા છે કે વાત જ ના થાય.

એવું પણ બને…

.. ઝેરોક્ષ કરાવવા જઇએ અને પ્રિન્ટ આઉટ ભૂલી જઇએ.

.. પ્રિન્ટ આઉટ કરાવવા જઇએ અને પેન ડ્રાઇવ ભૂલી જઇએ.

.. પાન કાર્ડમાં આખું નામ લખાવવાનું ભૂલી જઇએ.

.. બેંક જઇએ અને ચાવી ભૂલી જઇએ.

.. સાયકલ ચલાવવા જઇએ અને પાણીની બોટલ ભૂલી જઇએ.

🙂

તૂટેલો ફોન અને નવું માઉસ

image

એમાં એવું બન્યું કે ગુરૂવારે હું 300 રૂપિયા બચાવવા એક જગ્યાએ સાયકલ લઇને જતો હતો. આપણા ચાહીતા એવા એક રીક્ષાવાળાએ નક્કી કરેલું કે આ વખતે તો ખોટી દિશામાં જ રીક્ષા ચલાવવી. અને એજ વખતે તે સામે આવ્યો અને પાછો કોઇનો ફોન પણ આવ્યો. ઋષિ મુનિઓનું ધ્યાન વિચલિત થતું તો અમે કોણ? ફોન પણ વિચલિત થયો અને સાયકલ સાથે અમે સૌ કોઇ ધરતી રસાતાય થયા.

સારા નસીબે પપ્પાએ દોડાદોડી કરીને એક જ દિવસમાં ફોન સરખો કરાવ્યો. કોકીનો ફોન પણ ઠીક થઇ ગયો.

અને પછી વારો હતો, માઉસનો અને પેલા લેપટોપ કૂલરનો અને પેલા DSLRનો. માઉસ તો નવું લીધું, પણ ટૂંક સમયમાં હાઉસ લીધું હોવાથી હજુ કેમેરો પેન્ડિંગ રહેશે.

ફિલમ: ટુ ફીટ ટુ ફ્લાય

* આ વખતની ફિલમ મારા શોખની છે, અને વધુમાં ફિલમમાંના એટલિસ્ટ ત્રણ જણાંને હું ઓળખું છું એટલે સૌ કોઇને જેઓ રનિંગ-દોડવાનું શરુ કરવા ઇચ્છતા હોવ (કે ના ઇચ્છતા હોવ પણ આ જોયા પછી ઇચ્છતા હોય) એમના માટે,

આ અઠવાડિયાની ફિલમો – ૨૮

* ફૂંક
આમ તો રામગોપાલ વર્માની શરૂઆતની સારી ફિલમો પછીની ફિલ્મો ફૂંક મારી-મારીને જોવા જેવી હોય છે, પણ આ સારી હતી. આપણે હજુ ભૂત-પલીતમાં માનતા નથી એટલે મજાથી આ જોવામાં આવી. એક્ટિંગ સારી અને સ્ટોરી ઓકે.

* માંઝી – ધ માઉન્ટેન મેન
સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ જો ડોક્યુમેન્ટરી હોત તો વધુ મજા આવત, કારણ કે ફિલમને લીધે પેલા ગીતો અને પ્રણય ‘સીનો’ જોવા કરતાં તો સાચી ઘટનાની ડોક્યુમેન્ટરી સારી લાગે. તેમ છતાંય, અલગ વિષય વસ્તુ હતી એટલે મજા આવી. વિકિપીડિયા પરથી જાણવા મળ્યું કે માંઝીની પુત્રવધુ સરકારી સહાયની આશા રાખીને કોઇક બિમારીથી ગુજરી ગઇ પણ વચન મુજબ આમિરખાન-રાજેશ રંજનને પણ મદદ ન કરી.

* ૧૦ ક્લોવરફિલ્ડ લેન
ડરામણી. પણ અલગ વાર્તા. એટલે મજા આવી. એકલાં બેઠાં-બેઠાં ટાઇમ પાસ માટે જોવાનું શરૂ કર્યું પણ મજા આવી.

* કેપ્ટન અમેરિકા – સિવિલ વોર
બેકાર. આપણને આમેય સિવિલ એન્જિનિયરીંગમાં કોઇ રસ નથી 🙂

આ પહેલાંની પોસ્ટ છેક ૨૦૧૪માં.

અપડેટ્સ – ૧૮૭

* છેલ્લું અઠવાડિયું કંઇ ન કર્યું છતાંય વ્યસ્ત રહ્યો (લો બોલો!). કારણ કે, કવિન ઇઝ બેક. અને આ વખતે પણ લેગ. એટલે કે ગામમાં પગે કંઇક વાગ્યું અને પછી તે પાક્યું. એટલે, પછી ડોક્ટરની મુલાકાતો હજુ ચાલુ છે (હવે ઠીક છે, પણ આરામ છે). તેની દોડમ-દોડી તો ચાલુ જ છે. રમવા ન જાય તો ઘરને મેદાન બનાવવા માટે તેને કહેવું ન પડે.

* ત્રણ દિવસમાં ત્રણ ફિલમો જોઇ કાઢી. જો જીતા વોહી સિકંદર, સરફરોશ અને ભૂત. ભૂત પહેલીવાર જોઇ. સરસ છે, હજી સુધી તો ડરી જવાયું નથી!

* રનિંગ વ્યવસ્થિત ચાલ્યું, પણ સાયકલિંગમાં ડચકાં ખાધાં. વિચાર આવે છે કે, ટ્રાયથલોન એથ્લેટ્સ કેવી રીતે બેલેન્સ કરતાં હશે?

* બાકી શાંતિ છે! 🙂