અપડેટ્સ – ૨૩૪

  • હાલમાં અમારી પુસ્તક પાવરી ચાલી રહી છે:
    • સત્યજીત રાયની વિજ્ઞાનકથાઓ
    • સત્યજીત રાયની રહસ્યકથાઓ ભાગ ૧ – ૪
    • સોનાનો કિલ્લો – સત્યજીત રાય
    • ગંગટોકમાં ગરબડ – સત્યજીત રાય
    • કાઠમંડુમાં હાહાકાર – સત્યજીત રાય
    • આગન્તુક – ધીરુબહેન પટેલ
    • વેર વૈભવ – સૌરભ શાહ
    • ક્ષણ-પ્રતિક્ષણ – શિશિર રામાવત
    • ઇકિગાઇ – ગુજરાતી આવૃત્તિ
    • સેપિયન્સ – યુવલ નોઆ હરારી.
  • વચ્ચે-વચ્ચે થોડું સાયકલિંગ-રનિંગ આવી જાય છે.
    • ફેબ્રુઆરીમાં ૬૦૦ પછી ૧૫૦+૧૦૦ કિમીની સરસ કોમ્બો બી.આર.એમ. કરી જેનો વિગતે રીપોર્ટ લખવાનો રહી જ ગયો પણ ત્યાં મજા આવી ગઇ. ત્યાર પછી કંઇ ખાસ સાયકલિંગ કર્યું નથી. હવે માર્ચ-એપ્રિલમાં બે નાઇટ બી.આર.એમ. (જો રદ ન થાય તો!) કરવામાં આવશે. પછી, જૂન પછી ફરી વ્યવસ્થિત સાયકલિંગ શરુ કરીશ.
    • સાયકલિંગ ગ્રૂપો નવાં-નવાં સાયકલિસ્ટોથી ઉભરાતા જાય છે. જોકે આ સોડાઓનો ઉભરો શમતા બહુ વાર નહી લાગે!
    • રનિંગ ચેલેન્જ ખાતર કરી રહ્યો છું, પગ હજુ બરાબર દોડતા નથી 🙂
    • હા, બે દિવસ પહેલાં સિલ્વર બીચ પર સ્વિમાથોનમાં વોલિયન્ટર તરીકે કામ કર્યું. મઝા આવી. હવે, સ્વિમિંગ ક્યારે શરુ કરવું એ નક્કી કરવાનું બાકી છે.
  • હેથ-વેનું ઇન્ટરનેટ વાર-તહેવારે ડચકાં ખાય છે એટલે નવા પ્રોવાઇડરની શોધ કરવી પડશે તેમ લાગે છે.
  • બાકી, શાંતિ છે!!