વેબ ઓફ ટ્રસ્ટ

જીવનમાં ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ બહુ જરૂરી ચીજ છે. માતા-પિતાનો બાળક પર, પતિનો પત્નિ અને પત્નિનો પતિ પર, બોસનો કર્મચારીઓ પર અને પ્રજાનો સરકાર પર. વિશ્વાસે વહાણ ચાલે છે અને વિશ્વાસે દુનિયા ચાલે છે. ડેબિયન લિનક્સ પણ આમાંથી બાકાત નથી. અજાણ્યા માણસ જે દુનિયાનાં બીજા છેડે સોફ્ટવેર બનાવે છે – તેનું સોફ્ટવેર કોઇ વાયરસ હશે કે કેમ એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. આ સમસ્યાનો ઉકેલ આવે છે – વેબ ઓફ ટ્રસ્ટ થી.

ચાલો તે સમજીએ…
1. જીપીજી નામનું એક સોફ્ટવેર છે. તેનાથી તમે એક કી (નંબર) બનાવો છો. આ કી નાં બે ભાગ છે. પબ્લિક અને પ્રાઇવેટ. પ્રાઇવેટ ભાગ માત્ર તમને જ ખબર છે અને તે તમારા કોમ્પ્યુટરમાં પાસવર્ડથી સંગ્રહાયેલ રહે છે.
2. તમારો પબ્લિક ભાગ તમે બીજાને આપો છો. દા.ત. મારી જીપીજી પબ્લિક કી અહીં જોવા મળશે.
3. પબ્લિક ભાગ તમે જેના પર ટ્રસ્ટ કરતા હોય તે પોતાની પબ્લિક કી માં ઉમેરશે. (સાઇન કરશે..)
4. હવે તમે કોઇ મેઇલ મોકલશો તો, તે તમારી કી વડે સાઇન (સહી) કરેલ હશે. તમારૂ સોફ્ટવેર પણ આ રીતે સાઇન કરી શકાય.
5. સામેવાળો ચેક કરશે કે આ કી મારા ટ્રસ્ટમાં છે કે નહી. અને મેઇલ, સોફ્ટવેર વાપરશે. જેટલા માણસો તમારો ટ્રસ્ટ કરે છે, તમને ઓળખે છે તે તમારી કી સાઇન કરશે. આ રીતે વેબ ઓફ ટ્રસ્ટ રચાશે.

ડેબિયન ડેવલોપર બનવા માટે તમારી કી ઓછામાં ઓછા એક હાલનાં ડેબિયન ડેવલોપર વડે સાઇન કરેલી હોવી જોઇએ.

આનંદની વાત છે કે જલધર વ્યાસ (અમેરિકાવાસી ભારતીય) એક માત્ર ગુજરાતી ડેબિયન ડેવલોપર છે. ભારતમાં માત્ર 3 જણાં જ છે..

થોડી કડીઓ..

1. http://www.rubin.ch/pgp/weboftrust.en.html – વેબ ઓફ ટ્રસ્ટ ઉદાહરણ
2.  http://www.cryptnet.net/fdp/crypto/gpg-party.html – કી સાઇનિંગ પાર્ટી !

મોંઘવારી અને ચિત્રલેખા..

* ચિત્રલેખાનાં 3 જુલાઇ નાં અંકનો મુખ્ય લેખ “ઉફફ… આ મોંઘવારી!” છે. ઘરે બધાનાં સુચનો લીધા કે હવે ખર્ચાઓ ઘટાડવા શું કરવું જોઇએ. એક સુચન એવું આવ્યું કે ચિત્રલેખા જ બંધ કરાવી દેવું જોઇએ. 😉

* ગઇકાલે પપ્પાનો જન્મદિવસ હતો. મમ્મી અને કે એ સરસ મજાનાં દહીં-વડા બનાવ્યા, આઇસક્રીમ ખાધો, ચોકલેટ ખાધી અને રવિવાર હતો એટલે આરામ કર્યો.

મુંબઇ અને થેનક્સ

* થેનક્સ ન બોલવાથી કંઇ મુંબઇવાસીઓ મદદકર્તા નથી તેવું નથી. 2000 માણસોને લઇ ‘રીડર્સ ડાયજેસ્ટ’ જેવું મેગેઝિન તારણ કાઢે તે થોડું વિચિત્ર છે. મારો અનુભવ છે કે પાલનપુર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ-વિદ્યાનગર કરતાં મુંબઇવાસીઓ વધુ હેલ્પફુલ છે. (આ શહેરોમાં હું થોડો-થોડો સમય ગુજારી ચુક્યો છું અને પુરતો અનુભવ છે). આર.ડી.ને કદાચ 26/7 નો દિવસ યાદ કરવા જેવો છે.

કમ્પ્યુટરની ક્લિકે…

* તમે ‘કમ્પ્યુટરની ક્લિકે’ પુસ્તક વાંચ્યું? વાંચ્યું ના હોય તો, અહીંથી ડાઉનલોડ કરી જરૂરથી વાંચો.

બળવંતકાકા અને ઉત્તમકાકાએ ભારે જહેમત કરી ગુજરાતીલેક્સિકોન પ્રોજેક્ટના રચયતા રતિકાકાનો સંપૂર્ણ પરિચય આપતું આ પુસ્તક રજુ કર્યું છે. કાકાનાં જીવનની ઝરમર પણ સરસ રીતે આપેલ છે. આ પ્રોજેક્ટની રચનાનો સંપૂર્ણ ઇતિહાસ આમાં આવી જાય છે.

ડેબિયન લીડર એન્થોની ટાઉન્સનો ઇન્ટરવ્યુ

* ડેબિયન લીડર એન્થોની ટાઉન્સનો ઇન્ટરવ્યુ અહીં આપેલ છે. ડેબિયનએ યુનિવર્સલ લિનક્સ તરીકે જાણીતું છે. લગભગ ૧૫૦૦૦ થી વધુ સોફ્ટવેર પેકેજ ધરાવતું આ લિનક્સ વર્ઝન ૧૨ જેટલાં હાર્ડવેર આર્કીટેકચર માટે આવે છે. મોબાઇલ (નોકિયા ૭૭૦) થી માંડીને મેઇનફ્રેમ અને સુપર કોમ્પ્યુટરોમાં ડેબિયન સર્વત્ર વપરાય છે.

વધુ માહિતી માટે તેની વેબસાઇટ જુઓ. http://www.debian.org અને તેનું પ્લેનેટ

પબ્લિસિટી મેળવવાનાં 5 રસ્તાઓ

પબ્લિસિટી મેળવવાનાં 5 રસ્તાઓ:

1. પાર્ટીમાં કોઇને કીસ કરો. અને પછી સામે વાળી વ્યક્તિને કેસ કરવાનું કહો.

2. કોઇ પણ સરકારી યોજનાનો વિરોધ કરો. સાથે થોડા અંગ્રેજીમાં લખતાં લેખકોને રાખો.

3. ફાલતુ હીન્દી મુવી બનાવો અને તેનાં ગમે તેવા પોસ્ટરો શહેરમાં ચોંટાડો.

4. રીમીક્સ આલ્બમ બનાવો.

5. દોઢ લાખનાં ચશ્મા ખરીદો અને કોઇને ભેટ આપો!

અબ્રાહમ લિંકન

* આજે એક સરસ પુસ્તક વાંચ્યું. અબ્રાહમ લિંકન – જીતેન્દ્ર દેસાઇ (નવજીવન પ્રેસ). મારા જેવા ટીકાકારી વૃતિ ધરાવતા વ્યક્તિઓએ વાંચીને જીવનમાં ઉતારવું જ જોઇએ. આ તો ટુંકી આવૃતિ હતી. હવે મારે મૂળ આવૃતિ મેળવવી પડશે. અને અબ્રાહમ લિંકન તરફ આકર્ષાવાનું બીજુ કારણ એ છે કે ઓફિસનાં લીડરશીપ સેશનમાં લિંકનને અમે લીડર તરીકે પસંદ કરેલ છે.

શાકમાર્કેટમાં…

* હમમ, આજે પહેલીવાર શાકમાર્કેટનો લાઇવ અનુભવ કર્યો. મજા આવી. શાક ખરીદવું ધાર્યા કરતાં સરળ છે. શાકવાળો જે ભાવ કહે તેમાં બે રૂપિયા ઓછા કરવાનાં અને લઇ લેવાનું.. પણ, જો ફેરિયા પાસે લેવું હોય તો તે મારું કામ નથી.

* નવજીવન પ્રેસમાંથી લાવેલું ‘ટોલ્સટોયની 23 વાર્તાઓ’ ખરેખર સરસ પુસ્તક છે. ઘરનાં બધાં સભ્યોએ તે વાંચી લીધું છે.

ટોપ પોસ્ટ

જેથી તે વાંચવાનાં પ્રવાહને ખલેલ ન પહોંચાડે.

> કેમ?

>> મને ઇનલાઇન જવાબ આપવાનું ગમે છે.

>>> તો તમને શું ગમે છે?

>>>> ના

>>>>> તમને ટોપપોસ્ટ ગમે છે?

આ મને મળ્યું અહીંથી.

રતિકાકાનો ઇન્ટરવ્યુ

* ભાષાઇન્ડિયારતિકાકાનો સરસ ઇન્ટરવ્યુ લીધો છે. તે તમે અહીં વાંચી શકો છો. તેઓ લખે છે કે:

A man whose interest in computing emanated from converting the manual typewriter into electronic. A journey which started thus, led him to realize a dream of twenty years of compiling an online GujaratiLexicon with aim to preserve the rich Gujarati language for posterity and create future linguists.

કાકા, અભિનંદન..