ઓપન ક્લિપઆર્ટ

[બગનું ઘર: http://www.openclipart.org/detail/29356]

* ઉપર આપેલ બગ ગમ્યું? 😉 પ્રેઝન્ટેશન કે ડોક્યુમેન્ટ બનાવવા માટે ક્લિપઆર્ટ જોઈએ છે? પણ, તમે માઈક્રોસોફ્ટ ઓફિસની જગ્યાએ ઓપનઓફિસ વાપરો છો? ક્લિપઆર્ટનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરવો છે? ઉઠાંતરી નથી કરવી? વગેરે વગેરે પ્રશ્નોનો જવાબ છે: ઓપન ક્લિપઆર્ટ એટલે કે http://www.openclipart.org

અહીં આપેલ બધાં જ ક્લિપઆર્ટ પબ્લિક ડોમેઈનમાં છે – એટલે તમે બિન્દાસ વાપરી શકો છો. અને, જો તમે આર્ટિસ્ટ કે PHP ડેવલોપર હોવ તો પ્રોજેક્ટમાં જોડાઈ પણ શકો છો!

અચ્છા ખાઈએ, નિશ્ચિંત રહીએ..

* લો, હવે તો પાન-મસાલાવાળા પણ આવી જાહેરાત કરે છે!

(એ.એમ.ટી.એસ.ની બસની પાછળ, હેલ્મેટ ઉર્ફે ટોપા સર્કલ નજીક..)

તમારો કિંમતી અભિપ્રાય..

.. હવે દરેક પોસ્ટ પર.

હવે તમે વર્ડપ્રેસ પર Dashboard–>Ratings નો ઉપયોગ કરી કોમેન્ટ ઉર્ફે ટીપ્પણીની અવેજીમાં વાચકોનો મત જાણી શકો છો. આ એમ તો જૂનાં સમાચાર છે, પણ મેં આ સુવિધા આજે જ સક્રિય કરી. પહેલાં બે – ઝક્કાસ અને ઠેંગો રેટિંગ માટે રાખેલ પણ એમાં મને મોટાભાગે ઠેંગા જ વધારે મળતા 😛

તો કઈ રીતે તમારો મૂંગો અભિપ્રાય આપવો? તમને મારા દરેક પોસ્ટની નીચે આ પ્રકારનું પંચતારક સાથેનું લખાણ દેખાશે.

તમારો અભિપ્રાય

તમારું કર્સર અલગ અલગ તારા પર લઈ જતાં રેટિંગ પ્રમાણેનું લખાણ બદલાશે. ક્લિક કરતાં તમારું રેટિંગ નોંધ થઈ જશે.

ઉત્તમ

બહુ જ સરસ

સરસ

ઓકે ઓકે

અને છેલ્લે,
આ શું લખ્યું કાર્તિક..

તો કરો ક્લિકનાં..

નોંધ: તમે Dashboardમાંથી Ratings–> Reports માં જઈ તમારા બ્લોગ અંગના પંચતારક અભિપ્રાયો સરસ રીતે જોઈ શકો છો.

ઝેરી માણસો!

* ગુગલનાં ઉપરનાં વિડીઓમાં ઓપનસોર્સ કોમ્યુનિટીમાં ઝેરી પ્રકારનાં માણસોથી કઈ રીતે બચવું તે વિશે સરસ વાત થઈ છે. હવે, આ જ પ્રકારનો વિડીઓ કે માહિતી કોઈ અંગત અથવા પ્રોફેશનલ જીવનમાં કેવી રીતે લાગુ પડે તે સમજાવે તો મજા પડી જાય. અમે નાનાં હતાં ત્યારે ઝેરી શબ્દ અમે કોઈ સરસ અથવા ઝક્કાસ વસ્તુ માટે વિશેષણ તરીકે વાપરતાં. દુર્ભાગ્યે, હવે આ જ વસ્તુ માણસો માટે વાપરવી પડે ત્યારે આપણું જીવન સાલું કોઈક વાર બેકાર લાગે અને થાય કે અહીં ક્યાં આવી પડ્યા 🙂

એની વે, આ જ જીવન છે એમ માનીને એવા ઝેરી સર્પોને દૂધ પીવડાવીએ છીએ. અમને ખબર છે કે સર્પ દૂધ પીતા નથી, છતાં પણ.

જ્યારે અમે નાના હતાં – ૧૦

* હવે, અમે કોલેજનાં બીજાં વર્ષમાં આવ્યા. ફર્સ્ટ ક્લાસ પાસ પણ થયા. હવે, કોલેજમાં ચાર જ દિવસ પ્રેક્ટિકલ હતા. પેલા ફાલતુ NIIT ક્લાસિસમાં જવાનું હતું નહી. મિત્રો-મિત્રાણીઓ બીજી કોલેજમાં જતાં રહ્યા હતા. જે મિત્રોને એન્જિનિયરીંગ વગેરેમાં મોડેથી એડમિશન મળ્યું તેઓ પણ જતા રહ્યા હતા અને પોતાનાં ભણતરમાં વ્યસ્ત હતા. તો, આપણી પાસે બહુ જ સમય હતો.

અમદાવાદની ‘સારી’ કોલેજમાં એડમિશન લેવાનો પ્રયત્ન કર્યો પણ એ વખતે કોલેજોનો રાફડો ફાટ્યો ન હોવાથી એડમિશન આપવામાં ન આવ્યું. એની વે, હવે અમે અમારુ ધ્યાન સંપૂર્ણ રીતે આરામ કરવામાં અને થોડું ઘણું ભણવામાં લગાવ્યું.

થોડો સમય અમને દર ગુરુવારે સાંઈબાબાના મંદિરે ચાલતા જવાની ટેવ પડી પણ થોડા સમય પછી એ પણ ભૂલાઈ ગઈ (બાય ધ વે, મંદિર સારું છે).

મને ખરેખર યાદ નથી કે બીજાં વર્ષમાં મેં શું કર્યું! એટલે આ પોસ્ટનો અહીં અકાળે અંત આવે છે 😛

મનમેં લડ્ડુ ફૂટા?

[યુટ્યુબ પરથી. કોપીરાઈટ જે તે વ્યક્તિ, કંપની અથવા યુટ્યુબનો]

મનમેં દુસરા લડ્ડુ ફૂટા? ના. ન ફૂટ્યો.

કેમ?

હવે, એમાં થયું કે કવિનને ચોકલેટ બહુ ભાવે (અમને પણ ભાવે પણ છેલ્લે RCT કરાવ્યા પછી અને નવી ઓફિસમાં આવ્યા પછી ચોકલેટ મળવાની ઓછી થઈ ગઈ છે. ક્યાં છે એ બર્થ ડે – બોયસ્ એન્ડ ગર્લ્સ?) તો કોઈક-કોઈક વાર અમે તેને ચોકલેટ અપાવીએ.

ગઈકાલે કોકીએ કેડબરીની પેલી બે ચોકલેટ ગોળી વાળી ચોકલેટ કવિનને અપાવી. કવિને એક ખાધી. બીજી શોધવા ગયો તો ન મળી – કારણ કે બીજો લડ્ડુ હતો જ નહી 😦 કદાચ પેલી જાપાનની કંપનીએ સાબુના ખાલી રહી જતાં બોક્સ માટે અજમાવેલો ઉપાય (અને છેલ્લાં ૧૦ વર્ષથી ફોર્વડ ઈમેલમાં ફરતો) અજમાવવા જેવો ખરો.

એક ન ખોવાયેલ બ્લોગ..

ઊંમર: આજે ૪ પૂરા કરી ૫મું બેઠું.
રંગ: આછો જાંબલી, ક્યારેક કાળો મેશ, ક્યારેક ધોળો ધબ.
ઊંચાઈ: બહુ જ સામાન્ય.
ભાષા: ગુજરાતી ભાષા થોડી ઘણી લખી જાણે છે, ગુજરાતી-અંગ્રેજી અને ટેકનોલોજીથી ભરેલ ભાષા બોલે છે.
સ્વભાવ: સામાન્યથી આંશિક ઉગ્ર.

આ થયો હજી સુધી ન ખોવાયેલ બ્લોગનો પરિચય – એટલે કે આ બ્લોગનો પરિચય. ૨૫ માર્ચે એટલે કે આજે ચાર વર્ષ પૂરા થાય છે અને પાંચમું વર્ષ શરુ થાય છે. દર વર્ષે બ્લોગની ક્વોલિટી અને આવૃત્તિ બન્નેમાં સુધારા-ઘટાડા-વધારા થયા છે. હું મને ગમે તેવું અને મારા વિચારોને રજૂ કરતો રહ્યો છું, કોઈક વખત ટેકનોલોજીકલ હથોડાં પણ માર્યા છે – તેમ છતાં, વાચકો વધતા રહ્યાં છે અને સરસ મજાની કોમેન્ટ્સ (વચ્ચે હમણાં કોઈને મારો બ્લોગ કે પોસ્ટ ન ગમ્યો એટલે ભરપૂર ગાળો પણ લખી ;)) આપતા રહ્યા છે.

બધા વાચકો, મિત્રો, યાર-બાદશાહોનો ખૂબ-ખૂબ આભાર. તમારા વગર ચાર વર્ષની લાંબી (અને કોઈક વખત થકવી નાખનાર) સફર જે લેપટોપ આગળ બેસીને જ ખેડવાની હતી તે શક્ય નહોતી. સાથે સાથે, વર્ડપ્રેસનો પણ આભાર – જેનાં વગર આ બ્લોગની રજૂઆત આટલી સરળતાથી ક્યારેય શક્ય ન બનત 🙂

મળતા રહીશું.

અડા લવલેસ દિવસ

* શું તમે જાણો છો કે, વિશ્વ ચકલી દિવસ, વિશ્વ જળ દિવસ પછી આજે, અડા લવલેસ દિવસ છે. તો ખાસ શું છે આ દિવસે?

અડા લવલેસ - ચિત્ર: Wikipedia માંથી..

આ દિવસ સમર્પિત છે – કોમ્પ્યુટર કે ટેકનોલોજી ક્ષેત્રમાં યોગદાન આપનાર સ્ત્રીઓને. વધુ માહિતી માટે તમે, http://findingada.com પર મેળવી શકો છો. અડા લવલેસ પ્રથમ કોમ્પ્યુટર માટેનો પ્રથમ પ્રોગ્રામ બનાવવા માટે જાણીતી છે – અને તે પ્રથમ કોમ્પ્યુટર હતું – ચાર્લ્સ બેબેજનું!!

આજની જોક

સવાલ: ઈન્ટરનેટ એક્સપ્લોરરનો મુખ્ય ઉપયોગ શું?
જવાબ: બીજું સારું બ્રાઉઝર ડાઉનલોડ કરવા માટે!

પ્રેરણા-સ્ત્રોત: આ ટ્વિટર સંદેશ માંથી..

ચોરી-ચપાટી, લાયસન્સ અને આ બ્લોગ..

Creative Commons License

ઉપરનું સરસ મજાનું બટન જોયું? તેનો મતલબ એ કે:

This work is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.

હા. બ્લોગનું લાયસન્સ છે.

૧. તમે આ બ્લોગનું લખાણ તમારા બ્લોગ, છાપાં, પુસ્તક, પત્રિકા કે કંકોત્રી વગેરેમાં કોપી કરી શકો છો.

૨. તમે તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકો છો. આલ ઈઝ વેલ.

૩. ફાવે તેમ ફેરફાર કરી શકો છો, ફરી ઉપયોગ કરી શકો છો. જો તમે એ ફેરફારો બીજાને પણ મારા લાયસન્સ હેઠળ આપો તો..

પણ, પણ..

તમે એવું લખો કે, Based on a work at kartikm.wordpress.com – એટલે કે મારા બ્લોગની લિંક આપો તો જ.

આ લાયસન્સ ક્રિએટીવ કોમન્સ શેર-અ-લાઈક ૨.૫ કહેવાય છે. ફ્રી સોફ્ટવેર તરીકે માન્ય છે. સોફ્ટવેર કરતાં ક્રિએટીવ કન્ટેન્ટ – લખાણ, ચિત્ર, મુવી, વગેરે માટે વધારે લોકપ્રિય છે. વધુ માહિતી માટે ક્રિએટીવ કોમન્સની વેબસાઈટ જુઓ. વધુમાં આ લાયસન્સ કોર્ટમાં ટેસ્ટ થયેલ છે – એટલે ચોરી-ચપાટી કરનાર વ્યક્તિઓ દલીલ કરી શકતા નથી. એટ લિસ્ટ, કોર્ટમાં.

જો તમે બ્લોગ ચલાવતા હોવ અને ચોરી-ચપાટીથી ત્રાસેલ હોવ તો બ્લોગનું લાયસન્સ નક્કી કરો. યાદ રાખો કે કંઈ પણ લાયસન્સ હોય, તમે તમારું લખાણ લખો તો આપમેળે કોપીરાઈટ થઈ જાય છે. તમારું એટલે તમારું. ભાષાંતર કરો એટલે જો મૂળ લેખકની પરવાનગી ન લીધી હોય તો ઉલ્ટો કોપીરાઈટનો ભંગ થાય છે.

ચોરી-ચપાટી વિશે આપણાં સી.આઈ.ડી. વિનયભાઈ ટૂંક સમયમાં બીજા લેખો લખે તેવો અણસાર છે. સ્ટે ટ્યુન્ડ!