ઉત્કર્ષ સેમિનાર

* ઉત્કર્ષ ટીમે જે લોકો કમ્પ્યુટર જરા પણ અથવા બહુ ઓછું જાણતા હોય તેમના માટે એક વિના મૂલ્યનાં સેમિનારનું આયોજન કર્યુ છે. જો તમે આ શનિવારે પ્રબોધન ઠાકરે હોલ, બોરિવલી (વેસ્ટ), ૪ વાગે આવી શકો તો  ઉત્કર્ષ ટીમને મળવાની સાથે તમે  ઉત્કર્ષનો ડેમો નિહાળી શકશો અને કમ્પ્યુટર પણ શીખી શકશો.

નવું ઘર

* વેબ પર મારૂ નવું ઘર લઇ લીધું છે. મારી જેમ ઘણાં બધાએ કર્યું છે. તમે પણ જો મળતું હોય તો પોતાનું બ્લોગ શરૂ કરવાનું જ સારૂ છે. સરકારનો કોઇ ભરોસો કરાય નહી. રાજા, વાજાને વાંદરા. ક્યારે શું થાય તે કહેવાય નહી.

* ઓફિસની ડિઝાઇન ટીમે ઉત્કર્ષની નવી એડ બનાવી છે. જરા જોઇને મને સૂચનો આપવા વિનંતી. અહી તમે જોઇ શકો છો: ઉત્કર્ષ.ઓર્ગ

SUSFU

* SUSFU

પરિસ્થિતિ ખાસ બદલાઇ નથી. હજી બ્લોગસ્પોટ.કોમ અને બીજા બ્લોગ ખુલતાં નથી.

આતંકવાદ અને ભારત

* આ વિશે તમે નરેન્દ્ર મોદીએ કરેલ ભાષણ વાંચ્યું? ન વાંચ્યું હોય તો, અહીં જરૂર વાંચો અને વિચારો. સવારમાં બીજા ન્યુઝ મળ્યાં કે સ્વામી સચ્ચિદાનંદ પર કેટલાંક લોકોએ હુમલો કર્યો છે. આ તો બીજા પ્રકારનો આતંકવાદ થયો, લોકશાહીનો મતલબ શું? કોઇ પોતાના વિચારો વ્યક્ત કરેતો આવું કરવાનું? મને ખરેખર આવા સંપ્રદાયો હિંદુ ધર્મમાં છે તેની શરમ આવે છે…

૭/૧૧

* મુંબઇગરાએ ફરી એક વખત બતાવી દીધું છે કે, મદદ કરવામાં તેમને કોઇ પહોંચે તેમ નથી. અગાઉ મેં મુંબઇ અને થેન્કસમાં લખ્યું છે તેમ માત્ર થેન્કસ કહેવાથી કોઇ ફરક પડતો નથી. થેન્કસની અપેક્ષા રાખ્યા વગર અહીં લોકો દીલથી મદદ કરે છે. ક્યાં છે રીડર્સ ડાયજેસ્ટ. કદાચ રીડર્સને તેના લેખો ડાયજેસ્ટ થતા હોય તેવું લાગતું નથી! મુંબઇ હેલ્પ બ્લોગે ઘણું સારૂ કામ કર્યું છે. પપ્પા અને ભાઇ મોડી રાત્રે ઘરે આવ્યા. ભગવાનનો પાડ કે બધાં મિત્રો, સગા-સંબંધીઓ સલામત છે. બીજા દિવસથી જ લોકો કામ પર જતાં થઇ ગયા છે. સલામ મુંબઇ!

ઉત્કર્ષ અને લિમ્કા બુક ઑફ રૅકોર્ડસ ૨૦૦૬

* ઉત્કર્ષલિમ્કા બુક ઑફ રૅકોર્ડસ ૨૦૦૬ માં! જુઓ પાનું ૧૧૯. દરેક સભ્યોને અભિનંદન.

ઉત્કર્ષ ટીમ અને લિમ્કા બુક ઑફ રૅકોર્ડસ

આવ રે વરસાદ!

* બસ, હવે તો, “આવ રે વરસાદ” ની જગ્યાએ મને જરા પણ ન ગમતું અંગ્રેજી બાળકાવ્ય Rain Rain Go Away, Big Kartik wants to play (Computer Games) પરાણે ગાવુ પડે છે. ત્રણ દિવસનાં ધોધમાર વરસાદ પછી આજે જરા ઠીક લાગે છે. કોમ્પ્યુટરનું મોનિટર વરસાદથી બંધ છે, એટલે થોડુ વાંચવાનું વધી ગયું છે..

* ઇન્ડિક બ્લોગર એવોર્ડમાં વિનર બનવા બદલ બધાને અભિનંદન. થોડા લોચા થયા છે. હિન્દીમાં રવિજીનાં બ્લોગને આ એવોર્ડ મળ્યો, જે બ્લોગ છેલ્લે ૨૦૦૫માં લખાયો હતો! રવિજી પોતે અચરજ પામે છે. જય માઇક્રોસોફ્ટ! વેલ, ગુજરાતીમાં રીડગુજરાતી બ્લોગ લગભગ નક્કી જેવો જ હતો.

બેક ટુ સ્કુલ: નવી રીતે…

* ‘બેક ટુ સ્કુલ’ જેવી ઘણી ઓફરો આવે છે, પેન્ટાલુન અને શોપર્સ સ્ટોપ જેવા સ્ટોર્સમાં (અત્યારે ક્યાંક ચાલે પણ છે). પણ, મને આજે જરા જુદી રીતે સ્કુલ યાદ આવી ગઇ. એક કાર્ય માટે બાજુ વાળાનાં ધરેથી ૯ અને ૧૦ની ગુજરાતીની ચોપડીઓ લઇ આવ્યો. તેમાંથી જે લખવાનું હતુ, તે થોડીવાર સાઇડમાં મુકી, હું મંડ્યો વાંચવા! ગુજરાતી ભણાવતા અરુણભાઇ ભાવસાર સાહેબની યાદ આવી ગઇ. ત્રણ વરસ (ધોરણ ૮, ૯, ૧૦) જેમની પાસે ગુજરાતી શીખ્યો – ભણવાનું તો ઠીક પણ – સાહેબ જે વાતમાંથી વાત માંડતા, એક પાઠ કે કવિતા એક મહિનો ચાલતા (હા, એક મહિનો દાત. સરસ્વતીચંદ્રનો ધોરણ ૧૦માં આવતો એક પાઠ) અને અમને જલ્સા પડતા. કેટલાક ને તેમા કંટાળો આવતો, પણ મારા જેવા નવલકથા અને પુસ્તકોના કીડાંને ખરેખર મજા આવતી. આવા જ બીજા સર હતા, સંસ્કૃતના નવીનભાઇ દોશી, પણ તેમની વાત ફરી ક્યારેક.

લંડનમાં લેક્સિકોન…

* ૯ જુલાઇએ લંડનમાં લેક્સિકોનનું લોકાર્પણ! જો તમે લંડનમાં હોવ, તો જરૂર હાજરી આપશો. પણ જરા વિપુલભાઇ કલ્યાણી (ઓપિનિયન) ને RSVP કરવા વિનંતી. વધુ માહિતી માટે રીડગુજરાતી.કોમનું આ સમાચાર પાનું જુઓ..

* આજે ચિત્રલેખાનું BTW (બાય ધ વે) અંગ્રેજી મેગેઝિન બહાર આવ્યું. વાંચીને સાંજે તેના વિશે અહીં લખીશ. એક વાત છે. જમણું પાનું જોવુ નહી – કારણકે તેમાં તમને ખાલી એડવર્ટાઇઝ જ જોવા મળશે. 😦