સાફ-સફાઇ!

સાફ-સફાઇ મને બહુ ગમે. હું સમયાંતરે ઇમેલ, જીમેલ અને ડેસ્કની (ના, તમે ધાર્યો હતો એવો પ્રાસ બેસતો ત્રીજો શબ્દ અહીં નહી આવે!) સાફ-સફાઇ કરતો રહું છું. છેલ્લાં થોડા દિવસોથી ફેસબૂકમાંથી પણ કચરો સાફ કરી રહ્યો છું. આ ઉપરથી યાદ આવ્યું કે,

કરતાં સોબત શ્વાનની બે બાજુનું દુ:ખ
ખિજ્યું કરડે પિંડીએ રિઝ્યું ચાટે મુખ

સંદર્ભ

અને ફરીથી યાદ આવ્યું કે મારે મારી સાયકલ સાફ કરવાની છે, જે માટે ચેઇન-ક્લિનર સ્પ્રે લાવવાનું છે, જે માટે કદાચ આવતા મહિનાના બજેટની રાહ જોવી પડશે! 😀

અપડેટ્સ-૨૩૧

બાર્સિલોનાથી પાછા આવ્યાના બીજા જ દિવસથી કમરનો દુખાવો ઉપડ્યો એટલે મોટા ઉપાડે જાહેરાત કરી હતી તે SRT અલ્ટ્રા અને પછી છેલ્લી ઘડીએ રજીસ્ટર કરાવેલી બીઆરએમ ૪૦૦ પડતી મૂકવામાં આવી ૧ થી ૧૫ સુધી લગભગ આરામ જ કર્યો છે અને સાયકલ તો હાથમાં પણ લેવામાં નથી આવી. છેલ્લા બે દિવસથી એલાર્મ-પ્લાન-રાઇડ બધું જ સાઇડમાં છે. હા, થોડી શોપિંગ અને ટ્રેનની મુસાફરીઓ સારી એવી કરી છે. PS: મુંબઈનું સૌથી સરસ સાઉથ ઇન્ડિયન જમવાનું આર્ય ભવન, માટુંગામાં મળે છે!!

ફરજિયાત પણે લેવામાં આવતા વર્ષાંત વેકેશનમાં બે દિવસમાં ૫૦૦ કિમી સાયકલિંગનો પ્લાન છે, જોઇએ હવે, જો એ પણ પડતો ન મૂકવામાં આવે. હવે આવતા વર્ષથી કંટ્રોલ રાખીને જો તૈયારી હોય તો જ ઇવેન્ટમાં રજીસ્ટર કરીશ. તો પણ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તો દોડવાનું છે જ.

લગભગ ૧૩ વર્ષ પછી ફોર્મલ શૂઝ લેવામાં આવ્યા છે (થોડાંક સારી ક્વોલિટીનાં), હવે મોટી મુશ્કેલીએ કે મોજાં લેવાનાં બાકી છે. મને યાદ નથી કે છેલ્લે સાદાં મોજા પણ ક્યારે લીધા હતા 😀

ફરી પાછું કવિન જોડે દોડવાનું રહી જશે. ફરી પાછી મુંબઈ મેરેથોનની તૈયારી થઇ નથી. ૩૩ વર્ષની જગ્યાએ અમારું આ ચક્ર દર વર્ષે પાછું આવે છે. એવરીથીંગ ઇઝ કનેક્ટેડ! એ પરથી યાદ આવ્યું કે નેટફ્લિક્સ પર કે ક્યાંય પણ જોયેલી વેબ સિરિઝમાં સૌથી મસ્ત હોય તો, ડાર્ક છે. હવે ત્રીજી સીઝનની રાહ જોવામાં આવશે.

ફ્રી

ગઇ કાલે હું અને કવિન ઘરની સામે આવેલા ડિમાર્ટ પીકઅપ સેન્ટરમાંથી અમારો સામાન લેવા ગયા હતા, ત્યાં એક આંટી આવ્યા.

આંટી: હું અહીંથી આ ટિફિન લઇ ગઇ હતી તેની જોડે આવતી ફ્રી વસ્તુ મળી નથી. એ આપો.

હું: આ તો BPA Free લખ્યું છે. કંઇ વસ્તુ ફ્રી નથી.

પછી કવિને આંટી અને ડિમાર્ટ વાળા બંનેને સમજાવ્યું.

બોલો મારી સાથે, ફ્રી ફ્રી ફ્રી!

ખો(વા)વું

ઘટના ૧: પેરિસમાં કપડાંની બેગ (સાયકલિંગ).

ઘટના ૨: દુબઈમાં પાણીની બોટલ (રનિંગ).

ઘટના ૩: બાર્સિલોનામાં હાર્ટ રેટ મોનિટરનો બેલ્ટ (સાયકલિંગ+રનિંગ)

આ ત્રણેય ઘટનાઓમાં સામ્યતા એ છે કે, ત્રણેય વસ્તુઓ મારી ભૂલોના કારણે જ ખોવાઇ ગઇ છે. તાજેતરમાં થયેલા (કે ન થયેલા) સાયકલિંગ-રનિંગ પર આ ત્રણેયની ભારે અસર પડી હતી અને પડશે.

(લેખક: એક ખોવાયેલો બ્લોગર :))

તા.ક. ઉપરોક્ત પોસ્ટમાંની ભૂલો સુધારવા માટે – બાબા બગીચાનંદની જય!