હવે બેંગ્લુરૂમાં…

* ગઇકાલે રાત્રે (૨૨ કલાકનાં પ્રવાસ પછી..) બેંગ્લુરૂમાં આવ્યો. એટલેકે આવતા બે મહિના સુધી કવિન અને કે ને મળીશ નહી 😦 બીજો પ્રોબ્લેમ એ થશે કે અહીં ગુજરાતી બોલવા-સાંભળવા બહુ ઓછું મળશે. હા, ફોન, ઇમેલ, બ્લોગ્સ, સમાચારપત્રો, વેબ વગેરે તો છે જ..

અત્યાર સુધી તો બધું સરસ છે. સરસ મજાનાં મિત્રો છે. સરસ મજાની ઓફિસ છે. બાજુમાં સીસીડી છે અને સામે ગર્લ્સ કોલેજ છે 😛

કવિન મસ્તી કરે ત્યારે..

* આ રીતે સજા કરવામાં આવશે,

kavin-slap-geeky-way.gif

[એક મિત્ર તરફથી મળેલ ઇમેલ પરથી, જયારે આ પોસ્ટ કર્યું ત્યારે બધાએ કહ્યું કે આ બચ્ચું તો કવિન જેવું લાગે છે. તો, પોસ્ટનું શિર્ષક બદલી અને .gif ફાઇલમાં જીમ્પ સોફ્ટવેર વડે ફેરફાર કરીને મજાની પોસ્ટ બનાવી દીધી. બાપા આવા ટેકનિકલ હોય તો બેટાને આવી જ મજા મળે ને…]

મમમ. આઇસક્રીમ.

* મમમ. આઇસક્રીમ.

Grapes Candy

Rasberry Candy

લગ્નની બીજી વર્ષગાંઠ અને દોડાદોડી..

* ગયા વર્ષની જેમ જ આ વખતે પણ સરસ મજાની દોડા-દોડી થઇ રહી છે. શનિવારે કર્ણાવતી એક્સપ્રેસમાં હુ, કોકી અને કવિન આવવા નીકળ્યાં અને બોરિવલી સ્ટેશન પર પહોંચીને ખબર પડીકે ટ્રેન ૩.૫ કલાક મોડી છે. અરર. પાછાં કોકીનાં ઘરે ગયાં. ટ્રેનમાં તો સારું રહ્યું કે કવિને કંઇ મસ્તી ન કરી. રાત્રે ૧.૩૦ વાગે પહોચીને સીધાં સૂઇ જવા સિવાય બીજું શું હોય. પછી બીજા દિવસે એચ.એમ. પટેલ ઇન્સિટટ્યુટ, વિદ્યાનગર ખાતે ગુજરાતીલેક્સિકોન.કોમનો સેમિનાર હતો. આ વખતે મજા આવી ગઇ. જી.એલ.ની ટીમ હવે સરસ છે એટલે ભવિષ્ય ઉજળું છે! આજે તો કંઇ ખાસ સેલિબ્રેશન જેવું નથી – પણ એક વાત છે – કોકી જોડે છે એટલે બીજું બધું ગૌણ છે 😛

* હવે શું કહેવું એ લોકોને જેઓ ‘લગ્નની બીજી વર્ષગાંઠ’ ને ‘બીજા લગ્નની વર્ષગાંઠ’ સમજી બેસે. કપાળ કૂટવા સિવાય શું કરાય..

* આ અઠવાડિયાંનો બોધપાઠ: હવે +++ ટ્રેનનો સમય +++ તપાસ કર્યા સિવાય ઘરેથી નીકળવું નહી.

મારું કેડીઇ ડેસ્કટોપ

* મારું કેડીઇ ૪.૦.૧ ડેસ્કટોપ આજકાલ કંઇક આવું દેખાય છે!!

કેડીઇ ૪.૦.૧ ડેસ્કટોપ

[Click on image to see full size]

સ્ટીકી નોટ હવે ડિજીટલ..

ટોમબોય નોટ

* તમે સ્ટીકી નોટ વિશે તો સાંભળ્યું હશે અને તેનો ઉપયોગ પણ કરતાં હશો. લિનક્સમાં પણ તેનાં માટેનાં સ્ટીકીનોટ અને ટોમબોય નામનાં સોફ્ટવેર્સ છે. પણ, મારા એક સંબંધી અને મિત્ર પ્રણવ મિસ્ત્રીએ કમાલ કરીને સ્ટીકીનોટને એકદમ હાઇફાઇ બનાવી છે. જુઓ મુંબઇ મિરરનો આર્ટિકલ. તમે યુટ્યુબ પર થોડાં વિડીઓ પણ જોઇ શકો છો.

બે કોયડાઓ

* ગઇકાલે રાત્રે સૌરાષ્ટ જનતા ટ્રેનમાં અમદાવાદથી મુંબઇ આવતો હતો, ત્યારે સાથે એક પ્રૌઢ અને રીટાયર્ડ દંપતિ જોડે થોડી વાતચીત થઇ. વાત-વાતમાં તેમણે અને બીજા લોકોએ એક-બીજાંને સરસ મજાનાં બે કોયડાઓ પૂછ્યાં (આદત એમ કંઇ જાય?) 😛

૧. એક ગામમાં નદી કિનારે એક વડનું ઝાડ હતું. વડની બે ડાળીઓ પર થોડાં-થોડાં પંખીઓ બેઠાં હતાં. એક ડાળનાં પંખીએ બીજાં ડાળનાં એક પંખીને કહ્યું જો તમારા માંથી એક પંખી અહીં આવે તો તમારા કરતાં અમારી સંખ્યા બમણી થઇ જાય ત્યારે પહેલી ડાળ વાળાએ બીજી ડાળ વાળાને કહ્યું તમારા માંથી એક પંખી અમારામાં આવે તો આપણાં બંનેની સંખ્યા સરખીથઇ જાય. તો, સવાલ એ છે બન્ને ડાળ પર કેટલાં પંખીઓ હતાં?

૨. એક ગામમાં એક શેઠ હતાં. તેમની પાસે વજન તોલવા માટે એક પથરો હતો અને તે ૪૦ કિલોનો હતો. હવે, શેઠનાં મુનીમે શેઠની વજન તોળવાની મુશ્કેલીઓ દૂર કરવા માટે તે ૪૦ કિલો પથરાં નાં એવી રીતે ૪ ભાગ કર્યા કે તેનાંથી ૧ કિલોથી માંડીને ૪૦ કિલો વજન માપી શકાય. તો તે ચાર વજન જણાવો.

બન્ને એકદમ સરળ છે. કોયડા ઉકેલવાનું સોફ્ટવેર એન્જિનિયરોને ઇન્ટરવ્યુ કે ટેસ્ટ પેપરમાં કે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછવામાં આવે છે.

એક વર્ષ

* બરાબર એક વર્ષ પહેલાં મેં જે ઘરથી દૂર રહેવાની પરંપરા ચાલુ કરી છે, તે હજી પૂરી થઇ નથી. ફેબ્રુઆરી ૦૭ થી જુન ૦૭ અને પછી ડિસેમ્બર ૦૭ થી જાન્યુઆરી ૦૮ (અને આ મહિનો પણ..) લગભગ બહાર જ રહેવાનું થયું છે. સારી વાત ગણવી હોય તો — કવિન, મારૂં ડેબિયનનું કામ, ફોસ.ઇન અને નવી દિશામાં જોવાની વૃત્તિમાં થયેલો વધારો ગણી શકાય.

ગ્નુનિફાય ૨૦૦૮ માં ફરી મારૂં પ્રેઝન્ટેશન છે. પુનેમાં હોવ તો, મારૂં હાર્દિક નિમંત્રણ છે. અને બીજાં દિવસે મુંબઇની લાલા લજપતરાય કોલેજમાં પણ નાનું એવું પ્રેઝન્ટેશન છે – પણ, તે કદાચ કોલેજ પૂરતું જ મર્યાદિત છે.

iરવિવાર

* રવિવારે સવારે મોડો ઉઠીને મામાનાં ઘરે બાપુનગર જવા નીકળ્યો. રસ્તામાં સારંગપુર આગળ પહોચ્યો એટલે ખબર પડીકે એક હોટલ કાલુપુર આગળ પડી ગઇ છે. એટલે પછી પ્લાન બદલીને મણિનગર ગયો. મામા એપલનો આઇફોન લાવેલા તેની જોડે થોડા ચેડાં કરવા માટે મળી ગયાં એટલે મજા આવી ગઇ. આઇફોન પહેલાં તો ચાર્જ કરવામાં મહેનત પડી. તે પીસીનાં યુએસબી પોર્ટ વડે (અથવા તેના ડોક ચાર્જર વડે) ચાર્જ થાય છે.

પછી સીમકાર્ડ કઇ રીતે નાખવું તેમાં ૧૦-૧૫ મિનિટ લાગી (ઇન્ટરનેટ પર જોયું (ઉપરનું ચિત્ર) એટલે જ ખબર પડી). પછી યુઝર ગાઇડ ડાઉનલોડ કરી દરેક લાક્ષણિકતાઓ વાંચી અને ચકાસી. કેમેરો સરસ છે, અને ઇફેક્ટ્સનો ભરમાર છે. પણ, ખાટલે મોટી ખોડ એ નીકળી કે કોઇનું સીમકાર્ડ તેમાં કામ ન આપી શક્યું.

* ૨૦૦ નંબરની બસ તમને અમદાવાદ-દર્શન કરાવે છે તે આજે ખબર પડી 🙂

[ચિત્રો વીકીપીડીઆ.ઓર્ગ માંથી]

[અપડેટ: આઇફોનને મારેલું તાળું કઇ રીતે ખોલવું?]

[અપડેટ: જીજ્ઞેશનો આભાર, મારી વાક્ય રચના તરફ નિર્દેશ કરવા બદલ!]

ઓહ ના!

* ઓહ, ના! મને તો એમ કે મ્યુટોરેન્ટ ઓપનસોર્સ છે… તમે કોઇ બીજું સારું બીટટોરેન્ટ સોફ્ટવેર સજેસ્ટ કરશો?