અયોધ્યા

* અયોધ્યા (वि. स्त्री.) જેની સામે લડી શકાય નહિ એવી (નગરી). પણ, ટ્વિટર પર કેટલાય દેડકાંઓએ જ્યાં યુધ્ધ ન થાય અને એવી કેટલીય વ્યાખ્યાઓ ફરતી કરી દીધી. જે હોય એ. કોર્ટે છેવટે કંઈક સારો કહી શકાય તેવો ગોળ-ગોળ ચૂકાદો આપ્યો ખરો. બેય પક્ષો રાજી થાય એથી વધુ સારુ શું. છતાંય, આપણી કોંગ્રેસે અળવીતરાં ચાલુ કર્યા છે અને કહ્યું છે કે આવાં કિસ્સાઓમાં સુપ્રીમ સુધી જઈ શકાય છે, વગેરે.

કંઈ ન થયું અને શાંતિ રહી એટલું બોનસમાં. દશેરાનાં દિવસે હજી બમણાં ફાફડાં-જલેબી ખાઈશું ને?

થોડીક કડીઓ..

.. ઉર્ફે લિંક્સ.

૧. xmarks બંધ થાય છે, http://blog.xmarks.com/?p=1886 😦
૨. ઓપનઓફિસ હવે ખરેખર ઓપન બનશે. http://www.documentfoundation.org/lists/announce/msg00000.html 🙂
૩. સેગ્વેનો માલિક સેગ્વે ચલાવતા માર્યો ગયો. 😦

એક idea

* એક વખત ગવર્મેન્ટને એક idea આવ્યો કે ચાલો દેશમાં બધા જ મોબાઈલ ધારકોનાં ડોક્યુમેન્ટ્સ ફરી મંગાવીએ. અને, પછી ચાલુ થયો મારો એસ.એમ.એસ અને કોલનો. આજે સવારે આવા જ એક એસ.એમ.એસ.નો ભોગ બનીને મેં આપેલ નંબર પર (૫૧૨૩૫) કસ્ટમર કેરમાં ફોન કર્યો અને જ્યાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે ત્યાંનું સરનામું માંગ્યુ. મળ્યું પણ ખરા, પણ ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે એ તો માત્ર ડ્રોપબોક્સ જ છે. ફરી પ૧૨૩૫ પર ફોન કર્યો તો કહે અમે માત્ર માહિતી આપીએ, સરનામું નહી. ઓહ. પહેલાં જખ મારવા આપેલું? ફરી કસ્ટમર કેર (૧૨૩૪૫) પર ફોન કર્યો ત્યારે એ ભાઈએ કહ્યું અહીં તો ડોક્યુમેન્ટ ન અપાય. બુલશીટ. મને પણ ખબર છે. મેં તેમને કહ્યું તો ઓકે, મેમનગર નજીકનું સરનામું આપો. સરનામું મળ્યું – મણિનગર નજીકનું.

એક idea ખરેખર તમારું જીવન બદલી શકે છે.

@ideacellular વાળાને મારા ટ્વિટર સંદેશાઓ..

જીવન તો નહી, ફોન નંબર જરુરથી બદલાવાનો છે.. ક્સટમર કેર નો કાળો કેર છે.

ગુજરાતની નંબર ૧ વેબસાઈટ…

… ગુજરાતીમાં ભયંકર ભૂલો કરે છે.

… સોફ્ટ સેમી-પોર્ન જેવા ફોટાઓ અને લેખો પહેલાં પાનાં પર કોઈજ વિચાર વગર મૂકે.

… જે એકદમ સરળ વસ્તુ, RSS feed સીધી રીતે (રહી રહીને ફીડ હવે માત્ર શીર્ષક માટે જ મળે છે) પૂરી ન પાડે.

છતાંય, નંબર ૧. વાહ!

વધુ નવાં પુસ્તકો

હવે, ફરી પાછું ફ્લિપકાર્ટના વિશલિસ્ટ પર આક્રમણ છે.

૧. The Diary Of A Space Traveller And Other Stories – સત્યજીત રાય

પ્રોફેસર શંકુની વાર્તાઓ. બીજો કોઈ પરિચય આપવાની જરુર છે?

૨. The C Programming Languageકર્નિંગહામ અને ડેનિશ રીચી

સી પ્રોગ્રામિંગની ગીતા. અગાઉનું પુસ્તક મુંબઈ ભૂલી ગયો ને ઉધઈ ખાઈ ગયેલી. મારા સી જ્ઞાનને ઉધઈ લાગેલી છે પણ હવે કીડીઓ ચટકાં ભરી રહી છે એટલે ફરી પાછું મંગાવ્યું.

૩. Art Of Computer Programming Vol-1: Fundamentals Algorithm – ડોનાલ્ડ ક્નુઠ

ત્રણ (અને ચોથો લખાય છે) ભાગમાંનું પહેલું પુસ્તક. એમ તો દરેક કોમ્પ્યુટરનાં માણસે વાંચવા અને રાખવા જેવું પણ અમે ન વાંચ્યું અને જીવ ભરીને પસ્તાયા. કરેલી ભૂલો સુધારવાનો મોકો મળ્યો છે એટલે વાંધો નહી. અલગોરિથમનો પાયો આ પુસ્તકમાં છે એવો બીજે ક્યાંય નથી એવું કહેવાય છે. ડોનાલ્ડ ક્નુઠ (સાચો ઉચ્ચાર?) વિશે વધુ ઉપરની લિંકમાં વાંચો એટલે તમને ખ્યાલ આવશે કે તેમને મહાન કોમ્પ્યુટર વૈજ્ઞાનિક શા માટે કહેવાય છે..

અને હા, આવું તો હું જ કરી શકું. મીરા – ચંદ્રકાંત બક્ષીની બે નકલ ભેગી થઈ ગઈ છે. કોઈ શોધું છું જેને તે ભેટરુપે આપી શકાય..

૧૦ વર્ષ

* થોડા દિવસ પર ઈન્ટરનેટ પર કંઈ શોધખોળ કરતો હતો ત્યારે મારી યાહુની પ્રોફાઈલ પર વાંચવા મળ્યું: “Member since: 22/09/2000” એટલે કે આજે મારા અને ઈન્ટરનેટના મિલનના (અથવા મારા અને યાહુના – જે ગણો તે) ૧૦ વર્ષ પૂરા થયા. યાહુનું ઈમેલ છેલ્લાં ચારેક વર્ષથી ખાલી સાચચવા ખાતર રાખ્યું છે. ન કરે નારાયણને ભારતની ટકે શેર ભાજી અને રીમોટ કન્ટ્રોલ ઓપરેટેડ રાજા વાળી સરકાર જીમેલ બંધ કરી દે તો? આપણે તો ખાલી ફોગટનાં ફસાઈ જઈએ. બે ઈમેલ ખાતાં, બે બેન્ક ખાતાં અને બે ચશ્માં આ ત્રણ વસ્તુઓ બે રાખવી સારી.  (ના, બે પત્નિઓ ન રાખવી, એવું છાપામાં વાંચેલું.) 😉

નોંધ: એમ તો ઈન્ટરનેટ પહેલી વાર ૧૯૯૭-૧૯૯૮ આસ-પાસથી ક્યાંક વાપરવા મળેલું પણ તે વખતે ઈમેલ બનાવવાની દરકાર ન કરી હતી..

નોંધ ૨: પહેલું કોમ્પ્યુટર જોયું – ૧૯૯૧માં. શાળામાં જ્યારે કોમ્પ્યુટર શિક્ષણ ચાલુ થયેલું. ૩૨ કેબી મેમરી ધરાવતા બીબીસી કોમ્પ્યુટર અને ૬૪૦ કેબી મેમરી વાળા આધુનિક ૨૮૬ મશીન. હાર્ડ-ડિસ્ક એટલે શું? 😉

લાવરી અને તેનાં બચ્ચાં

* ગયા મહિને જ્યારે મુંબઈ ગયેલો ત્યારે રાત્રે કવિને જીદ કરી કે “મારે મારા દાદા જોડે ઊંઘવું છે”. દાદાએ તેને કહેવાની શરુ કરી એક વાર્તા. વાર્તામાં રહેલો બોધપાઠ મહત્વનો છે. જે કવિન કરતાં વધુ તો મને સમજાયો.

તા.ક. મરી-મસાલો મેં નાખેલો છે.

એક હતું ખેતર. ખેતરમાં લાવરીએ માળો બાંધેલોને અને એનાં બચ્ચાં પણ હતા. ખેતરમાં વરસાદ આવે તે પહેલા તેને ખેડવું પડે. વરસાદની આવવાની હવે થોડી જ વાર હતી. ખેડૂત અને તેની પત્નિ બપોરે બેઠાં અને વાતો કરતાં હતા કે કાલે તો પશાભાઈને બોલાવી ખેતર ખેડાવી નાખવું છે. લાવરીનાં બચ્ચાંએ આ વાત સાંભળીને કહ્યું કે મા, આપણે હવે ઘર બદલવું પડશે. સદ્ભાગ્યે ત્યાં એજન્ટ વગેરે ન હોવાથી નિરાંત હતી અને લાવરીઓની મા કોન્ફિડેન્સ વાળી હતી. તે dare to think beyond farm વાળો કોન્ફિડેન્સ ધરાવતી હતી. માએ કહ્યું, નો ટેન્શન. ખેતર નહી ખેડાય. બીજો દિવસ નીકળી ગયો. પશાભાઈ ન આવ્યા. હવે, ખેડૂતની પત્નિએ પાછું કહ્યું કે આ ખેતરનું શું કરીશું? ખેડૂતે કહ્યું, આપણા પડોશીઓને બોલાવી ખેડાવીએ. ફરી પાછા, બચ્ચાંએ કાગારોળ મચાવી દીધી. લાવરીએ કહ્યું – ડોન્ટ વરી, બેબ્સ. અને, લાવરી સાચી પડી. બીજે દિવસે પણ ખેતર ન ખેડાયું. દિવસો નીકળ્યા. પણ, આજે લાવરીએ ખેડૂતને વાત કરતાં સાંભળ્યો કે “કાલે તો સવારે વહેલાં આવીને આપણે ખેતર ખેડી નાખીશું.”

અને, લાવરી એ હવે બચ્ચાંને કહ્યું, પેક યોર બેગ્સ, બેબીસ. ટાઈમ ટુ મુવ ટુ અનધર હોમ.

નોંધ: આ વાર્તા, માવજીભાઈ.કોમ પર પણ મળી. અરર, મારી ટાઈપ કરવાની મહેનત..

અપડેટ: બચ્ચું એકવચન -> બચ્ચાં બહુવચન. What is બચ્ચાંઓ (બચાઓ!)? 🙂 [આભાર, મનીષ મિસ્ત્રી]

ગુડબાય ફ્લેશ

* કેમ વળી ફ્લેશને આવજો કીધું? એ પણ એડોબીએ રહી-રહીને ૬૪ બીટ પ્રોસેસર્સ માટે ફ્લેશ લાવ્યા પછી? કારણ કે ફ્લેશ મને એક જ કામ માટે ગમતું હતું – એ હતું વર્ડપ્રેસનું સ્ટેટ વિજેટ એટલે કે બ્લોગજગતનો સૌથી લોકપ્રિય આલેખ. સાચું ને?

બ્લોગરોનો પ્રિય આલેખ...

હવે, આ વિજેટ જાવાસ્ક્પિટમાં છે, એટલે જ હવે તમે જે તે તારીખનું તમારી પોસ્ટનું શિર્ષક ગુજરાતીમાં વાંચી શકો છો.

લો ત્યારે ૩૨…

.. એટલે કે થયા ૩૧ પૂરા અને ૩૨માં વર્ષમાં પ્રવેશ. ખબર નહી પણ હજી એમ થાય છે કે અરે હજી ગઇકાલે તો સ્કૂલમાં જતો હતો. હજી ગઇકાલે તો કોલેજમાં બન્ક મારતો હતો. હજી ગઇકાલે તો કોકીને મળવા જતો હતો અને હજી ગઇકાલે તો કવિનનો જન્મ થયો હતો. સમય છે, વિચિત્ર છે, વિચિત્રતા તેનો ગુણધર્મ છે અને આ બદલાવાનું નથી. ત્રીસીમાં પ્રવેશ્યો છું, દાઢીનાં એકાદ-બે વાળ સફેદ થયા છે (માથાનાં તો ઢગલાબંધ છે) – આ શાણપણની નિશાની તો નથી, પણ કદાચ ઉજાગરા (આ પોસ્ટ રાત્રે મોડા લખાય છે) અને જગત આખાની ચિંતાનો પ્રતાપ છે.

માણસ બદલાતો નથી, હું પણ નહી બદલાઉં, એમ લોકો કહે છે..

ત્રાસરાત્રિઓ

* ત્રાસરાત્રિઓ વિશે હું કંઈ લખું એ પહેલાં ઉર્વિશભાઈએ સરસ લેખ લખી દીધો અને મારા આખા પોસ્ટ-પ્લાનની વાટ લગાવી દીધી 😉 વાંચો, આ લેખ, અને વંચાવો. આ વખતે તેની પ્રિન્ટઆઉટ કાઢીને રાખવી છે અને જ્યારે નવરાત્રિમાં ફાળો આપવા આવે ત્યારે આપવી છે. નવરાત્રિના સોસાયટીમાં થતાં ઘોંઘાટથી અત્યારથી જ મારું મન ફફડી રહ્યું છે..

લેખ: તહેવારોની ઉજવણી, પરંપરાગત ‘ત્રાસોલ્લાસ’થી (લેખક: ઉર્વિશ કોઠારી)